સરખામણી એટલે તુલના , મુકાબલો..
માનવી નો સ્વભાવ જ છે સરખામણી કરવા નો ...
પણ આપણે આ સૃષ્ટિ ની રચના માં જોઈએ તો પ્રશ્ન થાય કે શું ?
પતંગિયું ક્યારેય તેની પાંખો ના રંગો ની સરખામણી બીજા પતંગિયા ના રંગો સાથે કરતું હશે ?
મેઘધનુષના સાતેય રંગોને એક બીજાની ઇર્ષા થતી હશે?
માછલીઓ તરણ સ્પર્ધા યોજીને કોણ વધુ ઝડપે તરી શકે છે એની સરખામણી કરતી હશે ?
આ આંબો ક્યારેય બાજુના આંબા ને જોઈને એવું વિચારતો હશે કે આ આંબામાં કેરી કેમ વધુ છે?
હા પણ એટલી ખબર છે કે માણસ જ કાયમ પોતાની સરખામણી બીજા સાથે કરતો ફરે છે..
અને એ એક વ્યક્તિ ની બીજા સાથે કરાતી સરખામણી એ જ સંબંધ જોડે જોડાયેલા હૃદય ના ભાવ ને દૂર કરતી જાય છે..
દરેક અસંતોષ નું એક ને માત્ર એક જ કારણ છે એક ની બીજા સાથે ની સરખામણી ...
પોતાની જાતની જ બીજા સાથે સરખામણી કરવી એ તો જાત પર કરાતો જુલમ જ છે. અને આવી સરખામણી એ માણસની જ સૌથી મોટી દુશ્મન છે. ..
માણસની બહુ ખરાબ આદત છે અને એ છે આ સરખામણીની ટેવ
કોઇ જગ્યાએ વાંચવામાં આવેલું કે Comparison : The Thief of Joy. સરખામણી એ તમારા આનંદને લૂંટી જનારૂં તત્વ છે.
ઘણા લોકો પોતાની સાથે બીજા ની સરખામણી કરીને પછી જ સંબંધ રાખે છે ..
કોઈપણ વ્યક્તિ ,વસ્તુ,પરિસ્થિતિ કે,લાગણી ને આપણે શ્રેષ્ઠ ક્યારે કહી શકીએ જ્યારે તેને જાણીએ...
વસ્તુ કે વ્યક્તિ ની ભિન્નતા હોય છે પણ આપણે તે નક્કી કરવા માટે આશરો લઈ એ છીએ કે કોણ ચડિયાતું છે આને કહેવાય સરખામણી...પણ શું આપણે તેને તટસ્થ ભાવ થી નક્કી ના કરી શકીએ ? ના જાણી શકીએ ?
અને એટલે જ ભગવાન રામ અને અર્જુન ને પણ ધનુષ તોડવું પડ્યું હતું કેમકે સરખામણી થી જ શ્રેષ્ઠતા છે તે આદિકાળ થી માનવી ની સાથે વણાયેલ છે ...
મને સારું લાગ્યું તેથી આ ઉદાહરણ અહી આપ્યું છે..
શું સરખામણી કાયમ યોગ્ય હોય છે ખરી ???
શું આપણે ક્યારેક કોઈ ને અન્યાય નથી કરી બેસતા ?????
બસ આપણે દરેક વખતે એક ની સરખામણી બીજા સાથે કરીને આપણો સમયનો વ્યય કરીએ છીએ બીજું કઈ જ નહીં , કારણકે આપણને ખુદ પોતાની ખૂબીઓની ખબર નથી …આપણે કેટલું સુંદર ચિત્ર દોરી શકીએ છીએ એ નથી ખબર આપણ ને બાજુવાળાએ સારું પેન્ટિંગ દીવાલ પર લગાડ્યું તેથી આપણે પણ એવું કોઈ મોંઘુ પેન્ટિંગ ખરીદી લાવીશું …પણ ક્યારેય પીંછી અને રંગો ને કોરા કેનવાસ પર ચીતરી જોયા ખરા!…
લાગે છે ને કે કૈંક સત્ય તો છે આ વાત માં પણ ….
આપણે કોઈ માનવી ને મહાનતા નો દરજ્જો આપી દઈએ છીએ અને ત્યારે એક ઉંચાઈ પર સેટ કરી દઈએ છીએ અને એક માન્યતા ને મન માં નક્કી કરી દઈએ છીએ કે આવું બીજું કોઈ જ ના હોઈ શકે .. એટલે જ આજ સુધી આપણને બીજા ગાંધીજી નથી મળ્યા . આપણે કોઈ ની સરખામણી કરીએ એ સારી વસ્તુ છે પણ આપણે એ દ્વારા કોઈ ના પ્રયત્ન ને નકારી દઈએ એ શું સાચું છે ????
લાગણીઓ ને અસ્તિત્વ સાથે જ સરખાવી શકાય કારણકે અસ્તિત્વ એ સદાબહાર છે.
"સમજી ના શકો મારી સમજણ તો
શબ્દો ની પધરામણી ના કરો.
હું તો એક લાગણીશીલ માનવી છું
મારી સાથે કોઈ ની સરખામણી ના કરો".
સરખામણની વાત આવે કે તરત બરકત વિરાણી 'બેફામ' ની ગઝલની પંકિતઓ ગૂંજવા જ માંડે એ તો નક્કી જ છે...
થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ ને દીપાવી દીધી છે
એમના મહેલ ને રોશની આપવા
ઝૂંપડી પણ અમારી જલાવી દીધી છે...