A Unique Resume-(Season-2) Part-39 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા-(સીઝન-૨) ભાગ-૩૯

Featured Books
Categories
Share

એક અનોખો બાયોડેટા-(સીઝન-૨) ભાગ-૩૯

"બોલો,શું વાત કરવી હતી જેના લીધે તમે તમારા પાવન પગલાં મારી ઓફિસમાં પાડ્યા?"

"વ્હાય આર યૂ ટોન્ટ મી?"

"જાણે તમે તો આવતાની સાથે મારા પર ફૂલોની વર્ષા કરી હતી.તમે પણ ઓછા ટોન્ટ નથી માર્યા"

"હા હવે,હું થોડો ગુસ્સામાં હતો"

"કઈ વાતનો ગુસ્સો દેવ.હું કાલનું તમને નોટિસ કરું છું કે તમે મારી સાથે આમ રુડલી બીહેવ કરો છો"

"એવું કંઈ નથી"

"કંઈક તો છે.પણ જવાદો,અત્યારે તમારે શું વાત કરવી હતી એ કહો"

દેવે ડાઈરેક્ટ મુદ્દાની વાત કરતા પૂછ્યું,"તે માનુજનું પ્રપોઝલ રિજેક્ટ કર્યું?"

"હા"

"પણ કેમ?"

"બસ એમ જ"નિત્યાએ બીજી તરફ જોઈને જવાબ આપ્યો.

દેવે નિત્યાને પોતાની તરફ ફેરવી અને ફરી પૂછ્યું,"સાચુ બોલ તે એવું કેમ કર્યું?"

નિત્યાએ ફરી બીજી તરફ મોઢું કર્યું અને પેપર્સ સાથે કઈક ગડમથલ કરતા જવાબ આપ્યો,"કહ્યું ને દેવ એમ જ"

"મારી સામે જોઈને જવાબ આપ"

"આ પેપર્સ સરને સબમિટ કરાવવાના છે તો એ ભેગા કરું છું"વાતને ઇગ્નોર કરતા નિત્યા બોલી.

પણ દેવ વાતને છોડવા નહોતો માંગતો એટલે એ બોલ્યો,"એમ જ તો તે તારું ડીસીઝન ચેન્જ ના કર્યું હોય.કઈક તો કારણ હશે"

નિત્યા હજી પણ પેપર્સને આમ તેમ ફેરવીને દેવની વાતને ઇગ્નોર કરવાનો પ્રયત્ન કરી રહી હતી.દેવે નિત્યાનો હાથ પકડ્યો અને નિત્યાને ચેર પર બેસાડી અને પોતે એની બાજુવાળી ચેરમાં બેસીને નિત્યાની આંખોમાં આંખો મિલાવીને નિત્યાનો હાથ પકડીને પૂછ્યું,"આપણી કાલ રાતની આરગ્યુમેન્ટ પછી તે આ ડીસીઝન ચેન્જ કર્યું ને?"

નિત્યાએ હાથ છોડાવતા જવાબ આપ્યો,"કારણ ખબર છે તો શું કરવા પૂછો છો?"

"ઓહહ....અચ્છા,તો એ વાત પર તે ડીસીઝન ચેન્જ કર્યું?"

"હા,મને ઘરમાં કોઈ પ્રૉબ્લેમ નથી જોઈતો.અને તમારી વાત કરવાના વર્તન પરથી કાલ મને લાગ્યું હતું કે તમને મારી સેમિનાર માટે ઓકે કહેવું યોગ્ય નથી લાગ્યું એટલે મેં પ્રપોઝલ રિજેક્ટ કરી લીધું"

"નિત્યા,ટ્રસ્ટ મી.મને તારા સેમિનારથી કોઈ પ્રોબ્લેમ નથી.હા હું કાલ થોડું ગુસ્સે હતો પણ એ બીજી વાત હતી.ખબર નથી મને અમુક ટાઈમે શું થઈ જાય છે"

"શું વાત પર ગુસ્સે હતા તમે?"

"લેટ ઇટ બી નિત્યા.તું એક વાત તારા મગજમાં ફિટ કરી લે,મને તારા કોઈપણ કામ કરવાથી ના ક્યારેય કોઈ પ્રોબ્લેમ હતો,ના છે,ના ક્યારેય હશે.તું ઇન્ડિપેન્ડન્ટ છે.તું તારી મરજી પ્રમાણે કોઈ પણ કામ કરી શકે છે.તારે મારી કે ઘરમાં બીજા કોઈની કોઈ પણ જાતની પરમિશન લેવાની જરૂર નથી"

"થેન્ક્સ દેવ,પણ હવે મને ઈચ્છા નથી"

"બટ વ્હાય?"

"ડોન્ટ નો"

"કાલ તો તે તારી ઇચ્છાથી હા કહી હતી તો હવે કેમ ઈચ્છા નથી"

"બસ નથી તો નથી"

"મારા નહીં તો તારા ભાઈ માનુજ માટે તો માની જા"

"માનુજ માટે મતલબ?"

"તારા કાલ પ્રપોઝલ એક્સેપ્ટ કર્યા પછી એણે એક્સાઈટમેન્ટમાં એના બોસને મેસેજ કરીને કહ્યું હતું કે તું સેમિનારમાં સ્પીચ આપવા રેડ્ડી છે.અને હવે તું નહીં કરું તો એ એના બોસને શું જવાબ આપશે?.એની રેપ્યુટેશનનું શું થશે?.એ અત્યારે બહુ જ ટેનશનમાં છે.એને જ મને કોલ કરીને કહ્યું કે તે આ ઓફરને રિજેક્ટ કરી એટલે જ હું અહીંયા તારી સાથે વાત કરવા આવ્યો છું.પ્લીઝ માની જા ને"

"ડોન્ટ વરી દેવ,માનુજને પ્રૉબ્લેમ થાય એવું હું નહિ કરું.હું પર્સનલી એના બોસને મળીને માફી માંગી આવીશ"

"બધું જ કરવું છે પણ મારી વાત નથી માનવી"

"એવું કંઈ નથી,તમે વધારે વિચારો છો"

"હું એવું તો શું કરું કે તું માની જાય"

"નથિંગ.મેં આ ઓફર એટલા માટે રિજેક્ટ કરી હતી કે આપણા બંને વચ્ચે કોઈ આરગ્યુમેન્ટ ના થાય"

"પણ એ તો હજી પણ થઈ રહી છે,તો તું કરી લે ને"

"આ તમારી જીદ છે.પણ યૂ નો વેરી વેલ,હું તમારાથી પણ વધારે જિદ્દી છું"

આ સાંભળી દેવને થોડો ગુસ્સો આવ્યો અને અચાનક એના મોઢામાંથી શબ્દો નીકળ્યા,"શું અજય મનાવવા આવશે તો તું માની જઈશ?"

"હેહેહે......વોટ ડિડ યૂ સે?"

નિત્યાને સંભળાયું હતું કે દેવ શું બોલ્યો પણ દેવના બોલવાનો મતલબ જે નિત્યાએ સમજ્યો હતો એ જ હતો એ જાણવા માટે નિત્યાએ કનફોર્મ કરવા માટે ફરીથી પૂછ્યું,જેના જવાબમાં દેવ બોલ્યો,"આઈ મીન,કાલ અજયના ફક્ત એક વાર કહેવાથી જ કંઈ પણ વિચાર્યા વગર તે સેમિનાર માટે હા કહી હતી તો આજે પણ એને કહું.કદાચ તું એનું માની જાય"

દેવની વાત સાંભળી નિત્યા પણ  ગુસ્સે થઈ ગઈ અને મોટા અવાજે બોલી,"નોટ એટ ઓલ.ફર્સ્ટ થિંક ઇસ,આઈ કેન ટેક માય ડીસીઝન પરફેક્ટલી એકોર્ડીંગ ટૂ ધ સિચ્યુએશન એન્ડ સેકન્ડ થિંક ઇસ કે આ બધી વાતમાં અજય ક્યાંથી આવ્યા?.અને તમને આ મિસઅન્ડરસ્ટેન્ડીંગ કાલ રાતથી જ હતી તો મેં પૂછ્યું કે તમને આટલો ગુસ્સો કઈ વાત પર આવે છે ત્યારે કેમ કશું ન બોલ્યા.એ વખતે બોલ્યા હોત તો વાત આટલી વધી જ ન હોત"

દેવ થોડો વધારે ગુસ્સે થયો અને નિત્યાની સામે હાથ જોડતા બોલ્યો,"માતે....બધી ભૂલ મારી જ છે.અજયને તે મારા પહેલા કહ્યું કે તે તારું ડીસીઝન ચેન્જ કર્યું એ પણ મારી ભૂલ,અજય મારા પહેલા તને સમજાવવા તારી ઓફીસ આવી પહોંચ્યો એ પણ મારી ભૂલ.બધી જ મારી ભૂલ છે"

"વોટ....અજય અને અહીંયા?"

"ઑફકોર્સ અહીંયા.મેં હમણાં જ એને પાર્કિગ સ્લોટમાં જોયો"

"મને તો એ પણ ખબર નથી કે એ અહીંયા છે કેમ કે હું તો......"નિત્યા બોલવા જતી હતી કે એની અજય સાથે આ બાબત પર કોઈ જ વાત નથી થઈ.ઇવન નિત્યા તો પોતે જ ઓફિસના કામથી બહાર ગઈ હતી.એણે તો એ પણ ખબર ન હતી કે અજય એની ઓફિસમાં આવ્યો હતો.નિત્યા આ વાત દેવને કહેવા જ જતી હતી.એ પહેલાં દેવે નિત્યાની વાત કાપતાં કહ્યું,"તને ક્યાં કંઈ ખબર હોય જ છે.ચલ,મારે તને મનાવવા સિવાય પણ ઘણા ઈમ્પોર્ટન્ટ કામ છે.મારા કહેવાથી તું નહિ સમજે કદાચ અજયના કહેવાથી સમજી જાય તો પણ મને હવે કંઈ વાંધો નથી.હું અહીંયા માનુજ માટે થઈને તારી સાથે વાત કરવા આવ્યો હતો પણ અહીંયા તો અલગ જ દુનિયામાં આવી ગયો હોય એમ લાગે છે"

નિત્યા દેવનો હાથ પકડતા બોલી,"દેવ.....લીસન ટૂ મી પ્લીઝ"

"નો નિત્યા,આઈ કાન્ટ.આઈ ડોન્ટ નો,મને કંઈ વાતનો આટલો ગુસ્સો આવી રહ્યો છે.હું ઇન્ટેન્શનલી ગુસ્સો કરવા નથી માંગતો પણ છતાં મને ગુસ્સો આવી રહ્યો છે અને તને હર્ટ કરી રહ્યો છું.મારુ અત્યારે અહીંયાંથી જવું જ તારા માટે બેસ્ટ રહેશે.હેવ અ ગુડ ડે"કહીને દેવ નિત્યાના કેબિનમાંથી સડસડાટ કરતો બહાર નીકળી ગયો.

નિત્યા દરેક વખતની જેમ દેવને જતો જોઈ રહી પણ આ વખતે એના આંખમાં આંસુ ન હતા.એની આંખો સુકાયેલા તળાવની જેમ કોરી હતી.કદાચ હવે નિત્યા પણ દેવના આ નેચરથી યુઝ ટૂ થઈ ગઈ હતી.નિત્યા અને દેવ વચ્ચે હવે પહેલા જેવું કશું જ રહ્યું ન હતું.અન્ડરસ્ટેન્ડીંગ હતી પણ લેક ઓફ કનવર્ઝેશનના કારણે ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિગ અને મિસકન્સેપ્શન થઈ જતા અને હવે ઓછી વાતચીતના કારણે નિત્યાને આ વસ્તુ દૂર કરવાનો મોકો નહોતો મળતો.આટલા વર્ષોમાં નિત્યા તો એવીને એવી જ હતી પણ એની આજુબાજુની દુનિયા દેશ બદલવાથી નહીં પણ બધી જ રીતે બદલાઈ ગઈ હતી પણ છતાં એ એની લાઈફમાં સ્થિર હતી.એને કોઈ જ બાબતની કમ્પ્લેઇન ન હતી.અને આ બધું નિત્યામાં રહેલી એક્સેપ્ટન્સની ક્વોલિટીને કારણે હતું.નિત્યાએ એની બદલાતી ઝિંદગીને ખુશી-ખુશી સ્વીકારી લીધી હતી.

આ ઘટના પછી નિત્યા આશરે કલાક સુધી એના કેબિનમાં આંખો બંધ કરીને કશું જ વિચાર્યા વગર મગજ બ્લેન્ક કરીને બેસી રહી.

પણ શું એવું ખરેખર પોસીબલ છે?.

હું મારા દરેક વાંચક મિત્રને પૂછવા માંગુ છું કે તમે ક્યારેય આમ કશું જ વિચાર્યા વગર રહી શકો છો?

શું તમે જ્યારે આંખો બંધ કરીને શાંત બેસ્યા હોય ત્યારે બંધ આંખોના પડદા પર ખાલી બ્લેક કલર કે બીજા કોઈ કલરનો પ્લેઇન પડદો દેખાય છે કે પછી એ પડદા પર સતત જાણતાં કે અજાણ્યા ચિત્રો ચાલતા રહે છે?

જવાબ મને કોમેન્ટ કે મેસેજ દ્વારા જણાવી શકો છો.અને હા "એક અનોખો બાયોડેટા" નવલકથા તમને કેવી લાગી રહી છે એ તમારા અમૂલ્ય પ્રતિભાવ દ્વારા જરૂરથી જણાવજો.તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારી નવલકથાને આટલો પ્રેમ આપી રહ્યા છો.જય શ્રી કૃષ્ણ🙏🏻