ફરે તે ફરફરે .-૩૧.
કહેછે ગાંડાના ગામ ન હોય પણ તમે વિચારો ટેક્સાસ આખુ ગાંડુ...અટલી
ગન ફાઇટ અને ધડાધડી થાય છે ને અમેરીકમા ઘણા સ્ટેટે આ ગન કલ્ચરનો
વિરોધ કર્યો .પણ ટેક્સાસ નો નો નો...લોકોને પુરે પુરી આઝાદી આપવાની ..
અમારા ભાગ્યકે મારા દિકરાને આ બળબળતા તાપમા શેકાતુ ટેક્સાસ ગમે
છે..મેં તો કહી દીધુ ધીરેથી"જેવો દેશ એવો વેશે થઇ ગયો હવે હવા તો લાગી
ગઇ છે"પણ મારુ હવે હું પોતે ય નથી સાંભળતો..બસ એમજ ખાલી હવા
કુકરની સીટી જેમ નિકળી જાય છે પછી હાથ પણ હારીને વિરોધ કરવાને
બદલે આંગળી ઉંચી કરી નાખે...
વહેલી સવારે બાળકોની ટીમ કેપ્ટન અને ગોવાળીયા જેવો હું ગાડી
લઇને નિકળી પડ્યા ...
“સીક્સ ફ્લેગ "...તમને યાદ છે ગયે વખતે સી વલ્ડ ગયા ત્યારે રસ્તામા
આ એન્ટરટેઇનમેંટ પાર્ક છે યાદ આવ્યુ..ડીઝની વલ્ડના માસીનો દિકરા
જેવડુ...માંડ અગ્યાર વાગે પહોંચીશુ...૨૫૦ માઇલ છે...
મને એમ ઘણીવાર એમ થાય કે માણસ આવી રીતે હરવા ફરવા ન જાય ને એકલું પૈસા કમાવા ને ભેગાં કરવામાં ધ્યાન આપે એવું અંહીયાનું કલ્ચર જ નથી .. કામ ગધેડાની જેમ પાંચ દિવસ કરે ને છઠ્ઠો દિવસેતો ભુલાયો થઇ જાય.. રોજ બાર તેર કલાક કામ કર્યા પછી મગજ નામની વસ્તુ જ બંધ થઇ ગઇ હોય તેને રી-ચાર્જ કરવા બહાર નીકળી પડે. ગોરીલાઓની આવા રીલેક્સ થવાની રીતો અલગ … કાં બે જણા હોય તો માછલી પકડવા જાય સાથે ફુડ શેતરંજી સોરી મેટ નાનો છત્રી તંબુ બે રીલેક્સ ચેર ગાડીમાં નાખી દે ને આ માછલા પકડવા નજીકનાં પોન્ડ તળાવને કિનારે પડ્યા હોય બીજાં પાતરાં પાંચ છોકરાવાળા ખાવાનાં ડબ્બાઓ લઇ પાર્કમા જાય ને ફુટબોલ રગ્બી રમે રીંગ રમે ડીશ થ્રો રમે મ્યુઝીક વાગતું હોય કોઇ નાચતું હોય .. કોઇ ગોરીયા બુઢા બુઢ્ઢી જંગલ સફારી જાય કોઇ દરીયા કિનારે જાય હ્યુસ્ટન પાંસે ગેલેરીયામા ફોન રાઇડમાં જાય બાકીના પબમાં જાય.. પણ બહાર જાય જાય ને જાય..હવે અમારા કુંવરજી પણ અમેરીકન થઇ ગયા એટલે સંગ તેવો રંગ લાગેને ? અમે હાઇવે પકડીને ગેલેરીયા પછી નાસા પાસ કરીને સડસડાટ જતા હતા .. રસ્તા માં મારું કામ ગામના નામના પાટીયા જોવા ટાઇમ મળે તો ગુગલાને પુછી હીસ્ટ્રી કાઢવી…
ટેક્સાસમાં હ્યુસ્ટનની બાજુમા ટેક્સાસ નામનુ ગામ છે પહેલાતો એમ લાગ્યુ કે
આજ નામ ટેકસાસ છે એટલે ઇ જ ટેક્સાસની રાજધાની હશે પણ હય..ડ...હઇડ .. થાય એવુ નાનુ ખોબા જેવુ ગામ હતુ .. ચારે બાજુ હરીયાળા ખેતરો વચ્ચે ઘાંસના મેદાનમા ઓરીજનલ ટેક્સાસ હોર્સ એટલે ઘોડા ચરતાં હતાં .. અરબી ઘોડાના બાપ સાલ્લા સાત ફુટ ઉંચા અલમસ્ત હોય .. એવીજ ગર્ભાશયને આંટી મારે એવી ટેક્સાસ ગાય પણ હોય…
આગળ રસ્તામાં હીલી સીટી આવે ઓસ્ટીન એ જ ટેક્સાસની રાજધાની તેને છોડીને
આગળ સેંટ એંટેનીયો બહુ સરસ સીટી આવે એને બાઇપાસ કરી અમે
અંતે સીક્સ ફ્લેગ પહોંચ્યા ...
“ડેડી હવે તમારી સરહદ આવી ગઇ.."
“કેમ મને તું મેક્સીકો ધકેલવાનો છે ?"
“ડેડી અંહીની તમે લોકો એકેય રાઇડ તમે કરી શકવાના છો ? "
“ના ભાઇ ના ."
એટલે જ આ એરીયામા ગાડી પાર્ક કરી છે ત્યાં રેસ્ટ રુમ છે આ તમારુ ફુડ
અને આઇ પેડ એ..ને મસ્ત મસ્ત ફેસબુકની પોસ્ટો જોયા કરો ને લાઇકુ
દીધા કરો..પોસ્ટ કરો .."
છોકરાવ કેપ્ટન સાથે જાત ભાતની રાઇડો માટે નિકળી ગયા...કેટલી જાતના
જાયન્ટ વીલ...ઝીકઝેક રાઇડો ક્યાંક બે હજાર ફુટ ઊપર થી નીચે પછાડે
ક્યાક ઉંધીચત્તી ચકરી ફેરવે ક્યાંક મીની ટ્રેન હુગડ કત્તીવત્તી કરતી દોડે
આમ તેમ ફંગોળે પાણીમા સરરર કરતી આરપાર...ક્યાંક ટાવર જેવડા
ઉંચા જાયન્ટ વીલ અંદર અંદર ગોળ ફેરવતા હતા ...ટુંકમા બધી રાઇડો
ચકરાવે ચડાવે જેવા તેવાને બે રાઇડમા જ એવા ચક્કર આવી જાય કે
બિચાકડો કે બિચાકડી ગરીબ ગાય થઇ જાય ને પૈસા પણ પડી ગયા
હોય પણ હવે એકે રાઇડુના નામ નહી લેતા...એમ ઘડી ભર નક્કી કરે. પણ એ સ્મશાન વૈરાગ્ય હોય તેની મને ખાત્રી થઇ ગઇ હતી.. બીજા શનિવારે પાછા તૈયાર.. “ દાદા સીક્સ ફ્લેગ… કમ ઓન..” હાથ પકડીને દાદીને મનાવવા એક જણ લાગે બીજુ દાદાને મનાવવા લાગે..દાદા કહે પણ ખરા કે “ અરે મને નાનપણથી હીંચકો નહોતો ખાઇ શકતો બસમાં ચક્કર આવતાં આમાં ક્યાંથી તારી રાઇડુ કરવી બોલ ?”આ બધા મનમાં ચકરાવા ચાલતા રહે…..
સાંજના છ સુધીનુ અમારુ તપ ફળ્યુ ને ઘુમરીઓ ખાતા બાળકોને લઇ થાકીને
ટેં થઇ ગયેલા કેપ્ટનને મેં બિરદાવ્યા.."વાહ રંગ છે જુવાન વડોદરાના
આઠ આઠ ઉંધા ગરબા ન રમ્યો તોયે તું આવી રાયડો પછી પણ ગોળ ગોળ ફરતો નથી.. વાહ વાહ..”
......છોકરાઓ તો પીઝા ખાઇને ગાડીમા હજી બેઠા કે ઘોંટી પડ્યા..અમે જગજીતની
ગઝલો ચાલુ કરી"હોશવાલો કો ખબર ક્યા આશકી ક્યા ચીજ હૈ"