BalMajuri in Gujarati Short Stories by Tejas Vishavkrma books and stories PDF | બાળમજૂરી

Featured Books
Categories
Share

બાળમજૂરી

ઉત્તર ગુજરાત નું 1500 જેટલી વસ્તી ધરાવતું, મહેસાણા થી પંદરેક કિલોમીટર દૂર નું નાનું અને અશિક્ષિત ગામ લાંઘણજ.
ગામ માં અલગ અલગ જ્ઞાતિ નાં લગભગ દરેક સમુદાય વસવાટ કરે છે. પણ બધાની એક સામાન્ય વાત એ કે કોઈ ને પણ શિક્ષણ પ્રત્યેય રુચિ નહીં. ગામ માં એક માત્ર સરકારી નિશાળ પણ તેમાં પણ માંડ 50 જેટલાં છોકરાઓ 7 ધોરણ સુધી અભ્યાસ કોઈ નાં કહેવાથી કરે નહીંતર મન મરજી મુજબ અધવચ્ચે થી જ અભ્યાસ અધૂરો મૂકી ને ખેતી માં કે છૂટક મજૂરી કરે ને આખુ જીવન ગુજારે અથવા નજીક ની કોઈ નાની - મોટી ફેક્ટરી માં મજૂરી કરી. પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે.
તેમાં એક પટેલ પરિવાર રહેતો હતો. આર્થિક રીતે સાવ સામાન્ય કહી શકાય. ઘર માં પતિ - પત્ની અને તેમનો દીકરો દર્શન રહે. મને નાનપણ થી ભણવામાં રુચિ વધારે. આથી સ્કૂલ નાં શિક્ષકો પણ મારાં વખાણ કરે.પણ મારાં અશિક્ષિત માં -બાપ ને આ વાત ગમે નહિ. મારાં ઘરની સાવ સામાન્ય પરિસ્થિતિ નાં કારણે મારાં પપ્પા મને ચાલુ સ્કૂલ માંથી ઉઠાડી કોઈ ખેતર માં કામ કરાવવા લઈને જતા, કે પછી કોઈ છૂટક મજૂરી કરાવવા લઈને જતા. પણ મને તો ભણવા માં રસ હતો, પણ માં-બાપ અને ઘરની પરિસ્થિતિ આગળ હું લાચાર હતો. મજબૂરી નાં કારણે હું બાળ મજૂરી કરવા મજૂબર બનેલો. માંડ માંડ મારાં માં બાપ થી વિરુદ્ધ જઈ ને 7 ધોરણ પાસ થયેલો. આગળ ભણવા બાજુ નાં ગામ માં જવુ પડે.હાઈસ્કૂલ માં એડમિશન માટે ફી ભરવી પડે. જે મારી પરિસ્થિતિ બહાર ની વાત હતી. એટલે મારાં બાપે મને 13 વર્ષ ની ઉંમરે બાજુના ગામ ની એક નાની એવી હોટેલ પર કામે લગાડ્યો. જેથી ઘર માં બે પૈસા ની આવક થઈ જાય.
13 વર્ષ ની ઉંમરે હું એક નાની એવી હોટેલ નાં એક ખૂણામાં હોટેલના શેઠની નજર થી છુપાઈ ને રડી રહ્યો છું. ત્યાં મને એક અવાજ સંભરાય છે.
“એ છોટુ ક્યાં ગ્યો, લે આ શેઠે તારા માટે સ્પેશલ નાસ્તો મંગાવ્યો છે.”
હોટેલ નાં માણસો તથા ત્યાં રોજ આવતા આજુબાજુ નાં લોકો મને છોટુ તરીકે ઓળખતા.રાત નાં 10 વાગવા આવ્યા છતાં, સવારે નાસ્તા માં મળેલા આગલી રાત નાં બટાકા પૌવા સિવાય આખા દિવસ માં મારાં પેટ માં અન્ન નો દાણો પણ નથી ગયો. ભૂખ નાં મારે મારાં પેટ ની વેદના મારાં ચહેરા પર દેખાઈ રહી છે.મારું શરીર સાવ સુકાઈ ને હાડપિંજર બની ગયું છે.
હોટેલ નાં શેઠે સ્પેશ્યલ નાસ્તા માં આખા દિવસનો ના વપરાયેલો નાસ્તો કે જે ખાવાથી માણસ નું શરીર હોસ્પિટલ નું મહેમાન બને. તે જાણતો હોવા છતાં હું પોતાની મજબૂરી ના કારણે રડતી આંખે ખાઈ લઉં છું.
દરેક મહિના ની 5 તારીખે હોટેલ ના શેઠ બધાને પગાર આપતા હોય છે.જેમાં મારી પાસે આખો મહિનો બાળમજૂરી કરાવી,વાસી ભોજન આપી મારાં હાથ માં 3000 રૂપિયા નો પગાર આપે છે. હું તે લઇ ને ઘરે જવું છું.
“લો આવી ગયો તમારો લાલ, હમ્મ“ મારી માં મારાં પપ્પાને કટાક્ષ કરે છે.
“ક્યાં હતો અત્યાર સુઘી નાલાયક, બોલ કેમ કંઈ બોલતો નથી “ મારાં પપ્પા મારી કંઈ પણ વાત સાંભળ્યા વગર મારાં પર ગુસ્સે થઈ ને ઘરના ખૂણા માં પડેલી લાકડી લઇ ને મને મારવા લાગે છે. મારા સુકાઈ ગયેલા શરીર પર તે લાકડી ના માર ના નિશાન પડી જાય છે.
પપ્પા નાં માર નાં ડર નાં કારણે હું કેવી રીતે બોલું કે મેં આ હોટેલ નું કામ નથી કરવું, પણ મારે ભણવું છે.આમને આમ બાળમજૂરી અને બાપ નાં હાથનો માર ખાઈને દિવસો પસાર થતા ગયા ને બીજા 2 વર્ષ વીતી ગયા. એક દિવસ હોટેલ પર કામ કરતા કરતા ત્યાં હોટેલ પર નાસ્તો કરવા આવેલા બાજુ નાં ગામ નાં સાહેબો ની વાત સાંભળી. કે કોઈ પણ સ્ટુડન્ટ કે વ્યક્તિ એક્સ તરીકે 10 માં ધોરણ ની પરીક્ષા આપી આગળ નો અભ્યાસ કરી શકે છે.
આ વાત સાંભળી. હું માં -બાપ થી છુપાઈ ને પોતાનાં ગામની સ્કૂલ નાં શિક્ષકો પાસે ગયો. પરીક્ષા વિશે તથા પુસ્તકો વિશે માહિતી મેળવી. પણ પુસ્તકો લાવવા કે ફી ભરવાના મારી પાસે પૈસા નહીં.પરંતુ મારાં સ્કૂલ નાં શિક્ષકો એ મારી પરિસ્થિતિ જાણી ને તેમને મને 10 મું ધોરણ અને 12 મું ધોરણ મારાં માં -બાપ કે કોઈ ને પણ ખબર નાં પડે તે રીતે મદદ કરી. અને હું પણ પૂરું મન લગાવી ભણ્યો અને હોટેલ પર જયારે કામ ના હોય ત્યારે વાંચન કરી ને સારા માર્ક સાથે પાસ થઈ ગયો. પણ મારાં નસીબ ની કઠણાઈ તો હજુએ ત્યાં હોટેલ માં જ હતી.
હું ભણવામાં હોશિયાર હતો જેના લીધે તેના ફ્રેન્ડ પણ સારા એવા બની ગયા હતા. તેમાંથી તેનો એક ફ્રેન્ડ IELTS ની તૈયારી કરતો હતો. તો મને તેની પાસે થી બધી માહિતી જાણવા મળી કે આ પરીક્ષા કેમ અપાય?? આ પરીક્ષા કેવી રીતે આપવી?? ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માં કામ કેવી રીતે આવે??? તે બધું જાણ્યા પછી મને પણ મન માં વિદેશ જવાની જીજ્ઞાશા જાગી . વિદેશ જવાની જીજ્ઞાશા જાગી તેનું કારણ એ હતું કે હું મારાં માં -બાપ થી અત્યાચાર થી ભરેલી જિંદગી થી છૂટવા માગતો હતો. મારી શોષણ થી ભરેલી જિંદગી માંથી નીકરવા માગતો હતો.પણ IELTS ની ફી ભરવા પૈસા ક્યાંથી લાવવા?? હોટેલ નાં પૈસા તો ઘર માં જ પુરા થઈ જતા હતા.ઘણુ વિચાર્યા બાદ મને આમા કંઈ રસ્તો નાં દેખાતા હું વિદેશ જવાનો વિચાર પડતો મુકું છું. કે આપણા નસીબ તો કદાચ આ હોટેલ માં લખાયા હશે.
પણ એક દિવસ મારાં મિત્રો ફરતા ફરતા અચાનક હું જે હોટેલ પર કામ કરી રહ્યો છે. ત્યાં આવી પહોંચે છે. તે બધા મને બાળમજૂરી કરતો જોઈને તેઓ વિચાર માં પડી જાય છે કેમ કે મેં મારાં મિત્રો થી મારી અત્યાચાર ભરેલી જિંદગી ની સાચી હકીકત છુપાવી હોય છે. મારાં મિત્રો મારી હકીકત જાણીને દંગ રહી જાય છે. પછી બધા મિત્રો એક દિવસ ભેગા થઈ ને મારી જાણ બહાર મને હેલ્પ કરવાનું વિચારે છે. કોઈ પોતાની પોકેટમની માંથી તો કોઈ પોતાના ઘરે મારાં જેવા હોનહાર વિદ્યાર્થી ને ભણવા માટે ડોનેશન માંગી. તો કેટલાકે પોતાના પેરેન્ટ્સ ને ઓળખતા દાનવીરો પાસે થી ફંડ એકઠું કરી ને મારી નાં હોવા છતાં મને IELTS ની પરીક્ષા આપવા તૈયાર કરે છે. મિત્રો નાં કહેવાથી હું ઘરે થી ચોરી-છુપી થી IELTS ની તૈયારી કરી.સારા બેન્ડ મેળવી ને કેનેડા નાં વિઝા મેળવી લઉં છું.
ઘરે મારાં માં બાપ ને આ વાત ની જાણ થતા પહેલા તો તે ગુસ્સે થઈ જાય છે.મને ઢોર માર મારે છે.
”કોને પૂછીને પરીક્ષા આપી, ક્યાંય વિદેશ બિદેશ નથી જવાનુ. અહીંયા કે આપણી બે વીઘા જમીન છે. તેમાં મજૂરી કરીશ તો અમેરિકા પણ જવાની જરૂર નથી. “
પણ હું તેમની વાત માનતો નથી.કેમ કે મારાં મિત્રો મારાં સપોર્ટ મા હતા.મારાં મા -બાપ મને આ એક્ષામ આપવા માં મને જેને જેને મદદ કરી હતી.તે બધા મિત્રો નાં ઘરે જઈ મારાં માં બાપ બહુ મોટો ઝગડો કરે છે. અંતે મને ધમકી પણ આપે છે.
“કે જો હું તેમની વાત માન્યા વગર વિદેશ ગયો તો તેઓ મારી સાથે નાં તમામ સંબંધ કાપી નાખશે અને માલ મિલકત જે પણ વ્હે. તેમાંથી બેદખલ કરી દેશે. “
મારાં મિત્રો નાં માં -બાપ અને બીજા સગા વ્હાલા પણ મારાં માં -બાપ ને સમજાવે છે. પણ મારાં માં બાપ પોતાની વાત પર જ મક્કમ રહે છે.અને એટલું જ કહે છે.કે “તારે જાવું હોય તો જા, પણ એટલું યાદ રાખજે તારા અને આપણા સંબંધો પુરા “
પણ હું મારાં ભવિષ્ય નો વિચાર કરી ને નિર્ણય લઉં છે કે આ અત્યાચાર ભરેલી જિંદગી અને આ હોટેલ માં બાળમજૂરી કરવા છતાં પણ જો બે ટક સારુ જમવાનું નસીબ માં ના હોય તો તેના કરતા વિદેશ જવુ સારુ.
ત્યાર પછી હું મિત્રો નાં સપોર્ટ થી કેનેડા પહોંચી જાવ છું. ત્યાં મારાં એક મિત્ર નાં સંબંધી નાં ઘરે રોકાવું છું. પણ આ પરદેશ ની ધરતી માં કોણ પોતાનું ??? તે મારાં મિત્ર નાં સંબંઘી મને ત્રણ- ચાર દિવસ પછી પોતાની રહેવા, ખાવાની, નોકરી ની વ્યવસ્થા પોતાની રીતે કરી લેવા જણાવે છે. હું મારી મજબૂરી નાં કારણે ત્યાંથી નીકળી ગમે તે જગ્યાએ જે કામ મળ્યું તે કામ કરી પોતાનું પેટ ભરવા લાગે છું. જાણે કે દેશ બદલાયો પણ તેના નસીબ માં લખાઈ ને આવેલી મજૂરી નથી બદલાઈ રહી.કેનેડા માં પણ કોઈક દિવસ ભૂખ્યા સુવાનો વારો આવતો ત્યારે તે હોટેલ ની વાત યાદ કરી ને રડી પડતો.હું રાત -દિન એક કરી સફાઈકર્મચારી થી માંડી ને સિક્યુરિટી ની પણ નોકરી કરી ને જેમતેમ એક વર્ષ પસાર કરી નાખું છું.
ત્યાં મને મારો એક મિત્ર તેના સંબંધી સાથે ઓળખાણ કરાવે છે.જેનું કામ કેનેડા માંથી લોકો ને ગેરકાયદેસર અમેરિકા માં મોકલવાનું છે.તે વ્યક્તિ મને કેનેડા કરતા અમેરિકા માં સારા પગાર ની જોબ, ડરી જગ્યાએ રહેવાનું, ખાવાનું મળી રહેશે.બાકી કેનેડા માં આમ જ મજૂરી કરતો રહીશ તો ક્યારેય આગળ નહિ આવી શકે. આવી લાલચો બતાવી માને કેનેડા ની બોર્ડર પર થી અમેરિકા માં મોકલવાનો રસ્તો બતાવે છે.
પણ મારી હાલત તો બાર સાંધુ ને તેર તૂટે તેવી હતી. એક મુશ્કેલી માંથી બહાર નીકળું ત્યાં તો બીજી મુશ્કેલી મારું વેલકમ કરવા ઉભી જ હોય છે. તેમ કેનેડા થી બોર્ડર ક્રોસ કરતા બોર્ડર પર અમેરિકા ની પોલીસ મને પકડી લે છે.પોલીસ નાં હાથે પકડાઈ જવાથી મારાં તો છાતી નાં પાટિયા પણ બેસી જાય છે. અને અંદર બસ એક જ અવાજ આવે છે કે હવે તો જોબ મળે કે નાં મળે પણ અમેરિકા નાં પોલીસ ની મહેમાન ગતિ તો કર્યા સિવાય છૂટકો જ નથી. હવે તો ભગવાન જે કરે તે ઠીક.
પણ કહેવાય ને કે કોઈ નાં કરેલા પુણ્ય આડા આવે. તેમ બસ તે પોલીસે થોડા સવાલ જવાબો પૂછી ને, મારાં હાથમા refushi paper આપીને માને ન્યૂયોર્ક ની હોટેલ પર છોડી દીધો. ત્યારે મન માં એક આશા નું કિરણ જાગ્યુ કે હાશ... બચી ગયા...
પણ શું બચી ગયા. અહીં પણ કોઈ નોકરી નાં ઠેકાણા નહિ, ખાવાનાં, પીવાના કે રહેવાના કોઈ જય ઠેકાણા નહિ બસ આમતેમ ભટકી દરેક જગ્યાએ કામ માગતો ફરું.પણ જે દિવસે કામ મળે તો તેના પૈસા પેટ ની ભૂખ ભરાય, નહીંતર ભૂખ્યા રહેવાનું થાય. પેટ માટે કેવી વેઠ કરવી પડે તે તો વિદેશ માં આવ્યા પછી જ ખબર પડી.
આમ તેમ નાની મોટા જે કામ કરી સંઘર્ષ કરી ને એક મિત્ર દ્વારા એક નાની એવી જોબ મળી છે. અને હાલ ત્યાં રહીને જીવન ગુજારી રહ્યો છું.
મજબૂરી જાણી ને તેની મજબૂરી નો લાભ ઉઠાવે છે. તે દર્શન ને કેનેડા કરતા અમેરિકા માં જોબ સેટલમેન્ટ, રહેવા, ખાવાની વ્યવસ્થા ની સારી એવી લાલચ આપી. અમેરિકા જવા તૈયાર કરે છે. દર્શન પણ તેની વાત માં આવી જાય છે.દર્શન તે વ્યક્તિને ગેરકાયદેસર અમેરિકા માં પ્રવેશ કરાવી આપે છે.
અમેરિકા માં આવી ગયા પછી પણ તેનો સંઘર્ષ સાથ છોડવાનું નામ નથી લઈ રહ્યો.અમેરિકા માં પણ તે પોતાનું પેટ ભરવા ગમે તે કામ કરવા મજબુર છે. અને હાલ માં તે કોઈ ગુજરાતી નાં સ્ટોર પર નાની એવી નોકરી કરી ને પોતાનું ગુજરાન ચલાવવા મથામણ કરી રહ્યો છે.