Shrapit Prem - 18 in Gujarati Biography by anita bashal books and stories PDF | શ્રાપિત પ્રેમ - 18

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

શ્રાપિત પ્રેમ - 18

વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે તે વાત આખા જેલમાં ફેલાઈ ગઈ હતી. રાધા ની કોમલ થી એ વાતની પણ જાણકારી મળી કે બાળક ૯ મહિના પહેલા જન્મ્યું હતું એટલે તેને ૧૫ દિવસ સુધી કાચની પેટીમાં રાખવામાં આવશે.
રાધા ને એ પણ ખબર પડી કે તે એક છોકરી હતી એટલે કે વિભા એ એક છોકરીને જન્મ આપ્યો હતો. વિભાગ ની તબિયત ઠીક હતી પરંતુ કદાચ ૨૦ થી ૨૫ દિવસ વધારે હોસ્પિટલમાં રહેવું પડશે કારણ કે બાળક હજી કાચની પેટીમાં હતું. 
સરકારી ખર્ચે તેને શહેરમાંથી સૌથી સારા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. રાધા એ વાત જાણીને બહુ ખુશ થઈ હતી કે વિભાગ ની તબિયત ઠીક છે અને બાળક પણ જલ્દી ઠીક થઈ જશે કારણ કે નવ મહિના પૂરા થવામાં વધારે દિવસ બાકીના હતા એટલે બાળક આમ તો સ્વસ્થ જ હતું છતાં પણ કાચની પેટીમાં રાખવું જરૂરી હતું.
ઓનલાઇન ક્લાસ ખતમ કરીને જ્યારે રાધા તેના જેલમાં આવી ત્યારે ત્યાં ડોક્ટર નેન્સી ઓગસ્ટસ પણ હતી. અત્યારે તેના ચરણમાં પહેલા જેવું દુઃખ દેખાતું નહોતું પરંતુ તે ખુશ હતી.
" ડોક્ટર નેન્સી, આવી ગયા તમે?"
રાધા એ તેમની બાજુમાં બેસીને પૂછ્યું. નેન્સી એ તેના તરફ જોયું અને એક હળવી સ્માઈલ ની સાથે જવાબ આપ્યો.
" બસ અડધી થી એક કલાક થઈ હશે હું આવી એને, બધું ઠીક છે અહીંયા?"
રાધા એ ઉત્તેજનાથી તેનો હાથ પકડીને પૂછ્યું.
" વિભા ની તબિયત કેવી છે અને તે બાળક કેવી છે? શું વિભા તેના બાળકને તેના માતા પિતાના ઘરે છોડશે કે અહીંયા લઈને આવશે?"
નેન્સી એ રાધા ના હાથ ઉપર પોતાનો બીજો હાથ મૂક્યો અને કહ્યું.
" વિભા ના પરિવારમાં કોઈ નથી તેના માતા પિતા ચાર વર્ષ પહેલા જ મરી ગયા હતા અને તેના સાસરા વાળાને તો,,,, તે બાળકીને અહીંયા જ લઈને આવશે."
આ વાત સાંભળીને રાધા બહુ જ ખુશ થઈ ગઈ હતી કારણ કે તેને નાનકડા બાળક પહેલેથી બહુ પસંદ હતા એ તો તેની કમનસીબી કે તેને,,,
" મને લાગે છે કે વિભા કદાચ એક મહિના પછી આવશે."
રાધા એ તેના તરફ આશ્ચર્ય થયું કારણ કે કોમલ એ તો કહ્યું હતું કે કદાચ તે વીસ દિવસ પછી આવી જશે.
" પણ કોમલ તો કહેતી હતી કે,,,"
નેન્સી એ લાંબો શ્વાસ લીધો અને કહ્યું.
" વિભાની તબિયત થોડી,,, વધારે ખરાબ છે એટલે,,, એક મહિનો તો થઈ જ જશે."
રાધા ના મનમાં વારંવાર એક સવાલ આવતો હતો કે બહુ સારી સ્ત્રી છે, પરંતુ એવું તે તેને શું કર્યું કે તે અત્યારે જેલમાં છે? પરંતુ આ સવાલ જીભમાં લઈ આવવાની તેનામાં કદાચ હિંમત ન હતી એટલે ચૂપ હતી.
" તારે રસોડામાં નથી જવું? સાંજનો જમવાનું બનાવવાનો સમય થઈ ગયો છે."
જેલમાં રાત થાય એટલે કે અંધારું થાય તેની પહેલા જમવાનું આપી દેવાતું હતું એટલે ત્યાં રાતનું ભોજન નહીં સાંજનું ભોજન કરીને વાતો કરતા હતા. ઓનલાઇન ક્લાસીસ ના લીધે રાધા ને સવારનો નાસ્તો અને રાતના જમવાનું બનાવવાનું કામ હતું.
" હા, હું જાવ છું."
રાધા પોતાના પુસ્તકોની બાજુમાં રાખીને ત્યાંથી રસોડાના તરફ ચાલી ગઈ. તેના મનમાં છે સવાલ હતો તે અત્યારે મનમાં જ રહી ગયો હતો પરંતુ તેને નિશ્ચય કરી લીધો હતો કે તે જાણવા માંગે છે કે નેન્સીની સાથે શું થયું હતું. આમ તો કોણ શું કરે છે તે બધાને જાણવાની ઈચ્છા નથી હોતી પરંતુ રાધાને આ બધું જાણવું હતું.
આજે રસોડામાં કામ કરતી વખતે પણ બધાના વચ્ચે વિભા અને તેનું બાળક જ મુદ્દા નું મુખ્ય કારણ હતું. રાધા ને ખબર પડી કે એની પહેલા પણ એવું થઈ ગયું છે જ્યારે મા તેના સંતાનોને તેમની સાથે જેલમાં રાખતી હતી. બાળક જ્યાં સુધી ખાવા પીવાની લાયક ન થઈ જાય ત્યાં સુધી મારી સાથે જ રહેતું હોય છે અને ત્યાર પછી તે કા તો બાળક કોઈ અનાથ આશ્રમમાં કે પછી તેમના ઘરે આપી દેતી હોય છે.
નેન્સી એ પહેલા જ કહી દીધું હતું કે વિભા ના ઘરનું કોઈ સદસ્ય હવે નથી તો શું તેના બાળકને પણ ચાર પાંચ વર્ષ પછી અનાથ આશ્રમમાં છોડી દેવામાં આવશે? જો એવું થઈ ગયું તો પછી વિભા તેના બાળકને ક્યારેય જોઈ શકશે કે પછી,,, વિચાર કરીને જ રાધા ના હાથના રુંવાડા ઉભા થઈ ગયા હતા.
શું કોઈ માં તેના બાળકથી દૂર રહી શકે?
પરંતુ તુલસી એ તો તેની બહેનથી છુટકારો મેળવવા માટે તેના જ બાળકને,,,
આ વાતનો વિચાર આવતા જ રાધા ની આંખોમાં ત્યાંના ચૂલા કરતા પણ વધારે આગ હતી. ગમે તેમ થાય પણ તે તુલસીને તેની સજા જરૂર અપાવશે, જે તેણે કર્યું હતું. તે કામ માટે રાધાની જરૂર હતી તેની વકીલની ડિગ્રીની, જેનાથી તે તેની બહેનને તેના કર્મોનો હિસાબ બતાવી શકે.
અમને લગભગ ચાર દિવસ પસાર થઈ ગયા ત્યારે રાધા ને અલ્કા મેડમ દેખાયા. તેઓ લાઇબ્રેરીમાં પુસ્તક લેવા આવ્યા હતા ત્યારે રાધા ને ખબર પડી કે તેમને પણ વાંચવાનો બહુ શોખ છે. તેમને જોઈને રાધાના મનમાં સૌથી પહેલો વિચાર વિભાગ અને તેની બાળકીનો આવ્યો.
" હું આવી છું ત્યારથી લગભગ બધાએ મને આ સવાલ પૂછ્યો છે. લાગે છે કે બધા તે નાના બાળકીની રાહ જોઈ રહ્યા છે."
અલ્કા મેડમ એક ત્યાની એક બેન્ચ માં બેસીને કહ્યું. રાધા પણ તેમની બાજુમાં બેસી ગઈ અને કહેવા લાગી.
" તમે એકદમ સાચું બોલો છો મેડમ અમે બધા તેની જોઈ રહ્યા છીએ. બસ તે જલ્દીથી અહીં આવી જાય."
અલ્કા મેડમ એક હાથમાં પકડેલા પુસ્તકની બાજુમાં રાખીને કહ્યું.
" હવે બંનેની તબિયત સ્ટેબલ થઈ ગઈ છે અને મને લાગે છે કે જલદી છે તને રજા આપી દેવામાં આવશે. એ બધું મુખ અને તું બતાવ, તારું ભણતર કેવું ચાલે છે?"
રાધાએ બતાવ્યું કે બધું બરાબર છે અને તેમને નાઈટ લેમ્પ ના લીધે તે વધારે વાંચી શકે છે અને જેના લીધે તેમના બાદના ટેસ્ટ પણ બહુ સારા ગયા છે. થોડી વાતો કર્યા બાદ તમે તમને કામ હતું એટલે તેઓ ચાલ્યા ગયા.
આમને આમ હજી 15 દિવસ સુધી ગયા અને ત્યારે ફરી પાછો એક દિવસ આવ્યો જ્યારે જેલના કેદીઓને તેમના પરિવાર વાળા મળવા આવતા હતા. રાધા ને ખબર હતી કે તેને મળવા માટે કોઈ નથી આવવાનો એટલે તે ચૂપચાપ તેના જેલમાં બેઠી હતી અને વાંચવાનો પ્રયત્ન કરી રહી હતી.
બપોરે જમવાના સમયમાં તેને કામ કરવાની જરૂરત ન હતી કારણ કે તે રાત્રે જવાની હતી.
તેણે જોયું કે નેન્સી પણ તેની સાથે જ છે કદાચ તેને મળવા માટે પણ કોઈ આવ્યું ન હતું. સવિતાબેન બપોરના કામ માટે રસોડામાં ગયા હતા અને સાથે ચંદા પણ ત્યાં જ હતી એટલે અત્યારે જેલમાં તે બંને જ બેઠા હતા.
" ડોક્ટર નેન્સી તમને મળવા માટે પણ કોઈ નથી આવ્યું?"
રાધા એ વાતની શરૂઆત કરતાં કહ્યું એટલે નેન્સી એ તેના તરફ જોયું અને કહ્યું.
" ના મેં બધાને અહીંયા આવવાની ના પાડી દીધી છે. એટલા માટે મને માળવા માટે કોઈ નહીં આવે."
જેમાં લગભગ બધા કેદીઓની એક જ ઈચ્છા હોય છે કે તેના પરિવાર વાળા તેમને મળવા માટે ત્યાં આવે પરંતુ નેન્સી ની વાત અલગ હતી તે અહીં આવવાની ના પાડી રહી હતી. રાધા એ આશ્ચર્યની સાથે પૂછ્યું.
" પણ એવું કેમ?"
નેન્સી એ લાંબો શ્વાસ લીધો અને કહ્યું.
" કારણ કે મારી ઈચ્છા નથી. તે લોકો મારા માટે આટલા હેરાન થાય અને અહીંયા આવીને તેમની ચિંતામાં વધારો કરે તે મને પસંદ નથી."
નેન્સી ઉમર 40 કરતા વધારે જ દેખાઈ રહી હતી એટલે કદાચ તે વિવાહીત હશે એવું રાધાને લાગી રહ્યું હતું એટલે તેણે પૂછ્યું.
" તમારા પતિ અને બાળકો તમને મળવા નથી ઈચ્છતા?"
નેન્સી રાધાના તરફ ધ્યાનથી જોયું અને તે કંઈક કહેવા જઈ જ રહી હતી કે ત્યાં એક સિપાહી આવી અને તેણે રાધા ના તરફ જોઇને કહ્યું.
" રાધા, તને મળવા માટે કોઈ આવ્યું છે."