Nitu - 44 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 44

Featured Books
  • लोभी

          "लोभी आधुनिक माणूस" प्रस्तावनाआजचा आधुनिक माणूस एकीकडे...

  • चंद्रासारखा तो

     चंद्र आणि चंद्रासारखा तो ,जवळ नाहीत पण जवळ असल्यासारखे....च...

  • दिवाळी आनंदाचीच आहे

    दिवाळी ........आनंदाचीच आहे?           दिवाळी आनंदाचीच आहे अ...

  • कोण? - 22

         आईने आतून कुंकू आणि हळदची कुहिरी आणून सावलीचा कपाळाला ट...

  • कथानक्षत्रपेटी - 4

    ....4.....लावण्या sssssss.......रवी आणि केतकी यांचे लव मॅरेज...

Categories
Share

નિતુ - પ્રકરણ 44

નિતુ : ૪૪ (ટાઈમ્સનું પુનરાવર્તન) 


નિતુ પોતાના ટેબલ પરનો સામાન ચેક કરી રહી હતી. પાછળ તેના કલીગ હસી મજાક કરી રહ્યા હતા અને નિતુ તેઓની વાતો પર હસી રહી હતી. ચેક કરી રહેલા પેપરમાંથી એક પેપર તેના હાથમાં લાગ્યું. ઘડી પાડીને ચાર વખત વળેલા પેપરને તેણે ખોલ્યું અને ઝડપથી પાછું ફોલ્ડ કરી દીધું. તેના ચેહરા પરનું સ્મિત ગંભીરતામાં ફેરવાઈ ગયું. કોઈને જાણ ના થાય એમ તેણે તે પેપરને ફાડ્યું અને બાજુમાં રાખેલી ડસ્ટબીનમાં ફેંક્યું.

મેઈન ગેટ પાસે કંપનીની ગાડી ઉભી હતી અને બાજુમાં નવીન તેની પ્રતીક્ષા કરી રહ્યો હતો. એક હાથમાં ફાઈલ હતી અને બીજા હાથને તે ફાઈલ પર ટપારીને વારંવાર કાંડા ઘડિયારમાં નજર ફેરવતો. એટલામાં નિતુ ત્યાં આવી પહોંચી. તેને જોઈને નવીને સ્મિત સહ કહ્યું, "તમે મને અડધી કલાક આપેલી. મેમ હું તમારી આપેલી અડધી કલાક પહેલા જ આવી ગયો. તમારે મારી રાહ ના જોવી પડી, એના બદલે હું અહીં તમારી રાહ..."

તે પોતાની વાત પુરી કરે એ પહેલા તે બોલી, "ધેટ્સ ઓલ રાઈટ મિસ્ટર નવીન, હું તમારી સિનિયર છું. તમે થોડી રાહે રહી શકો છો."

"સોરી મેમ."

"ચાલો." કહેતી તે ગાડીમાં બેસી ગઈ. નવીન ગાડીની પાછળથી આવતા તેની બાજુમાં બેઠો અને ડ્રાયવરે ગાડી ચલાવી મૂકી.

શર્માની ઓફિસ બહાર ગાડી ઉભી રહી અને તેમાંથી ઉતરતાની સાથે બંને ઓફિસ તરફ જોઈ રહ્યા. નિતુ એકદમ શાંત હતી, પણ નવીન પોતાની ટાય ઢીલી કરવા લાગ્યો. તેના ચેહરા પર તેની ચિંતા અને ગભરામણ દેખાતા હતા. તેની સામે જોયા વિના જ નિતુ તેની હસી ઉડાવતા બોલી, "ઓફિસની બહાર ઉભા રહેતા જ તમને ડર લાગે છે. મિટિંગમાં વાત કઈ રીતે કરશો?"

"હું નવો છુંને મેમ. મને એટલો એક્સપિરિયન્સ નથી. કોઈ ગડબડ થાય તો સંભાળી લેજો. પ્લીઝ."

"હ્હ્હ..." તે ઝીણી હસી સાથે અંદર ચાલતી થઈ અને નવીન તેની પાછળ ગંભીર ચેહરા સાથે ચાલવા લાગ્યો.

"તમે કહો છો એ હું સમજુ છું પણ અત્યારે વધારે વાત કરવાનો સમય નથી." બોલતા બોલતાં શર્માએ બહારથી અંદર પોતાની કેબિનમાં પગ મુક્યો અને નિતુ તથા નવીન તેની પાછળ પાછળ આવ્યા.

નિતુ બોલી, "સર તમે કોન્ટ્રાકટ કરેલો અને અચાનક આ રીતે કોન્ટ્રાક્ટ બદલવાની વાત કરો છો! તો અમારે એ જાણવું પડેને કે કારણ શું છે? માર્કેટમાં જ્યારે વાત ફેલાશે કે આ રીતે તમે અમને આપેલા કામ પર અવિશ્વાસ કરો છો એટલે અનેક સવાલ ઉઠી શકે છે."

શર્મા પોતાની ખુરસી સુધી પહોંચ્યા અને તેઓને બેસવા માટે કહ્યું. પછી એક શાંતિનો શ્વાસ લઈને પોતાના બંને હાથ કોણી વડે ટેબલ પર રાખી તેઓ સામે થોડું ઝુકીને બોલ્યા, "જુઓ, મને આ અંગે વધારે વાત કરવાનો કોઈ શોખ નથી."

નવીન બોલ્યો, "તમારી વાત સાચી છે શર્માજી. પણ તમે આ રીતે પ્રોજેક્ટમાં ચેન્જીસ કરશો તો પછી માર્કેટમાં અમારી રેપ્યુટેશન તૂટશે. આટલા વર્ષોથી અમારી કંપની ટોપ પર છે અને હવે..." તેની અયોગ્ય વાતને અટકાવવા બાજુમાં બેઠેલી નિતુએ તેના પગ પર પોતાનો પગ મારી ચૂપ થઈ જવા કહ્યું. પરંતુ થોડું મોડું થઈ ગયેલું. તેની વાત સાંભળી શર્મા થોડા રોષે ભરાયા.

તેણે કહ્યું, " અચ્છા! તમને તમારી કંપનીની રેપ્યુટેશનની પડી છે અને તમારી રેપ્યુટેશન ઓછી ના થાય એટલા માટે હું તમને પ્રોજેક્ટ આપી દઉં. તો તમારું કહેવું એમ છે કે મારા કરોડો રૂપિયા હું તમારી કંપનીની રેપ્યુટેશન માટે ખર્ચુ?"

નિતુએ વાતનો દોર સંભાળતા કહ્યું, "ના શર્માજી. અમારો કહેવાનો અર્થ એ નહોતો. પણ હું એ હકીકત જરૂર જાણવા માંગીશ કે તમે આ પ્રોજેક્ટમાં ચેન્જ શા કારણે કરવા માંગો છો? તમે કોઈ કારણ અમને નથી આપ્યું."

શર્માએ કહ્યું, "જી. આમ તો મારે તમારી કંપની વિશે પહેલા પૂછપરછ કરવી જોઈતી હતી. પણ મેં ના કરી અને બધાનું કહેવું હતું કે ટાઈમ્સ માર્કેટિંગ સારી છે. બસ મેં કશું જાણ્યા વિના જ તમારી સાથે પ્રોજેક્ટ સાઈન કરી દીધો. પણ હવે મને ખબર પડી કે જે.સી. બ્રાન્ડ ઓઈલ કંપનીએ તમારી પાસે એડ્સ કરાવી અને છ મહિના પછી પણ પરિણામ શૂન્ય આવ્યું."

તેણે એક ફાઈલ તેના સામે રાખી અને નવીને તે ફાઈલ વાંચવાની શરુ કરી. તેણે વાત જોડી, "જુઓ, આ જે.સી. ના રિપોર્ટમાંથી મને જાણવા મળ્યું કે તમે તેની એડ પુરી કરી જ નથી શક્યાં."

નિતુ બોલી, "સર, કદાચ તમે સાચા હોય શકો પણ આ તમારી એક ભ્રમણા છે. તમે ખાલી જે.સી. ના રિપોર્ટ શું કામ જુઓ છો? એક કંપની સામે ના જોતા વર્ષોથી અમે જે કામ કરી રહ્યા છીએ એના અંગે આપ વિચારી જુઓ."

શર્મા બોલ્યા, "ટ્રાય કરી મેં. પણ આ જે.સી. જેવી હાલત મારી થાય તો?"

"સર જે.સી.ના માલિકે ટેલીકાસ્ટિંગ અંગે વિચાર જ નથી કર્યો. અમે તેનું કામ સુપેરે નિભાવ્યું છે પણ એણે આગળ કોઈ જાતનો રસ નથી બતાવ્યો. એની ભૂલ તેણે અમારી કંપની પર નાખી. વાત રહી તમારી તો તમે તો બનતા દરેક સ્ટેપ માટે રેડી છોને? છતાં તમે એની સરખામણી કરો છો!"

"એ વાત બરાબર છે પણ..."

"સર, મને એમ કહો કે શું ટાઇમ્સના પ્રિન્ટેડ એડ તમને ઉપયોગી નથી થયા?"

શર્માએ ફરી બહાનું બતાવત હો એમ કહ્યું, "તેની વાત અલગ છે અને આ ટેલીકાસ્ટિંગની વાત અલગ છે. પ્રિન્ટેડ કરતા આમાં ખર્ચ અનેક ગણો વધારે છે અને રીઝલ્ટની કોઈ ગેરેન્ટી નથી."

"ડોન્ટ વરી સર. તમારી ટાયર કંપનીને રિઝલ્ટ જરૂર મળશે."

"એની ગેરેન્ટી?"

"ગેરેન્ટી હું આપું છું સર." નિતુએ આત્મવિશ્વાસથી કહ્યું. નવીન તેની સામે જોતો રહ્યો. શર્મા વિચારમગ્ન બની ગયા. નિતુએ ગેરેન્ટી આપવાનું કહીને તેને ગૂંચવણમાં નાંખી દીધાં. થોડીવાર વિચાર કરી તે બોલ્યો, "ઠીક છે તો મિસ નીતિકા. જો તમે મને ગેરેન્ટી આપો જ છો, તો મારી એક શરત છે. તમારી એડ બાદ રિજલ્ટ પોઝીટીવ આવ્યું તો હું પ્રોજેક્ટ આગળ વધારીશ. પણ જો નેગેટિવ આવ્યું તો પ્રોજેક્ટ કેન્સલ થશે અને તમારા કામના પૈસા હું ચૂકવીશ નહિ."

ચેસની રમતની જેમ એકબીજાને વિચારવા મજબૂર કરી દે, તેવી દલીલો રજુ થવા લાગી. મૌનમુક નવીન માત્ર સાંભળતો રહ્યો. વિચારવા જેવી વાત હતી, કારણ કે એકબાજુ શર્માને ટાઈમ્સ પર વિશ્વાસ નહોતો રહ્યો અને બીજી બાજુ નિતુ એક એમ્પ્લોય હતી. છતાં તે જે નિર્ણય કરશે તે ટાઈમ્સ માટે મહત્વનો સાબિત થવાનો હતો. તેની એકમાત્ર ચિંતા એ હતી કે કોઈ કારણસર જો શર્માના પ્રોજેક્ટનું રિઝલ્ટ ખાસ્સું એવું ના આવ્યું તો તે નાણાં નહિ ચૂકવે. જેની જવાબદાર પણ નિતુ પર રહી શકે છે. અંતે નિતુએ શર્માની વાતમાં હામી ભરી અને તેની શરત મંજુર કરી. બધી બાજુથી પોતાનું સુરક્ષિત સ્થાન જોતા શર્માએ નિતુની વાત માની લીધી અને કામ ન રોકવા કહ્યું.

તેની કેબિનમાંથી બહાર આવતાની સાથે લોબીમાં ચાલતા ચાલતા નવીને તેને પૂછ્યું, "આમાં મરો તો બધી બાજુથી આપણો જ છે. તમે આવી ડીલ શું કામ કરી?"

"ના, એક રસ્તો પણ છે. આપણા પર એક કંપનીનો અવિશ્વાસ હોવો એટલે ભવિષ્યમાં મળતા આપણા કામ પર પણ અસર થશે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો એ છે કે આપણે આપણું કામ તેની આશા પર ખરું ઉતરે તેવું કરી બતાવીયે."

"પણ તમે આ બધી વાત વિદ્યા મેડમને કઈ રીતે કરશો? જો કામ થોડુંકેય આમ તેમ જશે તો ભોગવવું તો આપડે જ રહ્યું ને? વિદ્યા મેડમ આવી નુકસાની માટે ક્યારેય તૈય્યાર નહિ થાય."

"જાણું છું. પણ તમારે એની વધારે ચિંતા કરવાની જરૂર નથી. હું તેને સમજાવી દઈશ. આખરે એની ચાવી તો હું જ છું."

"કઈ ચાવી? તમે કહ્યું તે સમજાયું નહિ."

"કંઈ નહિ. ઓફિસે જઈને આગળ વાત કરીયે." કહેતી તે ફટાફટ ત્યાંથી નીકળી ગઈ. નવીન આશ્વર્ય સાથે તેને જોતો રહ્યો અને પછી તે પણ તેન પાછળ જતો રહ્યો.