God power in Gujarati Spiritual Stories by પરમાર ક્રિપાલ સિંહ books and stories PDF | હનુમાનજી દાદા

Featured Books
Categories
Share

હનુમાનજી દાદા

જે ભક્તરક્ષક કાજ જગમાં પ્રેમથી જાગ્રત રહે,જે જ્ઞાનભક્તિયોગ બક્ષે તેમ ધર્મકથા કહે,જે રિદ્ધિ-સિદ્ધિ અર્પનારા સર્વ સંકટને હરે,ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.જે વાયુપુત્ર પ્રબલ છતાંયે વાયુથી ગતિ જેમની,જે રામભક્ત છતાંયે ભક્તિ શીઘ્ર ફળતી જેમની,જે વજ્રદેહી સ્વર્ણસુંદર દુષ્ટને દમતાં ખરે,ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.જે બ્રહ્મચારી પૂર્ણજ્ઞાની ગુણતણાં ભંડાર છે,જે શાંતિસાગર પ્રેમભીના દુષ્ટનાં અંગાર છે,કલ્યાણ કાજે વિશ્વના જે આદિથી સાધન કરે,ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.જે રામના ચરણાનુરાગી રામમાં રમનાર છે,જે રામસીતા કૃપાપાત્ર કૃપાતણાં કરનાર છે,જે રામમાં રાખી રહેલા પ્રાણ આશ બધી પૂરે,ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.સુગ્રીવને મૈત્રી કરાવી રામ સાથે જેમણે,રાજા કર્યા ને રામનાં કાર્યો કર્યા કંઈ તેમણે,તનમન મુકીને રામની દિન-રાત જે સેવા કરે,ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.ઓળંગતા સાગર ગયા સીતાતણી જે શોધમાં,લંકા પ્રજાળી, કૈંક માર્યા અસુર જેણે ક્રોધમાં,જે વિભિષણનાં પૂજ્ય, પૂજ્ય ગણી જનો જેને સ્મરે,ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.સંજીવની લાવી ઉગાર્યો વીર લક્ષ્મણ જેમણે,લંકામહીં યુદ્ધે ચઢીને કરી સેવા જેમણે,તે અંજનીના વીરને સ્મરતાં નહીં તે શું કરે,ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.રે ચિત્ત તું હનુમાનને ભજ દુઃખ તે સૌ ટાળશે,સૌ તાપ ટાળીને ખરેખર મોતને પણ મારશે,એવી સમજ રાખી સુજન પણ જેમની ભક્તિ કરે,ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.જેનો પ્રતાપ અખંડ કલિયુગમાં તપે સૂરજ સમો,તેનાં જ સેવનથી લભીયે સર્વવિધ મંગલ અમે,જેના વિશે એવી કથા અનુભવ તણી જ્ઞાની કરે,ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.દોડ્યા સૂરજને જે પકડવા ફળ સમજતાં જન્મતાં,જેની કૃપાની યાદથી બંધન બધાંયે કંપતા,જે પ્રતાપીનું પૂચ્છ યે ના ભીમથી હાલ્યું ખરે,ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.જે તેલ ને સિંદૂરથી બળ તેજની શિક્ષા ધરે,જેની ગદા દિનરાત સાચા ભક્તની રક્ષા કરે,વિદ્વાન પણ જે વીરનાં ગુણગાન પૂરાં ના કરે,ભક્તો તણાં શિરમુકુટ તે હનુમાનજી મંગલ કરે.આ રામનાં પરમધામ મહીં કરું છું,આ પ્રેમગાન હનુમંત પ્રભુ તમારું,ગોદાવરી તટ પરે તમને સ્તવું છું,તો કાર્ય સિદ્ધ કરજો સઘળુંય મારું.આ દિવ્ય સ્થાન પ્રિય પંચવટી તણું છે,તે રામસ્પર્શ લભતાં મધુરું થયું છે,ત્યાં વાસ હોય નિત વીર સદા તમારો,એથી જ આ સ્તવન મેં રસથી કર્યું છે.સ્તવે જે તમને પ્રેમે તેની આશ બઘી પૂરો,બની પ્રસન્ન તો આવી ક્લેશ મારા બધાં હરો.- 

ॐ સીતારામॐ
લૂંટ શકે તો લુંટલે રામ નામ કી લૂંટ,
પાછે જબ પસ્તાયેગા જબ પ્રાણ જાયેંગે છૂટ"
*સાહિબજી કહે છે કે, પરમાત્મા એ તમને આ મનુષ્ય અવતાર આપ્યો છે તો જેટલુ બને તેટલુ રામ નું નામ વધારે લઈલો જયારે ઘડપણ આવશે પ્રાણ જતા હશે ત્યારે રામ નામ નહિ લઈ શકો ત્યારે તમને પસ્તાવો થશે.
*સાચા ભકત ને રામ નામ માંજ રસ હોય છે તેને માયા માં રસ હોતો નથી જેમકે હનુમાનજી ને જયારે સભામાં સીતાજી મોતીની માળા આપે છે ત્યારે હનુમાનજી તેના કટકા કરીને જોવે છે કે આમા મારો રામ તો કયાય નથી જેમા રામ નથી તે વસ્તુ મારા માટે નકામી છે જીવતે જીવ બને તેટલી વધારે રામ નામ ની લૂંટ લુંટીલો રામ ભક્ત હનુમાનજી દાદા .
 
- દેહ દ્રષ્ટિથી હું તમારો દાસ છું, જીવ દ્રષ્ટિથી તમારો અંશ છું તથા પરમાર્થ દ્રષ્ટિથી જે તમે છો, એ જ હું છું. 
 
- શ્રી રામજીને ગુરુ વશિષ્ઠનાં ચરણોમાં બેસાડી બ્રહ્મતત્ત્વનો સાક્ષાત્કાર થવાથી જે આનંદ આવ્યા હશે એનાથી વધારે એમને સ્વયં દ્વારા હનુમાનજી તૃપ્ત થઇ રહ્યા છે. 
 
હ નુમાનજી અદ્ભુત શક્તિ, નિષ્ઠા અને ભક્તિનાં પ્રતિક છે, હનુમાનજીનું પાવન ચરિત્ર, એમની સેવાનિષ્ઠ અને પોતાના સ્વામી પ્રત્યે બિનશરતી શરણાગતિ આપણને ઉચ્ચ દ્રષ્ટિકોણ વિકસિત કરવા તથા આધ્યાત્મિક માર્ગ પર ચાલવાની રીત શીખવે છે.
 
ભગવાન શ્રી રામજી હનુમાનજી પર પ્રસન્ન થઈ ગયા. શ્રી રામજી કહે છે, હનુમાન ! બીજુ તો શું આપુ તમને મારી પાસે છું છે જે તમને આપું. તમે જે કાર્યો કર્યા છે જે સેવા કરી છે અને જે રીતે તત્પર રહ્યા છો. એનો બદલો હું શું ચૂકવું ? મારી ઇન્દ્રીયો પણ મારી આટલી સેવા નથી કરી શકી, મારુ શરીર પણ મારી આટલી સેવા નથી કરી શક્યુ જેટલી તમે કરી છે. આવી જાઓ. તમને હું મારુ હૃદય આપી દઉં.
 
પ્રભુ શ્રી રામ આમ બોલી હનુમાનજીને ભેટી પડયા પછી બેસાડયા અને તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો. જ્યારે તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો તો હનુમાનજીના ચહેરા પર બ્રહ્મજ્ઞાનની નિષ્ઠા છલકવા માંડી. આ રીતે શ્રી રામજીને ગુરુ વશિષ્ઠનાં ચરણોમાં બેસાડી બ્રહ્મતત્ત્વનો સાક્ષાત્કાર થવાથી જે આનંદ આવ્યા હશે એનાથી વધારે એમને સ્વયં દ્વારા હનુમાનજી તૃપ્ત થઇ રહ્યા છે. આ જોઇને એમને આનંદ આવ્યો હશે.
 
પ્રભુ શ્રી રામજીએ જોયું કે હનુમાનજીમાં ચહેરા પર બ્રહ્મભાવની, શાંત દશાના આનંદની થોડીક લહેરો આવી રહી છે ત્યારે પ્રભુ શ્રી રામ હનુમાનજી ને પૂછે છે : હનુમાન, બતાવો હવે હું તમને કેવો લાગુ છું હનુમાનજીએ કહ્યું : 
 
देहदष्टया तु हासोडहं जीवदृष्टया त्वदशंकः।
 
वस्तुतस्तु त्वमेवाहमिति मे निश्चता मेतिः।।
 
દેહ દ્રષ્ટિથી હું તમારો દાસ છું, જીવ દ્રષ્ટિથી તમારો અંશ છું તથા પરમાર્થ દ્રષ્ટિથી જે તમે છો, એ જ હું છું. આવી મારી નિશ્ચિત ધારણા છે. રામજીથી રહેવાયું નહી અનએ રામજી હનુમાનજીને ભેટી પડયા. આ તત્વજ્ઞાન છે. બ્રહ્મ ચિંતન છે. રામજી કોણ છે ? એ ન વિચારો રામજીને જોનારો કવો છે ? એ વિચારો જગત કેવું છે એ ન વિચારો ? જગતને જોનાર કેવો છે? વિચારો.
 
સીતારામ