(સિયાને મળી કનિકા હિંમત આપે છે. અને જીવવા પ્રેરણા આપી અને આવા કામ માટે દિપક અને સંગીતા તેને મદદ કરશે એમ કહે છે. એક વખત માસી અને કનિકા હોસ્ટેલની વાત કરી રહ્યા છે. માસી કનિકાના વખાણ કરી રહ્યા છે. હવે આગળ....)
“આ તો તારા વખાણ જ છે.”
“આ વખાણ હોય તો પણ શું ને, ના હોય તો પણ શું? સૌથી વધારે જરૂરી છે કે જીવનમાં આગળ વધુ કેવી રીતે છે, એ તને ખબર છે. તું જે રીતે હિંમત કરી શકે છે, એ પ્રમાણે જોઈને તો મને એવું લાગે છે કે તને કોઈનો સહારો ના મળે તો પણ તું આરામથી આ બધું કરી શકત.”
કનિકા આવું કહેતાં જ માસીએ જવાબ આપતાં કહ્યું.
કનિકા ચૂપ થઈ ગઈ. પછી થોડી વારે માસી,
“ચાલ હવે વાતો બંધ... મારે રસોઈ કરવી છે.”
“માસી એક વાત કહું કે શું તમે મારી સાથે રહી ના શકો?”
“રહું તો છું.”
“આ મહિનાના માટે નહીં, પણ મને આખી જિંદગી તમારો સાથ જોઈએ છે.”
“પણ બેટા હું થોડી આખી જિંદગી રહેવાની છું?”
“માસી, મારા કરતાં તમે વધારે જીવશો. જેટલો સમય સાથે હોઈએ એટલો જ, પણ મને એક માનો પ્રેમ જોઈએ છે. તો તમે માનો પ્રેમ મને ના આપી શકો.”
“આપી તો શકું ને બેટા અને સાચું કહું બેટા, મેં ત્યાંથી એક વાત હજી છુપાવી છે.”
“તમે શું કહ્યું છે? અરે, તું તો નાના બાળક જેવી થઈ જાય છે. જેમ નાના બાળક મચલે તેમ તું તો નાના બાળકની જેમ જ ઉતાવળી થાય છે.”
“તમારી આગળ ના થાવ તો બીજા કોની આગળ થવું, કહો તો જરા.”
“હા ભાઈ હા, બસ હવે તારી વાત માની. બસ મેં તને ગોળી વાગી છે, એ સમાચાર વાંચ્યા જયારે તને ફોન કરી જ્યારે તારા હાલ જાણવા કર્યો, ત્યારે રાણાએ ફોન ઉપાડી તું કોમામાં જતી રહી છે. એવું કહેતાં જ મારું મન ત્યાંથી તારી જોડે ઉતાવળું થયું. એટલે મેં ટ્રસ્ટીને કહી દીધું કે તને કોઈએ ગોળી મારી છે, તો હું મારી દીકરી પાસે જાવ છું.’
આમ હોસ્ટેલમાં ના પાડી.
‘હું ક્યારેય પાછી નથી આવવાની અને હવે મારી દીકરી જોડે જ રહીશ.”
આમ તારી જોડે આવતી રહી છું.”
“સાચે જ, પણ તમે અત્યાર સુધી તો મને આ વાત જણાવી જ નહીં...”
“એટલા માટે કે હું હજી એ ખુશી જોવા માટે રાહ જોતી હતી, જે મને અત્યારે તારા ચહેરા પર જોવા મળે છે. એ વાત હું પહેલા જણાવી દઉં, તારા ચહેરા પરની આવી ખુશી ના જોવા મળતી .”
“શું માસી તમે પણ? માં જ્યારે દીકરીની જોડે રહેવા આવે તો એ કેમ ના ખુશ થાય. એ તો ચિંતા પર સૂવાની જગ્યા પર પણ ખુશ થાય અને હોસ્પિટલના બેડ ઉપર પણ ખુશ થાય, ખબર પડી?”
“હા માં ખબર પડી ગઈ. પણ એક વાત બેટા હું તને પૂછું?”
“હા બોલો માસી તું જ્યારે કોમામાં હતી ને, ત્યારે હું તારી જોડે હતી. એ વખતે મેં તારા મોઢે કોમાની અંદર એવા શબ્દો બહુ સાંભળ્યા હતાં કે,
‘નવ્યા કૌશલની સજા મળી ગઈ.... નવ્યા કૌશલને સજા મળી ગઈ...’
આ શું હતું બેટા?”
આ વાત જ કનિકા સાંભળી તેનો ચહેરો પીળો પડી ગયો છતાં તેને પોતાને સંભાળી એટલું જ કહ્યું કે,
“માસી હાલ એ વાત નથી કરવી, પછી એ વાત કરીશું.”
“કેમ આવું કહે છે, બેટા? તારા મનમાં શું વાત છે? એ વખતે તારા શબ્દોમાં જ દર્દ હતું ને, એ છલકાઈ જતું હતું. એ જોઈને મારું મન દુઃખી થતું, એક ટીસ મનમાં ઉઠતી હતી કે,
‘મારી છોકરીને આવી કેવી તકલીફ હશે? કહે ને બેટા?”
કનિકા કંઈ બોલી નહિ અને તેને એટલું જ કહ્યું કે, “માસી છોડો એ બધી વાત નથી કરવી. એ તો મેં એમને એમ જ બોલી દીધું હશે. ઘણીવાર બેભાન વ્યકિત અજાણ્યું કે સાંભળેલું બોલતાં હોઈએ છીએ.”
માસીને પણ એની આંખો પરથી તે સાચું બોલી નથી રહી પણ વધારે પૂછવું યોગ્ય ના લાગ્યું. એટલે તેમને કહ્યું કે,
“સારું ચાલ હું રસોઈ કરવા જાવ, પછી આપણે જમી લઈએ.”
કનિકાએ માથું હલાવીને હા પાડી. આ બાજુ કનિકાની આંખમાં નવ્યા અને કૌશલ શબ્દ સાંભળ્યા પછી આંખના આંસુ જે આવું આવું થઈ રહ્યા હતા. તે માસી કિચનમાં ગયા બાદ તો તેની આંખના આંસુ બહાર છલકાઈ ગયા અને તે બોલી કે,
“જીવનમાં અમુક પડાવે એવા હોય છે જેની સમજવા માટે અને જાણવા કરતાં કહેનાર માટે બહુ અઘરી વાતો છે. હશે ક્યારેક કહીશ એ પણ વાત ને....”
તે આસું લૂછી કીચનમાં માસીની મદદ કરવા ગઈ.
નમસ્કાર વાચકમિત્રો,
મારી ‘એક ષડયંત્ર ’ નામની નવલકથા પૂરી થઈ અને તમે આપેલા અભિપ્રાય અને રેટિંગ્સ માટે દરેક વાચકમિત્રોનો ખૂબ ખૂબ આભાર.
અહીં લોકોને એક બે વાત જરૂર કરીશ કે આ નવલકથા એ માટે કંઈ ફક્ત મનોરંજન માટે નથી લખી. પણ આ વાત કયારની સંભાળ્યા પણ કરીએ છીએ, એના વિડીયો પણ જોયા છે. હાલમાં જ ‘ધ કેરલ સ્ટોરી’ પણ જોઈ. તો એ સમાજમાં હાલ ચાલતા માહોલ જણાવવા વિશે છે. કદાચ વાચકોને એવું લાગે છે કે આ વાત વધારે ખેંચી રહી છું પણ મારે એ માટે એક વાત કરવી છે.
આ નવલકથા હું છ મહિના પહેલાં લખવા માંગતી હતી. પણ એ માટેનું રિસર્ચ ખૂબ જરૂરી હતું, જેટલું મે કર્યું હતું, એ મને સંતોષકારક નહોતું લાગી રહ્યું. મારી નવલકથામાં બે વાત થોડી વધારે રિસર્ચ માંગતી હતી કેમ કે એક છોકરી જ્યારે મા બાપના કોચલામાં થી નીકળતાં પહેલાં ઘણા વિચાર કરતી હોય છે. કેમ કે આજ સુધી જે સેઈફ ઝોનમાં હતી અને એ છોડી નીકળે એટલે એના વિચારોને વાચા આપવી જરૂરી હતી. મા બાપ સિવાય અજાણી વ્યકિતની વાતમાં આવતાં પહેલાં ઘણા વિચાર હોય છે, જેને હું મુગ્ધાવસ્થાની વિચારસરણી કહીશ.
જ્યારે એક છોકરી મા બાપના નિર્ણય વિરુધ્ધ જાય, એ પણ ખાસ કરીને લગ્ન જેવા નિર્ણય લે. અને જ્યારે તેને તકલીફ પડે ત્યારે પળેપળે યાદ કરે છે. એકેએક પીડાએ એ શબ્દો, એમના મનની તકલીફો વારેવારે યાદ આવે છે. એ પીડીતાને વ્યથા કોઈ સમજી ના શકે, મેં તો ફક્ત એ વર્ણવાનો પ્રયત્ન કર્યો છે, છતાં હજી ઊણપ છે. એને હું પીડિતાવસ્થાની વિચારસરણી.
આ નવલકથા એ બંને પર જ હતી. જો કે હું આ નવલકથામાં ફક્ત સિયાને જ આલેખવા માંગતી હતી, અને એનો એન્ડિંગ મેં સિયાનું અગ્નિસ્નાન અને મોત પછી આ વાર્તા પૂરી કરવાની હતી. પણ મારે એને ન્યાય અપાવવો હતો એટલે મારે કનિકાનું કેરેક્ટર ક્રિએટ કરવું પડયું અને એને માનવને સજા અપાવવી.
હા મેં સિયાને મારી નથી દીધી, પણ જીવનની પ્રેરણા લઈ આગળ વધશે એવું એના મુખેથી બોલાવી, જીવનનો ખોટી રીતે અંત ના કરવાનું જણાવવા માંગતી હતી, એ જણાવ્યું છે.
બસ આ મારી નવલકથાને તમારા પ્રેમરૂપી લાઈક્સ, રેટિંગ્સ આપશો.
વાચકમિત્રો, એક પ્રશ્ન જરૂર પૂછવા માંગું છું કે, તમને પ્રશ્ન થયો હશે કે
‘કનિકાને આવી સ્ત્રીઓ પર આટલી લાગણી કેમ? એમાં એનો શું રહસ્ય? નવ્યા અને કૌશલ કોણ?’
એ જાણવા મન હોય તો કોમેન્ટ કરી જણાવજો.
Thank you,
મિત્તલ શાહ