Premtrushna - 7 in Gujarati Love Stories by Rupal Jadav books and stories PDF | પ્રેમતૃષ્ણા - ભાગ 7

Featured Books
Categories
Share

પ્રેમતૃષ્ણા - ભાગ 7

“ ભૂમિ બેટા ... મને તારા થી આ ઉમ્મીદ ... “ અરવિંદ ભાઈ બોલી રહ્યા .

“ પપ્પા ..... પ્લીઝ .... “ ભૂમિ રડતા રડતા બોલી રહી .

“ તમારું આ બધો વિલાપ પ્રકરણ ઘરે જઈ ને કરજો અને અરવિંદ ભાઈ “ ડો મલ્હોત્રા બોલ્યા .

“ હા સર “ અરવિંદ ભાઈ બોલ્યા .

“ તમે પોતે એક શિક્ષક છો તો થોડું સમજાવો તમારી દીકરી ને કે આ કોઈ ચિલા ચાલુ મેડિકલ કોલેજ નથી ગુજરાત ની વન ઓફ ધ બેસ્ટ મેડિકલ કોલેજ છે હોમિયોપથી માટે અને આમાં આવા અલ્હડ પણા કે આવી ગેરશિસ્ત શોભે નહિ  . આવું અને આવુ જ જૉ તમારી દીકરી નું અલ્હાડ પણું રહ્યું તો આનું આગળ નું ભવિષ્ય બગડતા વાર નહિ લાગે . થોડું સમજાવજો આને “ ડો .મલ્હોત્રા બોલ્યા . 

“ હાં સર , હુ સમજાવી દઈશ “ અરવિંદ ભાઈ બોલ્યા .

“ સર ...... “ ભૂમિ બોલી ત્યાં ...

“ ભૂમિ બસ .... ચાલે છે હવે અહી થી કે હજુ કઈક બાકી છે “ અરવિંદ ભાઈ બોલ્યા .

અરવિંદ ભાઈ ભૂમિ ને લઇ ને જઈ રહ્યા ..

ત્યાં આનંદી એ ભૂમિ અને તેના પપ્પા ને જતા જોયા .

“ ખુશી જો તું માંડી ને ના કહેતી હોઇ તો હુ સીધું ભૂમિ ને જ પૂછી લઉં કે આ બધું શું છે . ડો . મલ્હોત્રા આવુ કઈ રીતે કરી શકે એક છોકરી સાથે અને પ્રિન્સિપાલ સર એ પણ કાઈ ના કર્યું . એક નાનકડી લેટ થવાની ભુંલ માં તે ..... “ આનંદી ગુસ્સા માં બોલવા ગઈ ત્યાં તો ...

“ હાં સાચી વાત છે તારી નાનકડી તો ભૂલ છે ડો. મલ્હોત્રા ના લેબ માં જઈ ને બધા વર્ષ ના વિદ્યાર્થી ઓ ના જર્નલ અને રીજલ્ટ ના ડોક્યુમેન્ટ સાથે ચેડાં કરવા ..... “ ખુશી ગુસ્સા માં બોલી ગઈ 

“ મતલબ ... ? શું બોલે છે ખુશી ભૂમિ શા માટે આમ કરે હા ..... એ તો નવી છે આ કોલેજ માં “ આનંદી પ્રશ્નાર્થ ભરી નજરે ખુશી ને જોઈ રહી .

અરવિંદ ભાઈ અહી પ્રિન્સીપાલ ઓફીસ માં ગયા . 

“ આવો આવો અરવિંદ ભાઈ , પોતાના બધા પ્રશ્નો ના જવાબ તમને મળી ગયા . “ પ્રિન્સિપાલ બોલ્યા .

" હા સર , લિવિંગ સર્ટિફિકેટ આપી દયો “ અરવિંદ ભાઈ શાંતિ થી બોલ્યા .

“ ભૂમિ તું બહાર જા તારું બેગ લઈ આવ ત્યાં સુધી માં હુ અહિયાં બધું ડોક્યુમેન્ટ નું કામ પતાવીને આવુ છુ “ અરવિંદ ભાઈ એ ભૂમિ ને સૂચન કર્યું .

“ હમમ .. “ કહી ભૂમિ બહાર નીકળી ગઈ .

આમ ભૂમિ બહાર નીકળતા જોઈ આનંદી એ તેને અવાજ મારી બોલાવી 

“ ભૂમિ ...... “ આનંદી એ બૂમ પાડી .

ભૂમિ આવી ને બેસી 

“ શું થયું આ બધું આ ખુશી શું કહે છે કે તે ડો . મલ્હોત્રા ના લેબ માં જઈને જર્નલ અને રિજલ્ટ ના ડોક્યુમેન્ટ સાથે કઈક ચેડાં કર્યા છે એવું કઈક ... શું છે આ બધું ? “ આનંદી એ પ્રશ્ન કર્યો 

“ એ સાચું જ કહે છે “ ભૂમિ રડવા જેવી થઈ ગઈ 

“ પણ શા માટે ...... અને વિગતવાર કહીશ કે તે કર્યું શું “ આનંદી એ પૂછ્યું 

“ તમે તે દિવસે પેલા ડો.મલ્હોત્રા નું આટલું બધું બોલતા હતા કે તે બહું જ શિષ્ટ , અનુશાસિત અને સિદ્ધાંતવાદી છે નાની અમથી ભૂલ માં પણ નથી ચલાવતા “ ભૂમિ બોલી .

“ હા તો . “ આનંદી એ પૂછ્યું .

“ તો મને એવું થયું કે આવું તે થોડું હશે તો મે મજાક મજાક માં જ રાત્રે જમી ને હુ એકલી કોલેજ પર આવી અને મારા ભાગ્ય સારા કે ગાર્ડ કોઈક કામ થી ત્યારે જ બહાર ગયેલો અને હુ કોલેજ અને હોસ્પટલના કોરિડોર માં ફરી ને કોલેજ જોઈ રહી હતી ત્યાં મેટરીયા મેડીકા ની લેબ જોઈ હુ છુપાવતા અંદર પ્રવેશી અને ત્યાં બધા ના રીઝલ્ટ અને જર્નલ હતી તો મને મસ્તી સુઝી એટલે મે થોડું આડું અવળી બધી માહિતી ભરી દીધી . રાતે પાછી આવી સૂઈ ગઈ મને નહોતી ખબર કે આવડું મોટું થઈ જશે અને તે દિવસે નર્સ એ કીધું હતું કે સર નથી આવ્યા તો મને લાગ્યું કે બહાર ગયા હશે તો એમને થોડી કાઈ ....... “ ભૂમિ બોલી રહી ત્યાં 

“ કે એમને થોડી કાઈ ખબર પડશે એવું જ ને ભૂમિ “ ખુશી બોલી 

“ હમમ “ ભૂમિ એ નીચું મો કર્યું

“ પણ એ તો સાચી વાત કે સર તે દિવસે નહોતા આવ્યા અને આજે પણ નહોતા આવ્યા . અને નર્સ એ કીધું હતું કે સર હમણાં થોડા દિવસ રજા છે એટલે નહિ આવશે .... “ આનંદી માથું ખંજવાળી રહી .

“ પણ તું ભૂલી ગઈ કે સર તે દિવસે લેબ નહોતી લીધી પણ વહેલા આવ્યા હતા “ ખુશી બોલી .

“ હા ... પણ એમાં શું “ આનંદી બોલી .

“ પણ એમાં એમ ડફોળ કે મને પ્રિન્સીપાલ સર એ કીધું કે એ ઓફીસ માં મટેરિયા ના લેબ અને ક્લાસ રૂમ ના સીસીટીવી કેમેરા નો ઍક્સેસ લેવા આવ્યા હતા કે તેમની ગેરહાજરી માં કોઈ પણ ગેરવર્ણતુક ના થઈ “ ખુશી બોલી .

“ હવે સમજાણું .... પણ ભૂમિ આ તે તદન ખોટું કર્યું . આવી બધી મસ્તી ના હોય ક્યારેય પણ . અત્યારે તું જોઈ છે ને કે તારા લીધે બધા ને કેટલી હાલાકી પડી છે “ ખુશી. એ આનંદી ને કહ્યું .

“ સાચી વાત છે આમાં હુ તારી વાત નું સમર્થન કરૂ છું .. ભૂમિ અત્યારે તારા લીધે તારા પપ્પા ને આવડો મોટો ધક્કો થયો છે ..... ખુશી ને પણ વગર વાંક નું છ મહિના નું  મેટરિયા ના લેબ અને લેક્ચર બંને જગ્યા એ થી સસ્પેન્શન લેટર મળ્યું છે .. એના તો એટલા લેક્ચર અને પ્રેક્ટિકલ અટકી જશે ને ... અને પરીક્ષા વખતે તેને કાઈ પણ નહિ આવડે " આનંદી ચિંતા વ્યક્ત કરતા બોલી .

“ જવા દે ને આનંદી “ ખુશી બોલી .

“ ના , મારા લીધે તારું બગડ્યું છે ને ખુશી હવે તો હું જ તારું સુધારીશ ગમે તે કરી ને પણ “ ભૂમિ બોલી 

“ કઇ રીતે પણ ... તને પોતે હમણાં જ કોલેજ માંથી રસ્ટિકેટ કરી દેશે પ્રિન્સિપાલ સર ..... હવે તું શું કરીશ  “ આનંદી બોલી .

“ એ બધું તું હવે મારા પર છોડી દે અને ખુશી તું નિશ્ચિંત થઈ જા મારા થી બનતા પ્રયાસ હુ કરી ને પણ તારું બધું સુધારવાનો હુ અંત સુધી પ્રયત્ન કરીશ આ હુ તને પ્રોમિસ કરું છું “ ભૂમિ રડતા રડતા બોલી .