Prem Samaadhi - 116 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ-116

Featured Books
  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

  • आई कैन सी यू - 51

    कहानी में अब तक हम ने देखा के रोवन लूसी को अस्पताल ले गया था...

Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ-116

પ્રેમ સમાધિ 
પ્રકરણ-116

 નારણ સુરતથી નીકળ્યો ત્યારથી ઊંડા વિચારોમાં પડી ગયો હતો. એ વારે વારે સતિષની સામે જોઇ રહ્યો હતો. જ્યારે મંજુનો ફોન આવી ગયો પછી એને જાણે અંદરને અંદર જીવ બળી રહેલો. મધુ ટંડેલ મારાં ઘરમાં છે. મારી દીકરી અને વહુ ત્યાં એકલાં છે દોલત પર ભરોસો કેટલો કરવો ? સતિષ અને દોલતની ધરી એક થઇ ગઇ છે. મધુ મને વિજયની બધી મિલક્ત ધંધો અપાવી દેશે ? સતિષની નજર કાવ્યા પર છે. શું વિજય માનશે ? આટલાં વરસોથી વિજયની સાથે છું વિજયને મધુ પરાસ્ત કરી શકશે ? કલરવને મારી નાંખશે ? માયા કલરવની માળા જપી રહી છે... 
 નારણે માર્ક કર્યું કે ડ્રાઇવ કરતાં સતિષ પણ વારે વારે ફોન આવે છે એ બોલતો નથી જણાવતો નથી કોના ફોન છે ? મધુ મારાં ઘરમાં બેઠો છે પેલી રાંડ રેખાને લઇને આવ્યો છે હું કાવ્યા કલરવને દમણથી લઇ પેલાં મધુનાં હાથમાં સોંપી દઊ ? ના... ના... મારાંથી આટલી હદ્દે નીચતા નહીં થાય... કલરવનું કાસળ કાઢશે અને આ સતિષ કાવ્યાને... નારણનાં વિચારો બદલાઈ રહેલાં એનામાં વિજયની મિત્રતા અને કલરવને બચાવવાની ઇચ્છા જાગી રહી હતી...
 નારણે સતિષને કહ્યું "સતિષ ગાડી સાઇડમાં લે મારે તને વાત કરવી છે એણે ગંભીરતાથી કંઇક વિચારીને કહ્યું ગાડી રોક..”. સતિષે કહ્યું “કેમ ગાડી રોકું ? હવે તો માંડ 1 કલાકનો રસ્તો બાકી છે શું થયું ?” નારણે કહ્યું “મધુટંડેલ આપણાં ઘરે છે આપણી મદદ માટે આવ્યો છે વિજય અને શંકરનાથથી એને બદલો લેવો છે પણ મારે આમાં વચમાં નથી પડવું.. આખી બાજી ઊંધી વળી ગઇ તો આપણે ક્યાંયનાં નહીં રહીએ.. રહી વાત તારાં લગ્નની કાવ્યા સાથે એનાં અંગે હું વિજયને ચોક્કસ મનાવી લઇશ.”.
 સતિષે થોડાં ગુસ્સા સાથે કહું "પાપા તમે હવે આવાં છેલ્લાં સમયે શું ગતકડાં કાઢો છો ? કાવ્યાને પેલો કલરવ લઇ જશે હું હાથ ધસતો રહી જઇશ તમે વિજય અંકલને કેવી રીતે મનાવશો ? મધુઅંકલની મદદથી આપણને બધુ મલી જશે ભલેને કલરવ મરતો... પેલો વિજય મરતો આપણને તો ચારેબાજુથી લાભજ લાભ છે.”
 નારણે ગુસ્સે થતાં કહ્યું "એય અક્કલનાં આંધળા તને વાસના અને લાલચનાં આંખે પડળ બંધાયા છે તને કશું કશું સમજાતું દેખાતું નથી. શંકરનાથ ચૂસ્ત બ્રાહ્મણ છે એ ગમે તેવો મોટો ધનિક માણસ વિજય હોય. દોસ્તી હોય પણ એ પોતાનાં દીકરા સાથે ટંડેલની દીકરી ના પરણાવે.. બહેન બનાવશે પોતાનાં દીકરાની... વહુ નહીં.. હું શંકરનાથને વરસોથી ઓળખું છું હું વિજય સાથે વરસોથી કામ કરું છું એનો ભરોસો જીત્યો છે મારી વાત એ રાખશે કાવ્યાને તારી સાથેજ પરણાવશે પછી બધુ તારુંજ છે ને ? શા માટે આપણે લોહીની હોળી રમવી જોઇએ ? માયા માટે આપણી જ્ઞાતિમાં સારો છોકરો શોધી લઇશું. મારાં ધ્યાનમાં છેજ વિજયનો ભાણો સુમન, કલરવને સુમન સરખાંજ છે ઊંમરમાં હોંશિયારીમાં સુમન હિંમતવાળો છે. પાછો આપણો ટંડેલ... સમજ્યો ? માયા સુમનને મળશે તો પસંદ કરીજ લેશો. શંકરનાથ કલરવને ટંડેલમાં નહીં નાંખે...” 
 સતિષે આ બધું સાંભળતાંજ ગાડીને જોરથી બ્રેક મારી અને બોલ્યો “પાપા તમારી થીયરી એકદમ સાચી છે આપણે કશુ ખોટું નથી કરવું પણ આપણે હમણાં તરત ઘરે પાછાં નથી જવું પેલો મધુટંડેલ વ્હેમાશે અને ક્યાંક આપણી સાથેજ ખેલ ના કરે... બહુ વિચારીને પાછા જવું પડશે.”
 નારણે કહ્યું “મધુ આપણાં ઘરે છે એજ ચિંતાનો વિષય છે પણ એ ટંડેલ છે એટલે આપણને નુકશાન નહીં પહોંચાડે પણ એનો દારૂ પીધાં પછી ભરોસો નહીં એની બાયડીને દારૂ પી ને... મારી નાંખી હતી.. સાલાં આપણે ફસાયાં છીએ...”
 સતિષે કહ્યું “પાપા મને વિચારવા દો સાપ મરે અને લાકડી ના ભાંગે એવો કોઇ આઇડીયા વિચારવો પડશે.” એણે ગાડી રોકી હતી એ સાઇડમાં લીધી ગાડીની બહાર નીકળ્યો એણે ખીસામાંથી લાઇટર અને સીગરેટ બોક્ષ કાઢ્યું અને બોલ્યો “અંદર બેસજો હું આવું” એમ કહી થોડો આગળ ગયો બાથરૂમ કરવા ઉભો રહ્યો. સીગરેટ બે હોઠ વચ્ચે મૂકી સળગાવી ધૂમાડાં કાઢતો ઉભો રહ્યો. 
 સતીષે કંઇક વિચાર કરીને મોબાઇલ કાઢ્યો. એણે ધીમાં અવાજે કોઇ સાથે વાત કરી અને મોબાઇલ ખીસામાં મૂક્યો સીગરેટ લગાવી ગાડી પાસે આવ્યો.. બોલ્યો “પાપા આપણે હમણાં દમણ જઇએ પણ સીધા વિજય અંકલનાં ઘરે નહીં... કંઇક પ્લાન વિચારીને આગળ વધીએ..”. નારણ એનાં દીકરા સામે જોઇ રહ્યો પછી બોલ્યો" આપણે જે કરીએ એ ગંભીરતાથી વિચારીને કરીએ. તેં કોની સાથે વાત કરી ? મેં જોયું તું સીગરેટ પીતો પીતો કોઇ સાથે વાત કરી રહેલો. "પાપા તમે ચિંતા ના કરો તમે મને સમજાવી દીધું છે હું એ રીતેજ આગળ વધીશ પેલાં ડુમ્મસવાળી ગેંગને ઘરે નથી બોલવતો હવે.. એ લોકોને સીધા દમણજ બોલાવી લઊં મધુટંડેલ અહીં ખેલ પાડવા માટે કાલે રાત્રે આવે ત્યારે તમે તમારી વિજય અંકલને વફાદારી બતાવી દેજો.. આપણે ઘરે પાછા જઇએ ત્યારે આપણું ઘર કુટુંબ બધુ સલામત હોય.....”
 "પાપા હું થોડો સમય પછી દોલત સાથે પણ વાત કરી લઊં છું એને પણ જેવી રીતે સમજાવીશ કે મધુઅંકલને ગંધ નહીં આવે એ મારી બહેન માયા અને માઁ ને સાચવી લેશે ત્યા મધુઅંકલને લઇને દમણ આવવા નીકળી જાય.. એનાં મનમાં શું રમે છે એની મને ગંધ છે એહસાસ છે એને હું એનાં એહસાસ ઇચ્છા પ્રમાણે રમાડી લઇશ ચિંતા ના કરશો . “
 નારણને હસુ આવી ગયું એ બોલ્યો “સતિષ તું સાચેજ હવે મોટો થઇ ગયો હવે તું બધુ સંભાળી શકીશ વિજય પણ તને પસંદ કરી લેશે.. સાચું કહું હવે મને હાંશ થઇ અત્યાર સુધી હું ખૂબ ચિંતા ઉચાટમાં હતો પણ મને છેવટે ટંડેલ દેવ સારી સાચી બુદ્ધિ આપી દીધી. ચાલ લઇલે દમણ.... ત્યાં જઇને કોઇ હોટલમાં રીલેક્ષ થઇએ... “
***************
 નારણનાં ઘરમાં જમાઇ થઇને ગયો હોય એમ મધુ ટંડેલ દારૂની બોટલ સીધી મોઢે માંડી અને બોલ્યો “સાલા બે ઘૂંટ કોરા શું ગયાં પેટમાં... સાલી અંદરથી સીટી વાગી જાય છે આજે તો રેખાડી તને અને પેલી કમસીન નાજુક માયાને બંન્નેને ફેંદી નાંખવી છે બધો ડોઝ એનામાં નાખી દેવો છે સાલી વાસના એટલી માથે ચઢી છે કે ઉતારી નાંખવી છે. આવી જા તું પહેલાં બધાંજ કપડાં ઉતારી નાંખ તારાં અંગ અંગને જોઇશ. પેલાં તારાં વિજયે તને ક્યાં ક્યાં શું કર્યુ છે” એમ કહી ગંદી રીતે આંખનાં ઉલાળા કરીને હસ્યો.. એ અત્યારે પિશાચ જેવો લાગી રહેલો... રેખાએ સાંભળીને પોતાની જાતને માંડ માંડ સંભાળી એ પોતે કોઇ ઊંડા વિચારમાં ઉતરી ગઇ...

વધુ આવતા અંકે ---- પ્રકરણ-117