dhanyo gruhasthasram in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | धन्यो गृहस्थाश्रम:

Featured Books
Categories
Share

धन्यो गृहस्थाश्रम:

अनुकूलां विमलाङ्गीं कुलीनां कुशलां सुशीला सम्पन्नाम् ।

पञ्चलकारां भार्यां पुरुषः पुण्योदयात् लभते ॥

અનુકૂલ, નિર્મળ, કુળીન, કુશળ અને સુશીલ – આવી પાંચ 'લ'કારવાળી પત્ની પુરુષને માત્ર પુણ્યોદયે જ પ્રાપ્ત થાય છે.

એક દંપતીને બેસ્ટ કપલનો એવોર્ડ મળ્યો. એવોર્ડ મેળવે ત્યારે મંચ પરથી જ પ્રેક્ષકોમાં કોઈએ પૂછ્યું, "તમારા લગ્નને ઘણા વર્ષો વીતી ગયા છે, છતાં તમે બંને વચ્ચે ક્યારેય ઝગડો કેમ નથી થયો?" એ સવાલ સાંભળીને પતિ હળવી મિસ્કાન સાથે બોલ્યો, "આ સવાલનો જવાબ આપવા માટે હું તમારો થોડોક સમય લઉં છું."

"લગ્ન પછી અમે હનીમૂન માટે સિમલા ગયા હતા. ત્યાં પહાડી જંગલની ઘોડેસવારીનો અનુભવ લેવા માટે અમને સારા સારા ઘોડાઓ મળે એવી વ્યુસ્થા કરાવી હતી. એ દિવસે હું થોડો બેચેન પણ હતો અને એક્સાઇટેડ પણ. ખૂણામાં ઉભો એક સજ્જન, જે ઘોડાઓની કાળજી લેતા, અમને ઘોડાઓ તરફ લઈ ગયા. મારી પત્નીને એક મજબૂત અને તોફાની ઘોડો મળ્યો, જ્યારે મને શાંત અને સહનશીલ ઘોડો મળ્યો."

ઘોડેસવારી શરૂ થાય છે. થોડા જ અંતર ગયા હશે કે, મારા પત્નીના ઘોડાએ અચાનક જ તોફાન મચાવ્યો અને મારી પત્નીને પાડી દીધી. હું ચિંતામાં પડી ગયો, પરંતુ તે ધીરજથી ઊભી થઈ, ઘોડાના માથા પર હાથ ફેરવ્યો અને હળવાશથી બોલી, "આ પહેલી વાર હતું, એટલે માફ કરી દઉં છું."

મને આશ્ચર્ય લાગ્યું. હું વિચારતો રહ્યો કે, "ક્યાં એવી આકરા સ્વભાવની મારી પત્ની અને ક્યાં આ શાંતિથી માફી આપવાનું ઉદારમન."

થોડું આગળ ગયા અને મારા પત્ની ફરી ઘોડાથી પટકાઈ. આ વખતે તેણે ઘોડાને ઊભું કરીને પ્રેમથી કહ્યું, "આ બીજી અને છેલ્લી વાર છે. હવે આગળ સારું વર્તન કરજે!"

મને લાગ્યું કે કદાચ આ ઘોડા-ઘોડેસવારીનો રોમાંચ એવી રીતે સમાપ્ત થશે. પરંતુ મારા હૈયે કશુંક ખૂટતું પણ હતું—મારી પત્નીના ધીરજની પાટલી ક્યારેક તો તૂટશે.

અને ત્રીજી વખત, ઘોડાએ એ જાતી કરી. મારા પત્ની ફરી ઘોડાથી પટકાઈ, પણ આ વખતે તે અલગ પ્રકારની શાંતિ અને સંકલ્પ સાથે ઊભી થઈ. તે થોડા શબ્દો વિના હળવાશથી પર્સમાંથી રિવોલ્વર કાઢે છે અને ઘોડાને ગોળી મારી દે છે.

હું આશ્ચર્યમાં પડી ગયો અને થોડી ગભરાહટ સાથે બૂમ પાડી, "ઘાતકી! આ શું કર્યું તું?"

એના શબ્દો આજે પણ મારા મન પર ચસ્પાઈ છે. તે શાંત અને હળવી મિસ્કાન સાથે મને જોતાં બોલી, "આ તમારું પહેલી વાર હતું."

આ શબ્દો સાંભળીને હું ઠંડો થઈ ગયો. એ વખતે હું સમજી ગયો કે પ્રેમમાં સાહનશીલતા અને સમજણ જો હોય, તો નાનકડા ઝઘડાઓને એક નવો અર્થ આપી શકાય છે. અને આજ પછી મારા મનમાં તે શંકાનું એક ફૂલ પણ ખીલું નહિ.

તેથી આ વાર્તા સાંભળીને આપણે પણ સમજી શકીએ કે સંબંધમાં એકબીજાની મર્યાદાઓને સમજવી કેટલી મહત્વની છે.

कार्येषु मन्त्री करणेषु दासी

भोज्येषु माता शयनेषु रम्भा ।

धर्मानुकूला क्षमया धरित्री

भार्या च षाड्गुण्यवतीह दुर्लभा ॥

કાર્ય પ્રસંગે મંત્રી, ગૃહકાર્યમાં દાસી, ભોજન કરાવતા સમયે માતા, રતિ પ્રસંગે રંભા, ધર્મમાં અનુકૂલ અને ક્ષમા કરવામાં ધરિતિ જેવી; આવા છ ગુણોથી યુક્ત પત્ની મળવી અતિ દુર્લભ છે.

 

ગૃહસ્થ જીવન છે પવિત્ર એક યજ્ઞ,
જ્યાં પ્રેમ, સહકાર અને ધીરજના છે ભવ્ય સંગ।

સંસારમાં છે સદા કર્તવ્યોની રેખા,
શ્રદ્ધા-ભક્તિથી લંબાય જીવનની રેખા।

અહંકાર છોડીને કરો સૌનું માન,
સંસ્કારથી ઘરની બાંધો મજબૂત શાન।

આસપાસના સુખ-દુખમાં મળીને રહો,
સાચા સંબંધોમાં પ્રેમનો પાઠ કહો।

ધર્મ અને કર્તવ્યને બનાવો આધાર,
જીવનના પ્રશ્નોમાં પામો શાંતિના ઉદગાર।

પત્ની-પતિના સંબંધમાં રહે શાંતિ અને પ્રેમ,
બળ અને વિશ્વાસથી જળે ઘરનો દીપક જેમ।

ગૃહસ્થાશ્રમ એ છે સંયમનો સંદેશ,
સમાજને પ્રગતિનો, સંગઠનનો આદેશ।

જીવનમાં લાવો આ ગુણોનું પાલન,
સુખી અને સમૃદ્ધ બને એ જીવનયોજન।

 

 

सानन्दं सदनं सुताश्च सुधियः कान्ता प्रियभाषिणी।

सन्मित्रं सधनं स्वयोषिति रतिः चाज्ञापराः सेवकाः।।

आतिथ्यं शिवपूजनं प्रतिदिनं मिष्ठान्नपानं गृहे।

साधोः सङ्गमुपासते हि सततं धन्यो गृहस्थाश्रमः॥

અર્થાત્ - ઘરમાં આનંદ હોય, પુત્ર બુદ્ધિમાન હોય, પત્ની મીઠું બોલતી હોય, સારા મિત્રો હોય, ધન સંપત્તિ હોય, પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોય, સેવકો આજ્ઞાપાલક હોય, જ્યાં મહેમાનોનો સન્માન થાય, શિવજીનું પૂજન થાય, દરરોજ સારો ભોજન બને અને સદ્ગુણવાળાઓનો સંગાથ મળે — એવો ગૃહસ્થાશ્રમ સાચે જ ધન્ય છે.