College campus - 118 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 118

Featured Books
Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 118

"આ દેવાંશ સપનામાં મારી સાથે વાતો કરી રહ્યો છે અને મને જગાડી રહ્યો છે...""આવું છું યાર તું જા ને..." તે બબડી."અરે, હું તને લેવા માટે આવ્યો છું. તે ગઈકાલે કહ્યું હતું ને કે, તારું એક્ટિવા બગડ્યું છે."એક્ટિવાની વાત સાંભળીને કવિશા ચમકી... તેને યાદ આવ્યું, આવું તો મેં ગઈકાલે દેવાંશને કહ્યું હતું...તેને થયું, "આજે આ દેવાંશ મારો પીછો નથી છોડતો, હજી તો સપનામાં એક્ટિવાની વાતો કરે છે..."તેણે બાજુમાં રહેલું કુશન મોં ઉપર ઢાંકી દીધું અને પાછી સૂઈ ગઈ...શું દેવાંશ ખરેખર કવિશાને લેવા માટે આવ્યો છે કે પછી આ કવિશાનું સપનું જ છે...??હવે આગળ...ખરેખર દેવાંશ તેની બાજુમાં આવીને ઉભો હતો અને ક્યારનો તેને જગાડવાની કોશિશ કરી રહ્યો હતો પણ આ બેન બા એવી મીઠી નિંદર માણી રહ્યા હતા કે તેમને એમ જ હતું કે દેવાંશ મારા સપનામાં આવ્યો છે અને મને હેરાન કરી રહ્યો છે...પરંતુ આ વખતે કંઈક જુદું થયું તેણે કોઈનો સ્પર્શ અનુભવ્યો... પહેલા સ્પર્શે તો તેણે દેવાંશના હાથને પણ પોતાના ખભા ઉપરથી ધક્કો મારીને ખસેડી દીધો પરંતુ દેવાંશ એમ થોડો હાર માને તેમ હતો તેણે ફરીથી પોતાનો હાથ કવિશાના ખભા ઉપર પ્રેમથી મૂક્યો અને તે બોલ્યો કે, "કવિશા ઉઠ ને યાર આપણે લેઈટ થઈ રહ્યું છે." આ વખતે તેણે કવિશાનો ખભો થોડો જોરથી દબાવ્યો હતો અને તેનો અવાજ પણ મોટો હતો.કવિશાએ આંખો ખોલી તો તેને પોતાની સામે દેવાંશ દેખાયો તે સફાળી બેઠી થઈ ગઈ અને પોતાનો નાઈટડ્રેસ સરખો કરવા લાગી..રેડ કલરના સિલ્કી નાઈટડ્રેસમાં કવિશાનું રૂપ જાણે ખીલી ઉઠ્યુ હતું અને તેમાં પણ તે ઊંઘીને ઉઠી હતી એટલે તેનો તરોતાજા ચહેરો લાલ બુંદ જેવો લાગતો હતો એક સેકન્ડમાં તેના નાનકડા દિમાગમાં એક હજાર સવાલો ઉદ્દભવી ગયા કે, હું ક્યાં આવી ગઈ છું..આ દેવાંશ અહીંયા ક્યાંથી..આ કોઈ સ્વપ્ન છે કે હકીકત..અને તેનાં લાલચટ્ટક હોઠ ફફડ્યા અને તે બોલી કે, " તું અને એ પણ અહીંયા મારા ઘરમાં??" તે જાણે ચિલ્લાઈ ઉઠી."કેમ હું તારા ઘરે ન આવી શકું?" દેવાંશ તેની સામે રાખેલી ચેર ઉપર ગોઠવાઈ ગયો.હજુ તેનું બોલવાનું ચાલુ જ હતું, "તારું એક્ટિવા બગડ્યું છે એટલે મને થયું કે હું તને પીકઅપ કરીને જવું અને આવીને જોયું તો મેડમ તો ઘસઘસાટ ઊંઘમાં અને નસકોરા બોલાવતા હતા.""પણ મોમ, દીદી બધા ક્યાં ગયા?" એ લોકો કેમ મને નથી ઉઠાડતા.." કવિશા ગુસ્સે થઈ ગઈ હતી અને બબડી રહી હતી."મોમ, એ રહ્યા અંદર જ છે હું એમને પૂછીને એમની રજા લઈને જ ઘરમાં આવ્યો છું. મેં એમને કહ્યું કે, કવિશાનું સ્કૂટર બગડી ગયું છે એટલે હું તેને પીકઅપ કરવા માટે આવ્યો છું.. મેં તેમને એમ પણ કહ્યું કે હું અને કવિશા એક જ ક્લાસમાં છીએ અને અમે બંને બહુ સારા ફ્રેન્ડ્સ છીએ.""તે આ બધું બહુ સારું કર્યું પણ તારે આ રીતે મારા ઘરે આવવાની શું જરૂર હતી? મને ફોન ન કરાય?" કવિશાનો ગુસ્સો સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો હતો."મેડમ, તમારો ફોન ક્યાં છે? જરા જૂઓ તો પચાસ ફોન કર્યા તમને મેં પછીથી તમારા ઘરે આવવાનું સાહસ કર્યું છે.." દેવાંશે પોતાની વાતનો ખુલાસો કર્યો."સાહસ કર્યું છે.. કોણે કહ્યું હતું સાહસ કરવાનું?" કવિશા મોં ફુલાવીને બોલી રહી હતી અને પોતાના રૂમ તરફ અને કિચન તરફ નજર ફેલાવી રહી હતી.એટલામાં લાઈટ પર્પલ કલરની કુર્તી અને બ્લેક લેગીન્સ પહેરીને પોતાના ધોયેલા વાળમાં કોમ્બ ફેરવતી ફેરવતી ખૂબજ રૂપાળી દેખાતી, ખરેખર પરી જેવી દેખાતી પરી ડ્રોઈંગ રૂમમાં પ્રવેશી..દેવાંશને જોઈને એક સેકન્ડ માટે તેને પણ આંચકો લાગ્યો પણ પછી તેણે તરતજ દેવાંશની સામે સ્માઈલ આપ્યું અને બોલી, "હાય, બોલ મજામાં છે? અચાનક આ બાજુ?"દેવાંશ તેના અપેક્ષિત પ્રશ્નનો જવાબ આપવા તૈયાર જ હતો. પણ તે કંઈપણ બોલે તે પહેલાં કવિશા બોલી પડી કે, "મને લેવા આવ્યો છે, મારું એક્ટિવા બગડી ગયું છે એટલે..""ઑહ.."પરી ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગઈ અને એટલામાં તેની મોમ તેને માટે ગરમાગરમ કોફી લઈને આવી.પરીએ ટોસ્ટરમાં ગરમાગરમ બ્રેડ ટોસ્ટ બનાવ્યા અને બ્રેડ ટોસ્ટ ઉપર બટર લગાવતાં લગાવતાં તેણે દેવાંશને કોફી માટે અને બ્રેકફાસ્ટ માટે પૂછ્યું.દેવાંશે ના જ પાડી પરંતુ ક્રીશા મોમે તેને માટે પણ કોફી બનાવી જ દીધી હતી એટલે તેના હાથમાં પણ ગરમાગરમ કોફીનો મગ પકડાવી દીધો અને પોતે પણ પરીની બાજુની ચેરમાં ગોઠવાઈ ગઈ.દેવાંશે કોફીનો એક ઘૂંટ ભર્યો અને બોલ્યો, "આન્ટી, બહુ લાંબા સમય પછી આજે ખૂબ સરસ કોફી પીવા મળી તમે મારા મોમ જેવી જ કોફી બનાવી છે. ખૂબ જ સરસ..""થેન્ક યુ બેટા, પણ કેમ તારા મોમ અહીંયા નથી?""ના, મોમ અને ડેડ બંને એબ્રોડ ગયેલા છે.""તો પછી ક્યારેક ક્યારેક આ રીતે અહીં આવતા રહેવાનું બેટા અને કોઈવાર જમવા પણ આવજે અને કોઈવાર આ રીતે મોર્નિંગ માં..""હા સ્યોર આન્ટી.."અને કવિશા પોતાના રૂમમાં રેડી થઈ રહી હતી અને આ બધું સાંભળી રહી હતી અને મનમાં ને મનમાં બબડી રહી હતી.."શું હા આન્ટી..માન ન માન મૈં તેરા મહેમાન.."પરી પોતાનો બ્રેકફાસ્ટ અને કોફી પતાવીને નીકળી ગઈ. દેવાંશ ક્રીશા સાથે વાતો કરતો રહ્યો અને આત્મીયતા કેળવવાની કોશિશ કરતો રહ્યો..અને એટલામાં બ્લૂ કલરનું ડેનિમ અને બ્લેક ટી શર્ટ પહેરીને અને એક હાથમાં જેકેટ અને બીજા હાથમાં લોંગ બ્લેક કલરના શૂઝ લઈને કવિશા ડ્રોઈંગ રૂમમાં પ્રવેશી...એક ચિનગારી લાગે તો તુરંત જ ભડકો થઈ જાય કવિશા તેવી તમતમી રહી હતી...હાથમાં પોતાનો કોફીનો મગ લીધો અને બધીજ કોફી એક જ શ્વાસે ગટગટાવી ગઈ અને પછી ઉભી થઇને દેવાંશની સામે જોયું અને બોલી, "આપણે નીકળીશું મિ. દેવાંશ?"દેવાંશ, "હા સ્યોર." બોલીને ઉભો થયો અને ક્રીશાને પગે લાગ્યો અને "થેન્કયુ આંટી" કહીને દરવાજાની બહાર નીકળ્યો.તેની પાછળ પાછળ કવિશા પણ પોતાની મોમને બાય કહીને નીકળી...હવે રસ્તામાં કવિશા અને દેવાંશ વચ્ચે શું ફાઈટીંગ ચાલે છે તે આપણે આગળના ભાગમાં જોઈશું....~ જસ્મીના શાહ 'સુમન'    દહેગામ    10/10/24