The worlds most dangerous wetlands in Gujarati Thriller by Anwar Diwan books and stories PDF | વિશ્વની ભયંકર જળહોનારતો

Featured Books
  • बैरी पिया.... - 53

    अब तक :प्रशांत बोले " क्या ये तुमने पहली बार बनाई है... ?? अ...

  • आडंबर

    ’मां कैसी लगीं? रेवती मेरे परिवार से आज पहली बार मिली...

  • नक़ल या अक्ल - 80

    80 दिल की बात   गोली की आवाज़ से नंदन और नन्हें ने सिर नीचे क...

  • तमस ज्योति - 57

    प्रकरण - ५७दिवाली का त्यौहार आया, ढेर सारी खुशियाँ लेकर आया।...

  • साथिया - 124

    तु मेरे पास है मेरे साथ है और इससे खूबसूरत कोई एहसास नही। आज...

Categories
Share

વિશ્વની ભયંકર જળહોનારતો

જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર ટાઇટેનિકનું નામ આવતું હોય છે પણ સમુદ્રનાં અફાટ વિસ્તારમાં એવી કેટલીય હોનારતો થઇ છે જેમાં હજ્જારો લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યા છે અને તેમાં ટાઇટેનિક વિસાતમાં નથી.

મેરી રોઝ : મેરી રોઝ એ ઇંગ્લેન્ડનું યુદ્ધ જહાજ હતું.જે પ્રારંભિક યુદ્ધ જહાજોમાંનું એક હતું.આ જહાજનો ઉપયોગ ક્યારેય વ્યાપાર માટે કરાયો ન હતો.૧૫૪૫માં જ્યારે ફ્રાંસનાં સમ્રાટ ફ્રાંસિસ પહેલાએ ઇંગ્લેન્ડ પર ત્રીસ હજાર સૈનિકો અને ૨૦૦ જહાજો સાથે આક્રમણ કર્યુ ત્યારે ઇંગ્લેન્ડ ે ૮૦ જહાજ અને ૧૨૦૦૦ સૈનિકો સાથે તેનો સામનો કર્યો હતો આ બેડામાં મેરી રોઝનો પણ સમાવેશ થતો હતો.

૧૯મી જુલાઇ ૧૫૪૫માં બન્ને પક્ષે જોરદાર યુદ્ધ થયું પણ તેમાં કોઇને હાનિ થઇ ન હતી જ્યારે બીજા દિવસે જ્યારે મેરી રોઝને સાગરમાં ઉતારવામાં આવી ત્યારે તેને તોપના ગોળાથી નુકસાન થયું હતું અને ચારસો વ્યક્તિઓ સાથે તેણે જળસમાધી લીધી હતી. જહાજનું માળખુ ત્યારબાદ સંશોધકોએ એકવીસમી સદીમાં શોધ્યું હતું.

એચએમએસ બર્કનહેડ : 

એચએમ એસ બર્કનહેડ એ વરાળથી ચાલતું યુદ્ધ જહાજ હતું.આ જહાજમાં પણ સૌપ્રથમવાર લોખંડનો ઉપયોગ કરાયો હતો અને રોયલ નેવી તેને પોતાનું સૌથી મજબુત જહાજ ગણાવતી હતી.આમ તો તેની ડિઝાઇન પહેલા એક વ્યાપારી જહાજ તરીકે કરાઇ હતી પણ ત્યારબાદ તેને યુદ્ધ જહાજમાં બદલવામાં આવ્યું હતું.૧૮૫૨માં ૨૬મી ફેબ્રુઆરીએ તેને આલ્ગોઆ બેમાં ઉતારવામાં આવ્યું હતું. તે દક્ષિણ આફ્રિકાનાં કેપટાઉન પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.જેના પર લાઇફબોટ યોગ્ય નહી હોવાને કારણે  ૬૪૩ લોકોમાંથી માત્ર ૧૯૩નો બચાવ થયો હતો.

એસ એસ ઇસ્ટલેન્ડ

એસ એસ ઇસ્ટલેન્ડ શિકાગોની પેસેન્જર શિપ હતી.જે ચોવીસમી જુલાઇ ૧૯૧૫માં શિકાગોની વેસ્ટર્ન ઇલેકટ્રીક કંપનીનાં કારીગરોને લઇને  ઇન્ડિયાનાનાં મિશિગનમાં પિકનિક માટે નિકળી હતી જેની સાથે થિયોડોર રૂઝલેવ્ટ અને પેટોસ્કી નામનાં જહાજ હતા.આ ઘટના કારીગરોનાં જીવનની સૌથી મોટી ઘટના હતી.કારણકે ઘણાને ત્યારે રજાઓ ગાળવી એટલે શું તેની જ જાણકારી ન હતી.જહાજ પર અનેક લાઇફબોટ હોવાને કારણે જહાજ ભારે અને અસ્થિર થઇ ગયુંહતું. જહાજમાં ત્યારે ૨૭૫૨ કર્મચારીઓને ભરવામાં આવ્યા હતા.જહાજ એટલી હદે ફુલ થઇ ગયું કે કેટલાક તો ખુલ્લા ડેક પર ઉભા રહ્યાં હતા.

જો કે લોકોને નવાઇ લાગતી હોવાને કારણે તેઓ પોર્ટ સાઇડ તરફ એક જ દમ ધસારો કરી ગયા હોવાને કારણે શિપ એક તરફ નમી પડી અને લોકો કંઇપણ સમજે તે પહેલા નદીમાં ઉથલી પડી હતી. પરિણામે લોકો તરત કોઇ રિસ્પોન્સ આપી શક્યા ન હતા અને આ દુર્ઘટનામાં ૮૪૫ લોકો માર્યા ગયા હતા જેમાં મોટાભાગે તો યુવતીઓ અને બાળકો હતા તે તો પાસે રહેલા જહાજના કર્મચારીઓ તરત દોડી આવ્યા હતા અને તેમણે બચાવાર્ય શરૂ કરી દીધુ હોવાને કારણે ઘણાં લોકોનાં જીવ બચ્યા હતા.

એમ એસ ઇસ્ટોનિયા

એમ એસ ઇસ્ટોનિયા જે ક્રુઝ ફેરી હતી જેનું બાંધકામ ૧૯૭૯માં કરાયું હતું.આ જહાજની દુર્ઘટનાં ૧૯૯૪માં ૨૮મી સપ્ટેમ્બરે ઘટી હતી જ્યારે આ જહાજ ૯૮૯ પેસેન્જર અને ક્રુ મેમ્બર સાથે બાલ્ટીક સમુદ્ર પાર કરતું હતું.જેમાં પહેલા તો લોખંડ અથડાવાનો અવાજ આવ્યો હતો પણ જ્યારે તપાસ કરાઇ ત્યારે કશુ જણાયુ ન હતું.પણ ત્યારબાદ થોડા જ સમયમાં જહાજમાં પાણી ભરાવાની શરૂઆત થઇ હતી. વીજળી ચાલી ગઇ હોવાનેકારણે યોગ્ય રીતે બચાવનો સંદેશ આપી શકાયો ન હતો પરિણામે માત્ર ૯૮૯ પેસેન્જર અને ૧૩૭ જેટલા ક્રુ મેમ્બરનો જ બચાવ થઇ શક્યો હતો.

આરએમ એસ ઇમ્પ્રેસ :

આયર્લેન્ડનાં આરએમએસ ઇમ્પ્રેસનું બાંધકામ ૧૯૦૫-૦૬ દરમિયાન થયું હતું.જે ૨૮ મે ૧૯૧૪માં ક્યુબેકથી લિવરપુલ જવા રવાના થયું હતું. જેના પર ક્રુ મેમ્બર ઉપરાંત ૧૪૭૭ પેસેજન્જર હતા.જે તેની સેન્ટ લોરેન્સ નદી પરની પ્રથમ ટ્રીપ હતી. 

જ્યારે તે બીજા દિવસે સવારે સફર કરતી હતી ત્યારે ભારે ધુમ્મસ હતું. જેના કારણે અન્ય એક જહાજ કોઇલર સ્ટોરસ્ટેડ તેના પડખા સાથે અથડાયું હતું.જેમાં સ્ટારસ્ટેડ તો ન ડુબ્યુ પણ તેની અથડામણ ઇમ્પ્રેસનાં મુસાફરો માટે જીવલેણ નિવડી હતી અને તેમાં ઝડપથી પાણી ઘુસી ગયું હતું.જેના કારણે તે ઉથલી પડ્યું હતું અને માત્ર ચૌદ જ મિનિટમાં પેટાળમાં પહોંચી ગયું હતું.જેમાં ૧૦૧૨ મુસાફરો અને ક્રુ મેમ્બર મોતને ભેટ્યા હતા. માત્ર ૪૬૫ વ્યક્તિઓનો બચાવ થયો હતો જેમાં માત્ર ચાર બાળકો હતા અને ૧૩૪ બાળકો મોતને ભેટ્યા હતા.

ટાઇટેનિક : 

આરએમએસ ટાઇટેનિક એ ઓલિમ્પિક વર્ગનું પેસેન્જર લાઇનર જહાજ હતુ.જેનું બાંધકામ બેલફાસ્ટમાં વ્હાઇટલાઇનરે કર્યુ હતું.જે તેની પ્રથમ મુસાફરીમાં જ ૧૪ એપ્રિલ ૧૯૧૨માં હિમશીલા સાથે અથડાયું હતું અને બે કલાક ચાલીસ મિનિટમાં દરિયાનાં પેટાળમાં પહોંચી ગયું હતું. ત્યારે તે વિશ્વનું સૌથી વિશાળ પેેસેન્જર જહાજ હતું.જેમાં ૧૫૧૭ મુસાફરો મોતને ઘાટ ઉતર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ત્યારે ટાઇટેનિકમાં ત્યારની અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો હતો અને તેના પર જે ક્રુ મેમ્બર હતા તે પણ દરિયાનો પુરો અનુભવ ધરાવતા હતા જે દુર્ઘટના બાદ મેરિટાઇમનાં કાયદાઓમાં પરિવર્તન કરવાની ફરજ પડી હતી જેનો કાટમાળ ૧૯૮૫માં શોધાયો હતો.

સુલ્તાના : 

સ્ટીમ બોટ સુલ્તાના દુર્ઘટનાં એ અમેરિકાની સૌથી ભયાનક દરિયાઇ દુર્ઘટનાઓમાંની એક છે. આ જહાજ તેની મુસાફરીએ ૧૮૬૫ની સત્તાવીસમી એપ્રિલે ઉપડ્યું ત્યારે તેના પર ૨૪૦૦ મુસાફર હતા અને  તેના ચાર બોઇલરમાં ધડાકો થયો હતો અને મેમ્ફીસની પાસે તે ડુબી ગઇ હતી.આ જહાજમાં મોટાભાગે તો સૈનિકો સવાર હતા. જેમને જુદી જુદી જેલોમાંથી છોડવામાં આવ્યા હતા.અમેરિકન સરકારે તેમને સ્વદેશ પહોચાડવાનો કરાર સુલ્તાના સાથે કર્યો હતો.આ જહાજ પર લાગેલી આગ એટલી પ્રચંડ હતી કે તેની જવાળાઓ મેમ્ફીસમાં દેખાતી હતી.આ દુર્ઘટનામાં ૧૮૦૦ મુસાફરો મોતને ઘાટ ઉતર્યા હતા.

એમ વી ઝુલા : 

આ જહાજ સેનેગલ સરકારનું જહાજ હતું. જે ગામ્બીયાના કિનારે ૨૦૦૨માં ૨૬મી સપ્ટેમ્બરે ડુબ્યું હતું.આ દુર્ઘટનામાં કુલ ૧૮૬૩ લોકોનાં મોત થયા હતા.આમ તો આ જહાજની ક્ષમતા ૫૮૦ની હતી પણ તેમાં ૨૦૦૦ જેટલા લોકોને સ્થાન અપાયું હતુ.છેલ્લા જ્યારે મેરિટાઇમ સિક્યુરિટીને જહાજ તરફથી સંદેશ મળ્યો ત્યારે તેમણે સબ સલામતની જાહેરાત કરી હતી. લોકો ત્યારે નાચતા હતા અને પીણાની મોજ માણતા હતા.પણ જ્યારે આ જહાજ ગાંબિયાના દરિયામાં પ્રવેશ્યુંત્યારે દરિયો તોફાની થયો હતો અને તે તેની સામે ટક્કર ઝીલી શક્યું ન હતું અને જહાજમાં પાણી ભરાઇ જવા પામ્યું હતું.એક લાઇફબોટમાં માત્ર પચ્ચીસ પેસેન્જરને બચાવી શકાયા હતા.

હેલિફેક્સ દુર્ઘટનાં : 

હેલિફેક્સ હાર્બરનાં સાંકડા વિસ્તારમાં વિસ્ફોટકો ભરેલ જહાજ મોન્ટેબ્લાંકની અથડામણ નોર્વેના એક જહાજ સાથે થતા ભયંકર વિસ્ફોટ થયો હતો.આ ઘટના ૬ ડિસેમ્બર ૧૯૧૭માં ગુરૂવારને દિવસે થઇ હતી.જેમાં લગભગ ૧૯૫૦ જેટલા કેનેડિયનોનાં  મોત થયા હતા. જ્યારે ૯૦૦૦ લોકોને આ દુર્ઘટનામાં વિવિધ કારણોસર ઇજાઓ થવા પામી હતી.

આ દુર્ઘટનાં કેનેડાનાં નોવાસ્કોટિયાનાં હેલિફેક્સ ખાતે થઇ હતી.અથડામણની દસ મિનિટમાં મોન્ટેબ્લાન્કમાં આગ લાગી હતી અને પચ્ચીસમી મિનિટે જોરદાર વિસ્ફોટ થયો હતો.બે કિ.મીનાં વિસ્તારમાં આ ધડાકાની અસર જોવા મળી હતી.જેના કારણે સુનામીનાં મોજા પેદા થયા હતા અને હવાનાં દબાણને કારણે વૃક્ષો મુળસોતા ઉખડ્યા હતા તો લોખંડનાં  થાંભલાઓ વળી ગયા હતા.

એમ વી ડોના પાઝ : 

૧૯૮૭ની વીસમી ડિસેમ્બરે ડોના પાઝ નામનું જહાજ ઓઇલ ટેન્કર વેક્ટર સાથે અથડાયું હતું જે સમર આઇલેન્ડ તરફ જતું હતું. વેકટરમાં આ અથડામણ થઇ ત્યારે ૮૮૦૦ પેટ્રોલિયમનાં બેરલ હતા. જેના કારણે બન્ને જહાજમાં આગ લાગી હતી.જેમાં ડોના પાઝ તો એક જ મિનિટમાં દરિયામાં ગરકાવ થઇ ગયું હતું.જો કે આ દુર્ઘટનાનો સત્તાવાર મૃત્યુઆંક તો ૧૫૬૫ ગણાવાય છે પણ બિનસત્તાવાર આંક અનુસાર ત્યારે ડોના પાઝમાં ઘેટા બકરાની જેમ મુસાફરો ભરવામાં આવ્યા હતા અને આ ઘટનામાં ૪૩૪૧ લોકોનાં મોત થયા હતા.એક અન્ય આંકડા અનુસાર તેમાં કુલ ૪૩૭૫નાં મોત થયા હતા. એકવીસ કે ચોવીસ લોકો તરીને બહાર આવી શકયા હતા.આ દુર્ઘટનાને ઇતિહાસની સૌથી ભયંકર કરૂણાંતિકા માનવામાં આવે છે.