Premni ae Raat - 7 in Gujarati Love Stories by Tejas Vishavkrma books and stories PDF | પ્રેમની એ રાત - ભાગ 7

Featured Books
Categories
Share

પ્રેમની એ રાત - ભાગ 7

વિરોધ

કેવિન કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ફોન પર વાત કરી રહ્યો છે.
"ગમેં તે થાય એ નંબર કોનો છે જેને જાનવી ની મમ્મી ને કોલ કર્યો હતો.તે વ્યક્તિ વિશેની બધી ડિટેઈલ્સ મારે જોઈએ."

સામે છેડે થી ફોન ક્ટ થાય છે.ત્યાં જ પાછળ થી અવાજ આવે છે.

"એ માણસ ને ના કહી દે કે તે નંબર ની માહિતી મેળવવા ખોટી મહેનત ના કરે, કેમ કે એ ફોન મેં જ કરાવ્યો હતો."કેવિન નાં પપ્પા ગંભીર અવાજ માં કેવિન સામે જોઈ ને કહે છે.

કેવિન થોડીવાર માટે ચૂપ થઈ જાય છે. તેને બોલવું છે પણ બોલી નથી શકતો.

"પ... પ.. પ...પ્પા  તમે કોલ કરાવ્યો હતો પણ કેમ??"

"છેલ્લા ઘણા દિવસો થી જોવું છું કે જેટલું ધ્યાન ઓફિસ માં નથી એનાથી વધુ ધ્યાન પેલી ફૂટપાથ પર રોટલા અને શાક વેચતી પેલા પટ્ટાવાળા ની છોકરી પર છે."કેવિન નાં પપ્પા કેવિન સાથે ગંભીર ચર્ચા માં ઉતરી રહ્યા છે.

કેવિન તેના પપ્પા નાં શબ્દો પર થી તેમના કહેવાનો મર્મ સમજી જાય છે.
"એટલે તમે કહેવા શું માંગો છો??"

"તું હવે નાનો નથી રહ્યો બધું જ સમજે છે. એટલે સીધી પોઇન્ટ તું પોઇન્ટ જ વાત કરીશ. એ રોટલાવાળી સાથે શું સંબંધ છે તારે??"

"તમને બધી ખબર જ છે, તો પૂછો છો શું કરવા??અને હા પપ્પા એનું નામ રોટલાવાળી નહિ, જાનવી છે. અને તે મારી ગર્લફ્રેન્ડ છે. પ્રેમ કરું છું તેને."

કેવિન નાં પપ્પા જોર જોર થી હસવા લાગે છે.

"જાનવી, હા... હા.... હા.... એ રોટલાવાળી ગર્લફ્રેન્ડ!!!હમમમ.. તું જો અને એ જો... તમારા બન્ને વચ્ચે નો ફરક દેખાય છે તને. તું એક બિઝનેમેન નો દીકરો અને તે એક પટ્ટાવાળા ની નીચી જ્ઞાતિ ની છોકરી અને એમાંય કામ શેનું કરે?? તો ફૂટપાથ પર રોટલા અને શાક બનાવવાનું "કેવિન નાં પપ્પા નાં ચહેરા પર ગુસ્સો દેખાઈ રહ્યો છે.

કેવિન તેના પપ્પા ની વાત સાંભળી થોડીવાર માટે ચૂપ થઈ જાય છે.

"પણ... પપ્પા મારી વાત તો સાંભળો "

કેવિન ને બોલતો અટકાવી તેના પપ્પા કહે છે.
"મારે તારી સાથે બીજી કોઈ ચર્ચા માં નથી ઉતરવું, બસ એટલું સાંભળી લે કે તે છોકરી થી દૂર થઈ જા. તે છોકરી આપણા પરિવાર ને લાયક નથી.આવી છોકરીઓ તારા જેવા છોકરા ને ફસાવી તેમની ધન દોલત પચાવી પાડવા પર એમનો ડોળો હોય છે.એટલે સાન માં સમજી જા... નહીંતર મારી પાસે શામ,દામ, દંડ, ભેદ બધું જ છે. એ તો તને ખબર જ છે."

"પણ એકવાર મારી વાત તો સાંભળો"કેવિન આજીજી કરે છે.

"મારે તારી કોઈ વાત નથી સાંભળવી,પણ તું છેલ્લી મારી વાત સાંભળી લે. જો તું એને ના છોડી શકે તો તું આ ઘર અને આ પરિવાર છોડવાની તૈયારી કરી દેજે. એ પણ કાયમ માટે... આ તારા બાપ નો અંતિમ નિર્ણંય છે. તે રોટલાવાળી નીચ જ્ઞાતિ ની છોકરી મારાં ઘરમાં ના જોઈએ."કેવિન નાં પપ્પા આટલું બોલી ને ચાલતા થઈ જાય છે. તે કેવિન ની કોઈ વાત સાંભળવા તૈયાર નથી.

"ખબર નહીં આમને જાનવી થી કઈ વાત નો વિરોધ છે?? "કેવિન મન માં ગુસ્સે થઈ ને બબડે છે.

કેવિન તેનાં પપ્પા નાં નિર્ણંય થી નારાજ છે. તેને કંઈ સમજાતું નથી કે શું કરવું અને શું નાં કરવું??

*                                 *                                *

"શું થયું બેટા,કેમ આજે સુમમુન થઈ ને બેઠી છે.કંઈ બોલતી નથી??"જાનવી ની મમ્મી જાનવી ને મૌન ધારણ કરેલી જોઈને પૂછે છે.

"મમ્મી કાલે રાતે બનેલી ઘટના પછી ખબર નહિ પણ મારું મન ગભરાઈ રહ્યું છે.જાણે કે કોઈ અઘટિત ઘટના ઘટવાની હોય."

"બેટા તારા પપ્પા નાં ગયા પછી તો મને હંમેશા તારી ચિંતા રહેતી હોય છે પણ કાલ રાત ની ઘટના પછી મારું પણ મન..."જાનવી ની મમ્મી ચૂપ થઈ જાય છે.

જાનવી તેની મમ્મી સામે જોવે છે. તેની મમ્મી જાનવી નાં ગાલ પર હળવેક થી હાથ ફેરવે છે.

"બેટા મારે તને ક્યારની એ એક વાત કહેવી હતી પણ તને ખુશ જોઈને કહી શકતી નહતી.બેટા આપણે રહ્યા એક સામાન્ય ગરીબ માણસ અને તું જેને પ્રેમ કરે છે તે ઊંચી જ્ઞાતિ અને રૂપિયાવાળા ઘરનો છોકરો તો શું તેનો પરિવાર તને સ્વીકાર છે ખરો???"

જાનવી તેની મમ્મી ની વાત સાંભળી ને વિચાર માં પડી જાય છે. તે મૌન થઈ જાય છે.

"પણ મમ્મી જમાનો બદલાયો છે. બે માણસો નાં પ્રેમ ની વચ્ચે જ્ઞાતિ અને રૂપિયા નો સવાલ જ કયાથી આવે??? હા માનું છું કે જીવન જીવવા માટે રૂપિયા જરૂરી છે. પણ એટલા પણ જરૂરી નથી કે માણસ ની માણસાઈ કરતા તેનું મહત્વ વધી જાય.અને આમ પણ તેની ફેમિલી એજ્યુકેટેડ છે. એટલે મને પૂરો વિશ્વાસ છે કે તે લોકો આવી કોઈ વાતો માં નહિ માનતા હોય. એટલે મારી વહાલી મમ્મી તું ખોટી ચિંતા કરવાની રહેવા દે અને ફક્ત ભગવાન પર ભરોસો રાખ.તે બધું સારુ કરશે."

જાનવી ઘડિયાળ તરફ નજર કરે છે.

"મમ્મી ચાલ, નવ વાગી ગયા છે હું ફૂડકોર્ટ પર જવા નીકળું."જાનવી ઘરે થી ફૂડકોર્ટ જવા નીકળે છે.

તેની મમ્મી તેની સાથે વાત કરવા માંગે છે.

"બેટા, પણ મારી વાત તો....."

જાનવી તેની મમ્મી ની વાત સાંભળ્યા વગર જતી રહે છે.

"બેટા ભગવાન કરે તારી વાત સાચી જ નીકળે."જાનવી ની મમ્મી મન માં એકલી બબડી ને ચિંતા વ્યક્ત કરી રહી છે.

*                                *                               *
  
જાનવી ફૂડકોર્ટ પર પોતાનું કામ કરી રહી છે. ત્યાં જ કેવિનની કાર આવી ને ઉભી રહે છે.

કેવિન ની કાર જોઈ ને જાનવી નાં ચહેરા પર ખુશીઓ નું મોજું ફરી વળે છે. પણ જાનવી ને ક્યાં ખબર છે. આજે આ કેવિન પ્રેમ ની ઓસ નહિ પણ દુઃખ નો ધોધ લઇ ને આવ્યો છે.

તમને શું લાગે છે શું કેવિન તેના પપ્પા ની વાત માની ને જાનવી થી અલગ થઈ જશે કે પછી તેનો પરિવાર છોડી ને જાનવી નાં પ્રેમ ને પામશે??????

*                                  *                            *