Prem Samaadhi - 120 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ-120

Featured Books
Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ-120

પ્રેમ સમાધિ 
પ્રકરણ-120

 માયા ઘવાઇ છે એ વિચારે નારણ અને સતિષ ચિંતામાં પડ્યા તાત્કાલીક સુરત પાછા ફરવાનો નિર્ણય લીધો. સતિષ મનમાં વિચારવા લાગ્યો મારું અને દોલતનું બધું પ્લાનીંગ ધૂળધાણી થઇ ગયું સાલા મધુટંડેલે બધો ખેલ બગાડ્યો અને પોતે ખેલ કરી ગયો. હું એકવાર દોલત સાથે વાત કરી લઊં એણે નારણ સામે જોયું અને બોલ્યો "પાપા દોલતનાં ફોન આવે કલાક થઇ ગયો છે આપણે પાછાં જઇ રહ્યાં છે પણ ટ્રાફીકમાં પહોંચતા લગભ દોઢ બે કલાક નીકળી જશે ભલે ગમે તેટલાં ફાસ્ટ જઇએ. તમે આરામ કરો હું ઝડપથી ડ્રાઇવ કરું છું પણ દોલત સાથે એકવાર હું વાત કરી લઊં જેથી લેટેસ્ટ સ્થિતિની ખબર પડે."
 નારણે કહ્યું "ભલે તું વાત કરી લે પણ બધુંજ બરોબર પૂછી લેજે સાથે પેલો નીચ મધુ શું કરે છે ક્યાં છે પૂછી લે જે." સતિષે દોલતને ફોન લગાવ્યો રીંગ જઇ રહી હતી પણ દોલત ફોન ઉપાડતો નહોતો... બે બે વાર ફોન કર્યા દોલતે ફોન ના ઉપાડ્યો સતિષ બબડ્યો હજી એ બીઝી લાગે છે દવાખાનામાં છે તો.. અને સતિષનાં ફોનમાં સામેથી દોલતની રીંગ આવી... "સોરી સતિષ મારાંથી ફોન ના ઉપાડાયો હું ડોક્ટર સાથે વાત કરી રહેલો હવે માયાને કોઇ જોખમ નથી ગોળી ઘસરકો કરીને નીકળી ગયેલી ડોક્ટરે ટાંકા લઇ ડ્રેસીંગ કરી દીધું છે એને પેઇનકીલરનું ઇન્જેકશન આપ્યું છે એ સૂઇ ગઇ છે હવે... બોલ સતિષ..." સતિષે અધિરાઇથી પૂછ્યું "માયાને સારું છે થેંક ગોડ.. પણ પેલો હરામી ક્યાં ગયો ? આપણી બધી બાજી ઊંધી પાડી દીધી... દોલત તેં મને ખૂબ વિશ્વાસમાં રાખી શું કીધેલું ? પેલો મારી બહેન સામે ખરાબ નજર કેવી રીતે કરી શકે ? એની પાસે તો રેખાડી હતી.. એને હવે હું નહીં છોડું.."
 દોલતે કહ્યું "સતિષ તમે લોકો અહીં આવવા નીકળી ગયા ? પહેલાં અહીં આવી જાવ બધી રૂબરૂમાં વાત.. હું માયાનો વાળ વાંકો ના થવા દઊં એ મધુશેઠે દગો દીધો ખૂબ દારૂનાં નશામાં માયા માટે નજર બગાડી રેખાડી તો હતીજ ને પણ સાલો.. હું આગળ કંઇ કરું એ પહેલાં મારે માયાને ઇમરજન્સીમાં દવાખાને લાવવી જરૂર હતી ત્યાં મધુનાં પાળેલાં કૂતરાં યુનુસ લોકો આવી ગયાં.. રેખા પણ.. મને પછી શું થયું ખબર નથી પણ મધુશેઠ તમારાં ઘરેથી નીકળી ગયાં છે એ પણ મારી ગોળીથી જ ઘવાયાં છે.” 
 બધું સાંભળ્યા પછી સતિષ બગડ્યો એનો બોલવા પરથી કાબૂ છૂટી ગયો એણે દોલતને કહ્યું "શું ક્યારનો મધુ શેઠ.. મધુ શેઠ બકે છે શેઠ હશે તારો સાલા બાયલા તારે એને શુટ કરી દેવો જોઇએને ? સ્વાર્થમાં એટલાં આંધળા થઇ જવાનું કે તું તારું પણ ના જુએ મારું તો કશું ના જાળવ્યું પણ... છોડ તારાં જેવાને હવે શું કહું ? તે મને શું કહેલું યાદ છે ? મારી બહેનને ગોળી વાગી ત્યાં સુધી તું શું કરતો હતો ? એ મધુડાની પગચંપી ? શેઠ એનાં ઘરનાં હવે તો એ મારો દુશ્મન તારે એનાં પડખે રહેવું હોય તો મારી દોસ્તી ખત્મ બધાં સંબંધ ખત્મ,... જે થવાનાં હતાં એ પણ ભૂલી જજે. પેલી રેખાડી વિજય પછી હવે મધુની સોડમાં ઘુસી એનું પડખું સેવવા સાલા આપણે વેશ્યાથી પણ જાય એવાં છીએ ? સાલા આપણાં સ્વાર્થમાં ક્યા કાળમુંખાનાં પડખે ઉભા રહ્યાં.. અમે પહોંચીએ છીએ સીધાં સીવીલ...." અને ફોન કાપી નાંખ્યો.
 દોલતે ફોન પર વાત કર્યા પછી વિચારમાં પડી ગયો સાલા મારે તો બધી બાજુંથી નુકશાન થયું સાંભળવાનું આવ્યું મધુશેઠને પડખે રહી.. સતિષને કાવ્યા.. મને માયા અને નારણશેઠને વિજયનો કારોબાર.. એમાં મધુશેઠ મદદ કરવાનાં હતાં એમને એમનાં વેરનો બદલો લેવો હતો.. કલરવ અને શંકરનાથનું મોત... અને વિજયની ખૂબ પ્રિય શીપ લઇ લેવી હતી.. મને "મસ્ત માયા".... સતિષને "મસ્ત કાવ્યા" હવે મધુડાએ બધું પાણી ફેરવી દીધું. ઉપરથી મારે સતિષ અને નારણ શેઠને બધાં ખૂલાસા જવાબ આપવાં પડશે એ વધુમાં... 
 સતિષ સાથે વાત પુરી કર્યા પછી દોલત ઇમરજન્સી વોર્ડમાં ગયો ત્યાં ચિંતાગ્રસ્ત ચહેરે મંજુબેન માયાની સામે જોઇ બેસી રહેલાં.. દોલત એમની પાસે ગયો અને બોલ્યો "સતિષ સાથે વાત થઇ ગઇ એલોકો અહીં આવવા નીકળી ગયાં છે.. પછી માયાની સામે જોઇ બોલ્યો હું એ મધુશેઠને છોડીશ નહીં.. માયાને તમે અત્યાર સુધી ફૂલની જેમ રાખી ઉછેરી અને એ વાસના ભૂખ્યા વરૂએ નજર બગાડી... માયાને.. માયાએ પ્રતિકાર કર્યો... જે એ પિશાચને ગોળી મારી દીધી માયાને છોડાવી... માયાને ક્યારેય કશું નહીં થાય... નહી થવા દઊં..."
 દોલત બોલતાં લાગણી પ્રેમનાં આવેશમાં બોલી ગયો પછી પોતાનાં શબ્દોનું ભાન થતાં ફેરવી નાંખ્યું.. "સતિષ અને નારણ શેઠની ગેરહાજરીમાં મારી ફરજ છે માયા સામે કોઇ નજર સુધ્ધાં ના કરે.. ભાભી.. આંટી.. તમે નિશ્ચિંત રહેજો હવે કશું ખરાબ નહીં થાય..."
 મંજુબેન ચિંતા અને આઘાતમાં હતાં છતાં એમને શ્રવણ શક્તિ અને સમજ બરાબર સાબુત હતાં. જે રીતે દોલત બોલી રહેલો એમને શંકા ગઈ કે કઈ દોલતની નજર માયા પર તો નથી ને ? પણ માયાની લાજ.. શિયળ લૂંટતા એણેજ બચાવયું પેલાં નરાધમને ગોળી મારી.. નહીંતર મારી માયાનું શું થયું હોત ? હવે દમણ દૂર લાગે છે મને... પોતાનાંજ શબ્દોનો પોતે અર્થ કાઢી રહ્યાં પછી દોલતને કહ્યું "એય હું તારી ભાભી નહીં આંટી છું માં જેવી છું તારાં જેવડો મારે દીકરો સતિષ છે.. તારો આભાર માનું મારી દીકરીને તેં બચાવી લીધી નહીંતર સમાજમાં હું કોને મોઢું બતાવત ? સાલો નીચ પિશાચ મધુડો... આ માયાને બાપ એને છોડશે નહીં.. મારી દીકરીને ભાન આવી જાય વિચારી કેટલું દર્દ સહી રહી છે... "
 દોલતે કહ્યું "હવે એને કોઇ જોખમ નથી ઇન્જેક્શનની અસર ઓછી થયે ભાનમાં આવી જશે ત્યાં સુધી નારણ શેઠ અને સતિષ પણ આવી જશે. અને.. આંટી હું પણ તમારાં સમાજ ન્યાત અને ગોળનો છું હું તમારાં લોકોનું ધ્યાન તો રાખુંજ ને નારણશેઠ સાથે તો વર્ષોથી કામ કરું છું..” અને આશાભરી મીટ માંડી..
*****************
 યુનુસ અને એનાં ગૂર્ગાઓ પલટન સાથે મધુટંડેલને લોહી નીકળતો નારણનાં બંગલેથી લઇ નીકળી ગયાં.. મધુ કણસતો બોલતો હતો “યુનુસ પહેલાં કોઇ ડોક્ટરને ત્યાં લઇ લે મારી ગોળી કઢાવ ડ્રેસીંગ કરાવ.”.. અર્ધબેભાન અવસ્થામાં બબડી રહેલો. 
 યુનુસે એનાં ફોલડરને કહ્યું “શેઠે ખૂબ પીધેલો છે ઉપરથી નારણશેઠને ત્યાં કાંડ કર્યું છે ત્યાં પેલી વેશ્યાને ગોળી મારી છે એમને પહેલાં ડોક્ટર પાસે લઇ જવા પડશે.. પણ સુરતમાં ક્યાં લઇ જવા ? વિશ્વાસુ કોઇ જોઇશે.” યુનુસે ઊંડો વિચાર કર્યો... મનમાં કંઇક ગોઠવ્યું. મનોમન હસ્યો અને મોબાઇલ કાઢી ફોન કર્યો... સામેથી તરત ફોન ઉપડ્યો... બંન્ને જણાંએ વાત કરી.. બેઉ બાજુ આનંદ છવાયો હસ્યાં અને.. 
**************
વધુ આવતા અંકે ---- પ્રકરણ-121