Jivan ae Koi Parikatha nathi - 5 in Gujarati Moral Stories by Kaushik Dave books and stories PDF | જીવન એ કોઈ પરીકથા નથી - 5

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

જીવન એ કોઈ પરીકથા નથી - 5

"જીવન એ કોઈ પરીકથા નથી"

( ભાગ-૫)

સમીરના ફોન પર અજાણ્યો કોલ આવે છે.
મમ્મી બોલી.. ક્યારની રીંગ વાગે છે. ફોન ઉપાડતો ખરો.

હવે આગળ..‌

મમ્મી કહે એટલે કોલ લેવો જ પડે.

હેલ્લો..સમીર બોલું છું. આપ કોણ બોલો છો?

સામેથી ઘંટડી જેવો લેડિઝ અવાજ આવ્યો.

લે મને ના ઓળખી? ઓહ.. હું તો ભૂલી જ ગઈ હતી. આપણે વર્ષો પહેલાં મળ્યા હતા. હવે અનુભવ કર કે કોણ છું?

હું વિચારતો થયો. આ અજાણી યુવતી મને ક્યાં મળી હશે?

હું બોલ્યો.. તમારે મારી મમ્મીનું કામ છે? હું આપું એમને.

સામેથી... હમણાં ના આપતો. પહેલા આપણે એક બીજાનો પરિચય કરીએ ફરીથી. હું HR ... તારા ઘરે આવું છું. તને મળવા માટે. થોડી વાત કરવી છે. ને પછી આંટી સાથે પણ.

હું બોલ્યો.. પણ તમે કોણ છો? મને ખબર પડી નથી. ને શામાટે વાત કરવી છે? આ HR એટલે હરિતા?

સામેથી હસવાનો અવાજ આવ્યો.
હજુ બાળક જેવો છે. નાનપણમાં પણ એવો જ હતો. આપણે સાથે રમતા હતા એ હેમા.

ઓહ... મને થયું કે કોણ છે? હેમા એટલે રમણ કાકાની જ ને? સૂરત જતા રહ્યા હતા ને હવે આ શહેરમાં આવી ગયા છો એ. મમ્મીએ મને આજે જ કહ્યું હતું.

હા..એ જ.. હવે ઓળખ પડી. પણ હું હવે પહેલા જેવી નથી. મારી પાસે હેન્ડ કર્ચિફ હોય છે એટલે ચિંતા ના કરતો. શરદી તો કાયમ માટે છૂમંતર થઈ છે.

ઓહ..તો હવે..

તો શું.. તું હજુ એવો ને એવો.. આ ૩૦ વર્ષ નો થયો પણ મારો ફોન નંબર ના મળ્યો. મારો નંબર સેવ કરજે. હું આવું છું. તારું ખાસ કામ છે. આંટી એ પપ્પા સાથે વાત કરી હતી એ બાબતે. પણ કંઈ ઊંઘું છત્તુ વિચારતો નહીં. હું અલગ પ્રકારની યુવતી છું. મારે એક કોલ આવે છે.

આટલું બોલીને હેમા એ કોલ કટ કર્યો.

હું સમીર વિચારવા લાગ્યો... આ બદલાઈ ગયેલી હેમા કેવી હશે? પાકી સૂરતી લાગે છે. 

એટલામાં મમ્મી બોલ્યા..કોનો ફોન હતો?
મેં કહ્યું કે રમણ કાકાની હેમાનો. એ ગમે ત્યારે ટપકી પડશે.

મમ્મી ખુશ થયા.
બોલ્યા.. જોજે હો જુની વાતો ના કરતો. સીધેસીધું કહી દેજે એને. હવે ૩૦ પછી કેટલા ટ્રાય કરવા છે? હું છોકરીઓ જોઈ જોઈને થાકી છું. ગમે તો તરત પાકું કરવું છે. પણ રમણલાલ આવવાના છે?

મને ખબર નથી. એણે એવું કહ્યું નથી.

પણ હું પણ ચાલાક હતો. નવી હેમા કેવી હશે એ જાણવા માટે એનો નંબર સેવ કરીને એની વોટ્સએપ ડીપી જોઈ..
ઓહ...નો.. આ કોઈ બીજી છોકરીની ડીપી લાગે છે.
હેમા આવી દેખાતી હશે? કે પછી બીજા કોઈનો ફોટો ડીપીમાં મૂક્યો હશે!

વિચારોના ચકરાવે ચડી ગયો.

જીવન એ કોઈ પરીકથા નથી.. એવું ભૂલાઈ ગયું.
ને હું સપનામાં ખોવાઈ ગયો.

પણ મારું સપનું ટુંકુ રહ્યું.
એ સમીર..દૂધ નથી. ને નાસ્તો ખલાસ થઈ ગયો છે. રમણલાલ ને હેમા આવે ત્યારે ખાલી હાથે ના જવા દેવાય.

હું સમજી ગયો.

થેલી લીધી..ને સ્કુટરની ચાવી.

ઘરની બહાર જતો હતો ને દરવાજે એક સુંદર હસીન હસીનાને જોઈ.

મારી આંખો સ્થિર બની હતી.
એ હસીના હસી.
હવે મને ઘરમાં બોલાવવી નથી? 

મેં જાત સંભાળી લીધી. ઓહ.. આ જ હેમા..
ક્યાં બચપનની લેટારી હેમા ને આ આધુનિક સ્માર્ટ હેમા..

વિચારે છે શું? એમ પતાસું મોઢામાં ના આવે. ઘરમાં આવકાર તો આપ.

પછી આપણા મુખ પર આનંદ અને ઉત્સાહ હતો..

ઘરમાં પાછા આવ્યા.
મમ્મીએ હેમાને જોઈ.
હેમા મમ્મીને પગે લાગી ને બોલી.. હું હેમા.. પપ્પા આવ્યા નથી. સામાજિક કામે બહાર ગયા છે.

મમ્મી સમજી ગઈ હતી કે હું દૂધ કે નાસ્તો લીધા વગર જ પાછો આવ્યો છું.

મમ્મી બોલી.. સારું સારું.. તમે બંને બેસો.. હું હમણાં આવી.

હેમા હસી.. આંટી કંઈ લાવવાની જરૂર નથી. પણ મારે સમીર સાથે ખાનગીમાં વાતચીત કરવી છે. હું સીધેસીધું કહું છું એટલે ક્ષમા માંગુ છું. પણ તમારી સાથે વાતચીત કરતા પહેલા એની સાથે વાત કરવી હિતાવહ છે.

આપણને આનંદથી ફૂલાઈ ગયા હતા.
નસીબ કેટલું સરસ છે એવું મને લાગ્યું.
હાશ.. ખરેખર જીવન એ પરીકથા જેવું છે.
મને પરીની વાત સાચી લાગી હતી.
પરીએ કહ્યું હતું કે હું આવીશ.
ને હેમા પરી બનીને આવી.

પણ હું પહેલો અનુભવ ભૂલ્યો નહોતો.
આ મોડર્ન હેમાને રસોઈ આવડતી હશે?

મમ્મીએ હસતાં હસતાં પરમીશન આપી દીધી.
ને મારા જીવનનો ભૂલાય નહીં એવો અનુભવ.

બીજી રૂમમાં જતા જ..
હેમાએ સ્મિત કર્યું.
બોલી.. હજુ સુધી તેં મેરેજ કર્યા નથી? આટલો સ્માર્ટ છોકરો આવો બબૂચક હોઈશ એ ખબર નહોતી. કોઈ પણ છોકરી તને પ્રેમ કરી શકે એવી હતી. અરે લવ મેરેજ કરવા હતા.

હું મનમાં બબડ્યો.. બે ત્રણ વર્ષ પહેલા તું આવી હોત તો સારું હતું.

હું કંઈ બોલ્યો નહીં.
એ બોલી.. હજુ એનો એ જ છે. હવે હું તને ફોડ પાડું છું.‌ આંટીએ પપ્પાને તારા વિશે વાત કરી હતી. પપ્પા એ મને કહ્યું હતું પણ મારી પરિસ્થિતિ સાવ જુદી જ છે. ચાર વર્ષ પહેલા તારી વાત આવી હોત તો વિચારતી. પણ શું કરું.. હવે એ શક્ય નથી.

આ સાંભળીને મારા મોતિયા મરી ગયા. તો પછી સીધેસીધું કહેવું હતું ને.. આવી છે શું કામ? મારો જીવ બાળવા માટે..
પણ હું બોલી ના શક્યો.

હેમા બોલી.. તું નિરાશ થઈ ગયો છે એ મને ખબર જ હતી. પણ હું તારા માટે સરસ છોકરી ટુંક સમયમાં શોધી લાવીશ. હું ટુંક સમયમાં મેરેજ કરવાની છું. પણ પપ્પા ને હજુ કહ્યું નથી. તને જ પહેલા કહ્યું છે. એટલે તારી સાથે જ વાત કરવા આવી છું. હું મારા પસંદના યુવાન સાથે કોર્ટ મેરેજ કરવાની છું.એક મહિનામાં જ. અમે બંને બે વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ અને પસંદ કરીએ છીએ. મને એમ કે તારા તરફથી વહેલી વાત આવી હોત તો સારું હતું પણ હવે મોડું થઈ ગયું છે. સોરી..પણ તું નિરાશ ના થતો. મને કીચનમાં કુક કરતા આવડે છે. પપ્પા માટે રસોઈ હું જ બનાવું છું. જો તારે જ મારા માટે ના પાડવાની છે.તો જ મારું હિત છે. તું મારું સારું ઈચ્છે છે ને!

મારે આખરે હા પાડી..
પછી ઔપચારિક વાતો ને પછી 
હેમાના ગયા પછી મેં મમ્મીને કહી દીધું કે હેમા મને પસંદ નથી. આટલું મોટું બલિદાન.. કોઈના સારા માટે પણ મારું તો અહિત.. છેલ્લી આશા પણ ઠગારી નીવડી.
મમ્મીએ મને ઘણું સંભાળાવ્યુ..
ને મહિના પછી મમ્મીએ કહ્યું કે સારું થયું કે તેં હેમા માટે ના પાડી. એણે લવ મેરેજ કરી લીધા. તેં હા પાડી હોત ને પછી હેમાના લફરાં પકડતાં તો હું જીવતે જીવ મરી જતી.

સમીર મમ્મીના ફોટા સામે જોઈને મમ્મીને યાદ કરતો હતો.
બસ પછી મમ્મીએ બહુ મહિના કાઢયા નહીં..

હું એકલો ને ઘરમાં હું એકલો..
ચારેબાજુની ભીંત મારી તરફ દોડતી દેખાતી.
મમ્મીએ કહેલું યાદ આવતું..
જીવન એ કોઈ પરીકથા નથી..
ને સાચું જ લાગ્યું હતું..
પણ પરીકથાની જેમ એક પરી ભગવાને મારા માટે શોધી રાખી હતી.
એનો પરિચય કરવો છે?
( સમીરના જીવનમાં આવે છે એક પરી..
વધુ છેલ્લા ભાગમાં)
- કૌશિક દવે