Prem Samaadhi - 128 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ-128

Featured Books
Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ-128

પ્રેમ સમાધિ 
પ્રકરણ-128

 વિજયનાં મનમાં કાવ્યા કલરવનાં વિવાહ ચાંદલાનો ઉત્સાહ અને સુમન અંગે ઉચાટ હતો જીવમાં બળતરાં થતી હતી મનમાં શંકાકુશંકા થઇ રહી હતી સુમન આટલો ઉત્સાહી છે ખબર હતી પણ શીપમાંથી સીધાં ગીફટ જોવા જવાની ક્યાં જરૂર હતી ? કંઇ નહીં હું મંદિર બંન્ને છોકરાઓને ઉતારી બજાર થઇ એને અહીં મંદિર લઇ આવું છું. શંકરનાથે કહ્યું "ઉચાટ ના કર સુમન મળી જશે ત્યાં.” કાવ્યાએ કહ્યું" ભાઇ બહુ મને માને… સમજું છું પણ સીધા શા માટે ગયાં ? કંઇ નહીં પાપા તમે એમને મંદિર લઇ આવો." કલરવે કહ્યું" અહીં અમે ત્રણે સાથે હતાં ત્યારે પણ ખૂબ ઉત્સાહિત અને આનંદીત હતો સુમન એને બસ શીપ પર જવું હતું.. કંઇ નહીં એ આવી જશે પછી અમે ત્રણે જણાં ખૂબ આનંદ કરીશું."
 ટંડેલ ભગવાનનું. મંદિર આવી ગયું... વિજયે કાર ઉભી રાખી... મંદિર સાત પગથિયા નીચે ઉતરીને જવાનું હતું વિશાળ મંદિર ભગવાન ટંડેલ એટલે કે વિષ્ણુભગવાનની ભવ્ય પ્રતિમા હતી સાથે મહાલક્ષ્મી માઁ તથા બહાર ગણપતિજી, હનુમાનજી સુંદર મૂર્તિઓ હતી. વિજયે કહ્યું “ભૂદેવ તમે છોકરાઓને લઇને જાવ હું સુમનની તપાસ કરીને હમણાંજ આવું છું."
 શંકરનાથે કહ્યું" મારાંથી એ લોકો સાથે નહીં જવાય શાસ્ત્રીજીએ એલોકો બે જણાંને એકલાં ખૂલ્લા પગે જવા કહ્યું છે હું આ ઝાડ નીચે બાંકડો છે ત્યાં બેઠો છું સામે વિશાળ સાગર લહેરાય છે અહીં બેઠો હું ઇશ્વરની સ્તુતિ કરીશ... ત્યાં સુધીમાં તું સુમન સાથે આવી જઇશ"
 વિજયે કહ્યું “ભલે " ત્રણ જણાં ઉતર્યા કલરવે શંકરનાથને ત્યાં રહેલાં બાંકડા પર બેસાડ્યાં પછી બંન્ને વરવધુ હાર પહેરેલાં હાથ પકડીને મંદિરમાં જવા આગળ વધ્યાં.. વિજય ત્યાંથી સુમનની તપાસ માટે નીકળી ગયો. કલરવે કાવ્યાને કહ્યું "તને યાદ છે ને મેં કીધેલું સપ્તપદીનાં સાત વચન સાત પગથિયા... સાત ફેરા.... સાત જન્મ..” કાવ્યાએ કહ્યું "મને બધુજ યાદ છે પ્રથમ પાંચ મોટાં પગથિયા આવશે પંચતત્વનાં અને પછી સપ્તપદીનાં સાત પગથિયાં... સાત જન્મ, વચન.... એકબીજાનાં પરોવાઇને જીવીશું...”. 
 કલરવે કહ્યું "આપણાં તો આજ મંદિરમાં આપણે ઇશ્વરની સાક્ષીએ ગાંધર્વ લગ્ન કરી લીધેલાં આજે ઘડીયા વિવાહ-ચાંદલા ઇશ્વરે કરી આપ્યાં એ સમયે આપણે એકલાં હતાં ખબર નહોતી સાચેજ આપણાં પિતાનાં આશીર્વાદ મળશે આમ વિવાહ થશે સાચેજ ટંડેલ ભગવાન રીઝાયા છે આપણને ફળ્યાં છે ફળદાયી આશીર્વાદ મળ્યાં છે ચાલ પાંચ પંચતત્વનાં અને સાત સપ્તપદીનાં પગથિયા પસાર કરીને ઇશ્વરનાં આશીર્વાદ લઇએ”. બંન્ને જણાંએ ખૂબ ભાવપૂર્ણ સંવેદના અને પ્રેમથી હાથ પકડ્યાં હતાં બંન્ને આજે ખૂબ ખુશ આનંદમાં હતાં આજે ઇશ્વરે વિધીનાં વિધાન લેખ પર હસ્તાક્ષર કરી દીધાં હતાં.. બંન્ને જણાં બધાં પગથિયા પસાર કરી મંદિરમાં પહોંચ્યાં. કલરવે ઘંટરાવ કર્યો અને ગર્ભગ્રહમાં બંન્ને જણાએ પ્રવેશ કર્યો.
********************
 મધુ ટંડેલની મેટાડોર ઉભી હતી ત્યાં બાજુમાં સતિષની કાર ઉભી રહી એમાંથી સતિષ ઉતર્યો અને વાન પાસે જઇને એણે મધુટંડેલ સાથે વાત કરવા દરવાજો ખોલવા કહ્યું યુનુસે દરવાજો ખોલ્યો સતિષ થોડીવાર મધુ સામે જોઇ રહ્યો પછી બોલ્યો “અસલ પ્લાન પ્રમાણે બધુ ગોઠવાયેલું હતું પણ છેવટે અહીં આવવાનું થયુ અને રીઝલ્ટ પણ એવુંજ આવ્યું” પછી એની નજર સુમન પર પડી એ ચમક્યો બોલ્યો "આતો વિજય અંકલનો ભાણો છે ને ? એને કેમ પકડ્યો છે ? તમારો શિકાર તો ત્યાં ટંડેલ મંદિરમાં છે હું રૂબરૂ જોઇને આવ્યો છું... આને તમે મને સોંપી દો હું એને લઇને ત્યાં પહોચું કાવ્યાનો હાથ માંગીશ સામે સુમન આપીશ. મધુઅંકલ તમે તો મને સપોર્ટ કરવા અને વેર રાખવા જ આવ્યા છો ને ? બદલાયેલી હાલતમાં મારી આટલી મદદ કરો"
 ઘવાયેલો અને નશામાં ધૂત મધુ પહેલાં છંછેડાયો બોલ્યો “પેલો હરામી મને ગોળી મારનાર તારી ગાડીમાં બેઠો છે ને ? ચલ હું એનો હિસાબ કરું પહેલાં સામ સામે સોદો.... તું આને લઇ લે અને દોલતને હું ગોળીએ દઊં સાલાએ મને દગો દીધો ? એની નજર તારી બેન પરજ છે એ કેટલાય ઘાટનાં પાણી પીને બેઠો છે અને તારી બેન માયા સાવ નિર્દોષ કાચી કળી જેવી છે એને આ નરાધમનાં હાથમાં સોંપીશ ? ચલ તારું કામ કરીને નારણનું ઋણ ઉતારું પહેલાં એને પતાવું પછી મંદિર આપણે સાથે જઇને ત્યાં બામટા અને એનાં છોકરાને પતાવી દઊં."
 સતિષ બે મીનીટ વિચારમાં પડ્યો પછી સુમનની સામે જોઇને કહ્યું "અંકલ તમે તમારું કામ પતાવો હું સુમનને મારી સાથે લઇ જઊ" ત્યાં યુનુસ અને મધુ ગાડીમાંતી ઉતરી સીધાં દોલતની સામે ગયાં અને ધનાધન ગોળીએ છોડી એને પતાવી દીધો.....
 સુમન કૂદીને કારની બહાર આવી ગયો એણે મનમાં પ્લાન ઘડી નાંખ્યો કે અહીં તો બધુ મહાભારત રચાઇ ગયું છે. 
 મામા, કલરવ, કાવ્યા, કલરવનાં પાપાને બચાવવલા પડશે આ લોહી તરસ્યા સ્વાર્થી રાક્ષસો કંઇ પણ કરી શકે.. બધાં માથે કફન બાંધીનેજ આવ્યાં છે. ગોળીઓની રમઝટનો વાજ ગૂંજી ઉઠ્યો. સતિષે દોડીને સુમનને પોતાની કારમાં બેસવા કહ્યું અને બોલ્યો “મધુઅંકલ હું આગળ સાવચેતીથી જઊં છું તમે આવો” ત્યાં વિજયે ગોળીઓ ચાલવાનો અવાજ સાંભળ્યો એણે ગાડી એકદમ રોકી.. આજુબાજુ જોયું ત્યાં દુર એક મેટાડોર અને ગાડી જોઇ. નારણની ગાડી ઓળખી ગયો એણે પોતાની કાર એ તરફ લીધી એને અમંગળ વિચાર આવવા લાગ્યાં.... 
 એણે ગાડી એ તરફ લીધી સાથે સાથે, ભાઉને ફોન કર્યો "ભાઉ તમે સીક્યુરીટી બીજી લઇને મેગઝીનની સાથે અહીં મંદિર નજીકનાં રસ્તે આવો મને લાગે છે મધુટંડેલ - સતિષ નારણનો છોકરો અહીં છે ગોળીઓ ચાલી છે કંઈ પણ ખબર નથી પડતી કોણે કોના ઉપર કેમ ચલાવી... હું ત્યાં પહોચું છું તમે આવો."
 મધુટંડેલે અને યુનુસે જોયું કે સતિષની ગાડી આગળ જઇ રહી છે અને સામેથી વિજયની ગાડી આવી રહી છે મધુએ કહ્યું "યુનુસ તું રીવર્સ માર બીજા રસ્તેથી મંદીર તરફ જઇએ અહીં વિજય અને નારણનાં છોકરાને ભીડાવા દે." યુનુસે ગાડી રીવર્સમારી અને બીજા રસ્તે હાંકી ગયો. 
 સતિષ આગળ વધી રહેલો.. સુમન છૂટવા પ્રયત્ન કરી રહેલો પગ છૂટી ગયાં હતાં પણ હાથ અને મોઠું હજી બાંધેલાં હતાં અને સતિષની કાર પાસે વિજયની કાર આવી ગઈ વિજય ગન કાઢીને બહાર આવ્યો સતિષની કારની સામે તાંકી સતિષને ખબર પડી ગઇ કે હવે દાવ મારવો પડશે સુમન કશુ બોલી નહોતો શકતો પણ બધુ સાંભળી ગયો છે. 
 સતિષ કારની બહાર નીકળ્યો અને હાથ જોડીને કહ્યું "વિજય અંકલ હું સતિષ.. પેલો મધુ અંકલને પટાવી હું સુમનને છોડાવી લાવ્યો છું એલોકોએ મારી કાર પર હુમલો કર્યો મારાં દોસ્ત.. તમારાં માણસ દોલતને વીંધી નાંખ્યો. માયાને બચાવવા દોલતે મધુ ટંડેલને ગોળી મારી હતી એનો બદલો લીધો એલોકો મારી પાછળજ હતાં પણ તમારી કાર જોઇ પાછા વળી ગયાં”. વિજયે વિશ્વાસ કર્યો એણે ગન ખીસામાં મૂકી સુમન પાસે આવ્યો સુમનનાં મોઢે હાથથી બંધન છોડયા અને સુમને કહ્યું.... 


વધુ આવતા અંકે ---- પ્રકરણ-129