Premtrushna - 4 in Gujarati Love Stories by Rupal Jadav books and stories PDF | પ્રેમતૃષ્ણા - ભાગ 4

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

પ્રેમતૃષ્ણા - ભાગ 4

ભૂમિ અને ખુશી બંને પોતાની હોસ્ટેલ પર પહોંચ્યા .

ભૂમિ તો થાકી ને બેડ પર પડી જ ગઈ . ખુશી પોતાની બુક્સ સરખી કરતાં કરતાં ભૂમિ ને જોઈ રહી .

“ ભૂમિ તને ખબર છે હુ પણ જ્યારે અહી આવી ત્યારે હુ પણ એક દમ તારા જેવી જ હતી પછી આ કોલેજ માં બધા નિયમ અને ..... “ ખુશી બોલી 

ત્યાં વચ્ચે ભૂમિ તેને અટકાવતા બોલી

“ હા હા સાંભળ્યું મે કે તમારી કોલેજ કેટલી કડક છે ને બધું “ 

“ ભૂમિ તું એક તો વચ્ચે વાત કાપવાની તારી આદત થોડી સુધાર અને “ ખુશી બોલી 

“ અરે પણ એ મારો સ્વભાવ જ છે પેહલે થી હુ મારા ઘર માં સૌથી નાની અને લાડકી છુ તો મારું બોલવાની ઢબ  ..... “ ભૂમિ બોલી રહી 

“ બધે જગ્યાએ ચાલતી હશે તારી આ ઢબ પણ અહિયાં આ કોલેજ માં નહિ ચાલશે તું જેટલું હળવાશ માં લઈશ બધું એટલું જ તારા માટે ખરાબ રહેશે “ ખુશી બોલી 

ભૂમિ એ સામે કાઈ પ્રત્યુતર ના આપ્યો 

“ ચાલ હવે સૂઈ જા એટલે જલ્દી ઉઠી ને કોલેજ જવાનું છે “ ખુશી બોલી .

ખુશી બિચારી સારા ઇરાદા સાથે જ આ બધી સલાહ ભૂમિ ને આપી રહી હતી પણ ભૂમિ પોતાના અલ્હડપણા માં બધું લેતી હતી .

બીજા દિવસ ની પહોર છે સૂર્ય દેવ ઊગ્યા અને આજું બાજુ ની પ્રકૃતિ એ પણ પોતાનો ભાગ ભજવવાનો શરૂ કર્યો . 

“ ભૂમિ ઉઠ ચાલ “ ખુશી તૈયાર થતાં થતાં બોલી 

“ હમ ... સુવા દેને ખુશી “ ભૂમિ બ્લંકેટ થી મોઢું ઢાંકતા ઢાંકતા બોલી .

“ ભૂમિ , આજે પણ મોડું થઈ જશે ચાલ “ ખુશી ઉતાવળી થઇ બોલી .

“ કાઈ મોડું નઈ થશે સુવા દે “ ભૂમિ બોલી .

ખુશી ભૂમિ ને પાણી ની થોડી ઝાલક મોઢા પર મારી ઉઠાડી .

“ હં ...... “ ભૂમિ જબકી ને ઉઠી .

“ ચાલ ઉઠ “ ખુશી બોલી .

ભૂમિ ઉઠી , ચા - નાસ્તો કરી અને તૈયાર થઈ 

“ ખુશી તું પણ સાવ ..... “ ભૂમિ બોલી .

“ હાં , ચાલ ચાલ જલ્દી કર “ ખુશી બોલી .

બંને જણા સ્કૂટર લઈને કોલેજ પર પહોંચ્યા . 

“ ચાલો ખુશી બેન ઉતરો આપણું કાયમી નું ઠેકાણું આવી ગયું “ ભૂમિ સ્કૂટર ઊભી રાખતા બોલી .

“ હા ચાલ “ ખુશી ઉતરતા બોલી .

બંને જણા હોસ્પિટલ ના કોરિડોર માંથી ઉપર કોલેજ માં પોતાના ક્લાસ રૂમ તરફ જઈ રહ્યા .

બંને પોતાના ક્લાસ રૂમ માં આવી ને બેઠા .

પેહલો લેક્ચર લેવા ડો. દેસાઈ આવ્યા અને એમણે લેક્ચર ની શરૂઆત કરી .

“ વિધાર્થીઓ , આમ પ્લાસિબો અસર ...... “ ડો. દેસાઈ ભણાવી રહ્યા .

“ આ એક જ ડો. લેક્ચર લેઇ છે . મટેરિઆ મેડીકા ના બીજા કોઈ પ્રોફેસર નથી ? “ ભૂમિ એ ધીમે રહી ને પૂછ્યું .

“ ના છે ને , આ ડો. દેસાઈ તો આસિસ્ટન્ટ પ્રોફેસર છે . મટેરિઆ મેડિકા ના હેડ તો ડો. મલ્હોત્રા છે “ આનંદી બોલી .

“ જે બહુ જ ..... “ ખુશી બોલી 

“ જે બહુ જ કડક છે હા હા ખબર છે બાબા તે મને આ સતર મી વાર કીધું હસે “ ભૂમિ બોલી .

“ હા પણ ભૂમિ ખુશી ની વાત સાચી છે એ સર બહુ જ કડક છે નિયમો ની બાબત માં “ આનંદી બોલી 

“ હવે આ વાતો બંધ કરો અને લેક્ચર માં ધ્યાન દયો “ ખુશી બોલી 

“ હાં હો ડાહી ડમરી છોકરી “ ભૂમિ મસ્તી કરતા બોલી .

ડો. દેસાઈ નો લેક્ચર ચાલુ જ હતો ત્યાં અધવચ્ચે ....

“ તો વિદ્યાર્થીઓ........ “ ડો .દેસાઈ બોલી રહ્યા 

“ શું હુ અંદર આવી શકું સર “ એક પ્યુંન એ અંદર આવવા માટે ની પરવાનગી માંગી .

“ તને ખબર નથી કે લેક્ચર ચાલુ છે ને તું અધવચ્ચે ..... " ડો. દેસાઈ થોડા ગુસ્સા માં પ્યુંન પર રાડો પાડી રહ્યા ત્યાં ....

“ માફ કરજો સર પણ આ બે લેટર ડો . મલ્હોત્રા એ મોકલ્યા છે જો તમે ના પાડો તો હુ એમને .... “ પ્યુંન બોલ્યો .

“ ના ના ડો.મલ્હોત્રા એ મોકલાવ્યા તો તો કઈક જરૂરી જ હશે “ ડો. દેસાઈ બોલ્યા .

ભૂમિ આ બધું જોઈ રહી 

“ વાહ તમારા ડો. મલ્હોત્રા નો પણ રુવાબ છે હો કોલેજ માં “ ભૂમિ ખુશી ના કાન માં બોલી 

“ હજી તો આ કાઈ જ નથી તું ધીરે ધીરે સમજી જઈશ કે હુ તને કેમ ડો.મલ્હોત્રા નું આટલું બધું કહેતી હતી . " ખુશી બોલી.

ડો. દેસાઈ એ બંને લેટર પ્યુંન ના હાથ માંથી લઈ પોતે ખોલ્યા અને પુરે પૂરા વાંચ્યા .

“ ભૂમી અરવિંદ શાહ અને ખુશી ચંદ્રકાંત ત્રિવેદી “ ડો. દેસાઈ બોલ્યા .

“ હા સર “ ખુશી અને ભૂમિ પોત પોતાની જગ્યા પર થી ઉભા થઇ ગયા .

“ કલાસ રૂમ માંથી બહાર નીકળો ચાલો “ ડો. દેસાઈ એ પૂરા ક્લાસ વચ્ચે બને ને કહ્યું .

“ પણ સર થયું શું “ ખુશી બોલી .

“ હા સર અમે બંને એ કર્યું શું તે તમે અમને બંને ને ક્લાસરૂમ ની બહાર કાઢો છો “ ભૂમિ બોલી .

“ તમને કારણ જોઈએ છે ને એ તમને મળી જશે હાલ તમે બન્ને જણ આ ક્લાસ રૂમ ની બહાર નિકળી જાઓ એ જ તમારા બને માટે સારું રહેશે “ ડો. દેસાઈ બોલ્યા .

“ પણ સર “ ભૂમિ બોલી .

“ ગેટ આઉટ ફ્રોમ માય કલાસ “ ડો. દેસાઈ એ સમગ્ર ક્લાસ રૂમ વચ્ચે બને પર ત્રાડ પાડી .

“ ચાલ ખુશી “ ભૂમિ બેગ લેતા લેતા બોલી .

ખુશી થોડી ઉદાસ થઈ ગઈ.

“ ચાલ ...... ખુશી અત્યારે તો અહી થી જઈએ  “ ભૂમિ એ ખુશી નો ખંભો દબાવ્યો .

“ પણ .... “ ખુશી થોડા ઉદાસીનતા ભર્યા અવાજે બોલી .

“ ખુશી ચાલ બધા આપણે જ જુવે છે તારે હજુ અહી રહી ને પોતાને આખાય ક્લાસ વચ્ચે બેઈજ્જત કરાવવી છે નઈ ને તો ચાલ “ ભૂમિ ખુશી ને બેગ આપતા બોલી .

ભૂમિ અને ખુશી ક્લાસ રૂમ માં થી બહાર જઈ રહ્યા ત્યાં ..

“ એક મિનિટ આ લ્યો બને આ એનવોલોપ ડો. મલ્હોત્રા એ મોકલાવ્યો છે “ ડો .દેસાઈ એ બંને ને એનવોલોપ આપતા કહ્યું .

“ આમાં શું છે “ ભૂમિ એ પૂછ્યું. 

“ તમારે જાણવું હતું ને કે તમને લેક્કચર ની અધવચ્ચે થી કેમ કાઢવામાં આવી છે આ લેટર માં તેનું કારણ છે “ ડો દેસાઈ બોલ્યા .

ભૂમિ અને ખુશી એ એન્વોલોપ લીધો .

“ ચાલો હવે જાઓ , મારે લેક્ચર લેવો છે “ ડો.દેસાઈ બોલ્યા .

આખોય ક્લાસ આ બધો દૃશ્ય જોઈ રહ્યો ......