પ્રેમસમાધિ
પ્રકરણ-121
વિજયનાં ઘરમાં ખુશહાલીનું વાતાવરણ હતું.. વિજયે શંકરનાથને ન્હાવા-ફ્રેશ થવાની બધી વ્યવસ્થા કરી આપી સેવકો હાજર હતાં સાથમાં કલરવ પણ હતો. આજે કલરવ અને કાવ્યા બંન્ને ખૂબ ખુશ હતાં.. વિજય પણ બાથ લઇ ફ્રેશ થઇને આવ્યો એણે કહ્યું “આપણે બધાં સાથેજ બેસીએ મારાં રૂમમાં. મારી બાલ્કનીમાં ડીનર લઇશું અહીં નીચેથી બધો બંગલો બંધ કરી ઉપરજ જઇએ કોઇપણ જાતનાં ડીર્સ્ટબન્સ વિનાં આનંદથી વાતો કરીએ જ્યારે સૂવું હશે તો બાજુમાં કલરવનાં રૂમમાં કલરવ તથા ભૂદેવ માટે બધી વ્યવસ્થા કરવા કહી દીધી છે”.
કાવ્યા અને કલરવે વાત વધાવી લીધી... બધાં પરવારી વિજયનાં વિશાળ બેડરૂમમાં આવ્યાં.. દિનેશ મહારાજ અને સેવકોને બાલ્કનીમાં ડીનરની વ્યવસ્થા કરવા કહ્યું બંગલો નીચે અંદરથી બધાંજ બારણાં બંધ કરી દેવા હુકમ કરેલો. બહાર સીક્યુરીટીને કડક સૂચના આપી વિજય પણ નિશ્ચિંતતાથી ઉપર આવ્યો. એની સાથે એણે બેડરૂમમાં મશીનગન સલામતિ માટે રાખીજ હતી. ઉપર આવ્યાં પછી કાવ્યાએ શંકરનાથને મોટી આરામ ખુરશીમાં બેસાડ્યાં એમનાં પગ નીચે બાજઠ મૂકી આપ્યું જેથી રીલેક્ષ થઇ બેસી શકે.
કલરવ કાવ્યાની બધી સેવા જોઇને ખૂબ ખુશ થયેલો... એણે વિજયને કહ્યું "અંકલ તમે કાવ્યા સાથે જ્યારે મુંબઇથી વાત કરી હતી અને કબાટમાંથી રીવોલ્વર કાઢી હતી જે મારી પાસે છે” એમ કહી ગન બતાવી. વિજયે કહ્યું “સારું કર્યું એનાં માટેજ મેં કાવ્યાને સ્વરક્ષણ માટે ખાસ ફોન કરેલો અને બીજું બધુ પણ જોઇ શકે... એનું પણ કારણ હતું પણ હવે ઇશ્વરે સામું જોયું છે રક્ષા કરી છે એ રીવોલ્વર તું મને આપી દે તું હવેથી આ મશીનગન સાથે રાખ એની બુલેટસની મેગઝીન બધુ અહીંજ છે.... તારે જરૂર છે મારે નહીં પણ ઇશ્વર બધાની રક્ષા કરશે.”
કાવ્યાએ કહ્યું "પાપા હવે બીજી વાતો પછી પહેલાં મહારાજ રસોઇ લાવે છે થાળીઓ પીરસાય છે પહેલાં શાંતિથી જમી લઇએ પછી વાતો કરીશું. બહું બધું કહેવાનું પૂછવાનું ભેગું થયું છે. અત્યાર સુધી ડર, જોખમ, ભય અનિશ્ચિતતો અને પીડાજ વ્હોરી ભોગવી છે હવે નહીં..” દિનેશ મહારાજે કહ્યું "થાળીઓ પીરસાઇને તૈયાર છે. બધાં ટેબલ પર આવી જાવ..” વિજયે કહ્યું “ભૂદેવને અહીંજ ટીપોય આપી જમવાનું પીરસો અહીં એમને ફાવશે.” શંકરનાથે કહ્યું “ના.. ના.. હું ટેબલ પરજ આવું છું બધાં સાથે મળીને જમીએ હવે મારાં શરીરમાં શેર લોહી ચઢ્યું છે હું એકદમ સ્વસ્થ છું..."
કલરવે કહ્યું "ચાલો પાપા હું તમને ત્યાં લઇ જઊં” એમ કહી હાથ પકડ્યો અને ટેબલ પાસે લઇ આવ્યો એમને બેસાડ્યાં જમતી વખતે બધી અવનવી વાતો કરી ના કોઇ પીડા, ના કોઇ તકલીફની વાતો બધાં આનંદથી જમી રહેલાં અને વિજયનાં ફોન પર રીંગ આવી" વિજયે ફોન ઉપાડી કહ્યું "હાં ભાઉ બોલો તમે દમણ આવી ગયાં ?" ભાઉએ કહ્યું "બસ હવે પહોંચવાનાં શીપ લાંગરીને પાછો ફોન કરીશ આગળ શું કાર્યક્રમ છે તે જણાવશો હમણાં રાત્રી થઇ ગઇ છે અમે અહીં પરવારી સવારે બંગલે આવવાનું વિચારીએ છીએ."
વિજયે કહ્યું "ભલે... તમે પણ રીલેક્ષ થાવ. ખાસ આનંદનાં સમાચાર આપું કે મેં અને ભૂદેવે સાથે મળીને નક્કી કર્યું છે કે કાવ્યા અને કલરવનાં વિવાહ કરવા લગ્નનાં બંધનમાં ખુશી ખુશી બાંધવા.. કાલે સવારે મોં મીઠું કરાવીશ આટલી તકલીફે અને પીડા પછી આવો આનંદનો શુભ અવસર આવ્યો છે.. એકવાર પેલાં મધુને ઠેકાણે પાડી દઇએ પછી મોટો જલ્સો રાખીશું..."
ભાઉએ આનંદ વધાવતાં કહ્યું "વાહ વિજય આ ખૂબ આનંદનાં સમાચાર છે ખૂબ ગમ્યુ ભૂદેવ જેવા વેવાઇ અને કલરવ જેવો જમાઇ.. સરસ આપણી દીકરી કાવ્યા પણ ક્યાં ઉતરતી છે મહાલક્ષ્મી છે.. ઇશ્વર એમને ખૂબ આનંદમાં રાખે સ્વસ્થ રાખે એજ આશીર્વાદ હવે કાલે મળીશું હું ફોન મૂકું.." ફોન મૂકાયો..
જેવો ભાઉનો ફોન મૂકાયો અને વિજયનાં મોબાઇલ પર નારણનો નંબર ફલેશ થયો. વિજયે થોડાં ઉચ્ચાટ સાથે ફોન ઉપાડ્યો.. સામેથી નારણનો ગભરાયેલો અવાજ આવ્યો નારણે કહ્યું “વિજય મારી સાથે ના થવાનું થઇ ગયું છે હું મુશ્કેલીમાં મૂકાયો છું ઇશ્વર અહીંજ ન્યાય કરે છે... વિજય પેલા મધુને કારણે મારી દીકરીને ગોળી વાગી છે.. રેખાને ગોળી વાગી છે માયા સીવીલ હોસ્પીટલમાં ઇમરજન્સીમાં છે તથા મધુ એ ગુંડો એનાં ગૂર્ગાઓ સાથે અહીંથી નાશી છૂટ્યો છે એ પણ ધાયલ છે એને દોલતની ગોળી વાગી છે અને માયા પર મેલી નજર નાંખનાર સાલો નીચ મરે તો સારું હું દમણથી સૂરત પાછો વળી ગયો છું હવે દવાખાને પહોચવાની તૈયારીમાં છું વધુ પછી વાત કરીશું તારું ધ્યાન રાખજે’.. એક તરફી એકીશ્વાસે નારણ બોલી ગયો સામે વિજય શું જવાબ આપે છે એ સાંભળવા પણ ના રહ્યો ફોન કાપ્યો.
વિજય બે ઘડી દીધમુઢ થઇને સાંભળી રહ્યો પછી ભૂદેવ સામે જોઇને બોલ્યો" ભૂદેવ ઇશ્વરનાં ખેલ જોવા જેવાં છે નારણ-સતિષ અહીં આવી રહેલાં.. એ લોકો સુરત પાછા જવા નીકળી ગયાં.. મધુએ નારણનાં ઘરે ખેલ પાડયો એની દીકરી માયા પર નજર બગાડી... રેખાને ગોળી વાગી.. માયાને ગોળી વાગી... મધુને પણ ગોળી વાગી એ ધવાયેલો પેલાં એનાં ફોલ્ડરીઆ સાથે ભાગી નીકળ્યો છે... એ ક્યાં જશે હવે શું કરશે ? નારણ હોસ્પીટલ પહોંચે પછી હું ફોન કરીશ એ અત્યારે ઉતાવળમાં બધુ બોલી ગયો મને સાંભળવા પણ ના રહ્યો અને ફોન કાપી નાંખ્યો.”
આ બધુ સાંભળી ભૂદેવ કંઇ બોલે એ પહેલાંજ કાવ્યા બોલી ઉઠી "પાપા જેવું જેનું કર્મ... જે ખાડો ખોદે તેજ પડે મને કલરવે બધુજ સમજાવેલુ એવુંજ થઇ રહ્યું છે નારણ અંકલ અમને લેવા.. બચાવવા નહીં અમને મધુ ટંડેલ સોંપવા આપી દેવા આવવાનાં હતાં... જોકે અમે જવાનાંજ નહોતાં... સતિષની મથરાવટી મેલી છે હજી મેલીજ રહેવાની જુઓ ઇશ્વરે ખેલ પાડ્યો.... માયા ઘવાઈ.. પેલી રેખાને ગોળી વાગી અને પિશાચ.. બધું અહીંજ છે."
"કાવ્યા આગળ બોલી "પાપા તમે કોઇનાં પર પણ વિશ્વાસના કરશો આ તમારો મિત્ર નારણ... ભાગીદાર.. મોટો જવાબદાર છે એણેજ પેલા પિશાચને પંપાળ્યો એનાં છોકરાએ દોલતનો સાથ લઇ ષડયંત્ર રચ્યું.. તમને મને કલરવને અને પાપાને બધાને.... પણ દુષ્ટનાં હાથ હેઠાં પડયાં છે..” વિજયતો આશ્ચર્યથી સાંભળી રહ્યો એણે કહ્યું "કાવ્યા તને આટલી સમજ પડે છે ?” કાવ્યાએ કલરવની સામે જોયું.... હસી...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-122