Dark complexion....break of marriage....2 in Gujarati Moral Stories by Heena Hariyani books and stories PDF | શ્યામ રંગ....લગ્ન ભંગ....2

Featured Books
Categories
Share

શ્યામ રંગ....લગ્ન ભંગ....2

સમયના વહેણ સાથે બાળપણ પણ બદલાતુ જાય ને બાળપણની આ મિત્રતા વધુ ગાઢ બનતી ગઈ. સમયની સાથે બન્ને મોટા થતા જાય તેમ તેમ એકબીજા પ્રત્યે ની અજાણી   લાગણી પણ વધતી ગઈ.બન્ને સાથે જ સ્કૂલે જાય, ક્લાસના લગભગ બધા વિદ્યાર્થીઓ અનંત અને આરાધના ની મિત્રતા વિશે જાણે.અને બન્નેની મિત્રતાના ઊદાહરણ આપે. હા, ઘણા વાવાઝોડા જેવા વિદ્યાર્થીઓ એ બન્ને ની મિત્રતામાં ફૂટ પાડવાની ,ઝઘડા ઊભા કરવાની ખૂબ કોશીશ કરેલી પણ અનંત અને આરાધનાની મિત્રતામાં એક જરા સરખી પણ તિરાડ  પાડી શક્યુ નહી, ઊલ્ટુ તેમની મિત્રતા તરફ વધારે જ સજાગ રહેવા લાગ્યા. બસ,આમ જ સ્કૂલ થી બન્ને જ્યારે ચાલતા ચાલતા સ્કૂલ પાછા આવતા હોય ત્યારે ક્યારેક નાનપણની વાતો નો ખજાનો ખૂલે ,તો ક્યારેક  .. ક્લાસ ની મજાક મસ્તીની વાતો ચાલ્યા કરે. 

              આજ બન્ને ચાલતા ચાલતા સ્કૂલ ની જૂની યાદોને યાદ કરી રહ્યા હતા.અનંત એકદમ મસ્તીખોર અને બોલકો , તો તેનાથી વિરુદ્ધ આરાધના  એકદમ શાંત અને ચૂપચાપ રહેવા વાળી.અનંત ચૂપચાપ રહેવા વાળી આરાધનાને હસાવવા માટે તેની સાથે મસ્તી મજાક કરે ,અનંતને આરાધનાને ચિડવવામાં ખૂબ મજા આવે.ક્યારેક ગુસ્સો કરતી આરાધના,તો ક્યારેક હસે ત્યારે ગુલાબ ના ફૂલ જેવો ખિલેલો ચહેરો અનંત જોયા કરે. કદાચ, અનંત જાણતો હતો કે આરાધના પોતાની ચામડીના શ્યામ રંગ ને લીધે મુંજાયેલી અને ચૂપચાપ રહે છે, કારણ કે ધણીવખત આરાધનાના શ્યામ રંગને લીધે ઘણી છોકરીઓ આરાધનાને ચિડવતી,મજાક ઊડાવતી એ અનંતે પણ જોયેલુ હતુ ,તે અનંતને જરા પણ ગમતુ નહી.માટે,અનંત કદી પણ પોતાની એકનીએક બેસ્ટ ગર્લફ્રેન્ડ આરાધનાના શ્યામ રંગ વિશે મજાકમાં પણ બોલતો નહી પણ.....આરાધનાના આ શ્યામ રંગની મૂંઝવણ જાણે તેના દિલ અને દિમાગ પર કબ્જો કરી લીધો હતો.એક વિચાર આરાધનાના મનમા બેસી ગયો હતો કે, છોકરી છો તો ખૂબસૂરત અને સુંદર હોવુ ખૂબ જરૂરી છે. નહીંતર છોકરીની જીંદગી નરક સમાન છે.અને આવુ વિચારવા બદલ કદાચ આરાધનાનો પણ દોષ નથી.આપણે આપણા ઘરમાં, સમાજમા, આજુબાજુના વાતાવરણ માં આ વિચારસરણીને પ્રોત્સાહન આપીએ છીએ.આપણે એવુ કદી આપણી દિકરીઓને શીખવતા જ નથી કે "આંતરિક સુંદરતા " મહત્વની છે.ચામડીનો રંગ ક્યારેય પણ વ્યક્તિત્વ ની ઓળખ ન હોય  શકે.અને આ વાત  ખાસ તો દિકરીઓને સમજાવાની જરૂર છે, જે આપણે કદી નથી સમજાવતા. આ "આંતરિક સુંદરતા" ની સમજ જો દિકરીઓ કેળવે તો કદાચ,  તે તેના સાચા જીવન સાથીની પસંદગી પણ ખરી રીતે કરી શકે.પણ આપણો સમાજ ક્યાકને ક્યાક પાછો પડે જ છે.

       અહી, આરાઘના  પણ ભણવામા ખૂબજ હોશિયાર. હંમેશા સ્કુલ ટોપરમાં આરાઘના આવે છે અને અનંત માંડ માંડ પાસ થાય છે.આરાધના સ્કુલ ટોપર છે ,પણ તે ખુશ નથી કારણ એકજ કે તેનો શ્યામ રંગ.એક તો શ્યામ રંગ ઊપરથી પાછી શરમાળ , તેનુ વ્યક્તિત્વ ક્યારેય નિખરીને બહાર આવી શક્યુ ન હતુ.આરાધના હંમેશા તેના શ્યામ રંગને લીધે એક લધુતાગ્રંથી થી પિડાતી.ખુલીને હસતી પણ ન હતી.અનંત સિવાય તેના કોઈ 'બેસ્ટ ફ્રેન્ડ ' કહી શકાય તેવો કોઇ મિત્ર પણ ન હતા.હંમેશા એક એવુ દબાણપૂવૅકનુ જીવન જીવતી હોય એવુ તેના ચહેરા પરથી લાગ્યા કરે,પણ કોઈ તેના ચહેરા સામે નિરખીને જોવા પણ તૈયાર ન થતુ.આત્મવિશ્વાસ તો સાવ તળીયે બેસી ગયેલો .આવી વ્યથા સાથે જીવન જીવ્યા કરે.તેના માટે આવુ

                એનાથી ઉલ્ટુ, અનંત એકદમ હેન્ડસમ અને વાચાળ છે.તેણે ભણવામાં કઈ ઊકાળ્યુ નથી, પણ વાતચીત થી સામેના માણસને પલાળી દે તેવુ વ્યક્તિત્વ.આનંત આરાધનાને ખુલ્લા મને હસવાની અને જીવવાનુ કહ્યા કરે.અને આરાધના અનંતને ભણવામાં ધ્યાન આપવાનુ કહ્યા કરે. બસ, આ બન્ને સમયની સાથે મોટા થતા જાય છે અને યુવાનીના ઉંબરે બન્ને આવીને ઊભા રહે છે.
   નાનપણના આ મિત્રોનુ જીવન કેવા કેવા વળાંક લે છે.તે જાણવુ છે??? તો stay tuned  with અનંત અને આરાધના....