Prem Samaadhi - 126 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ-126

Featured Books
  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

  • आई कैन सी यू - 51

    कहानी में अब तक हम ने देखा के रोवन लूसी को अस्पताल ले गया था...

  • एग्जाम ड्यूटी - 2

    कॉलेज का वह कमरा छात्रों से भरा हुआ था। हर कोई अपनी परीक्षा...

  • प्रेम और युद्ध - 3

    अध्याय 3: आर्या की यात्रा जारी हैआर्या की यात्रा जारी थी, और...

Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ-126

પ્રકરણ-126

 ગીરજાશંકર શાસ્ત્રીજી આંગળીનાં વેઢે ક્ષણની ગણત્રી કરી રહેલાં મહાઘડી મૂહર્તમાં ઘડીયા વિવાહ ચાંદલાની વિધી કરવાની હતી આવા વર વધૂ ગણેલાં કાવ્યા કલરવની જન્મ લગ્નની કૂંડલીઓ મનોમન ગણી રહેલાં અને ગણતરીમાં એમને "કાળ" દેખાયો... એ વિચારમાં પડી ગયા ફરીથી ગણત્રી કરી... એમનાં કપાળમાં કરચલીઓ કરી અને નાક ઉપર લટકી ગયાં પ્રસ્વેદબુંદ લૂછતાં એમણે ભાઉ તરફ જોયું બીજા બધા આનંદની પળો માણી રહેલાં.... ભાઉ અને શાસ્ત્રીજીની નજર એક થઇ એ નજરને શંકરનાથે જોઇ ભાઉ કંઇક સમજતા હોય એમ શંકરનાથ તરફ જોયુ...
 શંકરનાથે તરતજ શાસ્ત્રીજીને કહ્યું "ભગવન હવે ઘડીયા લગ્ન નક્કી છે જન્મ લગ્ન કૂંડળીનાં ગણિત એનાં સમીકરણ મહાદેવ પર છોડી દો અત્યારે આપણે જે વિધીવિધાન કરવા બેઠા છીએ એજ સત્ય છે બ્રાહ્મણ સાથે નાવિક બેઠાં છે કોઇ ચિંતા નથી જ્ઞાતિ સમાજ માનવે રચ્યાં ભલે એનું પણ સન્માન છે પણ આજે મહાદેવ પોતે એની પુત્રી અને પુત્રનાં વિવાહ યાંદલા કરવા બેઠાં છે તમે વિધિ જુઓ”. 
 શાસ્ત્રીજીએ મંદ હાસ્ય સાથે શંકરનાથને કહ્યું "તમે ભૂદેવ છો સમજી ગયો વિધિ વિધાન થશે એ પણ નિશ્ચિંત છે પણ મારુ એક અંગત સૂચન છે..." વિજયને વધુ કંઇ સમજ નહોતી પડી રહી હતી ચોક્કસ સમજી ગયેલો કે શાસ્ત્રીજી કંઇક કૂંડળીમાં નકારાત્મક જોયુ છે" અને શંકરનાથ મારી દીકરીની જ્ઞાતિનો સ્વીકાર કરી વિધિવિધાન કરવા કહે છે એ ભાવયુક્ત થઇ શંકરનાથ તરફ જોઇ રહ્યો. 
 શંકરનાથે કહ્યું "બોલો ભગવન તમારો અભ્યાસ અને જ્ઞાનને સન્માન છે જે તમે અત્યારે જોઇ રહ્યાં છે એ હું ગઇકાલે રાત્રે જોઇ ચૂક્યો છું બહું સહ્યું છે હવે ઇશ્વર અમારી સામે જોશે.
 શાસ્ત્રીજીએ કહ્યું "બસ ઘરમાં તેની વિધિ પતી જાય એટલે આ વરકન્યાને તમારો કુળદેવી-દેવતાનાં મંદિર લઇ જઇ દર્શન કરાવા અને હું... જે સોપારી અને અન્ય દ્રવ્ય આપું છું સાથે મંત્ર આપુ છું એ બોલી એમને અર્પણ કરાવી લેજો.. જ્યાં મારી હાજરી નહી હોય.. તો બધી બલા બાધા ટળી જશે... સારુ થઇને આનંદીત જીવશો એવાં મારાં આશીર્વાદ છે.”
 શંકરનાથે કહ્યું "ભલે ભગવન આપ કહો છો એમજ આપ વિધી વિધાન પુરા કરાવો..” એમ કહી અમીદ્રષ્ટિથી કાવ્યા અને કલરવની સામે જોયું અને મનોમન આશીર્વાદ આપ્યાં. 
 વિજયને કંઇ સમજ નહોતી પડી રહી... ભાઉ પણ પ્રશ્નાર્થ ચહેરે શાસ્ત્રીજી અને શંકરનાથનાં સંવાદ સાંભળી રહેલાં.. શાસ્ત્રીજીએ બધી વિધાન પુરા કર્યા. મંત્રોચ્ચાર અને ઋચાઓ બોલી બંન્ને પક્ષનાં આરાધ્યદેવ કુળદેવી-દેવતાને આહવાન કરી બંન્ને છોકરાઓને આશિષ આપ્યાં. પ્રગટેલા અગ્નિમાં આહૂતિ આપીને વિવાહ સંસ્કાર પૂરા કર્યા. એમણે હાથમાં સોપારી તથા અન્ય દ્રવ્યો હાથમાં રાખી અગ્નિ ઉપર ફેરવ્યાં મંત્રો બોલ્યાં પછી નાનકડાં લાલ કપડામાં બધુ મૂકી બંન્ને છોકરાઓનાં માથે ફેરવીને પોટલી કલરવનાં હાથમાં મૂકી કહ્યું" તમે મંદિરે જાવ ત્યારે આ દ્રવ્યો ભગવાનનાં ચરણોમાં મૂકી બંન્ને જણાં સાથે ચરણ સ્પર્શ કરજો આ સમયે તમારી સાથે હું કે અન્ય કોઇ નહીં આવી શકે માત્ર તમે બે જણ એકલાંજ હશો તમારો સંબંધ સ્વીકારશે એનો પરચો પણ તમને મળી જશે પછી દુનિયામાં કોઇ તમારો વાળ વાંકો નહીં કરી શંકે.. લો આ દ્રવ્યો...” બંન્ને જણાને આશીર્વાદ આપ્યાં.. કલરવ અને કાવ્યા શાસ્ત્રીજીનાં પગમાં પડી આશિષ લીધાં. 
 આજ સમયે સતિષ અને દોલત બંગલાનાં દરવાજે આવી ઉભા સીક્યુરીટીએ પૂછપરછ કરી.. ત્યાં ભાઉ સમયસર અંદરથી બહાર આવ્યા સતિષ અને દોલતને જોયાં સમજી ગયાં એમણે બંન્નેની સલામતિ કારણસર જડતી લેવડાવી કોઇ શસ્ત્ર નહીં જોયાં પછી અંદર પ્રવેશ અપાવ્યો. 
 સતિષે કહ્યું "દોલત અહીં આટલો શણગાર તોરણ બધું શું છે જાણે કોઇ મોટો પ્રસંગ ?" દોલતે કહ્યું ઘણાં સમય પછી ઘરે આવ્યાં પૂજા રાખી હશે." એમ વાત કરતા અંદર આવ્યા ભાઉએ બંન્નેને કહ્યું "આવો... કેમ એકદમ આવવાનું થયું ? શું વાત છે ?” ભાઉએ પ્રવેશતાં પહેલાં પ્રશ્નો કર્યા...
 સતિષને પ્રશ્નો પચી નહોતાં રહ્યાં... એ એવું બોલી ગયો કે “પાપાએ મોકલ્યાં છે વિજય અંકલ પર સંદેશો આપવા એમની મદદ કરવા અને...." ભાઉએ કહ્યું "વિજયને મદદ કરવા ? શેની ?” ત્યાં દોલત વચ્ચે બોલી ઉઠ્યાં "ભાઉ સર એવું કહેવા માંગે છે કે પેલો મધુટંડેલ અહીં આસપાસ હોય તો તમને જાણ કરવી મદદ કરવી કારણકે એ મારી ગોળીથીજ ઘવાયો છે પણ સુરતમાં નથી ક્યાંક નીકળી ગયો છે એટલે અમે અહીં તપાસ કરવા આવ્યાં છીએ પણ અહીં તો પૂજા..”. 
 ભાઉએ તરતજ કહ્યુ “હાં અહીં પૂજા -વિધી વિધાન ચાલી રહ્યું છે કાવ્યા કલરવનો વિવાહ ચાંદલાનો પ્રસંગ છે વિધી હમણાંજ પૂરી થઇ ગઇ તમે સમયસર આવ્યાં છો આવો અંદર..." એમ કહીને ભાઉ બંન્ને જણાંને અંદર લીધાં...
 સતિષ અને દોલત બંન્ને જણાંએ એકબીજાની સામે જોયું બંન્ને જણાંને તો કાપો તો લોહી ના નીકળે એટલાં જડવત થઇ ગયાં. સતિષની આંખોમાં ઇર્ષ્યા અને ગુસ્સાનાં તણખાં આવી ગયાં. એની હાથની મુઠ્ઠો વળી ગઈ દોલત સમજી ગયો એણે સતિષનો ખભો જોરથી દબાવ્યો અને કાનમાં કીધું “કાબુમાં રહેજે હવે નવો દાવ ખેલવો પડશે અહી હસતાં મોઢે મળી બહાર નીકળી જઇએ" સતિષે માંડ પોતાની જાત કાબૂમાં કરી બોલ્યો" સમજી ગયો પણ છોડીશ નહીં... મારી નજર સામે બધુ લૂંટાઇ ગયું "એમ બબડી અંદર આવ્યો. બધાની નજર એ બંન્ને પર પડી...."
 વિજયે ઠંડા આવકારે કહ્યું "સતિષ આવ આવ કેમ આવવુ થયું ? અને દોલત તું ? મુંબઇથી સીધો અહીં દેખાયો.. ઠીક છે સારાં અવસરે આવ્યાં છો મારી કાવ્યા અને કલરવનાં વિવાહ હમણાંજ સંપન્ન થયાં મોં મીઠું કરીને જજો." સતિષ વિજયને વળગીને પગે લાગ્યો... એણે શંકરનાથને પહેલીવાર જોયાં... એમનું પડછંદ શરીર અને પ્રભાવશાળી ચહેરો જોઇ સમજી ગયો આજ શંકરનાથ છે એમને પણ પગે લાગ્યો.. શંકરનાથે પૂછ્યું "નારણનો દિકરો ?" નારણ શું કરે છે મઝામાં ને ? મારો પણ મિત્ર છે ખૂબ સારો માણસ છે આવો બેસો આજે તો ઘણો શુભ દિવસ છે."
 વિધીવિધાન પત્યાં પછી કાવ્યા કલરવે આ બંન્ને તરફ નજર કર્યા વિનાં સીધાંજ શંકરનાથ અને વિજયનાં આશીર્વાદ લીધાં પછી ભાઉને પગે લાગ્યાં.. ભાઉએ કહ્યું “ચિરંજીવી રહો” વિજયે કહ્યું " શાસ્ત્રીજીની સૂચના અનુસાર તમે લોકો પહેલાં આપણાં કુળદેવી કુળદેવનાં મંદીરે જ્જો આશિર્વાદ વિધી પૂરી કરી આવો પછી અહીં બધાં સાથે જમીશું..."
 શાસ્ત્રીજીએ કહ્યું "બેઉ વરવધુએ એકલાં મંદિર જવાનું છે ખૂલ્લા પગે.. બધી વિધી પતાવી અહીં પાછા આવવાનું છે પછી પૂજા સ્થળે કંકુનાં થાપા પાડજો અહીં પાછા આવી અહી મુખ્ય દરવાજે છાપ લેજો..” પછી વિજયની સામે જોઇને કહ્યું “તમે સાથે જઇ શકો પણ બહારજ રહેવાનું મંદિરમાં કોઈએ નહીં જવાનું.... ત્યાં કોઇ બીજાનો પડછાયો પણ ન જોઇએ..” 

વધુ આવતા અંકે ---- પ્રકરણ-127