મુંબઇમાં બોરીવલીમાં ઇન્દ્ર પ્રસ્થમા અંડર ગ્રાઉડમાં ગેરકાયદસરની
અનેક દુકાનો જોએલી વરસો પહેલા દિલ્હીની પાલીકાબજારમા કોનોટ પ્લેસ
માં આવો નજારો જોયેલો પછીતો આખા ગુજરાતમા ડબલડેકર શોપીગમોલ
જોયા એટલે જ્યારે આ હ્યુસ્ટનની અંડરગ્રાંઉડમા પહોંચ્યા ત્યારે આવી
બધી કલ્પનાના ઘોડા દોડતા હતા... મુબઇ હોય કે ગુજરાત કે દિલ્હી બધે સરકારને નકશા કંઇક બતાડે કંઇક બનાવે જેમાં ઓફિસો બતાડી હોય એ દુકાન થઇ જાય ઘર બતાવ્યું હોય એ ક્લાસીસ થઇ જાય .. વળી વકીલો ડોક્ટરો સીએ આ ઘર છે બતાવી ઓફિસ કરી નાખે … દુનિયા ઝૂકતી હૈ ઝૂકીને વાલા ચાહીયે… આ જ મંત્ર આખા દેશમાં ચાલે. રસ્તાની ફુટપાથ સીવીલીયન માટે બને પછી એક પછી એક ફેરિયા કબજો કરતા જાય પછી ધંધો જામે એટલે ઘરનાંને તૈયાર કરી એ ગલ્લો સોંપીને બીજી જગ્યા હડપ કરે..કંઇ કાયદેસર નહી બધો રોકડો વહેવાર.. બ્લેકમનીની રેલંમછેલ… મોદી બાપાએ જરાક નોટબંધી કરી ચેકીંગ ચાલુ કર્યુ કે આ ઇકોનોમી એંસી ટકા કેશ?? પછી આપણને અને એને પણ તકલીફ થાય…બહુ ગંભીર વિચારો આવવા લાગ્યા હતા.. ચલો કુછ હલકા ફુલકા હો જાયે..ત્યાંજ સાલારામની સાઇરન સાંભળી…
“ચંદ્રકાંત જરા પગ ઉપાડો કેમ ઢીલા ઢીલા ચાલો છો ? હજીતો ચાર પાંચ
માઇલ ચાલવાનુ છે."
“ભાઇ,હું ડબલ ઘોડે અજય દેવગનની જેમ ચડી ગયેલો ..લ્યો હાલો "
દસ ફુટ અંદાજે પહોળી આ ગુફાઓ જેવી ટનેલમા હવાઉજાસ પુરા પણ
ચારે બાજુ દુકાનો નહોતી ... પણ ચોરે (હે ભગવાન આ દેશી શબ્દોએ
જીવ લીધો છે ) બે ટનેલ જ્યાં ક્રોસ થાય ત્યાં મોટી જગ્યા ખુલ્લી હોય
ત્યાં એકાદ બે દુકાનો બાકી ફાસ્ટફુડની આઉટલેટોમાંથી ફુડ લઇ ને
ઇંડીયાનાં શોપીંગમોલનાં ફુડ કોર્ટની જેમ ટેબલ ખુરસી મુકેલા હોય ત્યાં
બેસીને ખાવાનુ ... કંઇ ગેરકાયદેસર નહીં કારણકે આદેશમાં કોઇ પાંસે રોકડા રુપીયા જ નહી … દરેક જગ્યાએ કાર્ડ કાઢીને તમામ વહેવાર થાય..
અમે ચાલતા હતા ત્યારે કેટલાય ઇંડીયન કેટલાક તો ગુજરાતી કોઇકતો વળી કાઠીયાવાડી વળી ટલ્લા ટપકા વાળા સ્વામિનારાયણવાળા તો લાલ બંદીવાનના માઇ ભક્તો ને કપાળ ઉપર ચંદનનો લેપ કરેલા અય્યરો જોવા મળ્યા ...
“આ બધા નોકરીયાતો એક ઓફિસથી બીજી ઓફિસ જવા માટે ;બપોરે
લંચબોક્સ લઇને ચાલતા હતા એવા પણ હતા ...ઓવર સાઇઝની કાળી
મઢમુ ,ગોરા પડઘમદાસો બહુ જોવા મળતા હતા...પણ કોઇને કોઇ પરવા નહી
એક જ વાત 'ઇટસ માઇ લાઇફ ' પાછળથી અવાજ આવ્યો "એ સંજય
એક મીનીટ ક્યાં આમ હુડહુડ કરતો ભાગે છે ?
“હાય નટરાજન કૈસા હૈ ? યહાં?"
“આ દેશી લોકોતો બધી ટનેલમાયે ઘુસી ગયા છે... "
ચાલતા ચાલતા બે વાર ભુલા પડી એક ટનેલમા ભુલભુલામણીની જેમ થોડુ
ફર્યા અને ગુગલ મહારાજને વંદના કરી ..."આઇ ડોન્ટ નો "
બાપાની છટકી ગઇ "સાલ્લાઓ ઉપર કેસ ઠોકી દેવો જોઇએ અટલી ખબર
નથી ? હ્ઠ ભુંડા. " આંયા બાપાના પગની કઢી થઇ ગઇ ઝુકરીયા.. પગનું માલીશ કરવા તું આવીશ.. ? બૈરી તો આવા મારા પડઘમદાસ જેવા પગ જોઇને દર વખતે “ અરે બાપરે ચીસ પાડે પણ નરમ મુલાયમ હાથથી માલીશ તો ન જ કરે..
“ તારા ઘરમાં બધા ટેટીના સુકલકડી પગવાળા છે અમે તો મજબુત અંબુજા સીમેન્ટ જેવા વિરાટ સ્ટ્રેન્થવાળા છીએ… માલિસ કરવુ નહોય તો કંઇ નહીં પણ માણસ હીલીંગ થેરપી જેમ હાથ તો ફેરવે કે નહી ? પણ ઉંહ ઉંહ કરી ઉભી થઇ જાય… મારી છટકી જાય ત્યારે આનાંથી વધારે આ ઉમ્મરે શું કહેવું ? એને તો હવે કોઇ બીક જ નથી . રાજરાણીની જેમ મારી ઉપર રાજ કરે છે …
હારી થાકીને અમે ડાફોરીયા મારતા હતા પણ અમેરીકામાં કોઇને પુછીયે તો નાનમ ગણાયની થીયરીવાળા મારા સાળાની આગેવાની હતી એટલે એમની યે બોલતી બંધ થઇ ગઇ હતી..
ત્યાં સામેની દિવાલ ઉપર ફ્લોર મેપ ઉપર જોયો ...."આપણે અંહીયા લોચો કર્યો..
લેફટને બદલે રાઇટ ફર્યા કર્યુ " સાળાએ મને સંભળાય તે બડબડ કર્યુ... "અમેય ઘેટાની જેમ નીચુ મોઢુ રાખી ચાલ્યા ઇ અમારી ભુલ......સામે નકશા હતા તોય નજર નો કરી વ્હાલા.." મેં સામો વસવસો કર્યો…આ અમેરિકનો આમ ભલે સાવ ઉંધા રહ્યા .. મુળ બ્રિટીશ હતા તેની તેમને દાજ રાખેલી એટલે પાવર તો કે આપણે ત્યાં બસો ચાલીસ વોટ પણ અમેરીકામાં એકસો દસ વોટ.. સ્વીચ બધી ઉંધી.. આપણે નીચે થી ઉપર ઓન માટે કરીયે ઇ બેટ્ટા ઇ વળી ઉપરથી નીચે પાડી ઓન કરે … ગાડીયુ લેફ્ટ હેન્ડ આપણી રાઇટ હેંન્ડ.. ઇ કીપ લેફ્ટ ગાડી હાંકે આપણે કીપ રાઇટ ગાડીયુ હાંકીયે.એના ઇલેક્ટ્રીકના થાંભલા લાકડાના લાંબા ઝાડનુ થડીયુ જમીનમાં ખોંસીને બનાવેલા આપણાં લોખંખંડના થાંભલા .. એના સીગ્નલ રોડ ઉપર લબડતા હોય આપણા લોખંડનાં પોલ ઉપર હોય …આ ટનેલ બનાવી શુકામ..?
બીજી વલ્ડવોરમા ઝાપલાવે અમેરીકમાં બંદર ઉપર પહોંચી વિનાશ કરેલો એટલે એમને બીક ઘુસી ગઇ … સાલું ત્રીજી વોર થાય તો ..? એટલે આવુ ટનેલનુ ઝાળું અંડરગ્રાઉન્ડ બનાવ્યું.. ઇ તો ભગવાનનો પાડ માનો કે અમારા જેવા ટુરીસ્ટ ઉપર નજર નથી પડી નહીતર ગેટ ઉપર દસ ડોલરની ટીકીટ રાખી દે …
.......
ટનેલને આમથી તેમ વળી તેમથી આમ એમ ચકરડી ક્રોસીગ કરીને થાકીને સહુ થાકીને ફુડ કોર્ટમા બેઠા ... પહેલીવાર સાળા વદ્યા “ સાલું ગાભા કાઢી નાખ્યા હોં ચંદ્રકાંત …બર્ગર જેવી ૬ઇંચની બે સેન્ડવીચ એક સ્પીનીચની ભાજી વાળો ઢોસો એક ન્યુટ્રેલાવાળો ઢોસો ચાર જણ વચ્ચે હમ્બો હમ્બો કરીને ખાધો …હરીઓમ..
પછી એક સાથે સહુ બોલ્યા ..આ આપણે ચારજણ સાવ ઓછુ ખાવા વાળા છીએ બાકી આ ગોરીયા કાળિયા તો એક જણને અટલું જોઇએ.પેટ ભરીને ઓડકાર ઓહીયા કર્યુ.
.....પાછા ફરતા નકશો બરાબર યાદ રાખી હયાત હોટેલ નજીક બહાર નિકળ્યા
ફરીથી ઓલા કરી ને ગાડી સુધી પહોચ્યા...
“કેમ લાગી અનડરગ્રાઉડ ટનેલ “? સાળારામ..
“ભાઇ આમ તો એ પાતાળલોક કહેવાય ....શાશ્ત્રમા તેને નરક લોક કહ્યુ છે
પણ આ મફતમાં જોવા મળ્યું એટલે ભાવમા ખોટુ નહી !"