Fare te Farfare - 45 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 45

Featured Books
  • માટી

        માટી       નાનપણમાં હું અને મારી દોસ્તો સ્લેટ (પાટી)માં...

  • શ્યામ રંગ....લગ્ન ભંગ....7

    અનંત તેની મિત્રના આવા વતૅન અને વ્યવહાર થી ખૂબ અચંભીત અને ઉદા...

  • ઉર્મિલા - ભાગ 3

    ઉર્મિલા હવે આ ડાયરીના રહસ્યમય સંકેતોને ઉકેલવા માટે વધુ આતુર...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 26

    પસંદ નીતાબેન સોફા પર બેસી શાક સમારી રહ્યા છે. માનવી સામે ખુર...

  • પાનખર

    એક નાના અમથા વાસણમાં ભરીને પાણી ઘરમાં લાવી રહી હતી, એનું વર્...

Categories
Share

ફરે તે ફરફરે - 45

 

સાંઇઠ વરસ પહેલા અમારે ત્યાં અમરેલીમા એક વિધવા મરાઠી બાઇ કામ કરતી હતી. તેનું નામ ચંપાબેન...તેના વર પોલીસખાતામા હતા .એ મરી ગયા એટલે આજીવિકામાટે ચંપાબેન ધરકામે લાગ્યા અને તેમનો નાનો દીયર નામ બાબુ એ સાવ કામધંધા વગરનો હતો નોકરીનાંયે ફાફા હતા . અંદરથી બહુ ખુદ્દાર હતો એટલે ક્યાંય નીચા નમીને હલકા કામકરવા તૈયાર નહી . રોજ રાત્રે ચંપાબેન વિનવે “ એ બાબુડા આપણા  ત્રણ જણનું પુરુ મારા  ઘરકામમાં નથી થતુ . તારોભાઇ આ મારા એક છોકરાને મુકીને દેવ થઇ ગયો પણ તું તો હજી જુવાન છે . તારે પોલીસ હવાલદાર થવું નથી કાલે તાર લગન થાય પછી કેમપુરુ કરીશુ .. આ પોલીસલેનની ખોલી હું જીવું ત્યાં સુધી જ રહે એટલે કંઇક કર મારા બાબુડા…

એ દિવસે બાબુને દિલ ઉપર ઘા લાગી ગયો… અરે મારી ભાભી અટલું વૈતરું કરે ને હું કંઇ ન કરુ ? 

“ ભાભી આપણી પાંસે સો રુપીયા હોય તો હું રાજકોટ જાઉં ત્યાં મારા દોસ્તારનાં મામાની લારી છે  . રાત્રે લારીમાં પડ્યો રહીશ પણ કંઇક શીખીને આવીશ.. ઇ લારીમાં જાતભાતના ફ્રુટ કાપી મસાલો નાંખીને વેંચે છે ઇ કેતાતા કે કોઇ માણસ હોય તો ધંધો વધારું “

“ જા મારા બાબુડા ખુબ મહેનત કરજે ઇમાનદારી છોડતો નહી ..કાલે જ નિકળ. લે મારી પાંસે દોઢસો છે તો સો તું લઇ જા બાકી હું ફોડી ખાઇશ”. ચંપાબેને સવારે થેલીમાં કપડાં ચાદર બંધીને ઓવારણા લીધા …

આ બાજુ સમય જતા બાબુ લારી ઉપર સખત મહેનત કરી રાજકોટમાં નામ કમાયો.. તેને પાઇનેપલ કાપવામાં એવી માસ્ટરી આવી ગઇ કે માલીક તાજુ્જુબ રહી ગયો. પાઇનેપલમાંથી નિકળતો મીઠો રસ તેણે હથેળીથી અવારનવાર ચાખ્યો હતો.. રાત્રે એકલો હતો ત્યારે એક પાકા પાઇનેપલને કાપીને  એને ક્રશ કર્યુ  તેમાં પાણી ને ખાંડ નાખ્યા અને એક ગ્લાસ ગટગટાવી ગયો..બાકીનો રસ બાજુમાં વિક્ટોરિયા સોડાવાળાને આપ્યો.. આમાં જરા સોડા નાખ અડધામાં અડધામાં વિમટો..

બાજુવાળો તો નાચવા મંડ્યો .. ઓહો ઓહો હો  કરતો જાય “.. બાબુ તું ય પી લેતો જરા..”

બાબુના સાતે કોઠે દિવા થયા .. દિમાગની બત્તી થઇ . સવારે માલિકને એક પાઇનેપલનો રસ કાઢીને પીધો ઇ વાત કરી .. પછી બોલ્યો “ કાકા તમે મને બહુ સાચવ્યો ત્યાં અમરેલીમાં મારી ગરીબ ભાભી હવે કામ કરતાં થાકી છે મારી પાંસે પંદરસો રુપીયા ભેગા થઇ ગયા છે એક ગોલાનું મશીન અને સોડાનું મશીન લઇ અમરેલીમાં ચાલુ કરીશ ..રસવાળા બાબુજી..

લારીવાળા રામજીભાઇની આંખો ભીની થઇ ગઇ.. જા બેટા આ મારા તરફથી બીજા હજાર રુપીયો પણ નામ સમાજે..” 

પંદર દિવસમાં નારીયેળ ફોડીને બાબુએ ભર ઉનાળામાં અનાનસનો કોથળો ખોલ્યો ને લારીમાં બરફનું છીણ ઉપર અનાનસનો ક્રશ  ઉપર ખાંડ મીઠું સંચળ ભભરાવી સોડાની બોટલ ફોડી … તમાશો જોવા ઉભેલાનેએક એક ધુંટડા જેટલો રસ ચાખવા આપ્યો.. બધા મોં માં આંગળા નાખી ગયા .. વાહ વાહ ભાઇ કેટલાનો ગ્લાસ ?

“દસ રૂપિયા “

કલાકમાં બધા પાઇનેપલ સાફ થઇ ગયો.. બાબુ રાતે ચંપાભાભીને પગે લાગ્યો 

“ લે મારી માં આ આજે એક દિ માં પાંચસોનો વકરો ને સોની કમાણી… એ રાત્રે ચંપાએ શીરો બનાવ્યો..બાબુએ એક મહીનામા એવો ધંધો જમાવ્યો કે  વાત ન પુછો.

અમરેલીમા જુનુ બસસ્ટેંડપાસે  એ લારી કરી અને નામ રાખ્યુ "બાબુભાઇ

ગોલાવાલા" જાતભાતના  રંગરગીન ગોલા બનાવનારો એ પહેલો ગોલાવાલો

એટલુ કમાયો બાજુમા બાબૂભાઇ અનાનસવાલા લારીમા લેમન સરબત સોડા

ધોમધોકાર ચાલી એ જમાનામા એ લાખો રુપીયા કમાયો ..આજુબાજુમા

બીજા દસ ગોલાવાલા જ્યુસવાલા આવ્યા પણ બાબુનો રુવાબ એવો ને એવો.

નામ પણ બાબુ ગોલાવાલા રાખે પણ નકલ ન ચાલી...તે ન જ ચાલી.

………….

પચાસ વરસ પહેલા મુંબઇ કાંદીવલી રહેવા આવ્યો ત્યારે સોના થીયેટર

વેસ્ટમા હતુ તેની બહાર સીતારામ પાંવભાજીની લારીવાળો એવો જામી ગયો કે કાંદીવલી પછી બોરીવલીમા જ્યાં જાવ ત્યાં સીતારામ પાંવભાજીં મા કમાયો. પછી કાંદીવલી હવેલી પાંસે સંજય કુલ્ફીવાલા શરુ થયો  તે તેણે પણ એવો તરખાટ મચાવી દીધો કરોડોની દુકાનો  કુલ્ફીનું કારખાનુ કર્યુ...

તો આ અધુરી કહાની વાળુ બનાના લીફ પણ મુબઇ જેવુ એ જ હશે ?એવુ મારા જેવો

અનુભવસિધ્ધ બાઘો ન સમજે? એને મુંબઇમા પહેલી વાર રસમવડાનો

જે ચટકો લગાડેલો (હલો ,રસમ  વડા ઉપર જોઇએએટલીફ્રી..) એ યાદ ન આવે ?

રાતભર બસ ઇડલી ને રસમવડાના સપના ન આવે ? હું તો સપનાના વાવેતર

કરનારો માણસ છું ક્યાંથી ક્યા અફળાવ છુ એની મને જ ખબર નથી હોતી

હવે અમેરિકાની હ્યુસ્ટનની બનાનાલીફ ની વાત ક્યાં ચડી ગઇ! 

“નામ રહંતા ઠક્કરા નાણા નવ રહંત કિર્તી કેરા કોટડ પાડ્યા નવ પડંત "

હજીતો પારલાનો મારો ખુમચાવાળો પણ મગજમાથી ખસતો નથી...ખુમચાની

આગળ પતરુ તેમા હાથે પેંટીગ કરી લખેલુ "સીતારામ ભેલપુડીવાલા ફોન 

નંબર....પાર્ટી કા ઓડર લીયા જાતા હૈ..."

“અરે ભાઇ યે કાંદીવલીકા સીતારામ પાંવભાજીવાલા તુમ્હારા રિસ્તેદાર હૈ?"

અરે કાકા ઐસા સસુરા હજાર માગો હજાર મિલેંગે અબ દેખો હમરા નામ હૈ

રામલખન ઔર હમારી મૈયાકા નામ હૈ સીતાદેવી તો ક્યા હમ નામ નહી રખ

સકતે?ઉસને ક્યા સીતારામ કા ઠેકા લેકે રખ્ખા હૈ ?"

ડેડી ચાલો બનાના લીફ આવી ગયુ."આતો ચારે બાજુ ચપટા જ દેખાય છે

તે ઇ બધ્ધા આ રવાડે ચડી ગયા ?"

અમે હ્યુસ્ટન ના લીટલ ચીન એરીયામા હતા .રસ્તા ના નામ પણ ઇંગ્લીશ અને

ચીનીભાષામા લખેલા મળે આને અમેરિકા કહેવાય..

બહાર ટોળા વચ્ચે એક ચપટીએ બહાર  દિકરાનેઆવીને પુછ્યુ "ટીમ?"

“યા યા હાવમેની? સીક્સ..."

ઓહ વંડરફુલ પછી ચીં છીંચું ચુ કરી હસતી હસતી અંદર ગરી ગઇ અમે

રાહ જોતા બહાર ઉભા છીએ પણ મને દાળમા કંઇ કાળુ લાગે છે.... સાલું ટીમ ટીમ કરતી હતી તે હોટલમાં મેચ રમાડશે ? આ ચપટાનો ભરોસો નહી. એકતો આંખોથી કંઇ ઉકલે નહી ..સાલું એક સરખી આપણી સાથે મેચ રમશે તો ઇ તો દસ બદલાય તોય ખબર નહી પડે પાછી વાતે વાતે વાંકી યું યું કર્યા કરશે … હે ભગવાન શું આઇટમો બનાવે છે..!