Ishwariy Shakti - 8 in Gujarati Spiritual Stories by પરમાર ક્રિપાલ સિંહ books and stories PDF | ઈશ્વરીય શક્તિ - ભાગ 8

Featured Books
Categories
Share

ઈશ્વરીય શક્તિ - ભાગ 8

જય માતાજી ઈશ્વરીય શક્તિ

અણું અણું માં એક એક તત્વો માં અનેક રહસ્યો રહેલા છે. તેની શક્તિ ને જાણવા એજ સમર્થ છે. આપણી કોઈ હેસિયત નથી. આપણે માત્ર કલ્પના કરી શકીએ. એના અમુંક રહસ્ય જોઈ શકીએ પણ થોડી મિનિટ થોડી સેકંડ પણ એ સમય નિહાળ્યો હોય તો પણ હાથ ધૃજવા શરીર કંપી ઉઠે. એક ક્ષણ માટે વિજળી પડે તો એને નજરે એ નજારો નિહાળ્યો હોય એને અનુભવ હોય કે એ થોડી ક્ષણ કેમ રહી ભયાનક તુફાન પવન ની ગતી જેને નિહાળી હોય એને અનુભવ હોય. એટલે એની શક્તિ નો કોઈ તાગ નથી માત્ર થોડી ઝલક પણ આપણને ધૃજાવી નાખતી હોય છે. તો સમગ્ર અનંત બ્રંહાડને પલવાર માં એક સંકલ્પ માત્ર થી સર્જન અને વિસર્જન કરી નાખવાની સમતા ધરાવનાર શક્તિ ને આપણે વશ કરવાની વાત વ્યર્થ છે. એને નમાય પમાય નહી પામવાની કોશિશ વ્યર્થ છે.સામાન્ય વિજ લાઇનના વાયરો ને પણ અડી નથી શકાતું તો એ મહા અનંત શક્તિ ને પામવાની અને જોવાની વાતું વ્યર્થ છે. ભગવતગીતાજી માં વિશ્વરૂપ વૈરાટ સ્વરૂપ ના દર્શન કરવા અર્જુન પણ સમર્થ નહોતા તેમને પણ દિવ્ય દ્રષ્ટિ ની જરુર પડી અને દર્શન પછી એમની દશા પણ આકુળવ્યાકુળ હતી. એમનું શરીર પણ કંપવા લાગ્યું હતું ભગવાન ને વિનંતી કરી હવે હું આપના દર્શન કરવા સમર્થ નથી આપની કોઈ સિમા નથી આપનો કોઈ અંત નથી આપની કોઈ દિશા નથી.. કૃપા કરી ચતૃભુજ ના દર્શન કરવો એની શક્તિ ગતી અનંત અપાર છે. આપણું સામર્થ નથી. કારણ આપણુ જ્ઞાન જેમ દર્પણ માં ધુળ ના કારણે સ્પષ્ટ નથી દેખાતું એમ આપણું જ્ઞાન નથી દેખાતું. ધુળ કાઢી સાફ કરવાની જરુર છે. કર્મ યોગ. સાંખ્ય યોગ. જ્ઞાન યોગ દ્વારા સતત મનન ચિંતન કરવું જોઈએ અભ્યાસ નિરંતર હોવો જોઈએ ચાલશો તો આજે નહી તો કાલે મંઝિલ મળશે યોગ પુરો કરશે લોક લજ્જાએ આ માર્ગ થી હટવું ના જોઈએ શુદ્ધ ચારિત્ર્યવાન રહી નિરંતર અભ્યાસ કરવો જોઈએ ભગવત ચિંતન કરવું જોઈએ મનને સ્થિર કરવું જોઈએ. આપણે અહિંયા ભાગ્યપ્રધાન અને કર્મ પ્રધાન ને માન્યતા આપીએ પણ કાળ પણ સમય પણ પ્રધાન છે. સમય વિન કંઈ પણ નથી મળતું સમય થઈ પહેલા કોઈ ને કંઈ પણ નથી મળવાનું સમય બળવાન છે. સમય ને પણ પ્રધાન આપવું જોઈએ એને પણ સમજવાથી અભ્યાસ થી ઘણા દુખ શાંત થઈ જશે ઘણું બધું સમજાય જાશે.. જીવન ઇસ્વર પાસે થી મળેલ અમુલ્ય સોગાત છે જેને સમય અનુસાર જીવન ના પલો ને જે તે રંગ મા રંગાય ને જીવન ને રંગો થી સુશોભિત કરીયે છે ને સમય સાથે ફિકા પડી જતા રંગો ને ફરી અનેરા રંગો મા રંગી જીવન ના રંગો મા રંગાતા રહિયે છે. બસ એવા જ જીવન ના રંગો કયારેક સુખ તો કયારેક તકલીફ બની ને રંગ છ્લકાતા રહે છેૢ. માનવી ના જીવન મા આ રંગો પોતાના દ્વારા કારાયેલા કર્મો ને આધીન રંગાતા રહેતા હોય છે જીવન ના આ અનેક રંગો મા લહેરાતુ આ જીવન અતિરેક વ્હાલુ અને સોહામણુ લાગે છેૢ અને ઇસ્વર ને હુ આભારી છુ કે આ જીવન ના અનેક રંગો મા રંગવા માટે આ અમુલ્ય સોગાત આપી. અને મારા મન મા વસેલ આત્મા જે હમેશા મને સહાયકાર રુપે માર્ગ્દર્શન આપતુ રહે છે તેને ખીલેલુ રાખવા માટે મારા યથાર્થ કર્મ કરતો રહિશ. કર્મ પ્રધાન છે ભાગ્ય પ્રધાન છે અને કાળ સમય પણ પ્રધાન છે...