Dada hanumanji in Gujarati Spiritual Stories by પરમાર ક્રિપાલ સિંહ books and stories PDF | વાંધાળા હનુમાનજી દાદા

Featured Books
Categories
Share

વાંધાળા હનુમાનજી દાદા

વાંધાળા હનુમાનજી દાદા

જય માતાજી દાદા હનુમાનજી મંદિર વાંધાળા તરીકે. ત્રણ ગામ ના સિમાડે બેઠા છે. ગઢાદ. રામપરડા અને ખાટડી ગામ.. મારા ગામ ગૌતમગઢ થી બાર કિમી જેટલું લગભગ થતું હશે. કંઈક આ જગ્યા સાથૈ મારે પુર્વ જન્મ ની કંઈક લેણદેણ બાકી છે એવું મને હંમેશા લાગ્યા કરે. જેમ લોખંડ ને ચુંમ્બક ખેંચી લાવે એમ આ જગ્યા મને ખેંચી લઈ જાય છે. અઠવાડિયામાં એક બે વાર તો જવું જ પડે. પહેલી વાર હું ગયો એ વાત કરું તો મારા મિત્ર ગઢાદ ના વિજયસિંહ એ દાદા નો ફોટો સ્ટેટસ માં મુકેલ મને એમ થયું કંઈક તો છે આ જગ્યા એ મે કિધું આજે ઉદાસ છું આ જગ્યા ક્યાં આવી મારે આવવું છે. પછી એ જગ્યાએ ગયો ત્યાં પુર્વ જન્મ ની લેણ દેણ હોય એમ ગઢાદ ના સેવા ભાવી સુખદેવબાપુ જેમને ઘણી મહેનત અને સહયોગ દ્વારા આ જગ્યા માં ઘણા વૃક્ષો વાવ્યા છે લગભગ વિસ પચ્ચીસ વિઘા માં. ત્યાં સંતો વટેમાર્ગુઓ વિશ્રામ માટે હોલ પાણી ની લાઈટ સારી સગવડતા સુખભા બાપુ એ કરેલી અને ત્રણેય ગામ લોકો નો સહયોગ પણ ખરા જ પાણીના બે મોટા અવાડા ઉનાળામાં સ્વચ્છ પાણી મળી રહે વગડા માં અદ્ભૂત પ્રકૃતિની વચ્ચે જાણે શાંતી નું પરમ સ્થાન અને એકાંત માં ભક્તિ ભજન નું સ્થળ અને પવિત્ર જગ્યા દાદાની દાદા જ્યાં બેઠા હોય એ અપવિત્ર હોય પણ કેમ? એટલે મને ખુબ આનંદ આવે ત્યાં જાવું એટલે સાંજ કેમ પડી જાય એજ ખબર ના રહે બાપુ સાથે ચા પાણી જમવાનૂં પણ અનેરો અવસર મારા માટે એ મારા આગળ ના જન્મ નિ કંઈક સંયોગ હોય બાકી આવું ના બને હું ક્યાં નહી આંખ ની ઓળખાણ પણ રુણાબંધન વિના કોઈ કોઈના સંપર્ક માં નથી આવતું માટે કંઈક છે આ જગ્યા એ તત્વ એમા કોઈ શંકા ને સ્થાન નથી. એની કૃપા વિના નથી જવાતું ત્યાં પણ એટલે અદ્ભુત સંયોજન દાદાના સાનિધ્યમાં અદ્ભુત વાતાવરણ પ્રકૃતિ સાથે આનંદ નો અનેરો અવસર સેવા ભાવી આત્મા ને મારા વંદન જેમના એક એક પરસેવાના ટીપે હજારો વૃક્ષો અને એ વૃક્ષ નીચે હજારો પક્ષીઓને ઉનાળામાં તડકા થી શિતળતા મળશે. અનેક નાનામોટા સુક્ષ્મ જીવ જંતુઓ ને તેનું ઘર મળશે. અનૈ અનેરું યોગદાન કહેવાય આ એક યજ્ઞ છે. જેમા સાત્વિક આત્માઓએ એમા સખત પરિશ્રમ થી નાનીમોટી સેવા કરી આહુતી આપી છે. એ આત્મ ને મારા વંદન છે.. એક અવસર છે. તો સદ કાર્ય પણ કરવા જોઈએ જૈ જેટલું બને એટલું જ્યાં યોગ્ય લાગે ત્યાં પણ સદ કાર્ય તો કરવા જ જોઈએ એટલે મને આનંદ આવે ત્યાં 
 
દાદા હનુમાનજી અતિ ભાવ-પૂર્ણ થઇ સીતાજી સામે હાથ જોડીને ઉભા છે,
ને સીતાજીનો રામજીને કહેવાનો સંદેશો સાંભળી રહ્યા છે.સીતાજી કહે છે કે-
રામજીને મારા વતી કહેજો કે-તમે જો એક મહિનામાં નહિ આવો તો મને જીવતી નહીં ભાળો.
હે,પવનપુત્ર, હનુમાન,તમને જોઈ ને મારા મન ને ટાઢક થઇ હતી,જીવવાનો ઉત્સાહ આવ્યો હતો,પણ તમે તો ચાલ્યા,ને પાછાં મારા નસીબે તો તે જ દિવસ અને તે જ રાત રહ્યાં.“પૂનિ મો કહું,સોઈ દિનુ,સો રાતી”
 
વિદાય વખતે,માતાજીએ હનુમાનજી ને આશિષ દીધી-કે-
તમે બળ અને શીલના ભંડાર થાઓ,અજર અને અમર થાઓ,શ્રીરામની તમારા પર ઘણી કૃપા હો.
“પ્રભુ ની કૃપા હો,” એ શબ્દો કાને પડતાં જ હનુમાનજી અત્યંત ભાવવિભોર બની ગયા.
“અજર-અમર ગુનનિધિ,સુત હોઉ,કરહું બહુત રઘુનાયક છોહું.
કરહું કૃપા પ્રભુ,અસ સુની કાના,નિર્ભર પ્રેમ મગન હનુમાના.”
 
સીતાજી ના ચરણોમાં મસ્તક નમાવી,હનુમાનજી કહે છે કે-હે માતા,આજે તો હું કૃત-કૃત્ય થઇ ગયો,
કહેવાય છે કે આપના અમોઘ,અને વિખ્યાત આશીર્વાદ સદા સફળ છે.
“અબ કૃત-કૃત્ય ભયઉ મૈ માતા,આશિષ તવ અમોઘ વિખ્યાતા.”
 
અને પછી,હનુમાનજીએ,સીતાજી ને બહુ બહુ સમજાવીને -બહુ ધીરજ આપી,અને સીતાજીને વંદન કરી,
રઘુ-નાયક નું સ્મરણ કરી ને પાછા રામજી પાસે જવા નીકળ્યા.
“જનકસુતહિ સમજાઈ કરી,બહુ બિધિ ધીરજ દીન્હ,ચરણ કમળ સિરું નાઈ કપિ,ગવનું રામ પહિ કીન્હ”
 
રામાયણ માં સીતા ને હનુમાન ના આ મિલન નો પ્રસંગ સર્વોત્તમ છે.
સીતાજી અને હનુમાન ના,શ્રીરામ પ્રત્યે, ઊંડામાં ઊંડા અને પ્રબળ માં પ્રબળ,મનોભાવો અહીં પ્રગટ થયા છે.
 
એક એવી કથા છે કે-હનુમાનજી લંકા છોડી જવા નીકળ્યા ત્યારે –બ્રહ્માજી ને થયું કે-
હનુમાનજી શ્રીરામને મળશે ત્યારે લંકા-દહનના પરાક્રમની પોતાની વાત, પોતાના સ્વ-મુખે તો તે
કહેશે નહિ (.હનુમાનજી ની નમ્રતા નો કોઈ પાર નથી,)
એટલે હનુમાનજી ના બધા પરાક્રમ ની વાર્તા એક કાગળમાં લખી ને,બ્રહ્માજીએ પોતે ,
હનુમાનજી ને આપ્યો ને કહ્યું કે-આ કાગળ તમારે લક્ષ્મણજી ને આપવો.હનુમાનજી એ કાગળ પોતાની સાથે લઇ ગયા હતા,ને તે કાગળ લક્ષ્મણજી એ રામજીને વાંચી સંભળાવ્યો હતો.
 
સીતાજી ની આજ્ઞા લઇ,ત્યાંથી વિદાય લઈને હનુમાનજી સમુદ્ર કુદીને સામે પાર પહોંચી ગયા.
ત્યાં અંગદ –વગેરે ની મંડળી તેમની રાહ જોતી ઉભી હતી.હનુમાનજી ને દુરથી આવતા કોઈ ને સર્વની
ખુશી નો પાર ન રહ્યો,વળી હનુમાનજી ના મુખ પરની પ્રસન્નતા જોઈને બધા સમજી ગયા કે રામજી નું કાર્ય પૂર્ણ થયું છે.હનુમાનજી આવ્યા ને બધાને ભેટ્યા ને લંકામાં સીતાજી ની પરિસ્થિતિના સમાચાર કહ્યા.
 
તરત જ બધાએ કિષ્કિંધા જવા પ્રયાણ કર્યું ને રાત-દિવસ મજલ કાપીને કિષ્કિંધા પહોંચી ગયા.
સુગ્રીવ ને ખબર પડતાં જ તે દોડતો સામે આવ્યો ને બધાને ભેટ્યો,
ને બધા હનુમાનજી ને આગળ કરીને રામજી પાસે જવા નીકળ્યા.
શ્રીરામ અને લક્ષ્મણ,એક સ્ફટિક-શિલા પર બેઠા હતા.બધાએ તેમના ચરણમાં પ્રણામ કર્યા.
પછી,જાંબવાને હનુમાનજી ના સમુદ્રને કુદીને સીતાજી ની ભાળ લઇ આવ્યા,તે પ્રસંગ નું વર્ણન કર્યું.
હનુમાનજી, સીતાજીને મળી ને તેમના સમાચાર લઈને આવ્યા છે તેવું સાંભળતા જ,
શ્રીરામ હર્ષથી ગદગદ થઇ ઉભા થયી ને હનુમાનજી ને ભેટી પડ્યા.અને બોલ્યા કે-
મને હવે જલ્દી કહો કે,સીતા ત્યાં કેવી રીતે રહે છે? કેવી રીતે પોતાના પ્રાણ ની રક્ષા કરે છે
તારિખ 24_10-24-ના રાત 9:30 મિનિટ લખાણ લઇ. પરમાર ક્રિપાલસિંહ ખોડુભા