ગોવર્ધન ગીરધારી
ગોવર્ધન તત્વજ્ઞાનિક અર્થ છે – જીવનમાં પ્રકૃતિ અને પ્રભુતાનો મેલ અને આપણા અંદરના અહંકારને ત્યાગી ભક્તિથી ભરાયેલા અંતર સાથે પ્રભુમાં લીન થવું.
ભગવાન શ્રીકૃષ્ણે ગોકુલવાસીઓને ઈન્દ્રદેવના પ્રચંડ વાવાઝોડા અને વરસાદના પ્રકોપથી બચાવવાનો નિશ્ચય કર્યો. આ માટે તેમણે ગોવર્ધન પર્વત ઊંચકવાનું વિચાર્યું, પણ તે પર્વત કઈ આંગળી પર ઊંચકવું, તેનો નિર્ણય લેવાનું તેમણે નક્કી કર્યું.
પ્રથમ, તેમણે અંગૂઠા તરફ જોયું. અંગૂઠા એ અભિમાનથી બોલ્યું, “હે પ્રભુ! હું પુરુષ સ્વરૂપ છું, બાકીની આંગળીઓ તો નારી સ્વરૂપ છે, તેથી પર્વત મારે પર જ હોવો જોઈએ.”
આપ પછી શ્રીકૃષ્ણની નજર તર્જની પર પડી. તર્જની એ બોલી, “હે ભગવાન! હું નિશાન અને શાંતિનું પ્રતિક છું, મારે બળથી ઘણું બદલાઈ શકે છે. આ ગોવર્ધન પર્વત મારે પર જ થવો જોઈએ.”
પછી મધ્યમા આગળ આવી અને કહ્યું, “હું સૌથી ઉંચી અને શક્તિશાળી છું, આકાર અને બળમાં મારે કરતાં કોઈ મોટું નથી. એટલે પર્વત મારેથી વધુ સારા સ્થાને ક્યાંય રહેશે નહીં.”
અનામિકા મૃદુ અવાજે બોલી, “હે કૃષ્ણ! હું પવિત્રતાનું પ્રતિક છું, તિલક મારી જ તકદીરે છે. હું જ દેવોના ચરણોમાં તિલક સમર્પણ કરું છું. આ પવિત્ર પર્વત મારે પર જ થવો જોઈએ.”
શ્રીકૃષ્ણે અંતે કનિષ્ઠાની નમ્રતાભરી આંખોમાં જોયું. નાની અને કઈ રીતે ઉપયોગમાં ન આવતી કનિષ્ઠાની આંખોમાં ભક્તિ અને નિર્મળતા વહેતી હતી. તે હળવી અવાજે બોલી, “હે પ્રભુ, હું નાની અને નબળી છું. મારો ઉપયોગ ભાગ્યે જ થાય છે. મને કઈ શક્તિ પણ નથી કે પર્વત ઊંચકી શકું. મને માત્ર એટલું જ ખબર છે કે ‘હું તમારી છું.’”
'ईश्वर अस्ति मम शक्ति' ઈશ્વર મારી શક્તિ અને તાકાત છે. તર્જનીએ ભવ વ્યક્ત કર્યો.
ગીતામાં ભગવાને નીચેના શ્લોક માં સ્પસ્ટ કહ્યું છે.
मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्यु पापयोनयः ।
स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम् ॥ ગીતા
હે પાર્થ! કોઈપણ મનુષ્ય – પછી તે પુરુષ હોય કે સ્ત્રી, વૈશ્ય, શૂદ્ર અથવા પાપી (ચોર, લૂંટારો, હત્યારો વગેરે)ના ઘરે જ જન્મ્યો હોય – જો મારી શરણમાં આવે છે, તો તેને મુક્તિ (મોક્ષ) મળે છે.
अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक् ।
साधुरेव स मन्तव्यः सम्यग्व्यवसितो हि सः ॥ ગીતા
ભાવાર્થ : જો કોઈ અત્યંત દુરાચારી પણ એકમાત્ર મારા ભક્તિભાવથી મને ભજે છે, તો તે માનવાનો યોગ્ય છે કે તે સદ્ગુણીઓમાં છે, કારણ કે તેણે બધા પાપ છોડીને પવિત્ર માર્ગ પસંદ કર્યો છે.
જે ભગવાનના થયા છે, ભગવાન તેના થયા છે. ભગવાન તરફ ભક્તે એક પગલું આગળ આવ્યા ભગવાન હમેશાં બે પગલાં આગળ આવ્યા છે.
કનિષ્ઠાના આ નમ્ર શબ્દો સાંભળી શ્રીકૃષ્ણ પ્રસન્ન થયા અને હસતા બોલ્યા, “મને નમ્રતા અને ભક્તિ ગમે છે. તું નમ્ર છે, તે તારો મજબૂત ગુંણ છે. આજથી પર્વત તારા પર જ રહેશે.” અને તે પર્વત કનિષ્ઠા પર જ ઊંચકી લીધું.
પ્રભુમાં ઓતપ્રોત થવું. પ્રભુમય થવું એજ સત્ય છે. જે પ્રભુના થયા છે પ્રભે તેમને હૃદય માં બેસાડ્યા છે.
જે ભગવાનના થાય છે, ભગવાન તેના થાય,
પ્રેમભરી ભક્તિથી, હરિ હૃદયમાં સમાય.
અહંકારથી ખાલી, જે શ્રદ્ધા સાથે છે જોડાય,
તેના જીવનમાં હરિ સદા સાથ સંગ છાય.
મંદિર માળા ગીતમાં નથી, સત્ય હરિનો વાસ,
ભક્તિપ્રેમે જે બને શાંતિ, તે જ સાચો રાહ.
ત્યાગી મોહ-માયાનો હેત, રહે સ્વીકાર્યે હરિપ્રેમ,
ભક્તિનાં સુગંધથી એ સંતાને મળે સદાએ પ્રેમ.
દિવસ-રાત જપે જે નામ, વિસરાય પોતાની યા કથા,
તેના જીવનમાં હરિ અવતરતા કરે સાક્ષાતકારની વ્યથા.
જે ભગવાનના થાય છે, ભગવાન તેના થાય,
ભક્તિમાં રમી જે જીવતો, હરિ તેને સાદે લય.