અમે મુળભુત ઓરીજનલ વાણીયા છીએ એટલે દેખાવ ખાતર પણ અમે
પાતળી બ્રાહ્મણ જેવી મુછ રાખીયે પણ એ પણ ફ્લેક્સીબલ નીચી થઇ
જાય તેવી જ હોય છે.અમારી મુછો તલવારકટ નથી હોતી .અમે ધીંગાણા
થાય ત્યારે કોર્ટમા પણ આ જ જવાબ આપીએ છીએ જો પરાણે સાક્ષી તરિકે
હાજર કરવામા આવેતો..."સાહેબ આ બાજુ તખુભા હતા અને આ બાજુ
તેજુભા ..."
“પછી?"
સાહેબ બેય જણે તલવારુ મ્યાનમાથી કાઢી હોં ને મંડ્યા સબોડવા હમમ
હમમ "
“પછી "
સાહેબ પછી આવા ઝપાકા બોલતા હોય તો પવન ફુકાયો અને મારી બેય આંખોમા
કાંકરી ઘુસી ગઇ ...પછી આંખ ખુલે ?
સહુને રાજી રાખીયે એટલે ત્યાર પછી વાણીયાને સાક્ષી તરીકે બોલાવવાનુ
બંધ થયુ"
એટલે હે ભાવક સંતો વાણિયાની મુછ નીચી તો સાતવાર નીચી ની મુળ કથા આપ સહુને કહી.. તે આપ સહુને મફતમા કહેશો.. “ આંઇ અમેરીકાની જેમ વાતે વાતે ડગલેપગલે અમે ચાર્જ લેતા નથી…”મુળ તો છેતરાયા એનો ધૂંધવાટ હતો..
ગોદાવરી હોટેલમા મેનુમા ભાવ વાંચી ઘણા છુચકારા કર્યા પણ વ્યર્થ..નજીક
બોલાવી કાનમા સંભળાય તેમ દિકરાને કહ્યુ "સુવર્ણા બાજુમા છે ચાલો ત્યાં જઇએ
એમાં નાના બાપના નથઇ જવાય. આમ પણ હું નાનો બાપ જ છું તારા કરતા ચાર ઇંચ નાનો એટલે બેટા જરાય શરમનહીં રાખવાની . તારે ખાત્રી કરવી હોય તો હમણાં બહાર નીકળવાની તૈયારી કર પછી એ હૈદ્રાબાદી તારી સામે કેમ વર્તે છે એ ખબર પડશે … આ બધા ડીઝાઇનર બોર્ડર વાળી લુંગીવાળા કાતરા મુછ અને બ્લુ બુશર્ટવાળા મોટા કલીંગર જેવા પેટમાં બે થાળી ભરીને ભાત દાળ શાક ખાશે આપણે બે કોળિયા ખાવા વાળા એના સત્તર ડોલર દેવાનાં ? એની નમણી નાગણ જેવી અયોયો નાં કાનમાં ઝુમકા જો જાડી સોનાની બંગડી ગળામાં હાર જેટલુ એ નમણ સુંદરીનાં બાપે દહેજમાં આપ્યુ છે એ બધ્ધુ પહેરીની નાગમ્મા ઇશારો કરે છે મારા બાપાનો અટલો માલ પડાવ્યો છે તો જીંદગી ભર તને ખર્ચા કરાવતી રહીશ.. એટલે પેલ્લો કુકનુર નાગેશ નીચા મોઢે સત્તર ડોલર ચુકવશે અને કલાક સુધી બસ ખાધા કરશે.. મારું કહ્યું માન બેટા ..”
ઇંટ ઇઝ નોટ પોસીબલ ડેડી કુ..લ …..ના ના એમ પાછા જઇએ તો કેવુ ખરાબ લાગે ?"
“કોને ખરાબ લાગે?ઇ તો ધંધો લઇને બેઠો છે આપણે આપણુ વિચારવાનુ "
ત્યા મેનુ નુ પહેલા પાના ઉપર નજર ગઇ..."ઓહ બાપરે આજે તો બફે છે
સત્તર ડોલરનુ!આતો મહારાજા હોટેલથી યે ચડે એવો ભાવ છે અને અમે તો
ચપટી ખાનારા છીએ સાવ પૈસા પડી જાય "
કાંઉટરવાળો અન્ના ટન્ના ટગર ટગર અમને ધારીને જોઇ રહ્યો હતો ત્યાં અમારો નંબર
આવી ગયો મે હાથ પકડી ક્વીટ કરવા કહ્યુ પણ મારા સસરા કપોળ
રજપુત જેવા હતા એટલે દિકરો મામાની સાઇડે ગયો ના માન્યો .. દિકરો કોઇ પણ હિસાબે કેપ્ટન પોતાનુ સ્ટેટસ રાખવા ટેં બહુ કરે"નો ડેડી ઇટ ઇઝ ઓકે"
ધીરે ધીરે રાઝ પૈસા ભર્યા પછી ખુલ્યા.આ લોકો તંબી નથી મદરાસી નથી
હૈદરાબાદી છે!તેનુ ફુડ હૈદરાબાદી છે આ બધ્ધા બહાર લુંગડીયા હૈદરાબાદી
હતા ...પુર્ણ છેતરાયા હતા.એક માત્ર ઉત્તપા સાંબાર રસમ(માં કસમ એકદમ
બેકાર)રોટી ચાર શાક જેમા કારેલાનુ અલગ શાક પનીર પાલક એક કાંદા
બટેકાનું ; એક શેનુ હતુ એ ખબર નહી પછી હૈદરાબાદી બિરીયાની તુર તડકા
દાળ કાંદાભજી સમોસા સ્વીટમા ડબલ માલમ માલપુવા જેવુ કસ્ટર્ડ ફ્રુટ
સલાડ ચોકલેટ આઇસક્રીમ આદુમરચાવાળી છાસ ...."તે લાવ હેંડ "
કરી પેટ ગીરવે મુકી એટલુ દબાવીને વસુલ કરવાખાધુ કે ભીમ ખાઇને શકુની જાયને
બદલે અમારે જ કરમોની સજા ભોગવવી પડશે એ ભુલી ગયા... અડોધા કલાકમાં અમે બહાર નીકળી ગયા .. બહાર જોરદાર તડકો હતો .. અમારી ગાડી ગરમ તવેથા જેવી થઇ ગઇ હતી ..મને તો લાગ્યું કે આ જ મને કુલ્લે ડામ પડી જવાનાં ..પણ સબુર દીકરાએ દરવાજા ખોલી ફુલ એ સી ચાલુ કરીને પછી અમને બેસાડ્યા.
ગાડી બહાર નિકળીને કેપ્ટન પહેલીવાર બોલ્યા" મોંધુ બહુ હતુ સાલુ ફરીથી નજવાય
પાછુ આપણા ટેસ્ટનુ પણ નહોતુ… મને લુંગી અને નગ્ગમામઓને જોઇને એમ જ થયુ કે ઓરીજલ ઓથેંટીક સાઉથ ઇંડીયન ફુડની મજા પડશે .. બટ.. ઇંટ હેપન્સ સમ ટાઇમ યુ નો …”
“અમે એને ..”
“હા મને ખબર છે તમે સંભળાવવાનાં મુડમાં છો એટલે કહેશો કે આ રાંડ્યા પછીનું ડહાપણ કહેવાય ..!!!”
“અરે તું અટલો બધો કાઠીયાવાડી ક્યારે થઇ ગયો … તારો ગુન્હો માફ દિકરા ધન્ય હો તારી જનેતાને.. એક વાર ચીની ચપટી બનના લીફ કરીને છેતરી ગઇ આ બીજી ગોદાવરી ગોદો મારી ગઇ ..”
પાછળથી જનેતા બોલી “ મારો દિકરો એટલે મારો દિકરો … તું તો રોજ આવી ભુલ હજી કરે છે યાદ કરાવું ..?“ આખુ વાતાવરણ હળવું થઇ ગયુ … દીકરો ફોર્મમાં આવી ગયો ..