Dead Island
આ તરફ એવું લાગી રહ્યું હતું જાણે આખા આઈલેન્ડની જમીન અને વૃક્ષોમાં જીવ આવી ગયો હતો. વૃક્ષો અને ઝાડી ઝાંખરામાં સળવળાટ સાથે જાણે આખો આઇલેન્ડ ધ્રુજી ઉઠ્યો. વગર પવને પણ વૃક્ષોમાં હલનચલન થવા લાગ્યું. જોરજોરથી આવતો અવાજ અને અમુક ન સમજાય એવા શબ્દો સંભળાવા લાગ્યા.
ડેનીનું ધ્યાન આ બધી બાબતો ઉપર તરત જ ખેંચાઈ આવ્યું. તે સમજી ગયો હતો કે તેઓ અત્યારે કઈ જગ્યાએ આવી ગયા હતા. આ આઈલેન્ડ અત્યારે તેમના માટે જીવલેણ નીવડી શકે એમ હતો એટલે તેઓએ બને એટલી જલ્દી અહીથી નીકળી જવું જોઈએ. તે ધીમેથી વિલિયમ તરફ ફર્યો અને બોલ્યો.
Deni: Hey William, I know you have a problem in accepting my words but listen to one thing carefully. If you want to see your people alive then get out of this island right now, otherwise because of your pride you and your people will be buried here today itself. (हेय विलियम, मैं जानता हूं कि तुम्हे मेरी बात मानने में प्रॉबलम है लेकिन मेरी एक बात ध्यान से सुन। अगर अपने लोगों को जिंदा देखना चाहता है तो अभी के अभी इस आइलैंड से बाहर निकल, कही ऐसा न हो की अपने घमंड की वजह से आज ही अपने लोगों समेत तू यही दफन हो जाए।) વિલીયમને એકદમ શાંતિથી સમજાવતા ડેની બોલ્યો.
William: Hey Danny, I am not going to run away in fear of anything. And I am definitely not going to be scared of your threats. If you are scared then you can take this girl with you. Anyway, your status is the same as these girls. You coward. (हेय डेनी, मैं किसी भी चीज से डरकर भागने वाला नही हूं। और तुम्हारी ऐसी धमकियों से मैं डरने वाला तो बिलकुल नहीं। तुझे अगर डर लगता है तो तू अपने साथ इस लड़की को लेकर जा सकता है। वैसे भी तेरी औकात इन लड़कियों जैसी ही है। डरपोक साला।) પણ વિલિયમ પોતાની તાકાતના ઘમંડ માં ચૂર થઈને કોઈ અલગ દુનિયામાં સેર કરી રહ્યો હતો. તેણે તો જાણે ડેનીની વાત સાંભળી જ ન હોય તેવું વર્તન કર્યું અને ઊલ્ટાનું ડેનીને ડરપોક કહીને ત્યાંથી જવાનું કહ્યું.
Deni: Look William, there is very little difference between bravery and stupidity. And staying here at this time is not bravery, but stupidity. It is wise to save your people and get out of here. If they die, then how will you find that treasure? The screaming sound you heard a while ago was not just to scare you. You have surely lost one more of your men. Let's leave from here before more people lose their lives.This is a dead island. (देखो विलियम, बहादुरी और बेवकूफी में बहुत ही कम अंतर होता है। और इस वक्त यहां रुकना बहादुरी नहीं, बल्कि बेवकूफी है। अपने लोगों को बचाकर यहां से निकलने में ही समझदारी है। अगर यही मर गए तो उस खजाने को कैसे ढूंढोगे। अभी कुछ वक्त पहले जो तुमने चीखने की आवाज सुनी न, वो यूं ही तुम्हे डराने केलिए नहीं थी। यकीनन तुमने अपना एक और आदमी खो दिया है। इससे पहले कि और लोगों की जान जाए, यहां से चलते है। ये एक मृतद्वीप है।) વિલિયમ ભલે ડેનીને ગમે તેમ કહી રહ્યો હતો પણ ડેની પોતાની સાથે આવેલ આ અંગ્રેજોને બને એટલા સુરક્ષિત રાખવાની કોશિશ કરી રહ્યો હતો.
William: I am not afraid of any dead island. Do you think I am a fool? It seems you have lost the will to live. Have you forgotten how I killed your people a few days ago? If you mention running away again, you will die like them next time. (मैं किसी भी मृतद्वीप से नहीं डरने वाला। क्या, तुम मुझे बेवकूफ समझ रहे हो? लगता है तुम्हे जीने की इच्छा नहीं रही। भूल गया की मैने कैसे तुम्हारे लोगों को कुछ दिनों पहले कुत्ते की मौत मारा था। भागने की बात अपनी जुबान पे दोबारा लाया तो अगली बार तुम भी उन्ही की तरह मरोगे।) વિલિયમ હજી પણ પોતાના ઘમંડને નીચે મૂકવા તૈયાર નહોતો. તેણે જે નિર્દોષ લોકોની હત્યા કરી હતી તેને તે પોતાની જીત સમજતો હતો પણ તે જાણતો નહોતો કે અહીં તેની સામે જે મુસીબતો આવવાની હતી તેની સાપેક્ષે તેની તાકાત બહુ જ નહિવત્ હતી. થોડી જ વારમાં તેનો બધો ઘમંડ ઓગળીને પાણી પાણી થઇ જવાનો હતો એ વાત તે જાણતો નહોતો.
Deni: I am not running away, but I see your people running like dogs. At least those who are sensible are thinking about leaving this place and living instead of dying and getting buried here without any reason. (मैं तो नहीं भाग रहा, लेकिन तुम्हारे लोगों को कुत्ते की तरह भागते देख रहा हु। चलो, कम से कम वो तो समझदार है जो बिना किसी वजह के यहां मरकर दफन होने की बजाय यहां से निकलकर जीने के बारे में सोच रहे है।) અચાનક જ ડેની ની નજર ભાગીને તેમની તરફ આવી રહેલા પેલા બે અંગ્રેજો ઉપર પડી એટલે તેમને સંબોધીને વિલિયમ ને ટોન મારતા તે બોલ્યો.
William: What? Idiots... I will not leave them alive. I cannot tolerate anyone living with me being scared. (क्या, बेवकूफ। मैं इन्हें जिंदा नहीं छोडूंगा। मेरे साथ रहने वाला कोई भी इंसान डरे ये बात मुझे कतई गवारा नहीं।) વિલિયમને ડેનીની વાત સમજતા વાર ન લાગી. તેણે પણ પોતાની તરફ આવી રહેલા પોતાના સાથીઓને જોયા એટલે મનમાં રહેલો બધો જ ગુસ્સો તેમના ઉપર ઠાલવવાનું નક્કી કરીને વિલિયમ બોલ્યો. તે પોતાની કમરે લગાવેલી પિસ્તોલ હાથમાં લઈને પોતાના જ સાથીઓના જીવ લેવા માટે તૈયાર થઈ ગયો.
Deni: Wait, William. You see them running away in fear, but I see them smartly running for their lives.Look at the surrounding environment and try to understand. It is best for all of us to get out of here. And if you still don't believe it, then Just look at them, three of them went with their chests puffed up. And now only two are coming back and that too as if they have come to know that they are going to die. . (रुको विलियम। तुम उन्हें डरकर भागते हुए देख रहे हो, लेकिन मैं उन्हें समझदारी से अपनी जान बचाकर आते हुए देख रहा हु। आसपास के एनवायरमेंट को देखो और जरा समझने की कोशिश करो। हम सब केलिए यहां से निकलना ही सही है। और अगर फिर भी यकिन न हो तो जरा देखो उन्हें, वो लोग गए थे तीन और वो भी सीना चौड़ा करके। और अभी वापिस दो लोग ही आ रहे है और वो भी वैसे जैसे उन्हें पता चल गया हो कि वो लोग मरने वाले है।) અત્યાર સુધીમાં ગયેલા જીવ ઓછા નહોતા કે હજી પણ વધારે જીવ જાય એવું વિચારીને વિલિયમને રોકતા ડેની બોલ્યો. જો કે તે જાણતો હતો કે આમેય લગભગ ભાગીને આવી રહેલા બન્ને અંગ્રેજ બચવાના તો નહોતા જ.
William: What are those people scared of and running away from? (आखिर वो लोग किस चीज से डरकर भाग रहे है?) વિલિયમ એકદમ ધીમા આવજે બોલ્યો. તે પોતાના સાથીઓને આવી રીતે પહેલીવાર ડરીને ભાગી રહેલા જોઈને એક ક્ષણ માટે તો અંદરથી ધ્રુજી ગયો હતો. તેને એ જ નહોતું સમજાઈ રહ્યું કે આ લોકો કઈ વસ્તુથી ડરીને આમ ભાગી રહ્યા હતા..!
Deni: That is the thing with which I want to save my life and the lives of all of you. If we still do not leave from here, not only those people will die but many of us will also die. Listen to me and let's go from here. (वो वहीं चीज है जिससे मैं अपनी और तुम सबकी जान बचाना चाहता हु। अगर हम अभी भी यहां से नहीं निकले तो वो लोग तो मरेंगे ही साथ में हम में से भी कई लोग मारे जाएंगे। मेरी बात मानो और चलो यहां से।) પેલી ડાયરી વાંચ્યા પછી અને અહીંનું વાતાવરણ જોયા પછી ડેનીને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે પેલા બે અંગ્રેજોની પાછળ જે મુસીબત આવી રહી છે તે તેમનાથી વધારે દૂર નથી. એટલે તે બને એટલી જલ્દીથી વિલિયમને ત્યાંથી નીકળવા માટે રાજી કરવા માગતો હતો.
डेनी: मुझे नहीं लगता कि ये मेरी बात सुन भी रहा है। मेरे खयाल से नारायणजी, आप ही समझाइए इसे। अगर यहां से जल्दी ही नहीं निकले तो सब के सब मारे जाएंगे। જ્યારે ડેનીની વાત વિલિયમ નહોતો માની રહ્યો તો તેણે એ જવાબદારી નારાયણ ઉપર સોંપતા કહ્યુ.
नारायण: ठीक है, मैं कोशिश करता हु। નારાયણ પણ ડેની અને વિલિયમની નાડી-નેફા વગરની ચર્ચાથી કંટાળ્યો હતો. જો કે તે સારી રીતે જાણતો હતો કે વિલિયમ જાણી જોઈને ડેનીને હેરાન કરવા માટે તેની સાથે લપ કરી રહ્યો હતો. એટલે તેણે વિલિયમને સમજાવવાની કોશિશ કરવાનું નક્કી કર્યું.
Narayan: Boss, I think we should agree with this boy right now. Anyway, we don't know as much about this world as he does. If we stay alive, we will argue with him some other time. Let's go from here right now. (बॉस मुझे लगता है हमे इस वक्त इस लड़के की बात मान लेनी चाहिए। वैसे भी हम इस दुनिया के बारे में उतना नहीं जानते जितना ये जानता है। जिंदा रहे तो फिर कभी इससे बहस कर लेंगे। चलिए अभी यहां से।) વિલિયમનો અહમ્ ન ઘવાય અને ડેનીનું પણ માન જળવાઈ રહે એ રીતે વિલિયમ ને સમજાવતા નારાયણ બોલ્યો.
William: I think you are right. Let's get out of this wretched place quickly. (मुझे लगता है तुम सही कह रहे हो। चलो जल्दी से निकलो इस मनहूस जगह से।) વિલિયમ પણ હવે ડેનીની વાતથી અને સામેથી ભાગીને આવી રહેલા પોતાના બે માણસોને જોઇને થોડોક તો ડરી ગયો હતો. તેને ડેનીની વાત માનીને ત્યાંથી નીકળવું જ હતું પણ એવું કરવા જતાં તેનું અભિમાન ઘવાતું હતું એટલે જ્યારે નારાયણે કહ્યું તો તે તરત જ માની ગયો.
હવે દરેક જણ ત્યાંથી ઉતાવળે પગે જે રસ્તેથી આવ્યા હતા ત્યાંથી જ પાછા વળી નીકળ્યા. તેઓ ચાલવાને બદલે લગભગ દોડી જ રહ્યા હતા. અત્યારે નારાયણ અને ડેની સૌથી પાછળ હતા. મીરા તેમની આગળ અને બાકીના અંગ્રેજો સૌથી આગળ દોડી રહ્યા હતા. તેમનાથી લગભગ સોએક મીટર જેટલા પાછળ પેલા બે અંગ્રેજો ભાગતા આવી રહ્યા હતા.
પવનની ગતિ માં ધીમે ધીમે વધારો થવા લાગ્યો. પેલા અવાજોની તીવ્રતા વધી ગઈ. જો કે તે અવાજ હજી પણ સમજાય એવા તો નહોતા જ. પણ એવું લાગતું હતું જાણે કોઈ ગુસ્સામાં કંઇક બડબડી રહ્યું હોય.
અચાનક જ સૌથી આગળ દોડી રહેલા અમુક અંગ્રેજોને જાણે કોઈ ઘસડીને લઈ જવા લાગ્યું. જાણે તેમના પગમાં રસ્સી બાંધીને કોઈ ખેંચી ગયું હોય એવું લાગ્યું. ગાયબ થઈ રહેલા અંગ્રેજોની ચિખ સંભળાઈ ત્યારે અન્યને ખ્યાલ આવ્યો કે તેમના અમુક સાથીઓને કોઈ ખેંચીને લઈ ગયું.
બધા તરત જ હતા ત્યાં ને ત્યાં જ ઉભા રહી ગયા. કોઈ સમજી નહોતું રહ્યું કે આ થઈ શું રહ્યું હતું. અચાનક નારાયણ અને ડેની બંનેની નજર એક વસ્તુ તરફ ખેંચાઈ. તેમણે જોયું તો જે ઝાડીઓ હમણાં સુધી જમીનમાં એક જગ્યાએ સ્થિર થઈને ઊભી હતી તે એકાએક તેમના તરફ સરકતી આવતી દેખાઈ.
જાણે લીલા અને અતિશય લાંબા નાગ જોઈ લો. તે નાગ જેવી લાંબી લાંબી લતાઓ તેમના સાથીઓ તરફ જમીનની ઉપર ઉપર સરકતી આવી રહી હતી. તેમની આંખોની સામે જ બીજા બે અંગ્રેજોના પગની ફરતે તે લતાઓ વીંટળાઈ અને તેમને ઝાડીઓના ઘેરામાં ખેંચી ગઈ. તે બે અંગ્રેજોની ચીખ થોડીવાર હવામાં ગુંજીને શાંત થઈ ગઈ.
બધા ત્યાંને ત્યાં જ સ્તબ્ધ થઈને એકબીજાને તાકતા રહ્યા. વિલિયમે પોતાની પિસ્તોલ હાથમાં લીધી અને બાકીના અંગ્રેજોને પણ પોતપોતાના હથિયાર વડે આ ઝાડીઓ ઉપર હુમલો કરવાનો આદેશ આપી દિધો. તરત જ કોઈ પોતાના હાથમાં રહેલા ખંજર વડે તો વળી કોઈ બંદૂક વડે આ ઝાડીઓ ઉપર હુમલો કરવા લાગ્યા.
થોડી વારમાં ત્યાં અંગ્રેજો અને આ ઝાડીઓ વચ્ચે જાણે નાનકડો સંગ્રામ સર્જાઈ ગયો. અચાનક આ ઝાડીઓ જે જમીન ઉપર સરકીને પગ સુધી આવતી હતી તે, જમીનથી ઉપર હવામાં ઊંચકાઈ. કોઈ એક બે ફૂટ જેટલી તો કોઈ માણસના ગળા સુધી લંબાયેલી લતાઓ, અંગ્રેજોના હાથ સાથે તો કોઈકના ગળા ફરતે વીંટળાઈને ખેંચી જવા લાગી.
એવું લાગી રહ્યું હતું જાણે આ ઝાડીઓમાં આંખો અને સમજણ શક્તિ સમાયેલી હતી. હુમલો કરી રહેલા અંગ્રેજોથી કઈ રીતે બચવું અને તેમને કઈ રીતે દૂર ખેંચી જવા એ દરેક બાબતોનું ધ્યાન રાખતી આ લતાઓ અંગ્રેજો ઉપર હુમલો કરી રહી હતી. ક્યારેક કોઈ અંગ્રેજની બંદૂક કે ખંજરથી ઘાયલ થઈ જતી તો વળી પાછી બમણા વેગ અને તાકાત સાથે ફરીવાર હુમલો પણ કરતી.
ડેની, નારાયણ અને મીરા બધાથી પાછળની બાજુએ ઉભા આ બધું જોઈ રહ્યા હતા. અચાનક એક લતા જમીન ઉપર સરકતી આવી અને મીરાના પગ ફરતે વીંટળાઈ ગઈ અને તેને દૂર ખેંચી જવા લાગી. મીરા ઉપર આમ અચાનક થયેલા હુમલાથી તે ડરી ગઈ અને જોરથી ચિલ્લાઈ. નારાયણ તેની પાસે જ ઉભો હતો અને તેણે આ જોયું. એટલે તેણે તરત જ સમયસૂચકતા વાપરી અને મીરાના બંને હાથ પકડી લીધા. હવે મીરાને ખેંચીને લઈ જઈ રહેલી લતાની સ્પીડ ધીમી થઈ ગઈ. ડેનીએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના નારાયણની કમરે ખોસેલું ખંજર કાઢ્યું અને એક જ ઘાથી તે લતા કાપી નાખી. મીરા અને નારાયણ બંને હવે આઝાદ થઈ ગયા હતા.
નારાયણે મીરાને દોડીને ભાગવા માટે કહ્યું અને પોતાની બંદૂક હાથમાં લીધી. એના પહેલા કે તે ઝાડી ઉપર હુમલો કરે, એક ઝાડી તેના તરફ ધસી આવી. નારાયણે પોતાના દિમાગને એકદમ શાંત રાખીને તે ઝાડી ઉપર બંદૂકની ગોળી ચલાવી. ઝાડીની ઉપર લાગેલી ગોળીએ તેના ચીંથરા ઉડાડી મૂક્યા.
હવે તેઓ બધા જ વળી પાછા પોતાના બચાવ માટે આગળ વધવા માટે દોડ્યા. પણ આ શું..?
હમણાં સુધી જે જગ્યાએ રસ્તો દેખાઈ રહ્યો હતો ત્યાં અત્યારે ગીચ ઝાડી ઝાંખરા ઉભા હતા. રસ્તાનું ક્યાંય નિશાન સુદ્ધાં નહોતું. બધાને થયું કે હવે તો આવી જ બન્યું. આ ઝાડીઓ તેમને છોડશે નહિ..!
ત્યાં સુધીમાં તો પેલા બે અંગ્રેજો રિચાર્ડ અને તેનો બીજો સાથી પણ તેમની પાસે પહોંચી ગયા. તેઓ પોતાની પાછળ પાછળ લાવ્યા હતા દુશ્મનોની એક ફૌજ. એવી ફૌજ કે જેનો સામનો કરવો કદાચ અસંભવ હતું. આ ફૌજ કોઈ માણસોની કે કોઈ જાનવરોની નહોતી.
દેખાવે તો માણસ જેવા જ લાગતા હતા પણ આખું શરીર જાણે માટી અને કાદવ કીચડથી ખરડાયેલું હતું. શરીર ઉપર જ્યાને ત્યાંથી માસના લોચા નીકળી ગયેલા હતા. આ લોચામાંથી ધીમે ધીમે રક્ત વહીને બહાર આવી રહ્યું હતું. તેમના શરીરમાંથી અતિશય દુર્ગંધ આવી રહી હતી. તેઓ વધારે ઝડપથી દોડી નહોતા શકતા. એવું લાગતું જાણે તેમનું શરીર તેમના જ કાબૂમાં નહોતું. દોડતી વખતે તેઓ જેમ એક અપંગ કે ખોડખાંપણ વાળું વ્યક્તિ દોડી રહ્યું હોય તેમ દોડતા.
એક તરફ આગળ વધવા માટે ઝાડીઓ દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ આ મરેલા કે કદાચ અડધા મરેલા માણસો તેમના તરફ આવી રહ્યા હતા. એવા સમયે ત્યાં ઉપસ્થિત લગભગ દરેક વ્યક્તિનું દિમાગ સુન્ન થઈ ગયું હતું. હવે શું કરવું અને ક્યાં જવું એ કોઈને સમજાતું નહોતું.
અચાનક ડેનીને શું સૂઝ્યું કે તેણે મીરાના ગળામાં રહેલા સ્કાલ્ફને ખેંચ્યું અને તેને ખંજર ઉપર વિંટાળ્યું. સ્કાલ્ફ વીંટાળેલા ખંજરને તેણે જમીન ઉપર બે ત્રણ વાર આમતેમ ઢસડ્યું. તે જગ્યાએ પોતાની સાથેના અંગ્રેજોનું તો વળી પેલી નળી જેવી ઝાડીઓમાંથી નીકળેલું લોહી પડ્યું હતું જે આ સ્કાલ્ફ ઉપર લાગી ગયું. ડેનીએ તરત જ તેના ઉપર ઝડપથી આગ ચાંપી દીધી.
આગ જોઈને પેલા અડધા મરેલા લોકો જ્યાં ઉભા હતા ત્યાંને ત્યાં જ જાણે એકદમ સ્થિર થઈ ગયા. તેમને ત્યાં જ ઉભા રહી ગયેલા જોઈને ડેની આગ લગાવેલું ખંજર પોતાની સાથે રાખીને ઝાડીઓએ બ્લોક કરેલા રસ્તા તરફ આગળ વધ્યો. એના પહેલા કે કોઈ કંઈ પણ વિચારે ડેની સળગતું ખંજર ઝાડીની નજીક લઈ જવા લાગ્યો. પહેલા તો તે ઝાડીઓ આગથી દૂર જવા લાગી પણ તેમ છતાં અમુક ઝાડીઓ ડેની ઉપર હુમલો કરવા માટે આગળ વધી. ખુબ જ ચપળતાથી પોતાની જગ્યાએથી ખસી જઈને સળગતા ખંજર વડે ડેનીએ ઝાડીઓ ઉપર હુમલો કર્યો અને આખરે તે ઝાડીઓમાં આગ લગાવવામાં સફળ થયો. અમુક ક્ષણોમાં જ આગ બધે ફેલાવા લાગી.
મધપૂડામાં જેમ કોઈ પથ્થર મારે અને મધમાખીઓ છટપટાવા લાગે એમ ઝાડીઓની લતાઓ એકબીજાથી દૂર દૂર ખેંચાવા લાગી. પણ આગ તેમને છોડે એમ નહોતી. જેમ સળગતી લતાઓ આગળ વધે એમ આગ વધારે ને વધારે ફેલાવા લાગી.
શું ડેની અને બાકીના અંગ્રેજો આ મૃત આઈલેન્ડ માંથી બહાર નીકળી શકશે..?તેમને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે..?શું ખજાનો તેમને મળશે..?
એવા અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..ચોરનો ખજાનો..
Dr Dipak kamejaliya 'શિલ્પી'