બનાના લીફ જેવી છેતરપીંડી આપણે ત્યાં તો ડગલે ને પગલે થાય છે મને
યાદ છે ઉલ્હાસનગરમા પારલે જી ના સ્પેલીંગમા લોચો કરી વરસો સુધી
ગરીબ અજ્ઞાન લોકોને પારલે જીના નામે ધબેડ્યા .મારે ત્યાં કારખાને કામ
કરતો માણસ ભાયંદરમા કોસ્મેટીકનુ કારખાનુ ખોલી નેઇલ પોલીશ ક્રીમ
બનાવવાનુ શરુ કર્યુ..દિલ્હીથી વજનમાં વેનેશીંગ ક્રીમ કોલ્ડ ક્રીમ કલાપી
જેવો વજનમા મળતો પાઉડર નેઇલ પોલીશ બ્રાન્ડેડ કંપનીના પેકીંગમા
વેચવાનુ આજે પણ ચાલુ છે.....ચાલીસ વરસ પહેલા મારી ઓફિસ (!)બેઠક
સુતારચાલમાં હતી.મારા ચુસ્ત જૈન મિત્ર હસમુખભાઇ રોજ બેરીંગનો મોટો
વેપાર કરે.. હમણાં જ એક કેસ પુનેમા બન્યો , ત્યાં વરસોથી પીઝાહટ ચાલે છે હવે ઓરીજનલ વાળા ઇંડીયામાં પુનેમાં ફ્રેંચાઇઝી શરુ કરી તો છક્ક થઇ ગયા .. હમારે સે જુના ઇતના પોપ્યુલર પીઝાહટ્ટ પુનેમેં કીસને બનાયા.. વોભી દસ સાલ પહેલે ..?
પહેલાં તો ઇંગ્લીશ સીસ્ટમ પ્રમાણે આ જુના પીઝા હટ્ટ પર ધાડું લઇને પહોંચી ગયા ..
“ યે ક્યા ચલા રહા હે ભાઇ ? હમારા નામના હોટેલ ? હમ તુમ્હે છોડેંગે નહી ..”
માલીક અસલી પુણેરી ..” એ ગોરેને ગુલામ ચલ હટ્ટ .. અગર તુને પુણેમે પીઝા હટ્ટ ચાલુ કીયા તો છોડેંગે નહી .. આમાં શિવાજી મહારાજ વાલે આહે..”
ગોરીયા ચટ્ટુનાં ગુલામે નોટીસ ઠોકી … કોર્ટમાં કેસ પાંચ વરસે આવ્યો
“ હમમ કાય હાય ? યે પુનામે દસ સાલ પહેલે કે હોટેલ હૈ તુમ કૈસે બોલેગા કી તુમ અસલી હૈ..?”
ગોરાચટ્ટા નીચલી કોર્ટમાં હારી ગયા પછી હાયકોર્ટમાં બિચારા લબ્બા લે છે આજે પણ કોર્ટમાં દાવપેચ ચાલુ છે ..આ લેખક વરસો પહેલા આવીજ એક કથાનો હીરો બન્યા હતા… મુળ કોન્ટેસા નામની ઉંધી લટકતી ફાઇલોએ ગોદરેજની મેથોડેક્સની ઉંધ હરામ કરેલી .. ચંદ્રકાંત જ્યારે ઓફિસ ફાઇલો બનાવવાનું ચાલુ કર્યુ ત્યારે પેટંટ ઓફિસમાં જઇ પાક્કી તપાસ કરી કે કોન્ટેસા કે બીજી કોઇ પણ ડીઝાઇનની પંદર વરસ સુધી જ મોનોપોલી રહે .. કોન્ટેસાને સત્તર થયેલાં .. ચંદ્રકાંતે પોતાની અલગ એજ રીતની હેંગીંગ ફાઇલ બનાવી “ મોન્ટેસા “ પેટંટ એપ્લીકેશન કરી નાખી હતી એટલે પાછળ લખેલું પેટંટ પેન્ડીંગ…કોલાબાનો એ સીંધી મનચંદાનીની ચંદ્રકાંતે રેવડી કરી નાખેલી ..એ વાત યાદ આવી ગઇ…
સુતારચાલનાં એ ચુસ્ત જૈન મિત્ર હસમુખભાઇની વાત કરતા હતા કે “પાવવાલા ચાલ ગ્રાંટરોડથી બોક્સ આવે પછી એસ કે એફ બેરીંગના ચોર બજારથીબેરીંગ સ્ટેમ્પ મારીને આવે અને નાગદેવીમા પેક કરીને અસલી માલ સાથે નકલી માલ જાય .આવુ જ ટ્યુબલાઇટ પર ફિલીપ્સનુ નામ મારી વેંચાય ...
દિલ્હી તો સહુનો બાપ.દિલ્હી ચાંદનીચોકમા ઓરીયેન્ટના પંખા ની એજન્સી બહાર એ જ પંખા અડધાથી ઓછા ભાવમા ગેરંટી સાથે વેંચે ...ગુજરાતના ગામેગામ જુના ટીવી એસેમ્બલ કરી પધરાવવાનો ધોમધોકાર ધંધો ચાલે તો બીચારા બનાના લીફને જ શા માટે નરકમા જવાનુ?
જો એક તંબીને રાખીને ખાલી ઇડલી બનાવતો હતતો ય મને સંતોષ થાત કે
કંઇકતો મળ્યુ ...દઇ જાણે ભલે આવતા ભવે એ લોકો કરચલો કે કાનખજુરો થાય
અંતે તો એના સગા જ એને જીવતો ખાશે.... વિચારોની માળા તુટી
“આજે ડેડી તમે પહેલા ગુગલીમા ચેક કરી લ્યો પછી જ જઇએ...બસ ?
સાઉથ ઇંડીયન આપણે ગયા હતા તે ...સરવના કે સુવર્ણાભવન ગયા હતા
ત્યાં જવુ છે ?આલા કાર્ટ મળશે એટલે ન ભાવે તો આગળ જઇશુ ઓકે ?"
મારા દિકરા ઉપર જો હું ભરોસો ન મુકુ તો કોણ મુકશે ? મે હા પાડી ને સરધસ
સવારે સુવર્ણાભુવન જવા નિકળ્યુ .સુવર્ણાભુવન પહેલા સિગ્નલ ઉપર ગાડી
ઉભી રહી તો સાઇડમા બોર્ડ હતુ ઓરીજલ ઓથેંટીક સાઉથઇડીયન ફુડ..
ધી ગોદાવરી...
ચલો દેખલેતે હૈ...બસ ગાડી પાર્ક કરી ને અંદર ગયા .પુરુ સાઉથ ઇંડીયન
ડેકોરેશન...કસ્ટમર બધ્ધા સાઉથ ઇંડીયન...મેનુ વાચ્યુ ઓહોહો
બધી સાઉથ ઇંડીયન વાનગી ...!ભાવ થોડા થોડા વધારે લાગ્યા પણ ઇટસ
ઓ કે કર્યુ હવે આપણે રહ્યા દેશી ગુજરાતી આપણને લુંગીદાર મિત્રો અને
કોપરેલના તલથી તરબતર વાળવાળી ઉંધી ચુંક પહરેલી કાળીમાતાની
ભક્તાણી જુઓ ,ગડગડતી તડતડતી તુડુમ તુડુમ ભાષા સાંભળો વચ્ચે વચ્ચે ઇલ્લે
નાડડન પીલ્લે સંભળાય કે સમજાય તો તમે તેને પક્કા સાઉથ ઇંડીયન
સમજો ને?
આગળની કથા પહેલા "ન જાણ્યુ જાનકીનાથે સવારે શુંથવાનું છે ?"
અત્યારે તો તુલસીદાસજીનો દોહો મારી જાત ઉપર ફીટકાર વરસાવી કહુ છુ
“રામ નામ મે આલસી ,ભોજનમે હુશીયાર...
તુલસી ઐસે જીવ કો બાર બાર ધિક્કાર..."
તમને કોઇને તો ભોજનમા રસ નહી હોય એવા સજ્જન સન્નારી ગણીને મને
ધિક્કાર કર્યો છે...