Premtrushna - 6 in Gujarati Love Stories by Rupal Jadav books and stories PDF | પ્રેમતૃષ્ણા - ભાગ 6

Featured Books
Categories
Share

પ્રેમતૃષ્ણા - ભાગ 6

આ બધુ સાંભળી ને અરવિંદ ભાઈ ખુરશી પરથી ઉભા થઇ ગયા .

“ ચાલ બેટા ભૂમિ , હવે તો તારા મટેરીઆ મેડીકા ના હેડ ડો. મલ્હોત્રા જ જવાબ આપશે “ 

" પિયુન જા , આમને ડો. મલ્હોત્રા ના કેબિન માં લઈ જા “ પ્રિન્સિપાલ એ પિયુન ને સૂચના આપી .

“ જી સર “ પિયુન એ જવાબ આપી અરવિંદ ભાઈ અને ભૂમિ ને હાથ થી ઈશારો કર્યો પોતાની પાછળ આવવાનો 

અરવિંદ ભાઈ ભૂમિ નો હાથ પકડી ને તેને લઈ જઈ રહ્યા 

આમ ખુશી પણ ભૂમિ ની પાછળ જવા માંડી ત્યાં જ 

“ મિસ ખુશી ચંદ્રકાંત ત્રિવેદી “ પ્રિન્સિપાલ એ પાછળ થી અવાજ આપ્યો 

“ જી સર “ ખુશી ના પગ થોભાયા .

“ તારે ત્યાં જવાની જરૂર નથી બેટા , તને લિવિંગ સર્ટિફિકેટ નથી આપ્યું તને ફક્ત સસ્પેન્શન મળ્યું છે “ પ્રિન્સિપાલ બોલ્યા .

“ પણ સર ભૂમિ મારી રૂમમેટ છે અને એની સાથે આટલું મોટું થયું છે તો મને થોડું બહેનપણી તરીકે તો લાગી આવે ને કે ..... “ ખુશી બોલી 

“ કે તને કેમ ફક્ત સસ્પેન્ડ કરી ને છોડી દીધી અને ભૂમિ ને કેમ સીધું લિવિંગ સર્ટિફિકેટ અપાવી દીધું એવા જ પ્રશ્નો થતા હશે ને તને “ પ્રિન્સિપાલ એ ખૂશી ને વચ્ચે જ અટકાવી. 

“ હા સર “ ખુશી એ જવાબ આપ્યો 

“ તો બેટા વાત એમ છે કે ભૂમિ ........... “ આમ પ્રિન્સિપાલ એ માંડી ને ખુશી ને સમગ્ર વાત કહી .

ખુશી વાત સાંભળી રહી ......

“ પણ સર ડો. મલ્હોત્રા ને આ બધું ..... “ ખુશી એ સામે પ્રશ્ન કર્યો .

“ બેટા તે દિવસે ...... “ પ્રિન્સિપાલ એ માંડી ને બધી વાત કરી .

ખુશી સ્તબ્ધ થઈ ને બધું સાંભળી રહી .

“ તને ફક્ત સસ્પેન્ડ કરી છે કેમ કે તું આ બધી વાદ માં નહોતી .  જો બેટા તું બહુ જ સીન્સિયર વિધાર્થી છો તો તને ખબર જ છે આપણી કોલેજ ની નામના કેટલી છે તો હુ તારા થી અપેક્ષા રાખું છુ કે આજ પછી બીજી વાર તને આવી કોઈ પણ ફરિયાદ સંકલિત બાબતે આ ઓફીસ માં  

ના આવવું પડે . “ પ્રિન્સિપાલ બોલ્યા .

“ હાં સર “ ખુશી એ હકાર માં માથું હલાવ્યું .

“ ચાલો જાઓ બેટા “ પ્રિન્સિપાલ બોલ્યા .

“ જી સર “ આમ કહી ખુશી પ્રિન્સિપાલ ની કેબિન માંથી બહાર નીકળી ગઈ 

અને કેફટેરિયા માં પોતાની મિત્ર આનંદી પાસે જઈ ને બેસી .

“ આ જ છે સર ની કેબિન તમે અહીં ઉભા રહો હુ અંદર જઈ સર ની પરવાનગી લઈને આવું છું “ પિયુન બોલ્યો .

“ હાં જાઓ સર અંદર જ બેઠા છે “ પિયુન એ બહાર આવી સૂચના આપી .

“ સારું “ અરવિંદ ભાઈ બોલ્યા .

અરવિંદ ભાઈ ભૂમિ ને લઈને અંદર પ્રવેશ્યા .

“ શું અમે અંદર આવી શકીએ સર “ અરવિંદ ભાઈ બોલ્યા .

“ હા આવો , બેસો “ ફાઈલ માના પાનાઓ ને ફેરવતા એક પુરુષે આંગળી ના ઈશારા થી સામેની ખુરશી પર બેસવા માટે કહ્યું .

“ તમે ડો....... “ અરવિંદ ભાઈ બોલ્યા 

ભૂમિ પણ બેઘડી સામે બેસેલા પુરુષ ને જોઈ રહી . 

ઘઉં વર્ણો વાન , ઊંચો અને મજબૂત બાંધો અને સુદ્ઢ શરીર જાણે ઇન્દ્ર પોતે ધરતી પર ઉતરી આવ્યા હોઇ . તેમના અવાજ પરથી તેમનું મક્કમ વ્યક્તિત્વ ઝલકાતું હતું . તેમના બેસવાના ઢંગ અને રૂઆબ પરથી તેમનું પૌરુષત્વ વર્તાતું હતું  .

દીવાલ પર સામે  ડો . પી. એસ . મલ્હોત્રા , એમડી ( મટેરિયા મેડિકા ) આમ સોનેરી અક્ષરો માં મઢેલું નામ અને ડિગ્રી કોઈ નું પણ ધ્યાન આકર્ષવા માટે કાફી હતું .

“ હાં હુ જ એ ડો . મલ્હોત્રા કે જેમના લીધે તમારી દીકરી મિસ ભૂમિ અરવિન્દ શાહ ને આ કોલેજ માંથી કાઢી નાખવામાં આવી છે “ સામે બેસેલો પુરૂષે ફાઈલ માના પાના ઉઠલવતા બોલ્યો .

“ પણ સર ફક્ત એકવાર મોડું આવવામાં આટલું મોટું  માફ કરશો સર હું પણ એક શિક્ષક છું પણ .... “ અરવિંદ ભાઈ બોલી રહ્યા .

“ હાં સર તમે શ્રી નાલંદા વિદ્યાલય ના ગણિત ના શિક્ષક છો એનો ખ્યાલ છે મને “ ડો .મલ્હોત્રા બોલ્યા .

“ સર તમને કેવી રીતે ..... “ અરવિંદ ભાઈ મુઝાયા .

“ એમાં એટલા આઘાત માં કેમ જુવો છો આ લ્યો આ વિદ્યાર્થી ના વાલી ની માહિતી માં તમે પોતે લખ્યું છે “ ડો મલ્હોત્રા એ એક પેપર કાઢી આગળ ધર્યું .

“ સારું “ અરવિંદ ભાઈ પેપર લેતા બોલ્યા .

“ અને તમે પોતે એક શિક્ષક છો તો તમને ખબર જ હશે કે આટલી નાની બાબત એ કોઈ હોમિયોપેથીક કોલેજ કોઈ પણ વિદ્યાર્થી ને લિવિંગ સર્ટિફિકેટ ના દેઇ પણ મે દીધું તો કઈક તો કારણ હશે ને પુછો તમારી દીકરી ને “ ડો .મલ્હોત્રા બોલ્યા .

“ ભૂમિ “ અરવિંદ ભાઈ એ પૂછ્યું .

“ ના પપ્પા મે કાઈ નથી કર્યું “ ભૂમિ બોલી .

“ પાક્કું ભૂમિ બેટા તે કશું નથી કર્યું “ ડો .મલ્હોત્રા એ મક્કમતા થી પૂછ્યું .

“ ના ..... ના.... સર “ ભૂમિ થોડી ઘબરાતા ઘબરાતા બોલી .

“ તો આ શું છે “ ડો .મલ્હોત્રા એ પોતાનું લેપટોપ ની સ્ક્રીન ચાલુ કરી અરવિંદ ભાઈ અને ભૂમિ તરફ કરી .

“ ભૂમિ ....... આ બધું ........ શું છે ..... “ અરવિંદ ભાઈ  આઘાત માં બધું જોઈ રહ્યા .

“ એ જ જે તમે પોતાની નજરે જુવો છો “ ડો .મલ્હોત્રા બોલ્યા .

અહી આનંદી અને ખુશી બેસી રહ્યા . 

“ શું થયું ખુશી “ આનંદી એ પૂછ્યું .

“ મને સસ્પેન્ડ કરી છે મેટરિયા ના લેક્ચર અને લેબ માં આવતા 6 મહિના સુધી અને ભૂમિ ને કોલેજ માંથી કાઢી મૂકી છે “ 

“ કાઢી મૂકી !!! સાચ્ચે ...... કોણે “ આનંદી એ પૂછ્યું .

“ ડો .મલ્હોત્રા એ “ ખુશી નીચું મોઢું કરી ને બોલી .

“ ડો .મલ્હોત્રા તો આમ પણ છે જ સાવ કડક . પણ એક લેટ આવવામાં ડો . મલ્હોત્રા સાવ આ હદ સુધી ..... “ આનંદી બબડી રહી .

“ ડો . મલ્હોત્રા ને કાઈ પણ ના કહીશ એમનો નો કાઈ વાંક જ નથી . ભૂમિ સાથે જે થયું બરોબર જ થયું છે . ડો .મલ્હોત્રા એ સાચો નિર્ણય લીધો છે “ ખુશી માથું ઊંચું કરી બોલી .

“ પણ કાઈ રીતે ..... તું પ્રિન્સિપાલ ની ઓફીસ માં ગઈ હતી ને આ બધુ ..... માંડી ને બધી વાત કર ખુશી “ આનંદી બોલી .

અહી ડૉ . મલ્હોત્રા એ લેપટોપ લીધું 

“ હજુ પણ તમે એમ જ કહેશો કે તમારી દીકરી નો કાઈ વાંક નથી “ ડો . મલ્હોત્રા બોલ્યા .