પ્રેમનો એહસાસ
જીવનમાં ક્યારેક અમુક ક્ષણો એવી આવે છે જ્યારે કોઈ વ્યકિત સાથેની પહેલી મુલાકાત અંતિમ ક્ષણો સુધીનો સંબંધ બની જાય છે....એવી જ એક પ્રેમની અનોખા એહસાસની કહાની લખવા જઈ રહી છું...પ્રથમ વખત કોઈ નવલકથા લખી રહી છું.
પ્રેમ વરસતા ઝરમર વરસાદ જેવો ,
લાગણીઓની ભીનાશના સ્પર્શ જેવો,
સુખ હોય કે દુઃખ જીવનની હરેક ક્ષણમાં જે અંત સુધી સાથે હોય એ પ્રેમ નો એહસાસ.....
કહાની છે રાજ અને રીયાની...પ્રેમ કહાનીની
કોલેજનો એન્યુઅલ ફંકશન ચાલી રહ્યો છે...આજે કોલેજમાં જાણે કોઈ તહેવાર હોય એમ બધા યુવક યુવતીઓ તૈયાર થઈ ને આવ્યા છે..અલગ અલગ ડાન્સ ને થીમ પર આજે બધા એ પાર્ટ લઈ પોતાનું આગવું સ્થાન નિર્ધારીત કરી રહ્યા છે.
તૂને પાયલ જો છનકાઈ..
ફીર કયૂં આયા ન હરઝાઈ
ઓ હો હો હો ઓ..
ઓ હો હો હો ઓ...
તૂને પાયલ જો છનકાઈ..
ફીર કયૂં આયા ન હરઝાઈ..
ઓ હો હો હો ઓ..
ઓ હો હો હો ઓ..
સોંગ શરૂ થયું ને પડદો ધીરે ધીરે ઉપર જઈ રહ્યો હતો.ને સાથે આખા હોલમાં બધા મન મૂકી ગીતને સાથ આપી રહ્યા હતા ..ગીત પર જે ડાન્સ કરી રહી હતી .એનો ચેહરો જોવા બધા ઉત્સુક થઈ રહ્યા હતા.
" સફેદ ઘેરવાળો ડ્રેસ ચુડીદાર પાયજામો ને કાનમાં વાઈટ એરીંગ પહેરેલા હતા"હાથમાં ઓકસોડાઈઝની ચુડીઓ પગમાં પાયલ પહેરેલી એ છોકરીના રણકાર પર એની આસપાસની સાથ આપી રહેલી છોકરીઓ પણ નાચી રહી હતી.
જેવો પડદો ઉપર ગયો સાથે એનો ચેહરો જોઈ બધા જ દંગ રહી ગયા.....આજે બધાને એને જોઈ શોકટ થઈ ગયા... એ છોકરી આજે આ અવતારમાં સુંદર લાગી રહી હતી.
"આગળ ગીતના બોલ વાગી રહ્યા ને એ પણ સાથે ડાન્સ કરવા લાગી...ને એની એ અદા જોઈ બધા મુગ્ધ થઈ ગયા".
મેને પાયલ હૈ છનકાઈ
અબ તો આજા તું હરઝાઈ (2)
મેરી સાંસો મેં તુ હી બસા
ઓ સજના આજા ના અબ તરસા
ઓ સજના આજા ના અબ તરસા....
મેંને પાયલ હૈ છનકાઈ
અબ તો આજા તું હરઝાઈ
મેરી સાંસો મેં તું હી બસા
ઓ સજના આજા ના અબ તરસા..
ઓ સજના આજા ના અબ તરસા..
કોલેજના ઓડીટોરીયમમાં ફાલ્ગુની પાઠકના સોંગ પર એ છોકરી આગળ ડાન્સ કરવા લાગી.
ગીતના બોલમાં એ પૂરેપૂરી ખોવાઈ ગઈ હતી.જેમ જેમ ગીત આગળ વધી રહ્યું હતું એનું મન ને હદય પણ સંગીતના સૂર સાથે તાલથી તાલ મિલાવી રહ્યું હતું.
બધા એના ડાન્સ પર ચિચિયારીયો કરી રહ્યા હતા.એક ઝૂનૂન સાથે એ છોકરી આજે જાણે કોઈને બતાવી દેવા માંગતી હતી કે એ પણ ડાન્સમાં કોઈથી કમ નથી.
ચાર આંખો એને જ નિહાળી રહી હતી..બે આંખો એને ગુસ્સાથી જોઈ રહી હતી...તો કોઈ એક એને જાણે હદયથી મન સુધી આંખોથી ઉતારી રહ્યું હતું.
ચલે જબ યે પૂરવાઈ બજે દિલ મેં શહેનાઈ
તૂહી મેરે મેરે સપનો કા ઓ સજના હો હો...(2)
મેંને......
મેને ચુનરી હે લહરાઈ ...
અબ તો આજા તું હરઝાઈ..
મેરી સાંસો મેં તુહી બસા...
ઓ સજના..
આજાના અબ તરસા...
ઓ સજના...
આજાના અબ તરસા...
તુને ચુનરી જો લહેરાઈ..
ફીર કયું ના આયા ના હરઝાઈ..
ઓ હો હો ઓ ઓ..
ઓ હો હો ઓ ઓ..
ની લીરીકસ વાગતા જ કોઈ છોકરો એની સાથે જોડાઈ ગયો જેને જોઈ નીચે ઓડીટોરીયમમાં ઉભેલો છોકરો ને એ છોકરી બંને એને તાકી રહ્યા.
મેં દીનભર સોચ મેં ડૂબુ..
મેં રાત મેં જાગુ ના સોંઉ..
તૂ હી દિલ મેં રેહતા હૈ ..
ઓ સજના ...(2)
મેંને..
મેંને ચૂડી હૈ ખનકાઈ..
અબ તો આજા તૂ હરઝાઈ..
મેરી સાંસો મેં તૂહી બસા..
ઓ સજના..
આજા ના અબ તરસા..
ઓ સજના...
આજા ના અબ તરસા..
બંનેનો ડાન્સ જોઈ બધા હરખાઈ ગયા....ને સોંગ પૂરૂ થતા જ બધા તાળીઓના ગડગડાટ સાથે સીટીઓ મારી રહ્યા.
વાહ રીયા તારો તો ડાન્સ ઓસમ હતો એની જોડે છેલ્લે જોડાયેલ છોકરાએ કહ્યું .
અચ્છા તું પણ આદિત્ય કોઈ કમ નથી છેલ્લે એન્ટ્રી મારી બધાની આંખો ચાર કરી દીધી....અને એ બંને તો ગુસ્સાથી આપણને જ જોઈ રહ્યા હતા..તું તો ડાન્સમાં આવાનો નહતો ...તો કેમ છેલ્લે આમ આવી ગયો...મને તો તું આવી રીતે જોડાયશ એવું સપનામાં પણ નહતું.
અરે તું મૂકને એ બંનેની વાત એ લોકોની વાત...મને એ લોકો ને જોઈ ને જ બસ તારા ગીતના બોલ પર જ જોડાવાનું મન થઈ ગયું...કોઈ એમ ના કહે કે રીયા એકલી નથી....ને એ બંનેના મગજમાં ભૂસુ ભરેલું છે એ તનુ તો ક્યારેય સુધરશે નહી.
પણ રાજ .......રાજ તો આજે કંઈક વધારે જ તારી પર નજરો ગડાવી બેઠો હતો.એ તો એકધારયું તારી સામે જ જોઈ રહયો હતો...હું સ્ટેજ પાસે જ હતો...બસ એટલે જ એના મનમાં તારા માટે શું છે એ જાણવા જ આમ કર્યુ....એ હજી દૂર જ રેહશે કે શું મને તારી સાથે જોઈ થોડીક તો જલન થઈ હશે ને એના મનની લાગણીઓ કયાં સુધી દબાયેલી રેહશે....આદિત્ય બોલ્યો.
મારી જોડે આજે તને જોઈ એ ગુસ્સે તો થઈ રહ્યો હતો સાથે તારુ આ રૂપ જોઈ બધા છક પામી ગયા......આખરે તે તારી ચેલેન્જ પૂરી કરી....... આજે સ્ટેજ પર ચાર ચાંદ લગાવી દીધા અને એ તો કેહ આ બધુ થયું કેવી રીતે .......આદિત્ય બોલ્યો.
અરે પૂછ જ નહી કેટલી મહેનત કરવી પડી ડ્રેસ માટે.....એ તો સારુ હતું કે રાધિકા મારી સાથે હતી...રીયા બોલી
" અચ્છા આ ચશ્મીશે તારા ડ્રેસ ને તને તૈયાર થવામાં મદદ કરી"....આદિત્ય બોલ્યો ને હસવા લાગ્યો.
રાધિકા ગુસ્સાથી એના સામે જોઈ "એય તું ચશ્મીશ કોને કહે છે...અને આજ હું ના હોત ને રીયા આટલી સુંદર તૈયાર થઈ અહી આવી ન હોત સમજયો તું ભૂત જેવા"...
કહી એ પણ હસવા લાગી .
એ બંને ની તુ તુ મે મેં સાંભળી રીયા પણ ખડખડાટ હસવા લાગી ને એને ખૂશ જોઈ આદિત્ય ને રાધિકા પણ હસી પડ્યા.
ત્યાં જ રીયા કોઈને જોઈ ચુપ થઈ ગઈ...આદિત્ય એ રાધીકાની સામે જોયું જે રીયા જે તરફ જોઈ રહી હતી ત્યાં જ એ પણ નજરો તાકી ને જોઈ રહી હતી.
આદિત્ય પાછળ વળ્યો ને ત્યાંનું દ્રશ્ય જોઈ એ પણ ચુપ થઈ ગયો......રાજ એકીટસે એ લોકો તરફ જોઈ રહ્યો હતો ને એના હાથમાંથી ખૂન વહી રહ્યું હતું.
એ જોઈ રીયાની આંખો પણ વરસી પડી ને એ દોટ મૂકી ને બહાર જતી રહી.
કોણ છે આ રીયા?
કોણ છે રાજ?
રાજ કેમ રીયાને આદિત્ય જોડે જોઈ ગુસ્સે છે?
તનુ કોણ છે જે એનો ડાન્સ જોઈ ગુસ્સે થઈ?
આપ સૌને સ્ટોરી ગમે તો પ્રતિભાવ અવશ્ય આપશો
,જેથી મને પણ લખવાની મજા આવે,ને આગળ લખવાની ઈચ્છા થાય.....તો વાંચો મારા પ્રેમ ના એહસાસ થી ભરી સ્ટોરી પ્રેમ નો એહસાસ 🙏🏻😊 ફર્સ્ટ એપિસોડ સાથે કમેનટ પણ કરી દેજો...તો આગળનો પાર્ટ જલ્દી આપીશ.