પ્રેમ સમાધિ
પ્રકરણ-123
“દિકરી... મારી અત્યારે દવાખાનામાં વિવશ થઇને પડી છે.. તમે શું ધ્યાન રાખ્યું ? એ ચંડાળને મિત્ર માની ઘરમાં ઘાલ્યો અને એણેજ મારાં ઘરમાં ઘાડ પાડી ?”
મંજુબેન હવે બોલ્યાં" મને પણ દોલત પર ગુસ્સો આવેલો પણ એ ચંડાળ મધુને દોલતેજ ગોળી મારી મારી દિકરીને બચાવી છે એ ચંડાળજ એવો હોય તો દોલત શું કરે ? દોલતનો વાંક કેમ કાઢો છો ? તમારી અને તમારાં દીકરા બંન્નેની મરજીથીજ એ પિશાચ મારાં ઘરમાં ઘૂસેલો.. અને સાલાએ....”
મંજુબેનનાં શાબ્દિક હુમલાથી નારણ શાંત થયો અને બોલ્યો "તારી વાત સાચી છે વાંક મારોજ છે. મારે લાલચમાં આવીને આવું કૃત્યજ નહોતું કરવાનું એ મધુ કોઇનો થાય એમ નથી એ ટંડેલ નહીં ચંડાળ છે”. માયાને ભાન આવવા લાગ્યું એ સળવળી....
નારણ એની નજીક ગયો અને બોલ્યો... “માયા..દીકરી જો હું આવી ગયો છું.. સતિષ પણ મારી સાથે છે આંખો ખોલ દીકરા..” નારણની આંખો ભીંજાઇ... માયાનાં ધાવ તરફ નજર કરી કહ્યું “જલ્દી સારું થઇ જશે..” માયા અર્ધ આંખો ખોલી બોલી “પાપા... પાપા..” એટલું કહી ચૂપ થઇ ગઇ.
ત્યાં નર્સ આવી ગઇ એણે કહ્યું "હમણાં વાતો ના કરો હજી ઇન્જેક્શનની અસર છે આરામ કરવા દો..” નારણે કહ્યું “હું એનો બાપ છું.. ખબર પૂછું છું..” નર્સે કહ્યું "સર તો તમારે જલ્દી સમજવું જોઇએ પેશન્ટને આરામની જરૂર છે બોલાવો નહીં..” નારણ ચૂપ થઇ ગયો. સતિષે દોલતને કહ્યું "ચાલ બહાર આવ પાપા, મંમીને બેસવા દે..” એમ કહી દોલતને બહાર લઇ ગયો. નારણ અને મંજુબેને એકબીજાની સામે જોયું...
બહાર જઇને સતિષે કહ્યું " દોલત હવે બાજી આખી પલટાઇ ગઇ શું કરીશું ? પાપા કહે છે વિજય ટંડેલ છે અને કલરવ બ્રાહ્મણ... શંકરકાકા કલરવનું સગપણ કાવ્યા સાથે નાજ કરે ખૂબ ચૂસ્ત છે.. પાપા વિજય અંકલ સાથે વાત કરશે. કાવ્યા મનેજ મળશે સાથે બધી પ્રોપર્ટી ધંધો બંગલો બધુજ”.
દોલતે કહ્યું "અને માયા..... ? તું ટંડેલજ છું ને તો શંકરનાથ કલરવનું સગપણ માયા સાથે પણ નાજ કરે ને ? તો હવે ? “ સતિષે કહ્યું "હું તારી બધી વાત સમજું છું મારી બહેન તને આપી પાપાને સમજાવવાનું કામ મારુ... હવે પેલો મંધુ ચંડાળ શંકરનાથ અને કલરવને પતાવી દે તો આપણને શું ફરક પડે છે ? ઠંડા પાણીએ ખસ જશે. એ લોકોને દમણ જઇને જે કરવું હોય એ કરે આપણને શું ?" દોલતે કહ્યું " સતિષ તું હજી કશું સમજ્યો નથી તારી બેનને તો હું ખૂબ સુખી રાખીશ હાથમાં ને હાથમાં રાખીશ એ વચન આપું છું પણ આ મધુ ચંડાળ દમણ કલરવ અને શંકરનાથને મારવા જશે ત્યાં મારામારી થશે ત્યાં ક્યાંક વિજયશેઠ કે કાવ્યાને નુકશાન ના પહોંચે એતો આપણે જોવું પડશેને ? એ લોકો સલામત હશે તો કાવ્યાનું તારી સાથે વિચારશે..."
સતિષ વિચારમાં પડી ગયો... એણે ચપટી મારીને કહ્યું “એક આઇડીયા.”.. ચાલ અંદર એમ કહી દોલતને લઇ નારણ પાસે ગયો નારણને ધીમેથી કહ્યું "પેલો મધુ અહીંથી ગયો.. એ ધાયલ હતો એ દમણ પણ જશેજ... પાપા મારી બેન સાથે આવું કર્યું છે હું એને નહીં છોડું તમે માં અને માયા સાથે રહો હું અને દોલત પ્લાન બનાવી દમણ જઇએ છીએ કાલે સવારે ત્યાં વિજય અંકલને કહીશું. "મધુટંડેલને પતાવવા અને કલરવ શંકરકાકાને બચાવવા તમારાં સપોર્ટ માટે પાપાએ મોકલ્યાં છે. એમાંથી...."
મંજુબેન બોલ્યાં" સતિષની વાત સાચી છે વિજયભાઇને સારુ લાગશે... સતિષ માટે માન અને લાગણી થશે અને આપણી સાથે મધુ ચંડાલે જે કર્યું છે એનો બદલો પણ લેવાશે.. તમે આ બંન્નેને જવા દો... વિજયભાઇને હમણાં કશું કહેશો નહીં માયાની સાથે આપણે રહીએ."
નારણ થોડોવખત વિચારમાં પડ્યો પછી બોલ્યો “ઠીક છે પણ ત્યાં પહોંચી પહેલાં મારી સાથે વાત કરાવજો. સતિષ ઘરેથી.... મારાં રૂમમાં.. ત્યાંથી સાથે ગન, મશીનગન, પૈસા બધુ લઇ જજે કોઇ રીતે અગવડ ના પડે. દોલત સતિષનું ધ્યાન રાખજે તમે ત્યાંથી બધુ કામ પતાવી આવો પછી.. કંઇ નહીં પછી વા. “ એમ કહી ચૂપ થઇ ગયો.
મંજુએ હસીને કહ્યું "દોલત હવે ઘરનો છોકરો છે.. મારી માયાને એણેજ બચાવી છે નાહકની એ છોકરાને તમે ઘોલ મારી..”. દોલતે હસતાં કહ્યું" એ મારાં વડીલ છે હું ટંડેલ છું તો એમનો હક બને છે. કંઇ નહીં અમે તૈયારી કરીએ કાલની હવે બધુ પતાવી... બધાં હિસાબ કરીનેજ પાછા આવીશુ. તમે અમારી ચિંતા ના કરશો અમે સંપર્કમાં રહીશુ...” એમ કહી ત્યાંથી નીકળ્યાં.
સતિષ અને દોલત દવાખાનાની બહાર આવ્યાં... સતિષે કહ્યું "દોલત મેં મારું પ્રોમિસ પુરુ કર્યું. હવે તારે મને બધો સાથ આપવાનો છે આપણે ઘરે જઇએ બધાં આર્મ્સ લઇએ પૈસા સાથે લઊં.... ખાસ માલ છે મારી પાસે મેં સાચવી રાખ્યો છે એ સાથે લઇશું.. મજા કરતાં કરતાં દમણ જઇએ.. મધુકાકા વિજયનાં બંગલાની આસપાસજ મળી જશે. ચિંતાની વાત નથી. “
દોલતે કહ્યું "સતિષ બહુ સાચવીને બધુ કરવું પડશે મધુ ગીધ છે મરેલાં મડદાં છોડે એવો નથી અને તું ડ્રીંક વધારે ના લઇશ વિજય શેઠ સામે જવાનું એલ ફેલ બોલ્યો કે વર્ત્યો તો નાપાસ થઇ જઇશ તારે તારું બળ બહાદુરી અને હુંશિયારી બતાવવાની છે મધુથી બચાવવા ગયો છે એવું સાબિત કરવાનું છે."
સતિષે કહ્યું "ચિંતા ના કર.. હવે તું મારો માત્ર દોસ્ત નથી રહ્યો.. બનેવી બનવાનો જીજાજી.. વાહ તારું નક્કી થઇ ગયું હવે મારું નક્કી થાય અને હું કાવ્યાને મન ભરીને ભોગવું બસ.. એ હાથમાં આવે તો આખી દુનિયા એને લૂંટાવી દઇશ."
દોલતે કહ્યું "ચાલ ઘરે જઇએ.. પ્રમાણમાં પીજે બહુ સારું થશે તારાં પાપાને વિશ્વાસ છે કે શંકરનાથ ટંડેલમાં વિવાહ ના કરે તો તું પાક્કોજ છું તારાં જેવો છોકરો એમને ક્યાં મળવાનો ?”
બંન્ને જણાં વાતો કરતાં નારણનાં બંગલે પહોંચ્યા ત્યાં બધી તૈયારીઓ કરી સતિષે નારણની સૂચનાં પ્રમાણે હથિયાર લીધાં.. પૈસા લીધાં.. પોતાનાં કપડાં બધુ લઇ રૂમને લોક મારી ચાવી નારણની સૂચના હતી એમ મૂકી દીધી.
દોલત પણ ગાડીમાં તૈયાર બેઠેલો એનાં મનમાં માયાનાં વિચાર ચાલી રહેલાં એને માયાની પાક્કી માયા લાગી હતી એનાં વિચારો માયાને... ત્યાં સતિષે બધું સીટ પરજ મૂક્યું અને પછી બોટલ લઇ આગળ દોલતની બાજુમાં બેઠો કહ્યું ચાલ જવાદે....
***************
યુનુસે મધુને ડ્રેસીંગ કરાવ્યું... મધુટંડેલનો બધો નશો ઉતરી ગયેલો એણે યુનુસને કહ્યું "તું બરાબર સમયે આવી ગયો હું બચી ગયો સાલો દોલત દગો દઇ ગયો. યુનુસે હસતાં હસતાં કહયું “શેઠ તમે એનાં માલ પર હાથ માર્યો પછી શું કરે ?” એમ બોલી જોરથી હસી પડ્યો. મધુએ કહ્યું "અરે યાર બધું દુઃખે છે મને લાવ પેગ બનાવ અને મેટાડોર દમણ લઇલે ચાલ...”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-124