નસીબમાં હોય તો જ કહાની અટલા એપીસોડ પુરા કરે? ના,એ માટે
સારા કેળવાયેલા ભાવકોએ હઇસો હઇસો કર્યુ ને બાપાએ રેતીમા વહાણ
ચલાવ્યા...એવુ મનમાં ઘમાસાણ ચાલતુ હતુ.
કેપ્ટન સારા સીંગર નથી છતા હાર્યા વગર થાક્યા વગર પરવા કર્યા વગર
ગીત ગાતા ચાલે છે...આજે શનિવારે સવારમા ગુફામાંથી બહાર નિકળ્યા
ત્યારે ગીત ગણગણતા હતા..."નસીબ હોગા મેરા મહેરબા કભી ન કભી
હાયે રે કભી ના કભી..."મારી ચારે તરફ ગરબાની માફક કુંડાળુ ફરતા
ફરતા આ ગીત ગાતા હતા એટલે પુત્રના લક્ષણ પારણા માંથી જાણનારા
બાપાને શંકા ગઇ...નક્કી આજે મારા નસીબમા કંઇક ઉથલપુથલ થવાની
છે...પછી બે ભત્સીકા કરી બે કપાલભાતી કરી ને અનુલોમવિલોમ કરી
શવાસનની તૈયારી કરતો હતો એટલે ના છુટકે કેપ્ટને રહસ્યનો પહેલો
દાબડો ખોલ્યો "આજે તમારુ નસીબ બહુ જોર કરે છે " હું વિચાર કરતો
રહ્યો કે બેજાન દારુવાલા મને કહેતા નથી ને આ અમેરીકામા મારુ નસીબ
કઇ રીતે જોર કરે..? નક્કી નસીબ આડેનુ કોઇ પાંદડુ હટી રહ્યુ છે..
બાપાને અટલી વાત ઉપરથી વિચારવાયુ થઇ ગયો...ગુજરાતી સાહિત્ય પરિષદવાળા છેક અંહી આવી આવી મારુ સ્વાગત કરવાના છે ?તેના આવવા જવાના ખર્ચા જેટલીતો
બધાને એવોર્ડ આપે તોય અટલા ન થાય ...નક્કી હું નસીબનો બળીયો નથી
પણ કેપ્ટનની કોઇ ગહેરી ચાલ છે . અમેરીકન સરકારનાં લાઇબ્રેરી ખાતામાં ગુજરાતી બુકો મંગાવે છે એવી વાત સાંભળી હતી , આખો દિવસ નવરા બેઠા ખાંખાંખોળા કરતાં એટલું રીસર્ચ કરીને એ વાત પાકી કરી હતી કે અંહીની લાઇબ્રેરીમાંથી ગુજરાતી પુસ્તકો પણ ખરીદે છે તો કોઇ એવી કંઇ ઇંકવાયરી હશે ?યુએસમાં આમ તો આપણા ઇંડીયાથી જતા લેખકો કવિઓની એક ટીમ વરસોથી કામ કરે છે જેમાં એક ઠક્કર એક પટેલ છે એ લોકો કવિ લેખકો સાથે સોદો કરેલો હોય કે તમારે દસ પ્રોગ્રામ કરવાના છે જાહેર હોલમા બાકીની ખાનગી મહેફીલો સાહિત્ય મંડળો ચલાવનારાને ઘરે.. તમારે જ્યાં સગવડ નહી હોય ત્યાંજ હોટેલમાં ઉતરવાનુ બાકી આ દરેક સીટીનાં ખમતીધર ગુજરાતીને ઘરે બેઝમેન્ટમા કે ગેસ્ટરૂમમા રહેવાનું . એ લોકો તમને જમવાનું ખાવાપીવાની સગવડ કરશે એનાં બદલામાં પ્રોગ્રામમાં વાહ વાહ વાહ કરવાની.. ડાયરા લોકગીતોવાળા માટે પણ આ જ પેટ્રન હોય છે ..આ ધંધામાં એ લોકો દસ પંદર પ્રોગ્રામ કરે તેનો ખર્ચો બાદ કરીને પચાસ ટકા પોતે રાખે બાકી જેમણે વાહ વાહનમાં પૈસા ઉડાડ્યા હોય એ ડોલર તમારા બાકી આવવા જવાની ટીકીટ વીમાનો ખર્ચો સ્પોન્સર કાઢે…ડોલરની લાહ્યમાં અને ઇંડીયા આવી વાહ વાહ કરવાની મફતમા યુએસ નાં બે ચાર સ્થળે ફરવા મળે એ મોટો ફાયદો…આ આખુ ગણીત મને નવીનભાઇ બેંકરે મને સમજાવેલું તે યાદ આવ્યું..
“ ભાઇ કોઇનો સ્પોન્સર પ્રાગ્રામ માટે ફોન હતો? બોલને ભાઇ.“
'સુમધુર સ્વરમાં (ખરજ ..ત્રીજી કાળી રાગ ધમાર ધ્રુપદ ...હાંકે રાખો બાપા..) "નસીબમે જીસકે જો લીખાથા વો તેરી મહેફીલ મે..."
મારા પૌત્રે બાજી પલટાવી દીધી "દાદા આપણે આજે બપોરનુ લંચ
નસીબ હોટલમા લેવાનુ છે યે... ડેડી તમને ઉલ્લુ બનાવવાની ટ્રાય કરે છે યુ નો ઇંટ ?
“ બેટા હમ તો જન્મે હી ઉલ્લુ બનતે આયે હૈં તો તેરા ડેડીભી ચાન્સ માર રહા હૈ.. હર હાલમેં ખુશ રહો..”
પૌત્રને જરા ભારે પડ્યું “ હેં દાદા ? શું કહો છો સમજાયુ નહી બટ યુ અન્ડરસ્ટેંડ નો ?”
“ હા બેટા હુ પણ અંડરસ્ટેન્ડી ગયો .. યસ આઇ ગોટ ઇટ.. થેંક્સ..”
પછી તો નસીબના ગુણાનુવાદની કથા સત્યનારાયણની કથા જેમ પુત્રએ શરુ કરી..સાંભળીને પ્રસાદ લોલુપ બાપાના હોઠ વચ્ચે લાળોના ફુવારા ફરવા લાગ્યા એમા છોગુ ઉમેરતા કેપ્ટને ઉમેર્યુ
બફે લંચ છે (સુગ્ન ભાવકો બુફે સમજી પોતાને ઘરે થાળી ફરતા પાણીની
છાંટી જે હોય તે ખાઇ લે ..જેવા જેના નસીબ સમજીને હરખ શોક ન કરે )
સ્યુગરલેન્ડ હ્યુસ્ટનમા દેશી માલીકો દ્વારા દેશી લોકો માટે દેશી જમવાનુ
(ફોર ધી પીપલ બાય ધ પીપલ...ઓફ ઘ પીપલ ...ભુલચુક તમારે ખાતે)
ચાલુ દિવસમા આ બફે દસ ડોલરમા અને શનિ રવિ ૧૧.૯૯..ડોલર..
બોલો છે ને બાટા જેવો ભાવ ...! માલીકોના મોઢા ન તો ગુજરાતી હતા ન તો
મારવાડી હતા જે હતા તે હૈદરાબાદી ઇંડીયન લાગતા હતા...ધડી ભરતો દાખલ થયા
એટલે એમ લાગ્યુ કે એક જ કુટુંબના લાગે છે બાકીના કામ કરનારા મેકલા લાગ્યા...
ખાવાવાળા અડધોઅડદ ગોરીયા કાળીયા હતા ...બાકીના અમારા જેવા
હરખ ઘેલા ઇંડીયન હતા...
પૈસા ભરીને લાઇનમા ઉભા રહ્યા હાથમા પ્લેટ ને બાઉલ લીધા હતા પહેલા
દસ આઇટમો નોનવેજ હતી એટલે તેની ઉપર હડહડ ચોકડી મારી .ચાખણી પુરતી કઢી પકોડી શાહી કોફતા ,પનીર મખની ,નાન બટર પરાઠા કુલચા ...ના નાના ટુકડાઓ
લઇ કાંદા ભજી ગોટા સમોસા ગુલાબ જાંબુ મગની દાળનો શીરો,ખીર
ફ્રુટ સલાડ બેત્રણ સલાડ આગળ કાપેલા ફ્રુટની ચાટ ચા કોફીના થરમોસ
બધુ ચમચી ચમચી લીધુ ને ટેબલ ઉપર બેઠક લીધી..પણ પ્રથમ ગ્રાસે મક્ષીકા.......