Jivan ae Koi Parikatha nathi - 2 in Gujarati Moral Stories by Kaushik Dave books and stories PDF | જીવન એ કોઈ પરીકથા નથી - 2

Featured Books
Categories
Share

જીવન એ કોઈ પરીકથા નથી - 2

જીવન એ કોઈ પરીકથા નથી 
( ભાગ -૨)

મમ્મીના મૃત્યુ પછી સમીર મમ્મીને યાદ કરે છે.
મમ્મીએ એના માટે એક છોકરી જોઈ હોય છે.
છોકરીના માતાપિતા રવિવારે સમીરના ઘરે આવવાના હોય છે.

હવે આગળ...

પહેલી વખત કોઈ છોકરી જોવા આવવાની હોય એટલે સમીરે ત્રણ ચાર વખત દર્પણ સામે જોઈ લીધું હતું.

એટલામાં ઘરની નજીક થોડો અવાજ આવતા મમ્મી બોલી..એ લોકો આવી ગયા લાગે છે.

મમ્મી ઘરના આંગણે ઉભી રહી.
મમ્મી જાય એટલે મારે પણ જવું જ પડે. નહિંતર પહેલી છાપ ખરાબ પડે. છોકરી ગમે કે ના ગમે..આપણી છાપ સારી પડવી જોઈએ.
નહિંતર એ લોકો બહાર વાતો વહેતી કરે કે છોકરામાં સંસ્કાર નથી. શું જીવનમાં આવું બધું બનતું હોય છે? આપણે એલર્ટ રહેવું પડે. સામાજિક જીવન કેટલું કઠીન હોય છે એ પહેલી વખત ખબર પડી. આપણા વડિલોએ કેવી સરસ રીતે એમનું સામાજિક જીવન જીવી ગયા હતા.
હજુ હું પા પા પગલી પણ ચાલ્યો નથી.
પહેલો અનુભવ યાદ રહી જાય.
મમ્મીની પાછળ હું પણ ગયો.
જોયું તો એક ફેમિલી મારા ઘરનું સરનામું પૂછતું હતું.
પડોશીને જ..
પછી જોવાનું શું?

પડોશીઓ બહુ ઉત્સુકતા ધરાવતા હોય છે.
પછી એ કોઈ પણના હોય.

બે ચાર પડોશીઓ એમના ઘરમાંથી બહાર આવ્યા.
એક જણે કહ્યું કે અહીંથી ચોથું ઘર છે.
પછી પડોશીઓ એ ફેમિલી તરફ જોઈને ગુસપુસ કરતા જોયા.
 
એક બે તો છોકરીને જોઇને દાંત કાઢતા હતા.

ઘણી વખત પડોશીના વર્તન આવા હોય છે એ પહેલી વખત ખબર પડી.
હજુ જિંદગી જોઈ નથી..
છોકરી જોઈ નથી..
પરીકથામાં ખાધું પીધું ને રાજ કર્યું કે પરી મદદ કરવા આવતી હોય છે પણ વાસ્તવિકતા જુદી જોવા મળે છે.
ઓહ... મમ્મી કેવી રીતે પરિસ્થિતિને સંભાળશે કે કેવી પરિસ્થિતિમાં જીવી હશે?

જિંદગી આસાન નથી હોતી એ પહેલી વખત ખબર પડી.
હજુ તો શરૂઆત છે..
પહેલો અનુભવ..
કોઈ અજાણી છોકરી જોવા આવે એટલે પડોશી વાતો કરવા લાગે.

મને થોડું ટેન્શન જેવું લાગતું હતું.
એટલામાં મમ્મી બોલ્યા..એ છોકરી વાળા જ છે. છોકરીના પપ્પા નરેશભાઈ લાગે છે. એમને પહેલી વખત જોયા. હમણાં આપણા ઘરે આવશે. હું બહાર નીકળું છું.
મમ્મી ઘરની બહાર નીકળ્યા.
મહેમાનનું સ્વાગત કરવું પડે..

હું છોકરો છું અને છોકરી જોવા આવે છે.

મમ્મી મહેમાનને લઈને ઘરમાં આવ્યા.
મમ્મી બોલી.. નરેશભાઈ ઘર શોધવામાં તકલીફ પડી નથી ને!
મમ્મીની નજર છોકરી તરફ હતી. હું મમ્મી તરફ જોઈ રહ્યો હતો ને એ નમિતા મારી તરફ જોઈ રહી હતી.
મમ્મીના હાવભાવ પરથી મને ખબર પડી ગઈ હતી કે મમ્મીને છોકરી ગમી નહીં.
પણ તરત ના પડાય નહીં. 
અપમાન જેવું લાગે.
ફોર્માલિટી કરવી પડે.
નમિતા ઉત્સાહમાં હોય એવું લાગતું હતું.
એની નજરમાં જાણે હું વસી ગયો હોઈશ.

મને લાગતું હતું કે એ જાણે મને ખાઈ જશે એવી નજરમાં મને લાગી.
પહેલી વખત.. અરે પહેલી વખત જ મુલાકાત હતી.
મારો પહેલો અનુભવ..
થોડી વાતચીત મમ્મી કરતા રહ્યા.
સાથે નરેશભાઈના કઝીન આવ્યા હતા.
જાણે છોકરો એમને પાસ કરવાનો હોય એવી રીતે એમણે પૂછવાનું ચાલુ કર્યું હતું.
મને લાગ્યું કે હું કોઈ જોબના ઈન્ટરવ્યુ આપી રહ્યો છું.
નરેશભાઈ બોલતા હતા કે મારા ભાઈએ કહ્યું કે સાથે આવું છું.
ને એમણે નમિતા માટે જ તમારું નામ સુચવ્યું હતું. એટલે એ આવ્યા છે.
મારી મમ્મીને વાંધો નહોતો.મમ્મીને પસંદ નથી એવું લાગી ગયું હતું. એટલે હવે મને ચિંતા નહોતી.
મમ્મીએ કહેલું યાદ આવી ગયું હતું.
કે જીવન એ કોઈ પરીકથા નથી.
મમ્મીને જીવનનો અનુભવ હતો.

મમ્મીએ મારી સામે જોયું..
પછી નરેશભાઈ સામે જોઈને બોલ્યા.. બંને એકબીજા સાથે વાતચીત કરે તો વાંધો નથી ને!

નરેશભાઈ અને પરેશભાઈએ હા પાડી.
પરેશભાઈ એટલે એમના ભાઈ.
એ ખુશ દેખાતા હતા.
જાણે હું બકરો હોઉં ને એમને પસંદ પડી ગયો.

ઓહ.. હવે જ મારી પરીક્ષા શરૂ થઈ હતી.
મારા હાથ પગમાં ધ્રુજારી થવા લાગી.
જિંદગીનો પહેલો અનુભવ.

પરીકથા લખવી સહેલી છે.
એ વખતે મેં નક્કી કરી લીધું કે પરીકથા લખવી નથી.
સામાજિક બોધ કથા લખું.
મારી પરીકથાનું બાળ મરણ થવાનું હતું.
પણ થેંક્સ ગોડ.. હું બચી ગયો હતો..

મમ્મી એટલે મમ્મી..
મમ્મી પાસેથી બહુ શીખવા મળે..
( ક્રમશઃ.. પહેલી પરીક્ષા પાસ કે પછી?સમીરનો પહેલો અનુભવ કેવો જશે? જીવનમાં શીખવા જેવું ઘણું છે. જેમ અનુભવ થતાં જાય એમ શીખવા મળે છે.)
- કૌશિક દવે