Sant shree vakhatsinh bapu nayka in Gujarati Spiritual Stories by પરમાર ક્રિપાલ સિંહ books and stories PDF | સંત વખતસિંહ બાપુ

Featured Books
Categories
Share

સંત વખતસિંહ બાપુ

જય મહાદેવ હું પરમાર ક્રિપાલ સિંહ ખોડુભા આજે હું મારા ગામ ના સંત એવા પુજ્ય વખતસંગ બાપુ ની વાત કરવા જઈ રહ્યો છું ખરેખર બાપુ વિશે કાંઈ લખવું મારુ સામર્થ્ય નથી. પણ એક આનંદ નિ અનુભુતી કે હા બાપુ મારા ગામ ના સંત છે ગૌરવ અનુભવીએ સંતો નો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના જેવો મારો જન્મ પણ નહોતો પણ જેને બાપુ દશૅન કર્યા એ ભાગ્યશાળી આત્મા હશે. એથી વિશે એ આત્મા હશે જેને બાપુ ના રાહ પર ચાલી આ આત્મા નો ઉધ્ધાર કર્યો. બાપુ નો ઉપદેશ ગ્રહણ કર્યો. સંત ક્યારેય ચમત્કાર ના કરે પણ પરચો જરુર આપે કારણ ભક્તિ પરિપક્વ થાય પછી સંકલ્પ શક્તિ થી બધુંય થાય છે. બાપુ એ મહાદેવ ની ભક્તિ કરી બાપુએ શિવજી નો પંચાક્ષર મંત્ર સિધ્ધ કર્યો અને બાપુ ની પથારી પર નાગ દેવતા ને નિહાળેલા પણ ઘણાય દાખલા છે. અને બાપુ ના સમર્થ ગુરુ પુજ્ય શિવગરજી બાપુ બાંડિયાબેલી વચન પર બાપુ એ ભક્તિ કરી. ગામ માં ઘણા ધનીકો થયા અને સમય એવો છે અત્યારે ચોથી પેઢી ના નામ પણ યાદ નથી રહેતા પણ હજી પણ કોઈ વટેમાર્ગુ આવે અજાણ્યા સાથે ભેટો થાય તો ગામ નું નામ કહેવી તો કહે " વખતસંગ બાપુ "નું ગામ નાના ભુલકાઓના મુખે પણ બાપુ નું નામ ગુંજતું " નામ રહંદા ઠક્કરા નાણા નહી રહંત કિર્તી હુંદા કોટડા પાડ્યા નહી પડંત" નામ રહી જાય છે. જીવ અને શિવ નું મિલન. શ્રધ્ધા અને પ્રેમ લાગણી બાપુ પ્રત્યે હજી પણ ઘણા ભક્તો ચાલી દર્શન આવે છે. લાગણી બાપુ પ્રત્યે અટુટ શ્રધ્ધા. સાચા મન થી બાપુ ને અરજ કરે અને આતો સંત છે. કેમ ના સાંભળે બાપુ નો સ્વભાવ નિખાલસ પ્રેમાળ બાપુ વિશે શું લખવું નિશબ્દ બની જવાય છે. પણ કમનસીબ બાપુ ના માર્ગ પર ચાલતા નથી આવડતું હજી પણ "જનની જણ તો ભગત જણ કા સંત શુરા ને દાતાર નહીતર રહેજે હૈ માં વાંઝણી તારુ મત ગુમાવીશ નૂર" વંદન છે આ ભુમી ને જેમા બાપુ જેવા સંતો નો જન્મ થાય. અને "સંત ના હોત સંસાર મે તો ઝલી જાત બ્રંહાડ જ્ઞાન કેરી લ્હેર છે ઠારે ઠામો ઠામ" સંત શુરા દાતાર વિના હાલે નહી આ જગત માં ધર્મ ના થાંભલા છે. જેના યથાાર્થ કર્મ. યોગ જ્ઞાન યોગ. દ્રારા  આ સંસાર માં સુવાસ ફેલાવી રહ્યા છે.. અત્યારે દંભ પાંખડ વધી રહ્યું છે. બીલી દલ થી તોલ કરો તો બને પવન પરપોટો,

મુકો હીમાલય હેઠો તો થાય મેરૂ થી મોટો,
આવડા હરીવર ને મારે મુલવવો શી રીતે,
અરે વજન કરે ઈ હારે મનવા, ભજન કરે ઈ જીતે..
જય ભોળાનાથ
નદી કિનારે ધુવા ઊઠે ઔર મેં જાનું કછુ હોય જીનકે કારણ મૈં જોગન બની કહી વો ન જલતા હોય... દરિયા કિનારે માલમ ખડા ઔર માલમ કહે દરિયા મેરા ડુબકી દિયા ઔર મોતી ન મીલા તો ફીર માલમ બના તો કીયા હુવા.... પ્યાર કરીલે પ્યાર કરીલે શું કોઈ તારો યાર નથી માટે ગોતી લેજે ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી.... ઘટમાં હાલે છે ઘડિયાળ અને તમેં કાંડે બાંધી ને કાં ફરો પુરૂષોત્તમ કહે પ્રાણીયા તમે ઘટભીતર જોયા કરો.... ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ આવી અણદીઠી ભોમ પર યૌવન માંડે આંખ... પચ્ચીસે પહોંચે પછી નક્કી નથી એની ગતિ પચાસે પહોંચે ત્યારે એમ થાય છે કે હવે થોડી થોડી જીંદગી બચી પછી જો કરે ભક્તિ તો થોડો થોડો જાય છે એ બચી..... સદગુરૂ ની પુરણ કૃપા વિના સપને મળે નહીં સત્સંગ જો કૃપા થાય મારા નાથની તો ચડે ભગતી નો રંગ.... સ્વાર્થ ની આ દુનિયામા લાગી માયાની આગ માણસ માંથી માનવતા ગઈ અને થયા છે ઝેરી સાપ.... દુનિયા નું કેવું છે ડિંડવાણુ ગરીબની સાચી સલાહ કોઈ માનતું નથી અને પૈસા વાળો બુધ્ધી વગરનો હોય તોય બધાં સાંભળે છે.... જુગાર પણ એક એવી આદત છે તમેં જીતી ગયા એટલે દુનિયા તમારી પાછળ પાછળ છે અને જો તમેં હારી ગયા તોય તમારી વાતો કરવા માટે આગળ છે... એટલે તરણાં ને સહારે કોઈ દિવસ પણ તરવું નહીં તેમજ ગેંગેફેંફે તો કોઈ દિવસ કરવું નહીં જે કરવું તે સાવ સાચ વાટીને કરવું તેમજ મરવું પડે તોય ક્યાંક નોંધ લેવાય એવી રીતે મરવું... મહાદેવ હર જય શ્રી દ્વારકાધીશ જય માતાજી જયહો જયહો