WhatsApp New Feture in Gujarati Science by Siddharth Maniyar books and stories PDF | વોટ્‌સએપનું નવું ફીચર 

Featured Books
Categories
Share

વોટ્‌સએપનું નવું ફીચર 

વોટ્‌સએપે વીડિયો કોલ તેમજ ચેટ ઇનબોક્સ માટે નવા ફીચર લોન્ચ કર્યા
હવે, અંધારામાં પણ વોટ્‌સએપ વીડિયો કોલમાં ચહેરો દેખાશે
ઇનબોક્સ ચેટમાં વિવિધ ૨૦ થીમ્સ અને ૨૦ રંગો સાથે નવું ફીચર ટુંક સમયમાં રોલઆઉટ થશે

વિશ્વભરના વોટ્‌સએપ યુઝર્સની સંખ્યામાં સૌથી વધુ ભારતીયો છે. ભારતમાં ૫૯૬ મીલીયન કરતા વધારે વોટ્‌સએપ યુઝર છે. જેની સામે અન્ય દેશોની સંખ્યા ૧૦૦ મીલીયન કરતાં ઓછી છે. વિશ્વમાં કુલ ૨.૭૮ બીલયન વોટ્‌સએપ યુઝર છે. ત્યારે પોતાના યુઝર્સ માટે વોટ્‌સએપની પેરન્ટ કંપની મેટા દ્વારા સતત ટેકનોલોજી અપડેટ કરવાની વિચારણા કરાતી હોય છે. યુઝર્સને વોટ્‌સએપ સાથે જાેડાયેલા રાખવા માટે સતત નવા ફીચર્સ રોલઆઉટ કરે છે, તેમજ સંશોધન પણ કરે છે. તાજેતરમાં વોટ્‌સએપ દ્વારા કેટલાક નવા ફીચર્સ લોન્ચ કરવાની તૈયારી કરાઇ રહી છે. જેમાં સૌથી મહત્વનું ફીચર છે, ક્વોલીટી વીડિયો કોલ્સ. જેમાં અંધારામાં અથવા ઓછા પ્રકાશમાં પણ યુઝર શ્રેષ્ઠ ક્વોલીટીમાં વીડિયો કોલ્સનો આનંદ લઇ શકશે. વોટ્‌સએપ દ્વારા આ નવા ફીચરને લો લાઇટ મોડ નામ આપવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે કંપની દ્વારા વોટ્‌સએપના મેસેજિંગને પણ વધુ આકર્ષક બનાવવા કવાયત કરાઇ રહી છે. આજના આટિર્કલમાં આપણે વોટ્‌સએપના નવા ફીચર વિષે જાણીશું.

લો-લાઇટ મોડ શું છે?
લો-લાઇટ મોડ વોટ્‌સએપમાં ઉમેરવામાં આવેલું ખાસ ફીચર છે. જે વીડિયો કોલ દરમિયાન ઓછા પ્રકાશ કે અંધારાની પરિસ્થિતિમાં પણ યુઝર્સનો ચહેરો વધુ સ્પષ્ટ દેખાડશે. આ મોડમાં યુઝર્સના ફોનના કેમેરામાંથી આવતા વીડિયો સિગ્નલને એડજસ્ટ કરે છે. જેનાથી સ્ક્રીન પરનો પ્રકાશ વધે છે અને યુઝર્સનો ચહેરો વધુ સ્પષ્ટ દેખાય છે.

લો-લાઇટ મોડને એક્ટીવ કરો
- તમારા ફોનમાં વોટ્‌સએપ ઓપન કરો
- વોટ્‌સએપના લેટેસ્ટ અપડેટ ઇન્સ્ટોલ કરો
- કોઈપણ યુઝરને વીડિયો કૉલ કરો.
- વીડિયો કૉલ દરમિયાન સ્ક્રીન પર સેટિંગ્સ આઇકન પર ટેપ કરો.
- સેટિંગ્સમાં લો-લાઇટ મોડને એક્ટીવ કરો

લો-લાઇટ મોડના ફાયદા
નવી લો-લાઇટ મોડથી ઓછામાં ઓછા પ્રકાશ તેમજ અંધારામાં પણ વીડિયો કોલની ગુણવત્તા સુધરશે. જેનાથી યુઝરનો ચહેરો સ્પષ્ટ દેખાશે. આ ઉપરાંત, જાે યુઝરને સારી વીડિયો કોલ ક્વૉલિટી જાેઈતી હોય, તો વીડિયો કૉલ દરમિયાન ફોનને સ્થિર રાખો. આમ કરવાથી તમારા વીડિયો કોલની ગુણવત્તા સુધરશે. આ સિવાય સારા ઈન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરવો અને ફોનને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ રાખવો પણ જરૂરી છે.

વોટ્‌સએપનું ઇનબોક્સ વધુ સુંદર બનાવાયું

કંપનીએ તેની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્‌સએપ માટે સૌથી આકર્ષક ફીચરની જાહેરાત કરી છે. આ વખતે કંપનીએ ઇનબોક્સને વધુ સુંદર બનાવવા માટે અપડેટ રોલઆઉટ કર્યું છે. ચીટ થીમ ફીચરથી યુઝરને હવે, નવા રૂપ રંગમાં ઇનબોક્સ જાેવા મળશે. ઘણા સમયથી આ ફીચર ટેસ્ટિંગ હેઠળ હતું. હવે આખરે તેને ૨૦ નવી થીમ સાથે રોલઆઉટ કરાયું છે. જાે કે, હાલમાં આ ફીચર માત્ર આઇઓએસ એટલે કે આઇફોન યુઝર્સ માટે જ રોલઆઉટ કરાયું છે. જાેકે, કંપની દ્વારા એન્ડ્રોઇડ યુઝર માટે આ ફીચર રોલઆઉટ કર્યુ નથી. આ સુવિધા યુઝર્સને તેમની ચેટ્‌સને વિવિધ રંગો અને વૉલપેપર્સ સાથે કસ્ટમાઇઝ કરવાની છૂટ આપશે.

ચેટમાં ૨૨ થીમ્સ અને ૨૦ રંગ

નવી થીમ સુવિધા સાથે યુઝર્સ પાસે પસંદગી માટે વિવિધ ૨૨ થીમ્સ અને ૨૦ રંગો છે. જે યુઝર્સની રુચિ અનુસાર ચેટ્‌સને કસ્ટમાઇઝ કરવાની છૂટ આપશે. યુઝર્સ ડિફૉલ્ટ થીમ પસંદ કરી શકે છે, જે બધી ચેટ પર લાગુ થશે અથવા ચોક્કસ ચેટ માટે અલગ થીમ પણ સિલેક્ટ કરી શકાશે. જાેકે, આ ફીચર માત્ર તેને એક્ટીવ કરનારમાં જ દેખાશે. સામેના યુઝર્સને તમારા વોટ્‌સએપની થીમ અંગે કોઇ જાણકારી મળશે નહીં. વેબઇન્ફોના અહેવાલ અનુસાર કંપની દ્વારા ટુંક સમયમાં આ ફીચર લોન્ચ કરવામાં આવનાર છે.