Prem thay ke karay? Part - 14 in Gujarati Love Stories by Tejas Vishavkrma books and stories PDF | પ્રેમ થાય કે કરાય? ભાગ - 14

Featured Books
Categories
Share

પ્રેમ થાય કે કરાય? ભાગ - 14

સ્પર્શ 

" ત્યાં શું જોવે છે? " કાચનાં કબાટમાં સર્ટિફિકેટને જોઈ રહેલા કેવિનને જોઈને નીતાબેન પૂછે છે.

"આ સર્ટિફિકેટ તમારા છે?"

" હા મારા જ છે."

"એટલે તમે ફક્ત રસોઈનાં રાણી નહિ પણ કવિતાનાં કારીગર પણ છો એમને?" કેવિનને નીતાબેનની હોબી વિશે જાણવામાં રસ જાગી રહ્યો છે.

"કારીગર તો નહિ પણ એક જમાનામા લખવાનો શોખ હતો." નીતાબેન હળવેકથી બોલે છે.

"શોખ હતો એટલે? આ સર્ટિફિકેટમાં તો થોડા દિવસ પહેલાની તારીખ છે."

"તમારી નજરે તારીખને પણ ના છોડી. વાહ..." નીતાબેન હસવા લાગે છે. કેવિન પણ હસી જાય છે.

"આતો થોડા દિવસ પહેલા અચાનક જ એમાં ભાગ લેવાઈ ગયો અને નસીબ કે મારી કવિતા તે સ્પર્ધા જીતી પણ ગઈ." નીતાબેનનાં શબ્દોમાં કોઈ ખુશી નથી અનુભવાતી.

"શું વાત છે? કોન્ગ્રેચ્યુલેશન." કેવિન અમસ્તા જ પોતાનો હાથ નીતાબેન તરફ લંબાવે છે. નીતાબેન પણ પોતાનો હાથ આગળ કરી કેવિન સાથે હાથ મિલાવે છે. નીતાબેનને કેવિનનાં હાથનો સ્પર્શ પોતાના હાથને થતા તેમના શરીરમાં એક ચમકારો પ્રસરી જાય છે.

"બાય ધ વે ભલે હું એન્જીનયર છું. છતાં તમારી જેમ મને પણ લખવાનો બહુ શોખ છે. એટલે પ્લીઝ કવિતા સંભળાવોને? પ્લીઝ?"

કેવિનની આજીજી જોઈ નીતાબેન તેને ના નથી કહી શકતા.

"આ ભાગ્ય છે કેવું.
જન્મે છે આપણી સાથે, મરે છે આપણી સાથે
મને વિધવા બનાવી શું પાપ નહિ ચડે તેની માથે
આ ભાગ્ય છે કેવું
આખુ જીવન ધાર્યું કરે છે તેની જાતે
મને સફેદ રંગ પહેરાવી શું પુણ્ય મળશે એને હાથે
આ ભાગ્ય છે કેવું.
ગમે છે તે મળતું નથી મળે છે તે રહેતું નથી
મારાં સિવાય શું તને બીજું ઘર મળતું નથી.
આ ભાગ્ય છે કેવું."

"આ કવિતા નથી. કોઈની એકલાતાની વેદના છે." કેવિન ધીમેથી બબડી કંઈક યાદ કરવાની કોશિશ કરી રહ્યો છે.

નીતાબેન આ કવિતાનાં શબ્દો સાથે ભૂતકાળમાં સરી પડે છે. તેમની આંખોનાં ખૂણા ભીંજાઈ જાય છે.

કેવિન નીતાબેનની ભીંજાયેલી આંખો જોઈને તે થોડીકવાર ચૂપ થઈ જાય છે.

"સોરી મને નહતી ખબર કે આ કવિતા તમારી છે ને તમારી જિંદગી સાથે વણાયેલી છે. સોરી..." નીતાબેન સાડીનાં છેડેથી  આંખોનાં ખૂણા લૂછીને સહેજ હશે છે.

કેવિન ઉભો થઈ રસોડામાંથી પાણીનો ગ્લાસ ભરી નીતાબેનનાં હાથમાં આપે છે.

" થોડું પાણી પી લો." નીતાબેન કેવિનનાં હાથમાંથી ગ્લાસ લેવા જાય ત્યારે અમસ્તા જ નીતાબેનનાં હાથનો સ્પર્શ કેવિનનાં હાથ સાથે થાય છે. જે સ્પર્શ નીતાબેનને પોતીકુંપણાનો અહેસાસ કરાવી રહ્યો છે.

કેવિન સોફા પર બેસવાની જગ્યાએ નીતાબેન પાસે નિર્દોષભાવે બેસે છે.

"મેં આ કવિતા થોડાક દિવસ પહેલા પેપરમાં વાંચી હતી."

"હા જે મારા ફોટા સાથે છપાઈ હતી." નીતાબેન પાણીનો ઘૂંટ પીને કેવિનને જવાબ આપે છે.

"તમે આટલી સારી રસોઈ બનાવો છો. હૃદયને સ્પર્શી જાય તેવી કવિતાઓ લખો છો. છતાંય તમે આમ ગુમનામીવાળી જિંદગી કેમ જીવો છો??"

નીતાબેન કેવિનની આંખોમાં જોઈ રહે છે.

" તે બધું જાણીને તારે શું કરવું છે?" નીતાબેન થોડા અણગમા સાથે બોલે છે.

"હું તમારા વિશે જાણવા નથી માગતો. આ કવિતાનાં શબ્દોમાં એક વેદના, એકલતા, દુઃખ અને ફરિયાદ મને દેખાઈ રહી છે. એટલે કહેવાનો ભાવાર્થ એ કે તમે જોઈ કોઈ સારી બુક કે નવલકથા કે વાર્તા એવું કંઈ લખીને દુનિયા સુધી પહોંચાડો તો તમને એક ખુશી પણ મળે અને સાથે સાથે જે એકલતા ફરિયાદ, વેદના તમારા શબ્દોમાં છે.તેને મનમાંથી બહાર નીકળવાનો એક માર્ગ મળે." કેવિન નીતાબેનની કોરા પન્નાવાળા જિંદગીમાં જાણે રંગ ભરવા બેઠો હોય તેમ આત્મવિશ્વાસનાં રંગ ભરી રહ્યો છે.

નીતાબેન પણ કેવિનની વાત સાંભળી વિચારમાં પડી જાય છે કે કવિતાનાં શબ્દો પરથી મનની વાત સાંભળનારો, સમજાનરો ખરેખર કોઈ વ્યક્તિ હોય તો તે આ કેવિન જ છે. બાકી આ કવિતા પ્રાઇઝ જીતી તો મારી દીકરી ખાલી એન્જોયમેન્ટ કરીને ખુશ થઈ ગઈ હતી. તેને પણ કવિતામાં મારી વેદના, ફરિયાદ દુઃખ નહોતી સમજી.

મારી આંખમાંથી રહી રહીને આવી રહેલું આંશુ મારા ગાલ પર લપસી રહ્યું છે. જે કેવિન પોતાનો હાથ લાંબો કરી તે આંશુને મારા ગાલ પરથી દૂર કરી દે છે. તેનો અજાણતાનો એક એક સ્પર્શ મને અંતરમનથી જગાડી રહ્યો છે.

"અરે આમાં રોવાનું થોડું હોય. એક તો જિંદગી મળી છે. સારી રીતે, સારા વિચારો સાથે જીવી લેવાની. રહી વાત સુખ -દુઃખની તો આ જિંદગી પણ એક ફિલ્મ છે. જેનો ડાયરેક્ટર ઉપરવાળો છે. એટલે કોને ક્યુ પાત્ર,ક્યારે, કોની સાથે ભજવવાનું તે એને નક્કી કરીને રાખેલું છે. એટલે બીજી કોઈ ચિંતા કરીને રડવાની કોઈ જરૂર નથી. જે રીતે ફિલ્મમાં એક્સન, કોમેડી, રોમેન્સ, ફાઈટ વગર ફિલ્મ બોરિંગ લાગે તેમ જિંદગી પણ સુખ દુઃખ વગર બોરિંગ લાગે. એટલે દરેક ક્ષણ મોજમાં જીવી લેવાની. એક તો જિંદગી મળી છે યાર..જીવી લેવાની." કેવિન પોતાનો હાથ અજાણતા નીતાબેનનાં હાથ પર મુકતા બોલે છે.

નીતાબેન કેવિનની વાત સાંભળી ઈમોશનલ થઈ જાય છે. કેવિનનો સ્પર્શ તેમને એક અલગ જિંદગીનો અનુભવ કરાવી રહ્યો છે. જાણે કે પાનખરમાં હવે વસંત પથરાવા લાગી છે.


                                                               ક્રમશ :