ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
લગભગ 200-225 વર્ષ પૂર્વે.
મોગલોને ધૂળ ચટાવનારા મરાઠાઓ ઠંડા પડતા જતા હતા. 1972 માં બાલાજી બાજીરાવના પુત્ર માધવરાવનું આકસ્મિક નિધન થવાથી પેશ્વાઓની એકજૂથતા તૂટી હતી 'અટક સે કટક તક"નું મરાઠા સામ્રાજ્ય હવે ફક્ત બોલચાલમાં જ વપરાતું હતું. બુધવાર પેઠ (પુના) ની ધાક હવે માત્ર પુના અને આજુબાજુના પ્રદેશ પર જ હતી. માધવરાવના મૃત્યુ પછી રઘુનાથ રાવના પુત્ર અને પછી માધવરાવ બીજા એ પેશ્વાની ગાદી સંભાળી, પણ લાયકાતના અભાવે એ પેશ્વાઓને એકજુથ રાખવામાં કામિયાબ ન હતા, અને એમના ઉત્તર ભારત અને ગુજરાતના ત્રણ મુખ્ય સૂબા હોલ્કર ઇન્દોર, સિંદે (સિંધિયા) એ ગ્વાલિયર અને ગાયકવાડે વડોદરામાં પોતપોતાનો સ્વત્રંત્ર વહીવટ ચલાવતા હતા.અને એક બીજાની જાગીરો પર હુમલો કરતા હતા. એકબીજાના પ્રદેશો છીનવી રહ્યા હતા. પેશ્વાની ગાદી ને સાંભળવાનું એ લોકો એ બંધ કરી દીધું હતું. .એવે વખતે 1802માં દોલતરાવ સિંધિયા દ્વારા પરાજિત થનારા ઉજ્જૈનના યશવંત રાવ હોલ્કર મેવાડ તરફ નજર નાખી. મેવાડ મારવાડના રાજા નિશ્ચિન્ત હતાં .હિન્દુ મરાઠા કોઈ મંદિર લૂંટવા હુમલો કરશે એ એમની કલ્પના માં પણ ન હતું. પણ આર્થિક રીતે પાયમાલ થયેલા જસવંત રાવ હોલ્કરે શ્રી નાથદવાર મંદિર માં લૂંટ ચલાવી અને ગામ આખું સળગાવી માર્યું. આ ચડાઈની ખબર મળતા જ શ્રીનાથજી મંદિરના મુખ્યાજી શ્રીનાથજીને લઈને ઉદયપુર પહોંચ્યા હતા. લગભગ 10 વર્ષ પછી હોલ્કરે એ ઘેરો ઉઠાવ્યો હતો અને એ સમયમાં લાખો રૂપિયા ખાંડણી રૂપે વસૂલ્યા હતા.
આ વાત થી એક માણસ સખ્ત નારાજ હતો. આમ તો એ હોલ્કર વંશજ હતો પણ ભાયાત તરીકે એના ભાગમાં માંડ 8-10 ગામ હતા. નામ એનું મહાવીર સિંહ. (હાલના ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન ની સીમાઓ જ્યાં મળે છે. એ ચાકલીયા ગામ પૂરું થાય અને નદી આવે નદીની સામે પાર કે જ્યાં અત્યારે મદયપ્રદેશની સીમા છે ત્યાં આવેલ એક નાનકડા ગામ અજવાળિયું.માં આ મહાવીર રાવનો નિવાસ હતો. પણ શ્રી નાથદ્વારા પરની ચડાઈ પછી એનામાં વૈરાગ્ય પ્રગટ્યો હતો. એને સતત લાગતું હતું કે રાજને (હોલ્કર ની ગાદી ને) વફાદાર થવામાં એણે શ્રીનાથદ્વારા પરની ચડાઈ માં સામેલ થઈને એક બહુ મોટી ભૂલ કરી છે.
"દીકરાઓ હું હવે ઝાઝું નહિ જીવું. મેં અક્ષમ્ય અપરાધ કર્યો છે." પોતાને ઘેરીને ઉભેલા પોતાના ચાર દીકરાઓને મહાવીર રાવ કહી રહ્યો હતો.
"બાપુ, ઝાઝું મ બોલો. વૈદ્ય બાપા એ સારી ઔષધ આપી છે તમને હમણાં બે ચાર દીમાં સારું થઈ જશે. મોટા દીકરા મહિપાલ રાવે કહ્યું.
"મને હવે જીવવું નથી. મારુ એક કહ્યું તમે જો માનો તો મારો જીવ ગતે જાય."
"બાપુ જેમ તમે કહો એમ અમે બધા ભાયુ કરવા તૈયાર છીએ. શું કો છો બધા? કહી એણે નાના ભાઈઓ સામે જોયું.
"દીકરા મેં ઘણે આઘે આઘે ચડાઈમાં ભાગ લીધો છે. અનેક યુદ્ધ લડ્યા છે. કી કેટલાય લોકને મારા હાથેથી મારી નાખ્યા છે. પણ મને એ કોઈ વાત નો અફસોસ નથી. પણ.."
"બાપુ બે-ચાર દીમાં થોડી સુવાણ થાય પછી નિરાંતે એ વાતું કરજો. હમણાં આરામ કરો." કહીને મહિપાલ રાવ ઢોલિયા પરથી ઉભો થયો તો મહાવીર સિંહે એનો હાથ પકડીને બેસાડી દીધો.અને કહ્યું.
"દીકરા તારા મરતા બાપને સાંભળ તોજ મારો જીવ ગતે જશે. મને ખબર છે કે આ મરણ પથારીમાંથી હું ઉભો થવાનો નથી. મારી પાસે 2-4 દિવસ તો શું 4-6 ઘડી (1 ઘડી લગભગ 14 મિનિટ) માંડ બચી છે. તો હું એ કહેતો હતો કે પાંચાળ પરદેશમાં એક ગામ હતું સુદમડા. એક વખતની ચડાઈમાં અમે એ બાજુથી નીકળ્યા હતા ત્યારે એના વિશે સાંભળ્યું કે ઈ સુદમડા નો કોઈ રાજા ન હતો ગામ આંખના પ્રજા ઈ જ એની રાજા ત્યાંના લોકો બોલતા કે 'સમે માથે સુદમડા’ એટલે કે સહિયારું સુદમડા"
"હા બાપુ તો હવે અત્યારે તમે કેમ સુદમડા ને યાદ કરો છો કઈ વેર લેવાનું છે કે, કઈ કોઈનું અહેસાન ચૂકવવાનું છે?"
"ના હું ઈચ્છું છું કે આપણું આ અજવાળિયું ગામ આજથી સુદમડા તરીકે ઓળખાય અને આપણા ભાયાત ભાગમાં આવતા બધા ગામ સુદામડા બની જાય. એનું કોઈ રાજા નહિ જેના હાથમાં અત્યારે જે જમીન મકાન છે એ આજથી એના.એમાં તમારે કોઈએ કઈ ચંચુપાત ન કરવો. આપણે સાતીએ દીધેલ, કે ખેડવા દીધેલ ખેતર કે રેવા દીધેલ મકાન ઈ કોઈ માં તમારા ચાર ભાયુંનો કોઈ હિસ્સો નહિ..મારી આટલી વાત માનશો? કહીને એણે આશાભરી નજરે પોતાના બધા દીકરાઓ અમે જોયું.
"શું કહો છો ભાઈઓ. બધા પોતપોતાનો હિસ્સો જતો કરવા તૈયાર હોય તો બાપુ નિરાંતે દેહ છોડી શકે. હું જે ખેતર ખેળું છું, અને જે ઘરમાં રહું છું એ સિવાયનું બધું આ 'નવા સુદમડા 'ને અર્પણ કરું છું." મહિપાલ રાવે કહ્યું અને એના નાના ભાઈઓ પણ એને અનુસર્યા. એ જોઈને મહાવીર રાવે રાહત ભર્યો શ્વાસ છોડતા કહ્યું. એક બીજી વાત છે. મેં કરેલી ચડાઈઓમાં અખૂટ સંપત્તિ મેળવી છે એ બધી નદી પાર ચાકલીયા ગામ જ્યાં પૂરું થાય છે. એની ઉત્તર બાજુ જ્યાં જંગલ છે એમાં લગભગ 2 કૉસ ચાલીયે તો એક સાથે 3 વડલા છે બાજુમાં જ એક નાની સરાઈ વટેમાર્ગુ માટે બનાવી છે. એના ચોથા ઓરડાને ખોદશો તો એ બધો ખજાનો ત્યાં દાટ્યો છે. એ ખજાનો અત્યંત જરૂર હોય તો જ ત્યાંથી ખોદી કાઢજો. અને ઈ ખજાનામાં આપણા આ નવા સુદમડાના બધા રહેવાસી ભાગીદાર. તમે ગામમાંથી જ એક પંચ બનાવો જે એ બધાનો વહીવટ કરે. પણ યાદ રાખજો. જો તમે એકલા ઈ ખજાનો હડપ કરશો તો આપણા ખરાબ દિવસો શરૂ થઈ જશે."
ભલે બાપુ તમારી અંતિમ ઈચ્છા છે એ મુજબ જ અમે બધું કરશું. મહિપાલ રાવે કહ્યું અને એ સાથે જ મહાવીર રાવે દેહ ત્યાગી દીધો.
મરતા બાપને વચન તો આપ્યું પણ પોતાના ખેતર, ઘર, વાડી, વજીફો ગ્રામજનોને મફત દઇ દેનારા ચારમાંથી એકેય ભાઈઓ ઈ લાખો રૂપિયાના ખજાના માંથી કોઈને કઈ પણ આપવામાં રાજી ન હતા.
xxx
"વિક્રમ તને એરપોર્ટથી અહીં હોસ્પિટલ સુધી પહોંચવામાં આટલી વાર કેમ લાગી?" અચાનક પૂજાએ પ્રશ્ન પૂછ્યો.
"અરે અહીંના પોલીસ ડિપાર્ટમેન્ટને કોઈએ ખોટી ખબર મોકલી હતી કે આજે ભારતથી કોઈ ત્રણ જણા અહીં ડ્રગની મોટી ડિલ કરવા આવે છે. અને એ લોકો અમને ત્રણે જણને ઈ ડ્રગ ડીલર સમજી બેઠા. પણ જેવી મેં એને મારી ઓળખાણ આપી કે તરત જ એ લોકો સમજી ગયા. થોડા રૂટિન પ્રશ્નો પૂછીંને અમને, ના કહેવા છતાં ચા-નાસ્તો કરાવ્યા અને પછી છોડી દીધા."
"હ્હ્હ.. ઓકે તને ખબર છે કે આંટીને અહીં હોસ્પિટલમાં એડમિટ કરવામાં મને કોને મદદ કરી?"
“ના એ કોણ હતું મને ખર નથી પણ મોમે હમણાં કહ્યું, કોઈ ભારતીય પુરુષ હતો, પણ પૂજું તે એનો કોઈ કોન્ટેક્ટ નંબર કે એવું કૈક લીધું કે નહિ? હું એને ઇનામ આપવા માંગુ છું."
"એને ઇનામ ની જરૂર નથી. ઈ કરોડપતિ માણસ છે."
"તો પણ મારે એને મળવું હતું. મોમે કહ્યું હમણાં અડધા કલાક પહેલાજ એ અહીંથી નીકળ્યો. જો મને પોલીસ સુપ્રિટેન્ડન્ટ ન અટકાવ્યો હોત તો હું એને મળી શકત. એટલીસ્ટ હું રૂબરૂ એનો આભાર માનત .
"પણ પૃથ્વી બચી કેવી રીતે ગયો? પૂજાએ અચાનક ટોપિક ચેન્જ કર્યો એટલે વિક્રમ વિચારમાં પડ્યો.
"પૂજા, તારી તબિયત તો ઠીક છે ને. તું આમ ઘડીયે ઘડીયે બીજી વાત પરથી પછી પૃથ્વી પર કેમ જાય છે. એ મગતરાને તો હું ચપટીમાં મસળી નાખીશ. હવે મને એ કહે કે જીવતો રહ્યો એની તને ખુશી છે કે દુઃખ?"
"મને એ જીવતો રહ્યો એની ખુશી છે. એ માટે નહિ કે એ સોનલની રક્ષા કરવામાં કેપેબલ છે અને એથી તું સોનલને ભૂલીને મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈશ. પણ એટલા માટે કે જો એ જીવતો બચ્યો ન હોત તો અત્યારે આંટી જીવતા ન હોત. અમને એરપોર્ટમાં મદદ કરનાર અહીં આ વલ્ડ બેસ્ટ હોસ્પિટલમાં એડમિટ કરાવનાર અને જે ડોક્ટરોની 15-20 દિવસ પહેલા એપોઇન્ટમેન્ટ લેવી પડે એવા ડોક્ટરોની ફોજને અડધી રાતે અહીં હાજર કરી અને આંટીનો જીવ બચાવનાર પૃથ્વી હતો." એક શ્વાસે પૂજા એ કહ્યું.અને વિક્રમ સ્તબ્ધ થઇ ગયો. એકાદ મિનિટ પછી એ સ્વસ્થ થયો અને પૂજાને કહ્યું. 'એ તો. એ તો કદાચ, કદાચ શું ચોક્કસ મોમ અને તને ક્યાંથી ઓળખે એટલે સહજ ભાવે મદદ કરી હશે."
"એ બધ્ધાને ઓળખે છે. તને, મને, મોમને એટલે કે આંટીને. એને એ પણ ખબર હતી કે સુરેન્દ્ર સિંહના કિડનેપમાં તારો હાથ હતો. અને એના પર બેલ્જીયમમાં થયેલ હુમલા પાછળ પણ તારો જ હાથ હતો. એ બધ્ધુજ જાણતો હતો છતાં એમણે અમારી મદદ કરી."
"શૂઉઉઉઉ" વિક્રમનો અવાજ ફાટ્યો અને કેફેટેરિયામાં હાજર ચાર પાંચ જણા એની સામે તાકી રહ્યા.
વિક્રમ જરા શરમાયો અને મોટેથી 'સોરી' બોલ્યો પછી પૂજાને ધીરા અવાજે પૂછ્યું. "શું એણે પોતે તને કહ્યું કે, એ બધાને ઓળખે છે. એણે મોમને ઓળખી, છતાં મદદ કરી."
"હા એનું કહેવું હતું કે તકલીફમાં રહેલ કોઈની પણ મદદ કરવી એ એની પ્રકૃતિ છે. અને એ ધારત તો તને આજેજ, અહીં દુબઈમાં ખતમ કરાવી શક્યો હોત."
"હે એવું એણે કહ્યું" ધ્યાન રાખવા છતાં વિક્રમનો અવાજ ફાટતો જતો હતો.
"હા એણે કહ્યું કે આંટીએ ચાર- પાંચ મહિના પહેલાજ અંકલને ગુમાવ્યા છે હવે દીકરો ગુમાવશે તો જીવી નહિ શકે એટલે આજે વિક્રમને જવા દઉં છું. પણ વિક્રમને કહેજે કે હવે એના ઘરના કોઈ સામેં જો વિક્રમ કોઈ મુશીબત ઉભી કરીશ તો હું એને ખતમ કરી નાખીશ. આજે તને પોલીસ સુપ્રિટેન્ડન્ટ અટકાવ્યા એની સાથે એણે મારી જ સામે વાત કરી અને કહ્યું કે અર્ધો કલાક પછી છોડી દેજો એને જો તમારું એન્કાઉન્ટર કરવાનું કહ્યું હોટ તોય એમણે એમ જ કર્યું હતું. ખેર એનું શું કરવું એ પછી વિચારશું. હાલમાં તો મારે તારી પાસેથી સલાહ જોઈએ છે. ચાકલીયામાં આવેલ મારી ડેરી ઇન્ડસ્ટ્રીમાં કૈક બબાલ ઉભી થઇ છે. મને લાગે છે કે ‘નયા સુદમડા’ પરિષદને વચ્ચે નાખવી પડશે." પૂજાનું છેલ્લું વાક્ય સાંભળીને વિક્રમને લાગ્યું કે કોઈએ એના મસ્તક પર બૉમ્બ ફોડ્યો છે.
ક્રમશ:
આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.