Jodha Akbar a love story in Gujarati Love Stories by Munavvar Ali books and stories PDF | જોધા અકબર એક પ્રેમકથા

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

જોધા અકબર એક પ્રેમકથા

હુમાયુના મૃત્યુ પછી અકબરને જ્યારે રાજગાદી સોંપવામાં આવી, ત્યારની વાત છે.

ત્યારે જહાંપનાહ ખૂબ નાના ફક્ત ચૌદ વર્ષના રાજકુમાર હતા.રાણા સાન્ગા સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું. અકબરના ખાસ શિક્ષક બેરમ ખાન હતા.બેરમખાં પાસે તમામ સિપાહીઓની કમાન હતી કેમકે તેઓ સેનાપતિ હતા.રાણા સાંગાના સિપાહીઓ જ્યારે એકત્ર થઈને અકબર ના સિપાહીઓ સાથે યુદ્ધ ખેલ્યું ત્યારે અકબર ના 1000 માંથી 850 સિપાહીઓ રહી જવા પામ્યા હતા. જ્યારે, રાણા સાંગાના 400 માંથી 376 સિપાહીઓ જીવતા રહ્યા હતા. બેરમખાનને યુક્તિ સૂઝી અને તેમણે સિપાહીઓ ને આદેશ આપ્યો કે રાણા સાંગા હાથી પર સવાર છે કારણકે, તે આપણાં સૈનિકોને હાથીના પંજા હેઠળ કચડી રહ્યો છે.આથી, બેરમ ખાનની યુક્તિ સુધી એને બેરમખાને બીજો આદેશ એમ આપ્યો કે "આપણા તિરંદાજો આગળ આવી જાઓ અને શક્ય તેટલું સાંગાની આંખો પર નિશાનો લગાવવાનો પ્રયત્ન કરો."તેની એક આંખ ઘવાઈ જશે પછી લડત આપણા દબાણ તળે આવી જશે એમ જ થયું એક કુશળ સૈનિક કે તેની આંખમાં સીધું તીર માર્યું અને રાણા સાંગો હાથી પરથી પછડાઈ ગયો અને જમીનદોષ થઈ ગયો.હવે, રાણા સાંગાને અકબર સમક્ષ લેવામાં લાવવામાં આવ્યો અને બહેરામખાને અકબરને સૂચવ્યું કે તમે તેનો વધ કરી નાખો! અરે, તલવારથી તેનો વધ કરી નાખો. અકબરે ના પાડતા હતા. બહેરામખાન ગુસ્સામાં અકળાઈ ઊઠ્યા અને ગુસ્સામાં લાલચોળ થઈ ગયા પછી તેમણે તલવાર લીધી અને પોતે જ તેનું માથું ધડથી દૂર કરી દીધું અને તે યુદ્ધ અકબરના સિપાહીઓ અને અકબર ત્યાં જહાપના જીતી ગયા."બાદશાહ સલામત જિંદાબાદ"ના નારા ગુંજવા લાગ્યા.

જહાંપનાહ ધીરે ધીરે મોટા થતા ગયા અને 21 વર્ષના થઈ ગયા ત્યારે તેમને રાજગાદી પર બેસાડવામાં આવ્યા. આ સમય દરમિયાન રાજપુતો અને મુગલો વચ્ચે ઘમાસણ ચાલી રહી હતી અને રાજપૂતો પોતાની જમીનો ખાલી કરવા માંગતા નહોતા. જો કે તેમાંથી ઘણાખરા રાજપુતો અકબરની શહેનશાહી હેઠળ પોતાના રાજ્યોનું મહેસૂલ નિયમિત આપતા રહેતા હતા, તેથી તેમને પોતાની રાજગદ્દી પરથી જહાંપનાહ હટાવવામાં આવતા ન હતા.પછી, તેમના વતી નું મહેસુલ લઈ લેવામાં આવતું હતું

તેમાં એક કટ્ટર રાજપુત આવી ગયા. નામે રાજા હંસરાજ હતા. તેઓ ખૂબ કટર હતા અને અકબરની સાથે છેલ્લે સુધી યુદ્ધ લડવા આવ્યા. યુદ્ધ શરૂ થતા પહેલા જ જહાંપનાહજીએ આદેશ આપ્યો હતો કે 'એક ચિઠ્ઠી મોકલાવો કે તેઓ તેમનું રાજ્ય આપવા માંગે છે કે મહેસુલ આપવા માંગે છે?' તે રાજા હંસરાજે અકબરનું અપમાન કર્યું અને તેમનું આ ચિઠ્ઠી ફાડી નાખીઅકબર ગુસ્સે ભરાયા પરંતુ તેમને શાંતિથી નિર્ણય કરવાનો નિર્ણય કર્યો.તેમનું મોટું સૈન્ય લઈને જ્યારે અકબર સમક્ષ આવ્યા ત્યારે તેઓ પણ યુદ્ધ હારી ગયા. હવે અકબરને બેરમખાને સૂચવ્યું કે "તેનો વધ કરી નાખો!" આ વખતે અકબરે તેનો વધ કર્યો નહીં.

   હવે જ્યારે રાજા હંસરાજ યુદ્ધ હારી ગયા ત્યારે અકબરે તેમને પાસે બેસાડ્યા અને તેમનો વધ કર્યો નહીં અને બેરમખાન જેમ તલવાર ઉપાડી કે બેરમખાન ને લાફો મારી દીધો બાદશાહે તેને કહી દીધું કે "તમે આ રીતે લોકોનો વધ કરવો નહીં. તેઓ ભલે કટરવાદી છે, પરંતુ તે આપણા દેશના જ નાગરિકો છે અને હું ભારત દેશનો અદભુત શહેનશાહ છું. હું આ રીતે મારા દેશના નાગરિકોનો વધ થવા નહીં દવ." આ સાંભળી રાજા હંસરાજ ખૂબ પ્રસન્ન થયા અને તેમણે ખુશી ખુશી મહેસૂલ આપવાનું નક્કી કરી લીધું.

અકબર સાથે તેમને સંબંધ સારા થયા તેથી તેમને પ્રધાન નિયુક્ત કરી દેવામાં આવ્યા કેમ કે તે પાટલીપુત્રના રાજા હતા. તેથી પાટલીપુત્રના પ્રધાન અને રાજા બંને તેમને નિયુક્ત કરી દેવામાં આવ્યા અને અકબરના સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા. હવે તેઓ પ્રધાન તરીકે તેઓ તે રાજ્યમાંથી કારોબાર સંભાળશે.

આ સાંભળીને અન્ય રાજપૂતો રોષે ભરાયા અને અન્ય રાજપૂતો હંસરાજની ચરણ સમક્ષ આવી ગયા. હવે તેમાંથી સાત રાજપૂતોમાંથી ચાર રાજપુતોએ મહેસૂલ આપવાનું નક્કી કરી લીધું કેમકે તેઓ મહેસુલ જો ન આપે તો તેમણે આખું રાજ્ય પર શહેનશાહને આપવું પડે તેમ હતું, અને અકબર બાદશાહને પણ એવી રીતે જીતવું ન હતું. તેઓ પોતાને ઈસ્લામિક રીવાયત પ્રમાણે બધાને સરખો હિસ્સો આપવામાં માનતા હતા.

કોઈની સાથે અન્યાય કરવું અકબર બાદશાહને બિલકુલ પસંદ નહોતું. ધીરે ધીરે અકબર બાદશાહની નામના તેમના આગરા રાજ્યમાં થવા લાગી.

આ તરફ રાણી જોધાબાઈની એન્ટ્રી પડે છે કે જ્યારે તેઓ રાજકુમારી હતા ત્યારે પોતાના ભાઈ સાથે તલવારબાજી અને તિરંદાજી ની વિદ્યા શીખતા હતા. તેમના આ ભાઈ સાથે તેમનો વિવાહ થવાનો હતો, પરંતુ તેમને શક્તિભાઈના મોટાભાઈ કિરણરાવને જ્યારે રાજગાદી આપવામાં આવી, ત્યારે જોધાબાઈ યુક્તિ કરી, અને તેમની ખાસ દાસીને જોધાભાઈ ના કપડા પહેરાવી દીધા અને તેઓ ત્યાંથી ફરકી ઉઠ્યા એટલે ત્યાંથી તેઓ નાસી ગયા. અને જઈને તેઓ કુમારશક્તિને મળ્યા છે તેમના ભાઈ હતા.

કુમાર શક્તિએ કહ્યું કે હવે મારે મારા પિતા નું વધ કરીને જબરદસ્તીથી આ ગાદી મેળવવી પડશે તેથી આ ઘટનાની જાણ રાજકુમારી જોધાને થઈ અને તેઓ કહેવા લાગ્યા કે "તમે આવી રીતે મારા કાકા ને મારી શકું નહીં" તેથી તેઓ કુવાર શક્તિ થી અકળાઈ ઊઠ્યા અને ત્યાંથી પણ જતા રહ્યા.

હવે અકબર બાદશાહ સમક્ષ એક નવો પ્રશ્ન ઊભો થયોમહારાજ ઉદયસિંહ ની પુત્રી હતા આ જોધાભાઈ હવે મહારાજ ઉદયસિંહ એ વિનંતી અથવા તો શરત તરીકે તેઓ મહેસુલ ત્યારે જ ચૂકવશે મેવાડનું જ્યારે તેમની આ પુત્રી એટલે કે જોધાબાઈના વિવાહ અકબર બાદશાહ સાથે કરવામાં આવે.

બીજા દિવસે અકબર બાદશાહ જ્યારે અજમેરની દરગાહ શરીફની મુલાકાત લેતા હતા ત્યારે અકબર બાદશાહ ને આ વાતની જાણ તેમના ખાસ સેનાપતિએ કરી તેઓ સેનાપતિની વાત સાથે સંમત થયા અને જુદા બાઈ સાથે લગ્ન કરવા રાજી થઈ ગયા.

જોધાબાઈ તેમના પિતાને સમજાવવા લાગી કે "હું એક હિન્દુ યુવતી છું અને તેઓ એક મુસ્લિમ રાજા છે. હું કઈ રીતે લગ્ન કરી શકું?"ત્યારે  રાણા ઉદયસિંહ કે સમજાવ્યું કે "આપણા હાથમાંથી રાજ્ય જાય એના પહેલા તમારે આ લગન મુગલ બાદશાહ સાથે કરવા પડશે."પિતાજી નો આ હુકમ સાંભળીને જોધાબાઈ તરત તૈયાર થઈ ગયા અને અકબર બાદશાહ સાથે તેમના લગ્ન કરાવી દેવામાં આવ્યા.પરંતુ રાણી જોધાબાઈએ રાજા અકબરને બે શરતો મૂકી પેલી કે રાજમહેલમાં તેમના માટે ક્રિષ્ના ભગવાનનું મંદિર બનાવવામાં આવે. બીજી શરત એ હતી કે તેમને મુક્ત રીતે તેમનો હિંદુ ધર્મ પાળવામાં આવે.

આમ, રાજા અકબર તેમની આ બંને શરતોનો અમલ કર્યો કેમકે તેઓ જોધાબાઈ ને મનોમન પ્રેમ કરવા લાગ્યા હતા.  તેમણે ન્યાયપ્રિય પણ રહેવું પસંદ હતું અને તેઓ કોઈ સિપાહીનો  તેમના અથવા તો રાજપુત સિપાઈનું વ્યર્થ લોહી બગાડવા માંગતા નહોતા. તેઓ જ્યાં સુધી વાતચીત થી મુશ્કેલીઓ દૂર થઈ જાય ત્યાં સુધી કરતા અને તેઓ એટલા સમજદાર હતા કે વ્યર્થમાં યુદ્ધ કરતા નહોતા.બીજી બાજુ અમુક રાજપૂત રાજાઓ અહંકાર વલણ ધરાવતા હતા. અને તેઓ સંપત્તિની લાલચે બીજા રાજપુતોને અથવા તો કમજોર રાજાને પતાવી દેતા અને તેમનું રાજ્ય બળજબરીપૂર્વક આંચકી લેતા હતા.

જે દિવસે લગ્ન થવાના હતા તે દિવસે જોધાબાઈએ એક લગ્ન લખ્યું એ પત્ર લખ્યો અને પત્રમાં લખ્યું કે "મને બચાવી લો હું આ લગ્ન કરવા માંગતી નથી કુંવર શક્તિજી."લગ્ન પછી જોધાબાઈ બાદશાહને હાથ લગાવા દેતા પણ નહોતા. આ વાતનો ફાયદો સકીનાબાઈ એ પછીથી ઉઠાવ્યું.

બાદશાહ ના જમાઈ બાદશાહથી ઈર્ષા કરતા રહેતા. તેઓ ખૂબ જ ઈર્ષ્યા કરતા હતા અને તેમણે આગ્રા અને હિન્દુસ્તાનના રાજા બનવું હતું. મોહમ્મદ દશરથ તેમનું નામ હતું.

આ તરફ અકબર બાદશાહ ના સોટેલા એટલે સાવકા ભાઈ પણ તેમના શત્રુ  હતા.આ સાવકા ભાઈએ અકબર બાદશાહને ધીરે ધીરે પછાડવાનું નક્કી કર્યું તેમણે સૌથી પહેલા નાણામંત્રી પ્રધાનને એટલે કે રાજા હંસરાજ ને પતાવી દેવા મનોમન નક્કી કર્યું બપોરે જ્યારે રાજા હંસરાજ અકબર બાદશાહ દરબારમાં આવીને હિસાબ કરવા બેઠા હતા ત્યારે ત્યારે આ સાવકાભાઈ દાનિશ મન્દે તેમને પેટમાં તલવાર ઉતારી દીધી.અને પ્રધાન હંસરાજ ત્યાં જ મૃત્યુ પામ્યા.

આ ઘટનાની જાણ થતા બાદશાહ ખૂબ જ રોષે ભરાયા, અને તરત ન્યાય કરતા. તેમણે તેમના સાવકા ભાઈ ને બીજા માળ પરથી જમીન પર ફેંક્યા તેઓ ઘાયલ થયા, મૃત્યુ પામ્યા નહીં. તેથી, ફરીથી તેમને આ રીતે લાવવામાં આવ્યા બીજા માળે અને ફરીથી ગ્રાઉન્ડ પર એટલે કે જમીન પર ફેકવામાં આવ્યા.  હવે દાનિશમંદ મૃત્યુ પામ્યા. આ ઘટનાને સંપૂર્ણ અવલોકન રાણી જોધાબાઈએ કર્યું. જોધાભાઈ ખૂબ ચિંતામાં પડી ગયા અને બીજી બાજુ તેમના મનમાં ન્યાય પ્રિય રાજા પ્રત્યે સન્માન પણ હતું.

  અકબર બાદશાહ ના સગા મમ્મી હંમેશા ધાર્મિક કામોમાં વ્યસ્ત હોવાથી, હજયાત્રા કરતા રહેતા અને જમાતોમાં જયા કરતા. હજ એટલે કે ઇસ્લામિકધામની યાત્રા કરતા રહેતા હતા. ત્યાં જ ગરીબ યાત્રિકોને જમણવાર કરાવતા અને રહેવાની સગવડ પણ કરાવી આપતા.તેમનું નામ આલિયા બેગમ હતું. તેથી, તેઓ બાદશાહને વધુ મળી શકતા નહોતા. પરંતુ  બાદશાહને દૂધ પીવડાવનાર મા બીજા હતા તેમનું નામ સકીના હતું.

બાદશાહ સમક્ષ સકીનાને ખૂબ સારી રીતે રાખવામાં આવતા. કેમકે, અકબર બાદશાહને તેમણે દૂધ પીવડાવીને મોટા કર્યા હતા, અને તેમને 14 વર્ષ સુધી સાચવ્યા 21 વર્ષના રાજકુમાર થયા, ત્યાં સુધી તેમને પોતાના આંચલમાં સમાવી લેતા.

હવે જ્યારે બાદશાહ અને જોધાબાઈ ના લગ્નની વિધિઓ બાકી હતી. જે લગ્ન પછી હોય છે તેમાંની એક વિધિ હતી જે બાદશાહએ પોતાની રીતે ઉપજાવી હતી અને તે હતી નવરાજપૂત રાજાઓને નવરત્ન થાળી જમાડવી અને તે પણ ચાંદીની વાસણોમાં.એના માટે બાદશાહના ખાસ બાબરચીઓને અફઘાનથી બોલાવવામાં આવ્યા, જે સારી રીતે સાત્વિક રાજપુત ભોજન બનાવી શકે.પરંતુ આ વાત જોધાબાઈ ને ગમી નહીં, અને જોધાબાઈએ બધા બાવરચીઓને કિચનખાનામાંથી બહાર કરાવી દીધા.અહીં જોવામાં આવે કે 65-65 કિલો શાકભાજી જુદા જુદા 9 પ્રકારના હતા.

રાણી જોધાબાઇએ પોતાની રીતે બધું જ ભોજન બનાવી લેવાનું નક્કી કર્યું. ત્યારે, આ વાત સકીનાબાઈને ગમી નહીં આને પોતાનું આત્મસન્માન તૂટતું જણાયું.તેમણે અકબર બાદશાહને આ વાતની જાણ કરી કે તેમનો આત્મસન્માન ખોરવાઈ રહ્યું છે, અને તેઓ તે રાજપૂત રાણી પાછળ પ્રેમમાં અંધ થઈ ચૂક્યા છે જે તેમને હાથ પણ લગાવવા દેતી નથી.

જ્યારે 20 ટન જમવાનું એકલા જોધાબાઈ અને ચાર બાવરજી સાથે મળીને બનાવી દીધું. ત્યારે, અકબર બાદશાહ સમક્ષ તે જમવાની થાળી પરવવામાં આવી.તો ત્યાં પણ સકીનાજી આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા કે બાદશાહ કંઈ પણ જમતા પહેલા તેમના સિપાઈઓને જમાડે છે એટલે કે ખાતરી કરે છે કે બાદશાહનું જમવાનું સલામત છે.

  તે કોઈ સિપાઈ નહીં પરંતુ જે બનાવવા વાળો બાવરચી હોય તે જ જમીને બાદશાહને કહે છે કે "આ જમવાનું બરાબર છે એમાં કોઈ પણ પ્રકારના હાનિકારક તત્વો મેળવવામાં આવ્યા નથી."

આ સાંભળીને જોધાબાઈ બાદશાહ સમક્ષ થાળી લઈને બેસી ગયા અને અકબરની સામે બેઠા બેઠા તેઓ દરેક વાનગીમાંથી એક એક વસ્તુ જમવા લાગ્યા.   બાદશાહ જોતા રહી ગયા અને તેમણે જોયું કે બધી વાનગીમાંથી એક એક વસ્તુ તેમણે ખાધી છે બાદશાહ ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું કે "જે થાળીમાં રાણી જોધાબાઈએ ખાધું છે તે જ થાળી એટીમાં હું જમવા માંગું છું"પછી જોધાબાઈ કહેવા લાગ્યા કે "ઉભા રહો, બાદશાહ જમતા નહિ! સુરણ ના શાકમાં મીઠું નાખ્યું જ નથી."આ સાંભળી સકીનાભાઈ મનમાં ખૂબ લાલચોળ થઈ ગયા અને  સકીનાભાઈએ જોધાબાઈને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું.

શકિનાબાઈએ તેમની ખાસ દાસીની મદદથી દીવાનેઆમ જે શયનખંડ રાણી જોધાબાઈને આપવામાં આવ્યો હતો તેની તપાસ શોધખોળ કરાવી અને તેમાંથી પહેલો જે પત્ર શક્તિને લખવામાં આવ્યું હતું તે છેલ્લો અંતિમપત્ર જોવામાં આવ્યો અને એ અંતિમપત્ર મેળવવામાં સફળતા હાસલ થઈ.

હવે સકીના બાઇ જહાંપનાહ સમક્ષ રજૂ થયા અને આખી ઘટનાની વિગતવાર માહિતી જણાવી કે કુમાર શક્તિ અહીં હુમલો કરવા આવી રહ્યા છે જોધાબાઈએ તેમને આદેશ આપી દીધો છે.

મધરાતે જ્યારે જોધાબાઈ ચોરી છુપે કુવાર શક્તિને મળ્યા ત્યારે ચારે બાજુ સૈનિકો આવી પહોંચ્યા અને કુમારશક્તિ ત્યાંથી પલાયન થઈ ગયા ત્યારે જોધાભાઈ ને મહેલમાંથી અકબર બાદશાહના આદેશ મુજબ કાઢી મૂકવામાં આવ્યા અને જોધાભાઈ તેમના પિયરમાં જઈને રહેવા ગયા.

આલિયા બેગમ યાત્રા પરથી આવ્યા અને તેમને પોતાના પુત્ર વિશે આ મૂર્ખામી ભર્યો નિર્ણય ની જાણ થઈ અને તેમણે એ પણ જાણ્યું કે આ બધી ઘટનાની મૂળ પાયામાં સકીના બાઈ નો હાથ છે.

ત્યારે અકબર બાદશાહ અને સકીના અને આલિયા બેગમ ત્રણે વાતો કરી રહ્યા હતા અત્યારે સકીના બાઇએ કહ્યું કે એ પત્ર છે ને આ રાણી જોધાબાઈએ જ લખ્યો હતો,  બાદશાહને માતા આલિયા બેગમે કહ્યું કે "જો પુત્ર, તે પત્ર ભલે લખ્યું હતું પરંતુ તેને કોઈ દિવસ મોકલ્યો ન હતો એ પોતાની પાસે રાખ્યો હતો છેલ્લી નિશાની તરીકે."

આ સાંભળીને શકિનાબાઈ ખુબ જ ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા કે "આ આલિયાળી જૂઠું બોલી રહી છે."  બાદશાહ આ સાંભળીને અકળાઈ ગયા અને કહેવા લાગ્યા કે "મારી માતાને આ રીતે બોલવાનું કોણે કહ્યું? તમે મારી માતાને આવી રીતે તોછડાઈ ભર્યા નામથી બોલાવશો? તે રાણી છે અને તમે મામુલી દાસી છો, તમે ખાલી મને મોટો કર્યો છે. હવે તમારો અને મારો સંબંધ અહીં પૂરો થાય છે. હું તમારું મોઢું જોવા નથી માંગતો. કેમકે તમારી આ કરતુતે  મને ખૂબ ક્રોધિત કર્યો છે."તેથી, સખીનાબાઈ ને મહેલમાંથી પોતાના ઈચ્છા અનુસાર ધન લઈને નીકળી જવાનો આદેશ આપ્યો.

પછી અકબર બાદશાહ રાણી જોધાબાઈ ને તેડવા માટે તેમના પિયરમાં એટલે કે મેવાડ રાજ્યમાં ગયા ત્યારે રાણી ઈન્દુ દેવી એ તેમને શરત આપી કે "જો તમે તમારી રાણી ને ઓળખો તો તો તમે એને લઈ જઈ શકશો."

અહીં, બાદશાહે 33 દાસીઓ માંથી રાણી જોધાબાઈને ઓળખી કાઢી કેમકે તેમણે ઘરેણાં પહેર્યા હતા.

રાજાજી આ પરીક્ષામાં નિપુણ થયા અને રાણી જોધાભાઈએ નક્કી કરી લીધું કે 'હું પણ મારી રીતે બધી પરીક્ષાઓ લઈશ.'

બીજા દિવસે સવારે રાણી જોધાબાઈ તેમની એક દાસી સાથે તલવારબાજી ના ક્લાસીસ કરી રહ્યા હતા ત્યારે અકબર બાદશાહ ત્યાં આવી પહોંચ્યા અને રાણી જોધાભાઈએ આદેશ આપ્યો, 'એકાંત!'

તેમના કહેવા મુજબ અકબર બાદશાહ અને રાણી જોધાબાઈને એકાંતમાં યુદ્ધ રમવા આપ્યું ત્યારે અકબર બાદશાહ સાથે યુદ્ધ રમતા રમતા તલવાર બાજી કરતા કરતા રાણી જોધાબાઈ નું પલડુ ભારી થઈ ગયું.

તેઓ યુદ્ધ જીતવાના જ હતા કે ત્યાં જ તેમની માતાનો સંદેશો આવ્યો કે 'તેમના કાકા તેમને મળવા બોલાવે છે!' આ ઘટના એ ધ્યાન ભટકાઈ ગયું અને રાજા અકબર યુદ્ધ જીતી ગયા.

પછી પણ રાણી જોધાભાઈ તેમની સાથે રાજમહેલમાં આવવા માંગતા નહોતા અને રાતે તેમણે એક રૂમમાં જ્યારે સુવડાવવામાં આવ્યા ત્યારે જોધાબાઈએ અકબર બાદશાહ વચ્ચે એક પરદો મૂકી દીધો એ કહ્યું કે "આ પરદાની સીમા ઓળંગશો તેટલી કદમ હું દૂર જતી રહીશ."

બીજી સવારે, વિલા મોઢે બાદશાહ તેમના રાજમહેલ આગ્રા એકલા ચાલ્યા ગયા.પછી બાદશાહને આ વાત તેમની માતા આલિયા બેગમને કરી. આલિયા બેગમ કહેવા લાગ્યા કે "તેમની પરીક્ષાઓ એવી છે કે સર્વ ધર્મનું ભલું થાય  રાજા હુમાયુ પછી જ્યારે બાબર દ્વિતીય અને બહેરામ ખાનના હાથમાં જ્યારે રાજ્ય આવ્યું. ત્યારે, તેમણે અન્ય ધર્મો પ્રત્યે ખાસ ધ્યાન દોર્યું નહોતું, અને ચારધામની યાત્રા જે કરવા માંગતા હોય તેમની પાસે મહેસૂલ લેવામાં આવતું."

આ સમગ્ર કામ અજમેર વાળો જહાંપનાહનો જમાઈ મોહમ્મદ દશરથ કરતો હતો.અકબર બાદશાહ આ વાતની જાણ થઈ પરંતુ તેમને પરોક્ષ રીતે જાણવું જરૂરી હતું તેથી તેઓ સામાન્ય માણસના વેશમાં તૈયાર થયા અને એક દિવસ મધ્યાહન ના ટાઇમ પર તેઓ તેમના ખાસ સિપાહીઓને લઈને બજારમાં ગયા અને સિપાઈઓને પણ તેમને જહાંપનાહ નહિ પરંતુ જલાલ કહેવાનું કહ્યું. તેમને બાદશાહ અકબરનુ બિરુદ મળ્યું નહોતું, એટલે બધા જહાપનાહ જ કહેતા હતા.

"ઉપરાંત અહીં, તમે લોકો પણ સૈનિકો નથી, એટલે મને જી હુજુર કહેવું નહીં અને તમે લોકો સામાન્ય માણસ છો એ રીતે જ વર્તવું જોઈએ"પછી તેઓ એક અનાજ કરિયાણાની દુકાન પર ગયા અને ત્યાં અલગ અલગ ધાન્યો ના ભાવ પૂછવા લાગ્યા તેમણે પહેલાં ચોખાનો ભાવ પૂછ્યો તો બે સિક્કા નો શેર હતો જ્યારે ઘઉંનો ભાવ પૂછ્યો ત્રણ સિક્કાનો શેર હતો આ સાંભળીને અકબર બાદશાહના મોટા સલાહકારે કહ્યું કે "ભાવ તો આકાશના માથામાં જાય છે એટલે કે સાતમાં આસમાનમાં ભાવ પહોંચી રહ્યા છે!"

ત્યારે કરિયાણાવાળા રામજીએ કહ્યું કે "લેવું હોય તો લેવું નહિ તો ચાલતા બનવું"  બાદશાહ આ સાંભળીને ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા "તને ખબર છે તું કોની સાથે મુખાતિબ છે?"પેલા કરિયાણા વાળા રામજીએ કહ્યું કે "મુખાતબ? અરે જાવ જાવ તમારું કામ કરો. કોડીનો ભાવ તમે આપી નથી શકતા અને મારી સાથે દલીલો કરો છો?"

અહીં, બાદશાહના મોટા સલાહકારી સૂચવ્યું કે 'તમે અહીં ક્રોધ થશો નહીં. નહિતર, બધાને ખબર પડી જશે કે આપણા જહાંપનાહ આવ્યા છે.'

તેઓએ આગળ જોયું તો ચારધામની યાત્રાવાળા હિન્દુ ધર્મના લોકો મોહમ્મદ દશરથના સિપાઈને મહેસુલ ચૂકવી રહ્યા હતા ત્યારે તેમાંથી એક સરદારે આવીને અકબર બાદશાહને કહ્યું કે 'બાદશાહ એમને મહેલના છે અહીં બજારમાં રાજ ચાલતું નથી અહીં અમારે મહેસુલ ચુકવવું પડે છે'ત્યારે અકબર બાદશાહ એ કીધું કે "તમે અહીં  ફરિયાદ કરવા કરતા, રાજદરબારમાં આવીને ફરિયાદ કરશો તો તમારી ફરિયાદ જરૂર જહાપનાહ સાંભળશે!"ત્યારે તે સરદાર કહેવા લાગ્યો કે "બાદશાહ અફઘાનથી આવેલા છે. તેઓ હિન્દુસ્તાની પણ નથી, તેઓ શું અમારું ખાક સાંભળશે?"

આ સાંભળીને બાદશાહના મોટા સલાહકારો રોસે ભરાયા પરંતુ બાદશાહએ તેમને હમણાં શાંત રહેવા જણાવ્યું.

  બાદશાહ તેમના બે સલાહકાર જોડે નગર યાત્રા કરી રહ્યા હતા. ત્યારે, તેમના પર તીરમારો ચલાવવામાં આવ્યો. અને તેમાંથી એક તીર અકબર બાદશાહની છાતીમાં પેસી ગયું કેમકે તેમણે ત્યારે સામાન્ય વેશમાં હોવાથી બખતર પહેર્યું નહોતું.

બાદશાહની સર્જરી નવ દિવસ સુધી ચાલી અને રાણી જોધાબાઈએ નવ દિવસ સુધી તેમની સારવાર તેમની સાથે રહીને જ કરી.

જે અકબર બાદશાહ સારી રીતે સ્વાસ્થ્ય થઈ ગયા ત્યારે તેમનું સન્માન કરવામાં આવ્યું આ સન્માન પછી નગર જરૂર તેમને અકબર બાદશાહ તરીકે ઓળખવા લાગ્યા અને તેમને અકબરનું ઉપનામ આપ્યું.

બાદશાહ સાહેબે અહીંથી મહત્વના નિર્ણયો કર્યા એક તો ચારધામની યાત્રા કરવા વાળા ને મહેસુલ આપવું નહીં.જે રાજાઓ આર્થિક રીતે કંગાળ છે તેમને મહેસુલના અડધા ભાવ જ આપવાના રહેશે.અમે બજારમાંથી તમામ મહેસુલ હટાવી લેવામાં આવ્યા કેમ કે સામાન્ય પ્રજા મહેસુલ આપી શકે તેમ નહોતી.

બાદશાહ એ ખૂબ ખૂબ ધન્ય રાજકોશમાંથી કાઢ્યું અને અને પ્રજાની અંદર અંદર વહેંચી દીધું.પછી અકબર બાદશાહ નું સન્માન કરવામાં આવ્યું અને રાણી જોધાભાઈ ખૂબ જ પ્રસન્ન થયા અને હવે તેઓ અકબર બાદશાહ અને ખૂબ પ્રેમ કરવા લાગ્યા.

પછી અકબર બાદશાહ અને જોધાબાઈ તેમના દીવાનેખાસ શયનખંડમાં સાથે સુતા હતા. ત્યારે, અકબર બાદશાહે પોતાના પ્રેમનો પ્રસ્તાવ રજૂ કર્યો.અહીં, જોધાબાઈ પણ તેમના આ પ્રેમથી ખૂબ પ્રભાવિત થયા અને અકબર બાદશાહ ધીરે ધીરે જોધાબાઈના ઉપાન્ગો વચ્ચે અને સાંથળો પર હાથ ફેરવવા લાગ્યા.

અને તેમના ગળાના ભાગે ચુંબનો કરવા લાગ્યા અને તેમનો મધુર રસ પીવા લાગ્યા, તેમના શરીરમાંથી ઉતરતો પરસેવો પીવા લાગ્યા. પછી સ્તનપાન કર્યું. આ રીતે તેઓ ધીરે ધીરે પ્રેમની શરૂઆત કરી.