Andriod 15 in Gujarati Science by Siddharth Maniyar books and stories PDF | એન્ડ્રોઇડ ૧૫ રોલ આઉટ

Featured Books
Categories
Share

એન્ડ્રોઇડ ૧૫ રોલ આઉટ

ગૂગલ દ્વારા પોતાની સેલ ફોન કંપની પીક્સેલના યુઝર્સ માટે એન્ડ્રોઇડ ૧૫ રોલ આઉટ કરાયું
એન્ડ્રોઇડ ૧૫ રોલ આઉટ થતાં જ સીઆઇઆરટી દ્વારા ચેતવણી અપાઇ
એન્ડ્રોઇડ ૧૫માં અનેક નવા ફિચર સાથે એન્ડ્રોઇડના કેટલાક વર્ઝનમાં ખામીઓ સામે આવી

ગૂગલ દ્વારા એન્ડ્રોઇડ યુઝર્સ માટે નવું સ્ટેબલ વર્ઝન રિલીઝ કર્યુ છે. ગૂગલ દ્વારા યુઝર્સ માટે નવુ વર્ઝન એન્ડ્રોઇડ ૧૫ રોલઆઉટ કરવામાં આવ્યું છે. જેમાં યુઝર્સને અનેક નવા ફિચર્સ આપવામાં આવ્યા છે. પરંતુ બીજી તરફ કોમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા દ્વારા એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ત્યારે આજે એન્ડ્રોઇડના નવા વર્ઝન એન્ડ્રોઇડ ૧૫ તેમજ કોમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઇઝરી વિષે વિસ્તૃત ચર્ચા કરીશું.
ગૂગલ દ્વારા એન્ડ્રોઇડ ૧૫ને સત્તાવાર લોન્ચ કરાયું છે. કંપનીએ તેનું સ્ટેબલ વર્ઝન રિલીઝ કર્યું છે. જાેકે, એન્ડ્રોઇડ ૧૫ હાલમાં ગૂગલની સેલફોન કંપની પિક્સેલના યુઝર્સ માટે જ રિલીઝ કરાયું છે. જ્યારે અન્ય યુઝર્સે એન્ડ્રોઇડ ૧૫ માટે થોડી રાહ જાેવી પડશે. ગૂગલ દ્વારા એન્ડ્રોઇડ ૧૫માં યુઝર્સને અનેક નવા ફિચર્સ રોલઆઉટ કરાયા છે. જેમાં પ્રાઈવેટ સ્પેસ ફિચરનો પણ સમાવેશ થાય છે. જે યુઝર્સને અલગ સ્પેસ ક્રિએટ કરવાની છૂટ આપશે. યુઝર્સ આ ફિચર થકી એપ્લિકેશનને પ્રાઇવેટ સ્પેસમાં સ્ટોર કરી શકશે. એટલું જ નહીં યુઝર્સ આ ફિચર થકી પોતાની અંગત માહિતી પણ સુરક્ષિત રાખી શકે છે.

કયા યુઝર્સ માટે એન્ડ્રોઇડ ૧૫ રોલઆઉટ કરાઇ?
હાલ ગૂગલ દ્વારા પોતાની સેલ ફોન મેન્યુફેક્ચરિંગ કંપની પિક્સેલના યુઝર્સ માટે જ એન્ડ્રોઇડ ૧૫ રોલઆઉટ કરવામાં આવી છે. જેમાં ઍક્સેસ પિક્સેલ ૬ શ્રેણી એટલે કે પિક્સેલ ૬, પિક્સેલ ૬પ્રો અને પિક્સેલ ૬એનો સમાવેશ થાય છે. તે ઉપરાંત પિક્સેલ ૭ સીરીઝ જેમાં પિક્સેલ ૭, પિક્સેલ ૭પ્રો, પિક્સેલ ૭એ અને પિક્સેલ ૮ સીરીઝ જેમાં પિક્સેલ ૮, ૮એ, પિક્સેલ ૮ પ્રો, પિક્સેલ ફોલ્ડ અને પિક્સેલ ટેબલનો સમાવેશ થાય છે.

એન્ડ્રોઇડ ૧૫માં ક્યાં નવા ફિચર મળશે?
ગૂગલ દ્વારા એન્ડ્રોઇડ ૧૫માં ઘણા નવા ફિચર ઉમેરાયા છે. જેમાં ઇન-એપ કેમેરા કંટ્રોલ, લો લાઇટ બૂસ્ટ, એચડીઆર હેડરૂમ કંટ્રોલ અને અન્ય નવા કેમેરા ફિચર્સનો સમાવેશ થાય છે. તેની સાથે યુઝર્સને વધુ ઉપયોગી એક સોફ્ટવેર ડીકોડર, સારી પીડીએફ્ હેન્ડલિંગ અને ગ્રાફિક્સ સંબંધિત ઘણા ફિચર્સ પણ આપવામાં આવયા છે. તે ઉપરાંત યુઝર્સ એપ્લિકેશનને આર્કાઇવ કરીને મેમરી પણ ખાલી કરી શકશે. તેમજ પ્રાઈવેટ સ્પેસનો વિકલ્પની સાથે પિક્ચર-ઇન-પિક્ચર, ડીએનડી નિયમ, સેટેલાઇટ કનેક્ટિવિટી, બહેતર એનએફસી અને વૉલેટ જેવા ઘણા નવા ફિચર પણ મળશે.

કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમની ચેતવણી
એક તરફ ગૂગલ દ્વારા એન્ડ્રોઇડ ૧૫ પિક્સેલ યુઝર્સ માટે રોલઆઉટ કરાયું છે. ત્યારે બીજી તરફ કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા દ્વારા એક મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરાઇ છે. કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા એ ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સી છે. જે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ કામ કરે છે. કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા અનુસાર, એન્ડ્રોઇડ સોફ્ટવેરના અમુક વર્ઝનમાં ખામીઓ જાેવા મળી છે. સીઇઅરટી દ્વારા જાહેર કરાયેલી એડવાઈઝરી અનુસાર એન્ડ્રોઈડમાં ઘણી ખામીઓ જાેવા મળી છે. જેના થકી સાયબર માફિયા નિર્દોષ લોકોને નિશાન બનાવી રહ્યા છે.

ક્યા એન્ડ્રોઇડ વર્ઝન પર જાેખમ છે?
- એન્ડ્રોઇડ વી૧૨
- એન્ડ્રોઇડ વી૧૨એલ
- એન્ડ્રોઇડ વી૧૩
- એન્ડ્રોઇડ વી૧૪
- એન્ડ્રોઇડ વી૧૫

એન્ડ્રોઇડ યુઝર્સે શું કરવું જાેઈએ?
એજન્સીએ તેની એડવાઈઝરીમાં કહ્યું છે કે, એન્ડ્રોઈડ યુઝર્સે મોબાઈલ કંપની દ્વારા શેર કરેલા અપડેટ્‌સ સાથે હેન્ડસેટને સતત અપડેટ રાખવો જાેઇએ. જેના થકી યુઝર્સ પોતાનો હેન્ડસેટ સાયબર માફિયાથી સુરક્ષિત રાખી શકે છે. તો ફોનને અપડેટ કરવા માટે મોબાઇલના સેટિંગ્સમાં જાઓ. જ્યાં સોફ્ટવેર અપડેટ ઓપ્શન પર જાઓ. જે બાદ ચકાસો કે કંપની દ્વારા કોઇ અપડેટ આપવામાં આવ્યા છે કે કેમ? જાે અપડેટ હોય તો તેને ઇનસ્ટોલ કરો. અપડેટ કરતા પહેલા, મોબાઈલની બેટરી હંમેશા ૫૦ ટકાથી વધુ ચાર્જ હોવી જરૂરી છે. આ સમય દરમિયાન, જાે હેન્ડસેટને વાઇફાઇથી કનેક્ટ રાખો તો તે વધુ ઝડપથી અપડેટ થશે.