Anger, Jealousy and Atonement. in Gujarati Spiritual Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | ક્રોધ, ઈર્ષા અને પ્રાયશ્ચિત.

Featured Books
Categories
Share

ક્રોધ, ઈર્ષા અને પ્રાયશ્ચિત.

ક્રોધ, ઈર્ષા અને પ્રાયશ્ચિત.

ખુબ જુના કાળની આ વાત છે. એક ગામમાં દેવદત્ત નામનો એક વિદ્વાન પંડિત રહેતો હતો. તેની વાણીમાં અદભૂત આકર્ષણ હતું. તે ભાગવત કથા કહેવામાં નિષ્ણાત હતો. લોકો તેની વાણીથી મંત્રમુગ્ધ થઇ જતા અને રોજ કથા સાંભળવા લોકોનાં ટોળે ટોળા ઉમડતા.

તે જ ગામમાં કણિક નામનો બીજો પંડિત પણ રહેતો હતો. તે ખૂબ જ વાંચેલો લખેલો હતો, પરંતુ અત્યંત ગર્વીલો હતો અને પોતાને ખુબજ મોટો વિદ્વાન માનતો. તે વિચારતો, "આ દેવદત્ત શું કરે છે કે લોકો તેની પાસે સાંભળવા ભેગા થાય છે, જ્યારે હું શાસ્ત્રોના મર્મ જાણું છું!" કણિકને દરેક વખતે દેવદત્તના ઘરના શ્રોતાઓની ભીડ જોઈને ઈર્ષ્યા થાય.

ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो नित्याशङ्कितः। 

परभाग्योपजीवी च षडेते नित्यदुः खिताः।।

ઈર્ષા કરનારો, દ્વેષ કરનારો, અસંતુષ્ટ, ક્રોધી, હંમેશા શંકા કરનારો અને બીજા ના ભાગ્ય પર જીવી રહેલો – આ છ લોકો હંમેશા દુઃખી રહે છે.

એક દિવસ, કણિક ને ખૂબ ભૂખ લાગેલી હતી અને તે ઘેર આવ્યો, પણ તેની પત્ની ઘરમાં નહોતી. તે સાંભળી ચકિત થયો કે કદાચ તે પણ દેવદત્તની કથા સાંભળવા ગઈ હશે. આ વિચારે કણિક ક્રોધે ભરાયો અને દેવદત્તના ઘેર ગયો. ત્યાં શ્રોતાઓની ભીડ જોઈ તેની ઈર્ષ્યા અને વધતી ગઈ. ત્યાં તેણે પોતાની પત્નીને કથામાં બેસેલી જોઈ અને તે ગુસ્સાથી ભડકી ઊઠ્યો.

તે દેવદત્તને કહી ઉઠ્યો, "તું અને આ શ્રોતાઓ બધાં મૂર્ખ છે!" આવું બોલીને કથામાં બેસેલા શ્રોતાઓને ખલેલ પહોચાડી. બીજું પણ ન કહેવાનું જાણે શું શું કીધું.

ઈર્ષા વસ્તુ પોતાને ઈજા પહોચાડે છે અને બીજાને પણ નુકસાન પહોચાડે છે.

ઘેર તેની પત્ની આવી તો તેને પણ ખુબ ખુબ સંભળાવી દીધું. પત્નીએ ખુબજ વિનમ્રતાથી કહ્યું “ હવે બીજી કોઈ વખત ત્યાં કથા સાંભળવા નહિ જાય” આટલી વિનમ્રતાથી પત્નીનું કહેવું સાંભળી કણિકને પોતાના પર ખુબ સરમ આવી. તેને થયું પોતાના કરતા પત્ની વધારે સભ્ય છે.

वाच्यावाच्यं प्रकुपितो न विजानाति कर्हिचित्। 

नाकार्यमस्ति क्रुद्धस्य नवाच्यं विद्यते क्वचित्॥

ક્રોધની સ્થિતિમાં માણસ શું બોલવું અને શું ન બોલવું તેનો વિવેક ગુમાવી બેઠો હોય છે. ક્રોધિત વ્યક્તિ કંઈ પણ બોલી શકે છે અને વિફળ રીતે બકવાસ કરી શકે છે. તેની માટે કંઈ પણ અયોગ્ય અથવા અશબ્દ્ય ગણાતું નથી.

તે રાતે કણિકને ઊંઘ ન આવી. પોતે કરેલા અવિનય પર મંથન કર્યું. પોતાની ભૂલ સમજાઈ. તેણે વિચાર્યું કે તેણે વ્યર્થમાં દેવદત્તનું અપમાન કર્યું. તેણે સવારે માફી માગવા માટે નક્કી કર્યું.

આ બાજુ દેવદત્ત ને વિચાર આવ્યો મારી સાથે ના દ્વેષ ને કારણે જો ભગવાનની ભક્તિ માં ખલેલ પહોચતી હોય તો તે ઠીક નથી. તેને દેશાટન કરવાનો નિર્ણય કર્યો. આ વાતની કણિક ને બીજે દિવસે ખબર પડી ગઈ. તેને હવે ખુબ પસ્તાવો થવા લાગ્યો.

ख्यापनेनानुतापेन तपसाऽध्यायेन च।
पापकृत्मुच्यते पापात् तथा दानेन चापदि ॥ मनुस्मृति श्लोक 11.227

પાપની સ્વીકાર્યતા, પછાતાપ, તપસ્યા અને અભ્યાસથી પાપી પાપથી મુક્ત થાય છે; અને મુશ્કેલીના સમયે દાન દ્વારા પણ.

पश्चातापः पापकृतां पापानां निष्कृतिः परा।

सर्वेषां वर्णितं सद्भिः सर्वपाप विशोधनम्।।

પછાતાપ પાપ કરનારા પાપીઓ માટે સૌથી મોટું પ્રાયશ્ચિત છે. સત્પુરુષોએ બધાના માટે પછાતાપને જ તમામ પાપોનું શોધક ગણાવ્યું છે. પછાતાપથી જ પાપોની શુદ્ધિ થાય છે. જે પછાતાપ કરે છે, તે જ ખરેખર પાપોનું પ્રાયશ્ચિત કરે છે; કારણ કે સત્પુરુષોએ તમામ પાપોની શુદ્ધિ માટે જેમ પ્રાયશ્ચિતનો ઉપદેશ આપ્યો છે, તે બધું પછાતાપથી પૂર્ણ થાય છે.

पश्चातापेनैव शुद्धिः प्रायश्चित्तं करोति सः।

यथोपदिष्टं सद्भिर्हि सर्वपापववि शोधनम्।।

જે પુરુષ નિયમ મુજબ પ્રાયશ્ચિત કરે છે અને નિર્ભય બની જાય છે, પરંતુ પોતાના દુષ્કર્મ માટે પછાતાપ નથી કરતો, તે સામાન્ય રીતે ઉત્તમ ગતિ પ્રાપ્ત કરતો નથી. પરંતુ જેને પોતાના દુષ્કૃત્ય પર હૃદયપૂર્વક પછાતાપ થાય છે, તે નિશ્ચિત રૂપે ઉત્તમ ગતિનો ભાગી બને છે, તેમાં કોઈ સંશય નથી.

(शिवपुराण - महात्मय, अध्याय -३, श्लोक ५-६)

દેવદત્તની આટલી ઉદારતા જોઈને કણિકના મગજમાં આવેલા ગર્વ અને ઈર્ષ્યાના ભાવને સમજી ગયો. તે દેવદત્તને ગળે લાગીને બોલ્યો, "તમારા વિવેક અને વિનમ્રતાએ મને સાચો માર્ગ બતાવ્યો."

હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. .......કલાપી

તે દિવસથી કણિકે ઈર્ષ્યા અને ગર્વ છોડીને વિનમ્રતા સ્વીકારી લીધી. બીજાની લીટી નાની કરવાને બદલે પોતાની લીટી મોટી કરવી આ વાત તેમણે સમજી લીધી.