Nitu - 47 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 47

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

નિતુ - પ્રકરણ 47

નિતુ : ૪૭ (ટાઈમ્સનું પુનરાવર્તન) 



નિતુની આંખો પર સૂર્યોદયના ઘણાં સમય પછી જ્યારે બારીમાંથી પ્રકાશ રૂમમાં આવ્યો અને પડ્યો ત્યારે તે સભાન થઈ. કોઈ ભયાનક સ્વપ્નમાંથી બહાર આવી હોય એવો તેને અહેસાસ થતો હતો. આંખો પટાવી તેણે ધીમે ધીમે ખોલી. નેત્રપટલ પર પડી રહેલો પ્રકાશ તેને અસહ્ય લાગતો હોય એમ આડો હાથ ધરી અને આંખોને ચોળતી ઉભી થઈ. રાત્રે જે રીતે અર્ધનગ્ન અવસ્થામાં તે ઢળી પડેલી તે તેને યાદ આવ્યું. માથું એકદમ ભારે ભારે લાગી રહ્યું હતું. માથું પકડી ઉભી થઈ અને પોતાની જાતને સ્વસ્થ કરતા તે બાથરૂમ તરફ ચાલી.

સવારનાં દસ વાગવા આવેલાં. હરેશ પોતાની ઓફિસ માટે નીકળી રહ્યો હતો. તે ગાડીમાં બેઠો કે તેને સાંજની ઘટના યાદ આવી. થોડી ગાડી ચાલી કે તુરંત બાજુના મકાન પાસે ઉભી રાખી. તેને નીતુની મુલાકાત કરીને જવાની ઈચ્છા થઈ અને તે ગાડીમાંથી ઉતરી તેના દરવાજે આવ્યો. ડોરબેલ વગાડી પણ કોઈએ દરવાજો ના ખોલ્યો.

"નિતુ હજુ ચાવી દેવા આવી નથી! એ ઓફિસે તો નહિ જ ગઈ હોય! તો પછી દરવાજો કેમ નથી ખોલતી?" ચિંતા થતાં તેણે ફરી ડોરબેલ વગાડી. કોઈ જવાબ નહિ. તેણે અધીરા થઈને રાહ જોયા વિના તુરંત ત્રીજીવાર બેલ વગાડ્યો.

"કોણ છે?" કહેતી નિતુ દરવાજા સામે ઉભી રહી.

"હેય, ગુડ મોર્નિંગ."

નિરાંત અનુભવતા તે બોલી, "આહ્હ... હરેશ તું છે!"

"કેમ આટલી વાર લાગી દરવાજો ખોલતાં?"

"બસ ઓફિસ જવાની તૈય્યારી કરતી હતી એટલે મારા રૂમમાં હતી."

"અચ્છા."

"હું હજુ ચા બનાવી રહી છું. આવ, ચા પીને જજે." તે તેને અંદર લઈ ગઈ. હરેશને એક મોકો જોઈતો હતો જે તેને ચાનાં રૂપમાં મળ્યો. તેણે સાચે-ખોટે ઈન્કાર કર્યા વિના ઘરમાં પ્રવેશ કર્યો.

ડાઈનિંગ ટેબલ પર ગરમાગરમ ચાની કિટલી હજુ મુકેલી જ હતી. ટેબલ પર સેટ થતાં હરેશે પૂછ્યું, "આંટી કેટલો ટાઈમ રોકાવાના છે?"

"બે દિવસ, કાલે લગભગ આવી જશે."

"ઓહકે, તારો ટાઈમ તો નવ વાગ્યાનો છેને? દસ વગાવા આવ્યા પણ તું હજુ ઘરમાં જ છે. ના એટલે મારુ કહેવાનું... એમ હતું... કે, ઓફિસે જવાનું...?"

નિતુએ ચા ભરેલો કપ તેના તરફ સરકાવતા કહ્યું, "તબિયત બરાબર નહોતી એટલે થોડું સુવાઈ રહ્યું."

"શું થયું? સાંજે પણ મને તારામાં ફેર લાગતો હતો. કોઈ તકલીફ જેવું તો નથીને?"

તેના મનમાં ચમકારો થયો કે સાંજે હરેશે તેને આવતાં જોઈ હતી. તે વાત ટાળવા બોલી, "ના કોઈ તકલીફ જેવું નથી."

"બાકી કંઈક એવું હોય તો કહેજે." કપ મોઢા સુધી લઈ જતાં તે બોલ્યો.

તેનાં આ વાક્યને સાંભળી નિતુને અનંત યાદ આવ્યો. જતાં પહેલા તેણે પણ કંઈક આવું જ કહ્યું હતું. "હું હમણાં આવું." કહી તેણે હાથમાં ફોન લીધો અને રસોઈ ઘરમાં હરેશ ના સાંભળી શકે એટલી અંદર ચાલી ગઈ. રસોડાની બારી પાસે ઉભા રહીને પાછળ નજર કરતી તે હરેશનું ધ્યાન નથી એવી ખાત્રી કરી અનંતને ફોન કર્યો. જો કે ચા પીય રહેલો હરેશ તેને જ નિહાળી રહ્યો હતો. પરંતુ તેની વાતો સંભળાય એમ નહોતું.

કાલના લાગેલા આઘાતથી તે હજુ બરાબર રીતે ઉગરી નહોતી, છતાં જાણે કાંઈ બન્યું ના હોય એવો દેખાડો કરી રહી હતી. અનંતે ફોન ઊંચકાવતાની સાથે કહ્યું, "ઓહ હો... શું વાત છે? આજે આટલી સવારમાં મારી બહેન મને યાદ કરે છે! હજુ તો હું અહીં પહોંચ્યો એને બે દિવસ થયાં છે."

"હા, વાત જ કંઈક એવી છે. એટલે આટલી સવારમાં કોલ કરવો પડ્યો."

"એવરીથીંગ ઓલ રાઈટ? કોઈ ટેંશન નથીને?"

"ના અનંત કોઈ ટેંશન નથી. બસ મારે એક સવાલનો જવાબ જોઈએ છે એટલે ફોન કર્યો."

"હું સમજી ગયો. તે દિવસે અગાસી પર તું મને પૂછતી હતી એના બારામાં જ સવાલ છેને?"

અનંતની આવી સમજ પર તેને પુરેપુરો વિશ્વાસ હતો. તેણે કહ્યું, "હા. એ જ."

"લાગે છે મારી બહેન ફરી ક્યાંક અટવાઈ ગઈ. પૂછ, હું તને શું જણાવી શકું?"

"અનંત..." તે વિચારી રહી હતી કે શું કહેવું.

અનંતે ફરી કહ્યું, "અરે બોલ. શું થયું તને પાછું?"

"જો ક્યારેક સામા પાણીએ તરવાની વારી આવે તો? જે નક્કી કર્યું હોય એવું કશુંય ના થયું તો શું કરવું જોઈએ?"

તે હસીને બોલ્યો, " નિતુ આ પ્રશ્ન ખાલી તને એક ને નથી. બધાંને એવું જ લાગે છે કે તે જેવું ઈચ્છે છે એવું નથી થતું. પણ હું એક વાત જરૂર જાણું છું કે તું તારો પ્રોબ્લેમ હજુ મારાથી છુપાવી રહી છે. વેલ, તારી ઈચ્છા હું તો શું કહું."

"અનંત પ્લીઝ, એનાં વિશે તું વધારે ના પૂછીશ."

"ઠીક છે મારી મા. તારે ના જણાવવું હોય તો કંઈ નહિ. બાકી જો તારે ઉલ્ટી ધારાએ તરવાની વારી આવી જ ગઈ છે તો બને તેટલું પોતાની ચાલે ચાલતી રહેજે. હિંમત નહિ હારતી. ખાલી એટલું ધ્યાન રાખજે કે ઉલ્ટા પાણીને ચીરતાં કોઈ પથ્થર સાથે ના અથડી જવાય."

"તો તારું કહેવું છે કે હું મારું કામ કરતા કરતા મારુ સોલ્યુશન શોધું."

"મેં તે દિવસે તને કહેલું અને આજે ફરીથી કહું છું, જો પ્રોબ્લેમને સોલ્વ કરવો જ છે તો તેનાં મૂળ સુધી જવું જ પડશે. નહિ તો વળી વળીને એકની એક વાત, એકની એક સમસ્યા આવ્યા કરશે. બાય દી વે, મને ગર્વ છે કે મારી બહેન હંમેશા આગળ ચાલવાનું પસંદ કરી રહી છે અને હંમેશા કરતી રહેશે. ચારેય બાજુથી ઘેરાયા છતાં એક રસ્તો તો હોય જ છે. તારે એ રસ્તા અંગે વિચારવું જોઈએ. કોઈપણ વાતનું એક ચોક્કસ કારણ હોય છે. એ કારણ જાણી લે એટલે તને રસ્તો પણ મળી જશે."

"સાચી વાત છે અનંત તારી. થેન્ક્સ."

"ઓકે બાય."

"બાય."

નિતુએ અનંતને પોતાની તકલીફ વિશે જણાવ્યું પણ તકલીફનું કારણ નહિ. તેનું કારણ પણ હતું, તે પોતાના ભાઈ સાથે આવા વિષય પર વધારે ઊંડે સુધી જવા નહોતી માંગતી. દેખીતી રીતે આવું કરી પણ કેમ શકાય? જો કે હવે અનંતને ખબર હતી કે તેની બહેન કોઈ સમસ્યામાં છે એટલે નિતુ સવાલો પૂછીને તેની પાસેથી નીકળવાનો રસ્તો શોધી લેતી. અત્યારે પણ તેની સાથે વાત કરીને તેને આગળ ચાલવા પ્રેરણા મળી.

હરેશ ત્યાં આવ્યો હતો તેની વાત જાણવા. સાથે ચા પીતા અભિનય કલામાં પારંગત હોય એવા કલાકારોની જેમ તેણે ઢોંગ શરુ કર્યો અને અહીં ત્યાંની વાતો કરી જાણે કશું થયું જ નથી એવો વિચાર તેણે હરેશના મનમાં બેસારી દીધો. તેની શંકા દૂર થતાં તે પોતાનાં રસ્તે ચાલ્યો ગયો.

અગિયાર વાગી ગયા પરંતુ ઓફિસમાં નિતુના કોઈ સમાચાર નહોતા. અચાનક તે આવી અને પોતાનાં કામમાં મશગુલ અનુરાધા અને સ્વાતિનું ધ્યાન તેના તરફ ગયું.

"અરે! નીતિકા!" અનુરાધાએ તેના તરફ બે ડગ માંડતા કહ્યું.

"શું થયું?"

"તું આટલી લેટ કેમ થઈ ગઈ આજે?"

"તબિયત બરાબર નહોતી એટલે લેટ થઈ છું."

સ્વાતિએ ત્યાં આવતા કહ્યું, "શું થયું તારી તબિયતને?"

"કંઈ ખાસ નહિ, મેં ટેબ્લેટ લઈ લીધી છે. મેડમ આવી ગયા?" તેણે પૂછ્યું.

અનુરાધા બોલી, "હા, એ તો ક્યારના આવી ગયા. એ પછી લગભગ ત્રણ વખત બહાર આવીને જોઈ ગયા કે તું આવી છે કે નહિ. ને સવારથી તું ફોન કેમ અટેન્ડ નહોતી કરતી? બધાએ કેટલા ફોન કર્યા તને ખબર છે? સ્પેશ્યલી મેડમે."

એકના એક પ્રશ્નથી કંટાળી હોય એમ તે બોલી, "મેં કહ્યુંને, તબિયત બરાબર નહોતી એટલે મોડે સુધી સુઈ રહી હતી. કોલ આવ્યો કે નહિ એની ખબર જ ના રહી. જાગીને ચેક કર્યો પછી થયું કે ઓફિસ જવું જ છે તો કોલ શું કરવો. એટલે રિટર્ન કોલ ના કર્યો."

વિદ્યાની કેબિનમાંથી બહાર આવતાં કરુણા બોલી, "નીતિકા, તું આવી ગઈ. મેડમે કહેવરાવ્યું છે કે તું આવી ગઈ હોય તો અંદર જાય." વિદ્યાનો સંદેશો આપીને તે પોતાના ટેબલ પર ચાલી ગઈ.

"કરુણા આજે આટલી વહેલી કેમ?" આશ્વર્ય સાથે તેણે અનુરાધા અને સ્વાતિને પૂછ્યું. તે બંનેએ સ્પષ્ટતા કરતા તમામ વિગત આપી. નિતુની જગ્યા પર હવે સ્વાતિ આવી ચુકી હતી અને સ્વાતિની પોસ્ટ પર કરુણા. હાલ કરુણાની પોસ્ટ બદલાઈ એટલે તે બધાંની સાથે વહેલા જ આવવા લાગેલી. નિતુએ આ આખી વાતની ગત લીધી કે ઓફિસમાં કોઈ મોટો ફેરફાર થઈ રહ્યો છે.

અનંta દ્વારા આપયેલી પ્રેરણાથી તેણે મનોમન ફરી એકવાર આગળ ચાલવાનું નક્કી કર્યું હતું. પરંતુ આ વખતે તેને મૂળ સુધી પહોંચવું હતું. એક સવાલ તેના મનમાં જાગ્યો અને એ સવાલ પૂછવા માટે તે હિંમત એકઠી કરી રહી હતી. તે વિદ્યાની કેબિન તરફ આગળ ચાલી.