જવાબદારી
વિશાળ સરોવરની અંદર અનેક નાના મોટા ટાપુઓ આવેલા હતા. જ્યાં આ સરોવરની હદ આવી હતી ત્યાંથી ઉત્તર તરફ દૂર સુધી ગાઢ જંગલ ફેલાયેલું હતું. છીંછરા અને મીઠા પાણીના આ જળાશયની પૂર્વ દિશામાં નીચે તરફ ઊંડી અને પહોળી નદી વહીને જંગલ વચ્ચેથી દૂર જઈ રહી હતી. જંગલની પેલે પાર ઉત્તરમાં ઊંચા ઊંચા પહાડો દેખાઈ રહ્યાં હતાં. પહાડોની પરે શું હશે તે જાણવા માટે તો ત્યાં સુધી જવું પડે એમ હતું..!
જ્યાંથી નદીની શરૂઆત થઈ રહી હતી ત્યાં કાંઠા પાસે પાણીના વ્હેણના લીધે એક મેદાન જેવું બની ગયું હતું. આમ તો નદીની પહોળાઈ ઘણી વધારે હતી પણ અત્યારે નદીમાં એકદમ મધ્યમાં જ્યાં નદીની ઊંડાઈ વધારે હતી ત્યાંથી જ પાણી વહી રહ્યું હતું અને બાકી આ વહેણની બંને બાજુએ મેદાન ખાલી પડેલા હતા.
જંગલની એક તરફના મેદાનમાં સિરતનું મહાન જલંધર જહાજ ઉભુ હતું. જહાજની પાસે લોકોનું એક ટોળું ભેગું થયું હતું. તેમાં સિરત, સિમા, દિવાન, સુમંત, ફિરોજ, રાજ ઠાકોર, પેલા એન્જિનિયરો, તેમજ અમુક પહેલવાન એમ લગભગ વીસેક જણ ઊભા હતા. લગભગ દરેક જણ અત્યારે બધી રીતે સજ્જ હતા. ન કરે નારયણ અને કોઈ મુસીબત આવી પડે તો..! તેનો સામનો કરવા માટે તેઓ સંપૂર્ણ રીતે તૈયાર હતા.
આ નવી અને ખૂબસૂરત તથા અજીબ પણ ભયાનક દુનિયાનું ઉપરછલ્લું નિરીક્ષણ અને બીજી અમુક બાબતોની ચર્ચા કરવા માટે સફરના અગ્રેણીઓ ભેગા થયા હતા. આમ તો તેઓ આ બધી ચર્ચા જહાજ ઉપર કરી શકતા હતા પણ આ દુનિયામાં આવ્યા પછી અહીંની જમીન અને હવાનો એહસાસ માણવા માટે તેઓ જહાજ ઉપરથી નીચે ઉતરીને વાત કરવા માગતા હતા.
सीरत: क्या राज साहब, आप तो बड़े छुपे रुस्तम निकले। बहुत ही अच्छा काम किया है आपने। हमारे कई लोगों की जान आपने बचाई है। और उसमें भी ये जहाज को आपने जिस तरीके से कंट्रोल किया वो तो अद्भुत था। अब तक ये जहाज सिर्फ पानी और जमीन पे ही चलता था लेकिन आपने इसे हवा में उड़ा कर एक अलग ही रिकॉर्ड बनाया है। आपकी जितनी भी तारीफ की जाए वो कम है। आप सच में महान है। इस सफर में हमारा साथ निभाने केलिए आपका बहुत बहुत धन्यवाद। રાજ ઠાકોરે બતાવેલા અદ્વિતીય સાહસના વખાણ કરતા સિરત બોલી. તે જાણતી હતી કે કદાચ આ જહાજની ડોર જો તેની પોતાની પાસે હોત તો તે પણ આટલી સારી રીતે સંભાળી ન શકી હોત. રાજ ઠાકોર જે રીતે આ સમગ્ર ઘટનાને સંભાળી રહ્યો હતો તે હકીકતમાં પ્રશંસા કરવા યોગ્ય હતો.
राज ठाकोर: अरे, ये तो मेरा काम है। वैसे भी मुझे इस सफर में आ कर अच्छा महसूस हो रहा है। मैने इस दुनिया का दीदार किया ये मेरे लिए भी बहुत बड़ी बात है। और फिर ये पूरा प्लान मैंने और डेनीने साथ में मिलकर ही बनाया था। अगर वो भी साथ में होता तो शायद इस सफर का मजा दो गुना हो जाता। રાજ ઠાકોર જાણતો હતો કે સિરત અત્યારે ખૂબ સારી રીતે પ્રસન્ન હતી. અને તેની આ પ્રસન્નતા રાજ ઠાકોર માટે યોગ્ય નહોતી. સિરત અત્યારે ડેનીની કમી મેહસૂસ કરી રહી હતી અને ડેની જ તેની દુઃખતી નસ હતી એ વાત રાજ ઠાકોર ખુબ સારી રીતે જાણતો હતો. ડેનીની ગેરહાજરી જ સિરતની પ્રસન્નતાને ઓછી કરવા માટે કાફી હતી. તે જાણતો હતો કે અત્યારે આ ચર્ચામાં ડેનીનો ઉલ્લેખ કરવાથી સિરત કઈ રીતે રીએક્ટ કરશે. તેણે પોતાની ચાલ આગળ વધારતા કહ્યું.
सीरत: हां, बिलकुल। वो अगर साथ होता तो इस सफर की रौनक कुछ अलग ही होती। वैसे, आपको क्या लगता है, हमे यहां कब तक रुकना पड़ेगा? मेरा मतलब है हम अपनी दुनिया में वापिस कब जा पाएंगे? ડેનીનો ઉલ્લેખ થતાની સાથે જ સિરતના ચેહરા ઉપર દેખાઈ રહેલી ખુશી જાણે ક્યાંક ગાયબ થઈ ગઈ. તેણે મનમાં તરત જ ડેની પાસે પોતાની દુનિયામાં પાછા જવાનું જાણે મન બનાવી લીધું. એટલે તેણે તરત જ રાજ ઠાકોરને તેમની પોતાની દુનિયામાં પાછા ક્યારે જઈ શકાશે તેના વિશે પૂછ્યું.
राज ठाकोर: अरे, हम अभी अभी तो यहां आए है और आप वापिस जाने की बात कर रही है। वैसे, हम जिस काम केलिए आए है उसमें अगर कोई बाधा न आए तो उस काम को होने में कम से कम छः महीने जितना वक्त लग सकता है और उसके बाद भी हमे अगर हमारी दुनिया में वापिस जाना है तो जो पोर्टल खुलेगा वो एक साल के बाद ही खुलेगा। ठीक उसी दिन जब हम इस दुनिया में आए थे। इसलिए यूं समझ लीजिए की हमे कम से कम एक साल का वक्त तो लग ही जायेगा। પોતે ચલાવેલું તીર એકદમ નિશાને લાગતા રાજ ઠાકોર ખુશ થઈ ગયો. એટલે તેમની દુનિયામાં પાછા જવા માટેનો રસ્તો અને સમય વિશે સમજાવતા રાજ ઠાકોર બોલ્યો. તેના મત પ્રમાણે તેમને પોતાની દુનિયામાં જવામાં એક વરસ જેટલો સમય લાગે એમ હતું. ત્યાં ઉપસ્થિત દરેક જણ અત્યારે રાજ ઠાકોરને સાંભળી રહ્યા હતા અને લગભગ દરેક જણ આ જાણકારી વિશે અને એ પણ રાજ ઠાકોર જાણતો હતો એ જાણીને નવાઈ પામી રહ્યા હતા.
सुमंत: अगर एक साल लगने वाला है तो क्यों न हम यहां अपने लोगों को रहने केलिए सुरक्षित और जरूरत के मुताबिक घर बनाए। वैसे भी हमे एक साल तक तो यही रहना है। રાજ ઠાકોરની વાત સાંભળીને સુમંત પોતાની સાથે આવેલા દરેક વ્યક્તિની સુરક્ષાને લઈને ચિંતિત થતાં બોલ્યો. જો કે તે જાણતો હતો કે તેણે આપેલો આ સુજાવ એકદમ બાલિશ હતો. કદાચ દરેકના મનમાં ઉઠી રહેલી શંકા રાજ ઠાકોર કળી ન જાય એના માટે વાત ફેરવતા તેણે ઘરની વાત કાઢી હતી..
राज ठाकोर: मेरी बात ध्यान से सुनिए। आपको जो बनाना है बनाओ लेकिन एक बात का खास ख्याल रखना, यहां के कुदरती संसाधनों को किसी भी तरह की हानि नहीं पहुंचनी चाहिए। और किसी भी चीज को खाना तो दूर, छूने से पहले भी दस बार सोचना। कही ये चीज तुम्हारी जान तो नही ले लेगी। यहां कदम कदम पर खतरा है। और कोई भी अकेला बिना किसीको बताए जंगल में बिलकुल भी न जाए। कही कोई अनहोनी हो गई तो फिर उसे संभालने केलिए मैं हाजिर न भी रह पाऊं। सो, एवरीबड़ी, बी केरफूल। ये दुनिया आप केलिए, मेरे लिए, हम सब लोगों केलिए नई और अनजान है, तो हम जितना चौकन्ने रहेंगे उतना महफूज रहेंगे। यहां तो ऐसा है की नजर हटी समझो दुर्घटना घटी। जहां तुम खड़े हो वहां से तुम्हारी नजर तुम्हारे चारो ओर होनी चाहिए, तभी तुम अपनी और अपने लोगों की हिफाजत कर पाओगे। સુમંતની સલાહ આપ્યા બાદ રાજ ઠાકોર એકદમ ગંભીર શબ્દોમાં બોલ્યો. એવું લાગ્યું જાણે તે આ બાબત ધમકાવતા કહી રહ્યો હતો. પણ દરેક જણ જાણતા હતા કે તે જે કહી રહ્યો હતો તે હકીકતમાં એકદમ સાચું કહી રહ્યો હતો. તેની આ વાતની અસર ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ ઉપર થઈ રહી હતી પરંતુ સિરત ઉપર તો કંઇક અલગ જ પ્રકારની અસર થઈ રહી હોય એવું લાગ્યું. એવું લાગતું હતું જાણે રાજ ઠાકોર અહીંની દરેક મુસીબત વિશે ખૂબ નજીકથી જાણતો હતો.
सीरत: तो अब यहां से आगे की सारी डोर आप ही संभालिए। आज से आप ही हम सब लोगों को सही राह दिखाएंगे। आपकी दिखाई हुई दिशा में हम आंखे मूंद कर चल देंगे। मुझे लगता है अब हम आप पर पूरी तरह से भरोसा कर सकते है। રાજ ઠાકોર હવે સિરતનો વિશ્વાસ લગભગ સો ટકા જેટલો જીતી ગયો હોય એવું લાગ્યું. સિરત હવે પછીની બધી જ જવાબદારી તેના ઉપર સોંપતા બોલી.
दिवान: लेकिन सरदार, ये आप क्या कह रही है? રાજ ઠાકોરને આગળની બધી જવાબદારી સોંપવાની વાત નીકળતા જ દિવાન એકદમ ચોંકી ગયો. તે જાણતો હતો કે રાજ ઠાકોર ગમે ત્યારે પોતાનો રંગ બતાવી શકે તેમ હતો. એટલે સિરતને રોકવા માટે દિવાન વચ્ચે જ બોલી પડ્યો. તે જાણતો હતો કે સિરત ઘણીબધી ઉતાવળ કરી રહી છે.
सीरत: दिवान साहब, इसमें गलत ही क्या है? राज साहब हम लोगों में बहुत ही अच्छी तरह से घुल मिल गए है, और वो इस दुनिया के बारे में इस वक्त हम सब लोगों में सबसे ज्यादा जानते है। डेनी को इस वक्त यहां हमारे साथ होना चाहिए था लेकिन राम जाने इस वक्त वो कहां है। यहां जो है वो राज साहब है और वो ही हमे पूरी तरह से महफूज हमारी मंजिल तक पहुंचा सकते है और उसके बाद घर भी पहुंचा सकते है। દિવાનની વાત સાંભળ્યા પછી રાજ ઠાકોરના વખાણ કરતા સિરત બોલી. જો કે તેની વાતોથી પણ એ જ મેહસૂસ થઈ રહ્યું હતું કે તે હજી પણ ડેનીને ખૂબ જ મિસ કરી રહી હતી. એવું લાગી રહ્યું હતું જાણે સિરતને હવે ડેની સિવાય બીજા કોઈ સાથે કંઈ લેવાદેવા જ નથી રહી. ગુસ્સામાં ને ગુસ્સામાં સિરત હવે આગળની જવાબદારી રાજ ઠાકોરને સોંપવા જઈ રહી હતી.
राज ठाकोर: आप मुझ पर भरोसा कर के इतनी बड़ी जिम्मेदारी सौंप रही है तो मैं भी आप से वादा करता हूं कि आपकी हर उम्मीदों पर खरा उतरूंगा। जिस तरह से अभी तक सबको सुरक्षित रखा है ठीक वैसे ही आगे भी रखूंगा। રાજ ઠાકોરને તો બસ એટલું જ જોઈતું હતું. તે મનમાં ને મનમાં ખુશ થઈ ગયો. તેને તો અહીં તેનું કહ્યું માને એવા લોકોની જ જરૂર હતી. અરે..! લોકોની નહિ પણ મજૂરોની જરૂર હતી. એવા મજુરો જે તેના કહ્યા પ્રમાણે જ આગળનું પગલું ભરે અને તેનો મોઢેથી નીકળેલા દરેક આદેશનું અક્ષરસઃ પાલન કરે.
दिवान: सरदार, मुझे लगता है आप थोड़ी जल्दबाजी कर रही है। आप हमे आगे जैसे कहेगी हम वैसे ही आपका आदेश मानकर अपनी मंजिल तक पहुंच सकते है। इस तरह बीच राह में आप हमे अकेला क्यों छोड़ रही है? દિવાન નહોતો ઈચ્છતો કે સિરત અહીથી જ આગળની જવાબદારી રાજ ઠાકોરના હાથમાં આપી દે, એટલે તે શાંતિથી સિરતને સમજાવતા બોલ્યો.
सीरत: नही दिवान साहब, मैं आपको या किसीको भी अकेला नहीं छोड़ रही, बल्कि सच तो ये है कि मैं सब को सही हाथों में सौंप रही हु। और वैसे भी अब मैं बहुत ही ज्यादा थक चुकी हु। कुछ समय अकेले में रह कर आराम करना चाहती हूं। प्लीज, अब से राज साहब की बात का ठीक उसी तरह से आदर करना जिस तरह से आप लोग मेरी बात मानते हो। आप से बस यही एक गुजारिश है। એકદમ માયુસ થઈ નીચે જોતા જોતા ઉદાસ મને સિરત બોલી.
दिवान: लेकिन सरदार,,,। તેમ છતાં દિવાન હજી પણ તેને રોકવા માગતો હતો. એના પહેલા કે દિવાન કંઈ સમજાવે સિરત ત્યાંથી ચાલતી થઈ ગઈ. તેને આમ જતા જોઈ દિવાન તેની પાછળ જવા લાગ્યો પણ અચાનક જ તેનો હાથ પકડીને તેને સિરતની પાછળ જતા સુમંતે રોકી લીધો.
सुमंत: उन्हे जाने दीजिए दिवान साहब। वो इस वक्त दुखी है। वो अपना सुख हम सब में जरूर बांटेगी लेकिन दुख और दर्द तो वो अकेली ही सहेगी। हमने उनके साथ बहुत ही गलत किया है दिवान साहब। अगर हमने कुछ वक्त निकाल कर डेनी को भी अपने साथ ले लिया होता तो आज वो इतनी दुखी नही होती। સિરતના મનની વાત સુમંત જાણતો હતો એટલે તેણે દિવાનને રોકતા કહ્યું.
दिवान: आप सही कह रहे है सुमंत दादा। लेकिन वक्त ही तो नही था उस वक्त हमारे पास। हम चाह कर भी उन केलिए कुछ नहीं कर सकते थे। लेकिन इस वक्त हमारे पास ढेर सारा वक्त भी है और मौका भी। इस वक्त हमे उन्हे गलत फैंसला लेने से रोकना ही होगा। દિવાન પોતાની વાત અને તે સમયની પરિસ્થિતિ સુમંતને સમજાવતા બોલ્યો. તે જાણતો હતો કે હવે તેનું કર્તવ્ય શું હતું અને હવે તેને શું કરવું જોઈએ.
सुमंत: लेकिन दिवान साहब, हम ये करेंगे कैसे? દિવાનના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા માટે સુમંતે પૂછ્યું.
दिवान: हमे कुछ तो करना ही होगा। मैं नही जानता की कैसे लेकिन हमारी सरदार को अपना फैंसला बदलना ही होगा। દિવાન એકદમ મક્કમ આવજે કહ્યું. કદાચ તે બધાની વચ્ચે પોતાના મનની વાત કરવા નહોતો માગતો એટલે તેણે સુમંતને વધારે બીજું કંઈ જ ન કહ્યું.
દિવાન તરત જ જહાજની સાથે લાગેલી સીડી વડે જહાજ ઉપર ચડવા લાગ્યો. બધા જ તેને આમ જતો જોઈ જ રહ્યા. કોઈ કંઈ જ બોલી નહોતું રહ્યું પણ રાજ ઠાકોર પોતાના મનમાં દિવાનને ગાળો ભાંડી રહ્યો હતો, કેમ કે તે ફેસ ટુ ફેસ તો દિવાનને કંઈ કહી શકે તેમ નહોતો. તે પોતાના હાથની મુઠ્ઠી ભીંસ્તો રહી ગયો. તેના મનમાં એક જ વાતનો અફસોસ થઈ રહ્યો હતો કે આટઆટલી તકેદારી રાખવા છતાં અને આટલા પ્રેમથી વાત કરવા છતાં આ દિવાનના મનનો શક તે હજી દૂર નહોતો કરી શક્યો. તેને પોતાના હાથમાં આવી રહેલી હુકુમત છીનવાઈ જતી લાગી રહી હતી.
દિવાન ઉતાવળે પગે પોતાની ચેમ્બરમાં આવ્યો. ચેમ્બરમાં દાખલ થતાની સાથે તેણે ચેમ્બરનું બારણું જોરથી પછાડ્યું.
इस तरह दरवाजा पटकने से सब ठीक नही होगा। आप ज्यादा चिंता न करें, मैं सीरत से बात करती हूं। उसके मन में क्या चल रहा है वो जानना भी जरूरी है। और वैसे भी वो उतनी बेवकूफ नहीं है जितनी अभी वो सबको दिखा रही थी। मुझे यकीन है की उसके दिमाग में कुछ तो चल रहा है। मैं अभी उससे बात करके आती हूं। દિવાન નહોતો જાણતો કે સીમા તેની પાછળ પાછળ જ આવી રહી હતી. દિવાનને આમ ગુસ્સામાં ચેમ્બરનો દરવાજો પછાડતા જોઈને શાંતિથી વાત કરતા સીમા બોલી. તેનું ધ્યાન હજી પણ પોતાના પિતાની વ્યથાને શાંત કરવા ઉપર જ હતું અને સાથે સાથે તે સિરતના મનની વાત પણ સમજી રહી હતી. અત્યારે તે ખૂબ જ સારી મિત્ર સાબિત થઈ રહી હતી.
દિવાને ધીમેથી પાછળ ફરીને જોયું અને સીમાને સિરતના મનની વાત જાણવા માટે જવાની પરવાનગી આપતા માથું હકારમાં ધુણાવ્યું. સીમા તરત જ ચેમ્બરમાંથી બહાર નીકળી ગઈ. દિવાને પોતાના ખિસ્સામાં રહેલો આ અજીબ દુનિયાનો નકશો એકવાર બહાર કાઢ્યો અને જોવા લાગ્યો. તેણે જોયું કે તેઓ અત્યારે આ નકશાના હિસાબે કઈ જગ્યાએ હતા..! તેની સાથે સાથે તેમાં એક જગ્યાનો ઉલ્લેખ કરેલો હતો. સરોવરમાં જ એક આઈલેન્ડ હતો જેની નીચે લખેલું હતું.. 'मृतद्वीप'
સિરતને મનાવવામાં સીમા સફળ થશે કે પછી સિરત પોતાની વાત ઉપર અડગ જ રહેશે..? શું સાચે જ સિરતના મનમાં કોઈ પ્લાનિંગ ચાલી રહ્યું હતું..?ડેની અને બાકીના અંગ્રેજો સિરત સુધી કઈ રીતે પહોંચી શકશે ..?
આવા અનેક પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..ચોરનો ખજાનો...
Dr Dipak Kamejaliya 'શિલ્પી'