Premni ae Raat - 5 in Gujarati Love Stories by Tejas Vishavkrma books and stories PDF | પ્રેમની એ રાત - ભાગ 5

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમની એ રાત - ભાગ 5

સવાલ -  જવાબ

શીતલહેર ની ઠંડીગાર એ રાત માં જાનવી અને કેવિન કાંકરિયા  તળાવ ની પાળે આકાશ માં ઉગેલા ચાંદ માં પોતાનું ભવિષ્ય કોતરી ર હ્યા છે.

"તમને મારો નંબર ક્યાંથી મળ્યો??"જાનવી કેવિન ને અચાનક સવાલ પૂછે છે.

"જ્યાંથી મળ્યો ત્યાંથી મળ્યો, શાંતિથી આ ચાંદ ને નિહાર ને, કેટલો મસ્ત છે. તારા જેવો"કેવિન જાનવી નો સવાલ મસ્તી માં લઇ તેનો જવાબ આપે છે.

"હું મસ્તી નાં મૂડ માં નથી"જાનવી નાં સવાલ માં આગ નાં તણખા જરતા દેખાય છે.

કેવિન જાનવી નાં સવાલ ને પારખી લે છે.

"કેમ આમ અચાનક..."

"અચાનક જ પૂછું છું એનો જવાબ આપ."

"તારો નંબર તારા ફેસબુક એકાઉન્ટ પર થી મળ્યો"

"સાચું કહે છે??"

"કેમ વિશ્વાસ નથી??"

જાનવી થોડીવાર માટે મૌન થઈ જાય છે.

"એનો જવાબ હાલ માં મારી પાસે નથી"જાનવી નાં ચહેરા ની રેખાઓ બદલાઈ જાય છે.

"તમે મારી પર ઉપકાર કર્યો છે કે પછી ફૂડકોર્ટ ની સરપ્રાઈઝ, બે મોટા ઓર્ડર અને રાત્રે લારી પર આવી ને જમવું. આ બધું કરવા પાછળ કોઈ કારણ છે??"જાનવી પોતાનું મન મક્કમ કરી ને વેધક સવાલ કરે છે.

"તમને શું લાગે છે?? કારણ કે ઉપકાર??"

"એ જ તો હજુ સુધી જાણી નથી શકી?"

કેવિન કંઈ જવાબ આપે તે પહેલા જ જાનવી બીજા પ્રશ્ન નો મારો ચલાવે છે.

"કોઈ વ્યક્તિ ને કાર માં બેઠા બેઠા સામે ની વ્યક્તિ ને દૂર થી જોઈ ને થોડો પ્રેમ થઈ શકે???"જાનવી કેવિન ને સવાલ પૂછી કેવિન ને સવાલો નાં ઝુંડ માં ઉભો કરી દે છે.

કેવિન જાનવી સામે એક જ નજરે જોઈ રહે છે.

"તમે મારાં શરીર સાથે રમત રમવા માંગો છો કે પછી ખરેખર કોઈ છોકરી માટે મન માં લાગણીઓ નું ઘોડાપુર ઉમટ્યું છે."જાનવી નો બ્રહ્માસ્ત્ર જેવો સવાલ કેવિન ને ઠંડી ની એ રાત માં થીજવી નાંખે છે.

જાનવી અને કેવિન મૌન થઈ એકબીજા સામે જોઈ રહે છે.

"તો સાંભળ,આજ થી એક વર્ષ પહેલા.....
હું છું ને રોજ રોજ આ નોકરો નાં હાથ નું ખાઈ ને કંટાળી ગયો છું. એટલે એક દિવસ મારી ઓફિસ નાં પટ્ટાવાળા દિલીપભાઈ એટલે કે તારા પપ્પા,લંચ નાં સમયે પોતાનું ટિફિન ખોલી ને જમવા બેઠા હતા. ત્યારે મેં અમસ્તા જ એમને પૂછી લીધું કે શું દિલીપભાઈ આજે જમવા માં શું લાવ્યા છો?? ત્યારે તેમને હસી ને કહ્યું.."કંઈ નહિ સાહેબ ડુંગરી નું શાક અને રોટલી છે. જમવું હોય તો બેસી જાઓ. મેં તે દિવસે તેમના ટિફિન માંથી એક કોળિયો મોં માં મુક્યો તે દિવસે મને ખબર પડી કે રૂપિયાવાળા નાં ત્યાં બધું હોય પણ પ્રેમ, લાગણીએ તો આવા મિડલ કલાસ ફેમિલિ નાં ટિફિન માં જ હોય."

"અને હા, હું બીજો કોઈ નહિ પણ તમારા પપ્પા જે કંપની માં પટ્ટાવાળા ની નોકરી કરતા હતા. તે જ કંપની નાં માલિક મુકેશભાઈ મહેતા નો દીકરો છું હું કેવિન મહેતા. તારા પપ્પા મારી જ કેબીન માં કામ કરતા હતા."

જાનવી પોતાના પપ્પા ની વાત સાંભળીને તેની આંખોમાં ઝરઝરીયા આવી જાય છે.

"હવે તેમના ટિફિન નો સ્વાદ મને એટલો ગમી ગયો કે મારું ટિફિન હું તેમને આપતો અને તેઓ તેમનું ટિફિન મને આપતા. અમે બન્ને સ્ટાફ ની જાણ બહાર આ બધું કરતા. રોજ સાથે જમતા જમતા અમે આખી દુનિયા ની વાતો કરતા. એક દિવસ વાતો કરતા'તા મારાં થી પુછાઈ ગયું કે આ તમારું ટિફિન કોણ બનાવે છે??? ત્યારે તેમને હસતા હસતા કહેલું કે આ તો મારી લાડકી દીકરી જાનવી બનાવે છે. તે દિવસ થી તેઓ રોજ તારી પસંદ, નાપસંદ, તારો ગુસ્સો, તારો પ્રેમ, તારી જીદ, તારા સંસ્કાર, તારી ધગશ, તારી મહત્વકાંક્ષા, તારા સપનાઓ, તારી મસ્તી, તારા વિચારો તારા વિશે બધી વાતો મને કરતા અને હું તે બધી વાતો તારા હાથ નું બનેલું ટિફિન જમતા જમતા સાંભળતો.

પણ મને ખબર જ નાં પડી કે તારા વિશે વાતો સાંભળતા સાંભળતા ક્યારે તને મારું દિલ દઈ બેઠો..... પણ હા તને પહેલીવાર કોલેજ નાં ગેટ આગળ જોયેલી.તારા પપ્પા ને તારી કોલેજ માં જયારે તારી ફી ભરવા જવાનુ હતું તે વખતે મારે પણ એ જ કોલેજ નાં રસ્તે જવાનુ હતું. તેથી મેં તેમને મારી ગાડી માં બેસાડેલા. ત્યારે કોલેજ આગળ તેમને મને નિર્દોષ ભાવે તને બતાવેલી... એ પણ પુરા ગર્વ થી 
"સાહેબ પેલી ઉભી ને તે મારી દીકરી, જાનવી "

કેવિન ની વાત સાંભળી ને જાનવી નાં આંખ માં આંસુ આવી જાય છે.કેવિન પણ ગરગળો થઈ જાય છે.

"તે દિવસે પેલી વાર તને જોયી હતી. ત્યારે મન માં એક જ અવાજ આવ્યો હતો કે જેટલાં વખાણ તારા પપ્પા નાં મોઢે સાંભળ્યા છે તેના કરતા પણ હસતા ચહેરા માં કોઈ દેવીરૂપ જેવી દેખાણી. એ દિવસ થી આજ સુધી તારા સિવાય બીજા કોઈ નો ચહેરો જોવાની તસ્દી નથી લીધી."

કેવિન થોડીવાર મૌન થઈ જાય છે.

"એ દિવસ થી બસ જાનવી ને જ મારી જાન માની લીધી હતી એ પણ એકતરફી!!!

જે દિવસે તારા પપ્પા નું હાર્ટએટેક થી મોત થયું. ત્યારથી મારી નજર હમેંશા તારા અને તારા પરિવાર પર રહી છે. હું ધારોત તો તને મારી કંપની માં જોબ અપાવી શકતો હતો... અપાવી શકતો હતો નહીં હાલ પણ અપાવી શકું છું.પણ તારા પપ્પા એ કહેલી વાતો મારે પ્રૂફ કરવી હતી કે જાનવી ખરેખર મહત્વકાંક્ષી છે, જાનવી ખરેખર એક બાહોશ, જિદ્દી અને હોશિયાર છોકરી છે. તે અભિમાન થી નહિ પણ સ્વાભિમાન થી જીવનારી, પોતાનાં સપના પોતાની મહેનત થી પુરા કરનારી એક બાપ ની લાડકી દીકરી તે જાનવી છે.

એટલે હું તારા પપ્પા નાં નિધન પછી તને રોજ જોતો હતો!કે તું ક્યાં જાય છે?? કેવી રીતે પ્રોબ્લેમ ને ફેસ કરે છે?? કેવી રીતે પ્રોબ્લેમ ને સોલ્વ કરે છે???

અને અંતે મારી કરેલી શંકાઓ સામે તારા પપ્પા ની કહેલી તારા વિશે ની વાતો જીતી ગયી.... તે તારા પગ પર એક લારી ખોલી. તે જે દિવસે લારી નું મુહર્ત કર્યું તે દિવસે હું આખો દિવસ દૂર થી તને જોઈ રહ્યો હતો.. મને એમ હતું કે આખો દિવસ કોઈ ગ્રાહક નહિ આવવાથી તું હારી જઈશ... પણ તું તો છેક રાતે 10 વાગ્યાં સુધી પોતાના પરિવાર માટે, પોતાના સપના માટે એક દીકરી થઈ ને પણ આવી કડકડતી ઠંડી માં પણ તું અડીખમ રહી. ત્યારે મને એમ વિચાર આવ્યો કે હવે જાનવી સામે જવાનો સમય થઈ ગયો છે. એટલે મારાં ઘર માં બધાએ જમી લીધું હતું.. પણ તારા આખા દિવસ ની બોની કરાવવા મેં જ 5 લોકો નું પેક કરવાનું કહ્યું.. જેમ એક દીવો જયારે પવન નાં કારણે બુજાવા લાગે ત્યારે તેને હાથ ની દીવાલ બનાવી તે દીવાને બુજાતો રોકીએ છીએ. તેમ મેં પણ જાનવી નામ નાં દીવા ને બુજાતો રોકવા મેં પણ એક મારાં તરફ થી પ્રયત્ન કર્યો.

હવે તારા પ્રશ્નો જવાબ ધ્યાન થી સાંભળ...

અને હા કારણ???? કે  ઉપકાર???  તો સાંભળી લે ધ્યાનથી..

જો તું મારો પ્રેમ ના સ્વીકારે તો.. તારા પપ્પા ની ઓળખાણ નાં કારણે કરેલો મેં તારા પરિવાર પર ઉપકાર અને જો મારો પ્રેમ સ્વીકારે તો તારો પ્રેમ એ જ કારણ.. ફૂડકોર્ટ અને એક ઓર્ડર નું કારણ........બે ઓર્ડર નહિ કેમ કે પેલો બર્થડે નો ઓર્ડર તને તારી પોતાની મહેનત થી મળેલો છે.. તે ઓર્ડર મેં નથી અપાયો."

"કોઈ વ્યક્તિ ને દૂર ગાડી માં બેઠા બેઠા તો પ્રેમ નાં થઈ શકે પણ એક વર્ષ થી જેને પોતાના દિલ માં જગ્યા આપી દીધી હોય તેને તો પ્રેમ થઈ શકે."

"રમત રમવી હોત તો આટલી રાહ નાં જોવડાવી હોત રૂપિયા નાં જોરે ક્યારનીએ કોઈ હોટેલ નાં રૂમ માં....."

કેવિન આટલું બોલી ને મૌન થઈ જાય છે. જાનવી ની આંખોમાં માં આંસુઓ છે. તે કેવિન ને ભેટી ને રડવા લાગે છે. કેવિન ની આંખોમાં માં પણ ભીંજાઈ છે.

*                                 *                                * 
     
"કેવો છે છોકરો????"જાનવી ની મમ્મી જાનવી ને સવારે માથામાં તેલ ની માલિશ કરતા કરતા પૂછે છે.

"મમ્મી તને કેવી રીતે ખબર??"જાનવી અચંબીત થઈને પૂછે છે.

"માં છું તારી, એક બાપ વગર ની દીકરી રાતે મોડા સુધી ફૂટપાથ પર કામ કરતી હોય અને તેની માં ઘરે ચુપચાપ બેસી રહી પોતાની દીકરી નું ધ્યાન નાં રાખી શકે તો એ માં, માં નહી પરંતુ પોતાનું પેટ ભરવા પોતાની દીકરી નો ઉપયોગ કરનારી સ્વાર્થી સ્ત્રી કહેવાય "જાનવી ની મમ્મી બોલે છે.

જાનવી ઈમોશનલ થઈ જાય છે.જાનવી તેની મમ્મી ને કેવિન વિશે ની બધી વાત વિસ્તારપૂર્વક જણાવી દે છે.

"પણ મમ્મી કેવિન આટલો સારા ઘર નો છોકરો છે. તો મને એ ખબર નથી પડતી કે કોઈએ મને અજાણ્યા નંબર પર થી કેવિન વિશે બધું જાણવા, કેવિન નો ભૂતકાળ જાણવા, કેવિન કેમ અચાનક મને આટલી હેલ્પ કરી રહ્યો છે, કેવિન નું મને હેલ્પ કરવું તે હેલ્પ નહીં પણ તેનું કોઈ ષડયંત્ર છે કે નહીં...આવો કેવિન વિરૂધ્ધ ભડકાવતો મેસેજ કર્યો હતો. કોણ હશે તે???"

"કેવિન વિરુદ્ધ ભડકાવતો નહિ પણ તારા શુભચિંતક તરીકે મેસેજ મેં જ કર્યો હતો "

"શું વાત કરે છે, પણ કેમ??"

"કેમ કે આજે જે મેસેજ વાંચી ને તે સવાલો કર્યા. એ સવાલો કર્યા વગર તું કેવિન પર આંધળો વિશ્વાસ કરી બેસત. કેમ કોઈ માણસ ને પૂરો જાણ્યા વગર તેના પર આંધળો વિશ્વાસ જીવન માં ના કરાય તે શીખવવા જ તને મેં મેસેજ કર્યો હતો... અને તે કરેલા મેસેજ નું પરિણામ એ આવ્યું કે તને કેવિન વિશે ને બધા પ્રશ્નો જવાબ મળી ગયા.સમજી"

"હા સમજી "જાનવી હસી ને તેની મમ્મી ને ભેટી પડે છે.

"પણ બેટા........."જાનવી ની મમ્મી એટલું બોલી અટકી જાય છે.

શું જાનવી અને કેવિન નો પ્રેમ સફળ થશે???? કે કોઈ અણધાર્યુ વિઘ્ન આવશે???? તે જાણવા વાંચતા રહો આગળ નાં ભાગ..

*                                  *                              *