અનંત અને આરાધના યુવાની ના ઉંબરે અને ઉંમરે ઉભા બે યુવાન મિત્રો છે.બાળપણની કિલકારીમાં સાથે ઊછરેલુ બાળપણ હવે મુગ્ધ બનવા લાગ્યુ છે.એકસાથે મોટા થયેલા એ બન્ને યુવાન મિત્રો હવે, યુવા વસંતનો બગીચો એટલે કોલેજમાં સાથેજ એડમિશન લે છે.રંગબેરંગી સપના હૈયામાં ભરી પોતાની જાતને શોધમાં નિકળેલા અનેક યુવાનોની સાથે અનંત અને આરાધના પણ રોજ સવારે કલરફૂલ ફૂલોનો બગીચો એટલે કે કોલેજ પહોચી જાય છે.બન્ને નો કોલેજનો પહેલો દિવસ કેવો હશે વિચારી જુઓ તો!
બન્ને સ્કૂલ સાથે જતા તો કોલેજના પહેલા દિવસે પણ સાથે જ હશે ને. હા, બન્ને આ 'વસંત વિલા' સોરી, કોલેજના પહેલા દિવસે પણ સાથે જ છે.રસ્તામાં બન્ને આવનારા દિવસોની વાતો કરતા જાય છે.બન્ને કોલેજકાળ ને લઈ ખૂબ ઉત્સાહિત છે.આમ. જોવા જઈએ તો આ ઉમર અને સમય જ એવો હોય છે. યુવાનીમાં વિતતા દિવસો જાણે દિવાસ્વપ્ન જેવા લાગતા હોય છે.બસ, આ જ અનંત અને આરાધનાની હાલત હશે.આરાધના અનંતને કહે, અનંત આજ તુ કોલેજના પહેલા દિવસે પ્લીઝ, તુ મારી સાથે જ રહેજે, તારા ગુડ લુક્સના કારણે કોઈ મારી સામે જોશે નહીં અને મારા આ શ્યામ રંગ પર કોઈ હસશે પણ નહીં.અનંત ફરી આરાધનાને સમજાવે છે,કે ચામડીનો રંગ કદી વ્યકિત ની ઓળખ હોય શકે નહી.આરાધના પણ દરવખત ની જેમ એ જ વાત કહે કે'જો હુ સ્ત્રી છુ અને સુંદર નથી તો, હું સ્ત્રીત્વ ના નામ પર બોજ છું .અને આવુ એ કદાચ તેને થયેલા તેના આ શ્યામ રંગના લીધે લોકો એ આપેલા મેણાટોણાના અનુભવને લીધે જ કહેતી હશે. અનંત તો દેખાવમાં ,બોલવામાં પણ નં.1 હોવાને લીધે બહુ થોડા જ સમયમાં આખી કોલેજમાં ફેમસ થઇ ગયો હતો.એમ કહો ને કે જીવનની દરેક ક્ષણ દિલ ખોલીને જીવે.એકદમ જીવંત જીવ.અને લોકોને પણ પોતાની આ જ ફીલોસોફી સમજાવે કે આજનો દિવસ જો જીવવા મળ્યો છે, તો આ દિવસને જ સુંદર બનાવો અને મન ભરીને જીવો.કોલેજ ની સુંદર દેખાતી છોકરીઓ અનંતની આજુ બાજુ ધુમ્યા કરે, અનંતની આજુબાજુ ધુમતી છોકરીઓનુ આવુ વતૅન જોઈ આરાધના ને અનંતની ઈર્ષા આવવા લાગતી.અનંત પણ આરાધનાની આ અકળામણ ઓળખી શકતો.આરાધના રોજ અનંતને ટોકે,શું અનંત બધી છોકરીઓની સાથે આવી રીતે હસી હસીને વાતો કર્યા કરે છે.કોઈ એક ઢંગની છોકરી નથી શોધી શકતો તુ.અને અનંત હસીને કહેતો, કેમ?તુ છોકરી નથી હે?? તારી સામે કોઈ જોતુ નથી એટલે તને મારી ઈર્ષા આવે છે.અનંત આવુ બોલે એટલે ફરી આરાધનાને તેનો આવો શ્યામ રંગ અને બોરિંગ દેખાવ પર અફસોસ થતો.અનંતની ગર્લફ્રેન્ડ તો ધણી હતી.પણ અનંત ની આંખો હંમેશા આરાધના પર અટકતી.આ અજાણી લાગણીઓ નુ નામ હતુ 'મિત્રતા'.નાનપણથી જ સાથે મોટા થયેલા બન્ને. એટલે આરાધનાને આમ, ચુપચાપ રહેતી જોઈને અનંત તેણીને કહ્યા કરે, શું આમ, આખી દુનિયાનો ભાર મગજમાં લઈ ને ફર્યા કરે છે.ક્યારેક તો આમ, ખુલ્લીને જીવ. આ દુનિયાના રંગોને જો...તુ તારી ચામડીના રંગને મગજમાં ભરીને બેઠી છે.દુનિયા ખૂબ સુંદર છે. તે ક્યારેય ઈયળ માંથી પતંગિયુ બનવાની પ્રક્રિયા જોઈ છે! તો બસ હવે,તારે ય આ પતંગિયાની જેમ ઉડવાનુ છે.અને રંગબેરંગી રંગોને આંખોમાં ભરી જીવવાનુ શરુ કરી દે.
અને ભૂલી જા કે તુ એક શ્યામ રંગ છોકરી છે.આવડી મોટી દુનિયામાં કોઈ તો હશે જ જે તને સમજશે અને તારા શરીરના રંગને નહીં પણ ,તે જોયેલા સપનામાં પણ રંગ પૂરશે
અનંત ,આરાધના ને અંદરની શક્તિને ઓળખી આરાધનાને જીવવાની વાતો કહે છે..
આ વાતો ની આરાધના પર કઈ અસર થાય છે કે નહિ...શુ લખેલુ હશે આરાધના ના ભાગ્યમાં ....જાણવા માટે વાંચતા રહો....શ્યામ રંગ...લગ્ન ભંગ.....stay tune...