Unsolved Mysteries in Gujarati Crime Stories by Anwar Diwan books and stories PDF | વિશ્વનાં વણઉકલ્યા ગુનાઓ અને ગુમ થવાની રહસ્યમય ઘટનાઓ

Featured Books
Categories
Share

વિશ્વનાં વણઉકલ્યા ગુનાઓ અને ગુમ થવાની રહસ્યમય ઘટનાઓ

વિશ્વનાં દરેક ખુણામાં દર સમયે ગુનાખોરીનું આચરણ થતું જ રહે છે.પણ કેટલાક ગુનાઓ અને માનવી તેમજ પ્રાણીઓ પરનાં હુમલાઓની ઘટનાઓ એવી બનવા પામી છે જેના અત્યાર સુધી કોઇ યોગ્ય કારણ પ્રાપ્ત થયા નથી.

૧૯૭૫માં ટેક્સાસનાં વ્હાઇટ ફેસ વિસ્તારમાં લાંબા સમય સુધી યુએફઓ જોવા મળ્યા હોવાનાં અહેવાલો પ્રાપ્ત થયા હતા.ત્યાં દસમી માર્ચે પોલીસને એક વાછરડો તેનાં વાડામાં મૃત હાલતમાં મળ્યો હતો અને પોલીસને ઘણી બાબતોએ મુંઝવણમાં નાંખી દીધી હતી.તે જ્યાં મળી આવ્યો હતો તેની આસપાસ ત્રીસ ફુટનું એક વર્તુળ મળી આવ્યું હતું જેમાંનો પાક દબાઇ જવા પામ્યો હતો.તેની ગરદન મરોડાઇ ગયેલી હતી અને આકાશ તરફ તકાયેલી હતી તેની જીભને ક્રુરતાપુર્વક ખેચી કઢાઇ હતી અને તેના જાતિયઅંગો પણ ગુમ હતા.આ ઘટના પહેલા માર્શલને આ વિસ્તારમાં જ એક અન્ય વાછરડુ આજ સ્થિતિમાં મળી આવ્યું હતું.અહી પણ પાકમાં એક રહસ્યમય વર્તુળ ઉપસી આવ્યું ત્યારે અધિકારીએ આ સાઇટ પરનાં રેડિયેશનની ચકાસણી કરી હતી અને તેમાં તેણે એરફોર્સનાં નિષ્ણાંતોની મદદ મેળવી હતી. આ પરીક્ષણમાં આશ્ચર્યજનક રીતે સામાન્ય કરતા વધારે રેડિયેશન હોવાનું જણાયું હતું.ત્યારે આજે પણ એ વાતનો ખુલાસો થયો નથી કે આ હુમલાઓ કોણે કર્યા હતા અને ઘઉનાં પાકમાં એ રહસ્યમય સર્કલ કોણે ઉપસાવ્યા હતા.૧૯૭૯ની આઠમી એપ્રિલે રાત્રે બે અપાચે જાતિનાં અધિકારીઓ પેટ્રોલિંગ પર નિકળ્યા હતા તેઓ જ્યારે ન્યુ મેક્સિકોનાં ડલ્સની નજીક પહોચ્યા ત્યારે  તેમણે એક રહસ્યમય એરક્રાફટ જોયું જે જમીનથી પચાસ ફુટનાં અંતરે હતુ અને તેની સર્ચ લાઇટ જમીન પર મંડાયેલી હતી. આ જ વિસ્તારમાં રહેલા ત્રીજા એક અધિકારીએ પણ આ એરક્રાફ્ટ જોયું હતું અને તેણે આ ઘટનાનાં અંકોડા એ બનાવો સાથે જોડયા હતાં જેમાં કેટલાક લોકો રહસ્યમય રીતે આ વિસ્તારોમાંથી ગુમ થયા હતા. જો કે આ વિમાનની ઓળખ થઇ ન હતી પણ એક વ્યક્તિએ જણાવ્યું હતું  કે અમેરિકાની સેનાએ જેટપાવર ધરાવતું એક શક્તિશાળી હેલિકોપ્ટર વિકસિત કર્યુ છે  જેનો ઉપયોગ વિયેતનામમાં કરાયો હતો.આ તેમાનું જ એક હતું. જો કે આ ઘટનાનાં પાંચ વર્ષ પહેલા ૧૯૭૪ની પાંચમી જુલાઇએ રોબર્ટ સ્મિથ જુનિયર નેબ્રાસ્કા સરહદની પાસે આવેલા પોતાનાં ખેતરમાં ટ્રેકટર પર હતા અને ત્યાં કામ કરતા હતાં ત્યારે એક સફેદ હેલિકોપ્ટર અને એક એરક્રાફ્ટ ત્યાં ધસી આવ્યું હતું અને તેમનાં પર ગોળીબાર કર્યો હતો.આ વિમાન અને હેલિકોપ્ટર પર પણ કોઇ રજિસ્ટ્રેશન માર્ક ન હતાં.પોલીસ તેમને પણ શોધી શકી ન હતી.આ એ વિસ્તારો જ છે જ્યાં મોટાભાગે લોકો રહસ્યમય રીતે ગુમ થતા હતા ત્યારે આ ઘટના પણ વણઉકલી જ રહેવા પામી છે તે હેલિકોપ્ટર કોનું હતું અને તેમાં રહેલી વ્યક્તિઓ કેમ આક્રમક રીતે હુમલાઓ કરતી હતી તેનો ખુલાસો હજી પણ મળી શક્યો નથી.

વીસમી સદીમાં થયેલ કેટલીક બાહોશીપુર્વકની ચોરીઓની ઘટનાઓમાં એક મનાતી ઘટના ૧૯૦૭માં આયર્લેન્ડમાં બની હતી જ્યારે અઢીલાખ ડોલરનાં ઝવેરાત જે સરકારી ખજાનાનો ભાગ હતાં તેની ચોરી થવા પામી હતી.ડબ્લિન કેસલનાં બેડફોર્ડ ટાવરનાં સુરક્ષિત વોલ્ટમાં તેને રાખવામાં આવ્યું હતુ.આ ખજાનાની રક્ષા માટે ચાર ગાર્ડની નિમણુંક કરાઇ હતી પણ ચોર તેમને ચકમો આપવામાં પણ સફળ રહ્યો હતો.૨૮મી જુનથી ૬ઠ્ઠી જુલાઇની વચ્ચે ચોરે પહેલા તો ટાવરનાં મુખ્ય દરવાજાની અને ત્યારબાદ સ્ટ્રોંગ રૂમની ચાવી હાંસલ કરી હતી અને ત્યારબાદ તેણે સેફની પણ ચાવી મેળવી અને માત્ર દસ કે પંદર મિનિટમાં જ તેણે પોતાની કારીગરી દર્શાવી અને બોક્સમાંથી ઘરેણાઓ ઉઠાવીને ફરાર થઇ ગયો હતો.આ કેસમાં ચોરી એટલી હોશિયારીથી કરાઇ હતી કે પોલીસને કોઇ જ સગડ મળ્યા ન હતા અને આ કેસની તપાસ સ્કોટલેન્ડયાર્ડને સોંપાઇ પણ તેના ચબરાક અધિકારીઓ પણ આ ચોરને ઝડપવામાં સફળ રહ્યાં ન હતા.આજે પણ આ કેસ વણઉકલ્યો છે અને તે ઘરેણા ક્યા ગયા અને તેનો ચોર કોણ હતો તે જાણવા મળી શક્યું નથી.૧૮૮૯માં એક અંગ્રેજ મહિલા બ્રિટીશ દુતાવાસમાંથી પેરિસ આવી હતી અને તે અને તેની માતા હોટેલમાં રોકાયા હતા જ્યારે તેઓ હોટેલ છોડવાનાં હતા ત્યારે તેની માતા બિમાર પડી ગઇ અને હોટલના તબીબે તેની ચકાસણી કરીને દીકરીને દવા લેવા માટે બહાર મોકલી અને જ્યારે તે પાછી ફરી ત્યારે એક આઘાતજનક ઘટના એ બની હતી કે હોટલનાં કર્મચારીઓએ તેની માતાને જોઇ હોવાનો ઇન્કાર કર્યો તેમણે તો તેની માતા હોટલમાં આવી જ ન હતી તેવું જણાવ્યું હતું રજિસ્ટરમાં પણ માત્ર પુત્રીનું નામ નોંધાયેલું હતું અને હોટલનાં તબીબે પણ તેની માતાની ચકાસણી કરી હોવાની વાતનો ઇન્કાર કરી દીધો જ્યારે તેણે પોતાની માતાનો ઓરડો જોવાનો આગ્રહ કર્યો ત્યારે તેને એ ઓરડામાં લઇ જવાઇ પણ ત્યાં જઇને તે આશ્ચર્યમાં પડી ગઇ કારણકે તેણે જે રૂમમાં પોતાની માતાને રાખી હતી તે આ ન  હતો અને ત્યાં તેની માતાના હોવાના કોઇ જ પુરાવા ન હતા.જો કે તેમ છતા પેલી મહિલાએ પોતાની વાતનું રટણ ચાલુ જ રાખ્યું હતું ત્યારે તેને ઇંગ્લેન્ડનાં એક પાગલખાનામાં મોકલી દેવાઇ હતી.આ અંગે કેટલાકનું તારણ એવું હતું કે તેની માતાને પ્લેગ થયો હતો અને હોટેલે પોતાની બદનામીને રોકવા માટે એક ષડયંત્ર રચ્યુ હતું અને તેની માતાને ગુમ કરી દીધી હતી અને તેની દીકરી પરત ફરે તે પહેલા જ ઓરડાનાં દીદારને બદલી નાંખવામાં આવ્યો હતો.પણ આ હકીકત માત્ર છોકરીને જ ખબર હતી અને તેને પાગલ પુરવાર કર્યા બાદ આ ઘટનાનાં રહસ્યનાં તાણાવાણાં પણ અકબંધ રહેવા પામ્યા હતા.

સ્કોટલેન્ડનાં પશ્ચિમ કિનારે જ્યારે સપ્લાય જહાજ હેપેરૂસ પહોચ્યું ત્યારે ત્યાં જીવનનાં કોઇ અણસાર ન હતા.ત્યારે એક પેસેન્જર, લાઇટ હાઉસ કીપર જોસેફ મુર જે નજીકના ટાપુ પર રહેતો હતો તે ચિંતાતુર હતા કારણકે દીવાદાંડીની લાઇટ છેલ્લા અગિયાર દીવસથી ચાલુ ન હતી. જ્યારે તેઓ ત્યાં તપાસ માટે પહોચ્યા ત્યારે ત્યાં ફરજ પર તૈનાત ત્રણ રક્ષકોમાંથી કોઇ પણ મળ્યું ન હતું.ત્યારે લોકોને આશ્ચર્ય થયું કારણકે ત્યાં તોફાન આવ્યાની નિશાનીઓ હતી પણ દીવાદાંડીનાં આટલા ઉંચા વિસ્તારમાંથી ત્રણ વ્યક્તિઓને તોફાન ખેંચી જાય તેવી તો કોઇ શક્યતા ન હતી પણ આ ત્રણે રક્ષકોનો પત્તો ન હતો તે વાસ્તવિકતા છે અને ત્યારબાદ એ ત્રણ ક્યારેય દેખાયા પણ ન હતા.

ચાર્લ્સ રોમર અને તેની પત્ની કેથેરાઇન મિયામી ફ્લોરિડાથી સ્કારડેલ ન્યુયોર્ક સુધી હંમેશા કારમાં સફર કરતા હતા.આ સિત્તેરની વયે પહોંચેલ દંપત્તિએ ૧૯૮૦માં પોતાનો શિયાળો ફ્લોરિડાનાં એપાર્ટમેન્ટમાં વીતાવ્યો  અને આઠમી એપ્રિલે તેઓ પોતાના ઘેર જવા નિકળ્યા હતા.ત્યારે હાઇવેના પેટ્રોલમેને તેમની કાળી લિંકન કોન્ટીનેન્ટલને રોડ પર જોઇ હતી ત્યારે તેઓ કદાચ રેસ્ટોરન્ટમાં ભોજન માટે જતા હતા પણ ત્યારબાદ તેઓ ક્યારેય તેમનાં ઘેર પહોંચી શક્યા ન હતા તેઓ તેમની કાર સાથે જ ગુમ થઇ ગયા.જ્યારે આ અંગે પોલીસમાં ફરિયાદ થઇ ત્યારે પોલીસ તપાસનાં અંતે કોઇ જ ક્લુ મેળવી શકી ન હતી કે આખરે આ દંપત્તિ તેમની કાર સાથે ક્યાં ગુમ થઇ ગયું.ન્યુયોર્કમાં ૧૯૨૯માં નવમી માર્ચે ઇસિડોર ફિન્કને ફિફ્થ એવેન્યુમાં ઠાર મારવામાં આવ્યો હતો.તેના પડોશીએ પોલીસને આ અંગે જાણ કરી.લોકલેન સ્મિથ નામની મહિલાએ ચીસોનાં અને સંઘર્ષનાં અવાજ સાંભળ્યા હતા.જ્યારે પોલીસ આવી ત્યારે તેમણે જોયું કે ફિન્કનાં એપાર્ટમેન્ટને તો તાળુ મારેલું હતુ.ત્યારે પોલીસે એક નાના બાળકને બારીમાંથી રૂમમાં ઉતાર્યો હતો.પોલીસ અંદર પહોચી અને જોયું તો ફિન્ક મૃત હાલતમાં હતો અનેતેની છાતી અને હાથ પર ગોળીઓનાં નિશાન હતા. જો કે ઓરડામાંથી ગન મળી ન હતી.તેના પોકેટ અને ગલ્લામાં નાણાં જેમના તેમ પડ્યા હતા.ત્યારે પોલીસને એ વાતની સમજ પડી ન હતી કે જો દરવાજો બંધ હતો તો કોઇ રૂમમાં પ્રવેશ્યું કઇ રીતે કારણકે બારીની ગ્રીલમાંથી તો નાના છોકરાને અંદર ઉતારવામાં મુશ્કેલી પડી ગઇ હતી તો કોઇ પુખ્ત વ્યક્તિતો ત્યાંથી અંદર જઇ શકે તેમ જ ન હતો.ઉપરાંત હત્યારો દરવાજાને બદલે નાની બારીમાંથી કેમ ફરાર થયો તે પણ પોલીસને સમજાયું ન હતું.પણ તેના ઘા પરથી મળી આવેલ ગન પાવડરથીજણાતું હતું કે તેને નજીકથી ગોળી મરાઇ હતી. આ હત્યાની તપાસ ન્યુયોર્ક પોલીસે બે વર્ષ સુધી કરી પણ આખરે ન્યુયોર્કનાં પોલીસ કમિશ્નરે આ કેસ વણઉકલ્યો હોવાનું જણાવી તપાસ બંધ કરી દીધી હતી.૧૯૭૭માં મિસ્સીસિપીમાં એક સમાચારે ડુક્કર પાળનારાઓમાં હલચલ મચાવી દીધી હતી જેમાં કહેવાયું હતું કે આ વિસ્તારમાં કોઇ એવું પ્રાણી પેધુ પડી ગયું છે જે ડુક્કરનાં કાન કાપી ખાય છે.આ પ્રાણીનાં આતંકનો ભોગ નાઝારેન સમુદાયનાં જોસેફ ડિકન્સન નામનો વ્યક્તિ બન્યો હતો જેના વાડામાં રહેલા બે ડુક્કરોનાં કાન ન હતા અને તેને જોઇને લાગતું હતુ કે કોઇએ જાણે કે છરીથી બહુ સફાઇથી કાન કાપ્યા હોય બે રાત્રિ સુધી આ બન્યા બાદ જ્યારે જોસેફે ત્રીજી રાત્રિએ આ બાબત પર નજર રાખવાનો વિચાર ર્ક્યો ત્યારે તેને આશ્ચર્ય થયું હતું કે જર્મન શેફર્ડ કરતા પણ વિશાળ કદનું પ્રાણી તેના વાડામાં ઘુસી આવ્યું હતું અને ડુક્કર પર હુમલો કર્યો હતો તેના જણાવ્યા અનુસાર આ પ્રાણીની છલાંગ કુતરાઓ કરતા ક્યાંય વધારે હતી. આ ઘટના બાદ તેમની પાડોશમાં રહેતા કેલ્વિન માર્ટિનને પણ અઠવાડિયા બાદ એવો જ અનુભવ થયો હતો જેમા તેમનાં ડુક્કરનાં કાન કોઇએ મુળથી ઉખાડી નાંખ્યા હતા પણ આ પ્રાણી ક્યારેય હાથમાં આવ્યું  ન હતું.૧૮૮૭નાં ઓગસ્ટમાં સ્પેનના બેન્જોસ વિસ્તાર નજીક આવેલ એક ગુફામાં બે બાળકો મળી આવ્યા હતા.પણ આ બાળકો અન્ય બાળકો કરતા અલગ જ હતા કારણકે તેમની ચામડી લીલા રંગની હતી અને તેમનાં કપડા પણ અલગ જ સામગ્રીથી બનેલા હતા. તેઓ સ્પેનિશ બોલી શકતા ન હતા અને તેમની આંખો પણ અલગ જ પ્રકારની હતી. પ્રારંભે તો તેઓ ખાઇ શકતા જ ન હતા જેના કારણે બાળક મોતને ભેટ્યો હતો પણ છોકરી લાંબો સમય સુધી જીવતી રહી હતી જેની સાથે સંવાદ સાધવાનો પ્રયાસ કરતા માત્ર એટલી ખબર પડી હતી કે તે એવા વિસ્તારમાંથી આવી છે જ્યાં સુર્ય જ ન હતો અને તેઓ જ્યાં રહેતા હતા ત્યાં એક દિવસ ભયંકર તોફાન આવ્યું હતું અને તેમાં તેઓ ફસાઇ ગયા અને આ ગુફામાં પહોચ્યા હતા.આથી તે ક્યાંની છે અને કોણ હતી તે ક્યારેય જાણી શકાયું ન હતું  તે ૧૮૯૨માં મોતને ભેટી હતી.

આમ તો પર્વતારોહકોને એવરેસ્ટ સર કરવામાં ૧૯૫૩માં સફળતા મળી હતી પણ એક કમનસીબ ઘટના જો ન બની હોત તો આ રેકોર્ડ ૧૯૨૪માં જ્યોર્જ મેલોરી અને એન્ડ્રુ ઇરવિને બનાવ્યો હોત જેઓ આઠમી જુન ૧૯૨૪માં  એવરેસ્ટનાં શીખરથી માત્ર એક હજારફુટની નીચે સુધી પહોંચી ગયા હતા અને આખરી ચઢાણ બાકી હતું  પણ ત્યારે જ બરફનું તોફાન ફુકાયું  અને બન્ને બેઝ કેમ્પમાં રહેલા ટેલિસ્કોપની નજરમાંથી અદૃશ્ય થઇ ગયા અને ત્યારબાદ પણ તેઓ અદૃશ્ય જ રહ્યાં હતા કારણકે આ દિવસ બાદ તેઓ જોવા મળ્યા ન હતા.આ બન્નેની જોડીએ આ પહેલા પણ એવરેસ્ટને સર કરવાનો પ્રયાસ કર્યો હતો.ત્રીજી વખતે તેઓ છેલ્લા પડાવ સુધી પહોંચી ગયા હતા અને માત્ર ૨૬૮૦૦ ફુટનું ચઢાણ બાકી હતું ત્યારે તેમણે ત્યાં રાત્રિ રોકાણનો નિર્ણય કર્યો હતો અને પોતાની સાથેના શેરપાને નીચે એ સંદેશ માટે મોકલ્યા હતા કે તેઓ સવારે બાકીનું ચઢાણ પુરૂ કરશે.તેઓ આઠમી જુને છેલ્લે ૧૨.૫૦ મિનિટે જોવા મળ્યા હતા ત્યારબાદ વાદળો ઘેરાતા તેઓ જોવા મળ્યા ન હતા પણ ૨૮૨૨૭ ફુટની ઉંચાઇએ તેમની કુહાડીઓ ૧૯૩૩માં મળી આવી હતી જે તેમની છેલ્લી નિશાની હતી.તેમના  તો પછી કોઇ સગડ મળ્યા ન હતા.