lalachna gulab jambun in Gujarati Short Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | લાલચના ગુલાબજાંબુ

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

લાલચના ગુલાબજાંબુ

એક હતું કચ્છ નું નાનકડું ગામ. ગામ ની વસતી માંડ દોઢસો જેટલા ઘરની. ને એ ગામમાં રહેતા પુંજા સેઠ અને તેનો નોકર ભૂરો. ભૂરો હાવ બુદ્ધિ વાળો હો. પણ ઈ વાપરે પોતાની માટે. ગામ નાનું એટલે ઝાજી દુકાન ન મળે. અરે મીઠાઈ માટે પણ બાજુના મોટા ગામ જવું પડે.

પુંજા સેઠ એક વાર લગન માં શહેર જઈ આવ્યા ને જમવામાં ગુલાબજાંબુ ખાઈ આવ્યા. અહોહોહો સ્વાદ ટો એવો દાઢે વળગ્યો કે બે દિવસ સુધી પોતાના હોઠ ચાટતા રહ્યા. હવે ત્રીજે દી તેમનાથી રહેવાયું નહિ. તેણે ભૂરિયાને કહ્યું : “ ભુરીયા જા જરા બાજુના ગામ રવાનો થા ને ત્યાંથી ગુલાબજાંબુ લઇ આવ” ભૂરો કહે “ ઈ સુ હોય વળી? ગુલાબ અને જાંબુ લઇ આવવા ? જાંબુ ની તો મોસમ પણ નથી આવી. ઈ તે વળી શું હોય? ” પુંજા સેઠ કહે : “ઘેલીના ઈ મીઠાઈ નું નામ સે, કાળું કાળું હોય ને સાકાર ની ચાસણી માં ડૂબેલું હોય. તુ તારે બાજુ મોટા ગામ જા ને ત્યાંથી આ ડબો ભરી ગુલાબજાંબુ લઇ આવ. અને ધોળ કાઢી જા, પાછુ મારું સાંઢીયું લઇ જા.”

ભૂરો તો ઉપાડ્યો. સાંઢીયા ની સવારી લઇ. બાજુ ના મોટા ગામે. મીઠાઈ ની દુકાન ખોળી ને ડબ્બો ભરી ને ગુલાબજાંબુ લીધા. હવે પાછા ફરતા ડબ્બા માંથી એવી મીઠી સુઘંધ આવતી હતી કે તેનાથી રહેવાયું નહિ. તેને મનમાં થયું કે એક ગુલાબજાંબુ ખાઈસ તો શેઠ ને ક્યાં ખબર પડશે?

ને ડબ્બા માંથી એક ગુલાબજાંબુ ભૂરા ના પેટમાં પહોચી ગયું.

ઓહોહોહો આ તો કાઈ અદભૂત છે. રોજ રોટલા ને ખીચડી ખાનાર ને આ અમૃત જેવું લાગ્યું. ને વળી થયું બે ખાઇસ તો ક્યાં ખબર પડશે? ને બે પુરા કર્યા. એમ કરતા અડધો ડબ્બો ખલાસ. મનમાં વિચારતો જાય કે શેઠ પૂછશે ટો કહી દઈસ કે ડબો ઢોળાઈ ગયો. ને આમ મનમાં મહેલ બાંધતો ડબ્બો પૂરો થઈ ગયો. બાકી વધી તે ફક્ત ચાસણી.

હવે શું ? ભૂરો તો બીનો. પણ હતો હોશિયાર. રસ્તામાં સાંઢીયા ના સુકા લીંડા પડેલા જોયા. ને બસ વાચકો તમે જે સમજો છો એજ ભૂરા એ કર્યું.

ઘેર આવ્યો ભૂરો ને પુંજા શેઠ તો ખુબ ઉમળકાથી આરોગવા લાગ્યા. શેઠ કહે ભુરીયા “ આ ગુલાબજાંબુ મેં ખાધા એવા નથી લાગતા હો ....પા છ ળ થી લીંડી નો સ્વાદ આવે છે હો .....”

ભૂરો કહે “ શેઠ આ સાંઢીયા પર લઇ આવ્યો ને એમાં એની વાસ ઘરી ગઈ લાગે સે .”

પુંજા શેઠ કહે “ બસ હવે બીજી વાર સાંઢીયો ન લઇ જાતો. હવે જો સ્વાદ માં ફેર થયો તો તારી ખેર નથી.”

ભૂરા એ કાન પકડ્યા હવે આવું કરવું નહિ.

“ સંસારમાં દાન જેવું કોઈ ધન નથી, લાલચ જેવો કોઈ રોગ નથી, સારા સ્વભાવ જેવું કોઈ આભુષણ નથી, અને સંતોષ જેવું કોઈ સુખ નથી.”

1.   त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः।
कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत्।।16.21।।

આ આત્માના નાશક રૂપ નરકના ત્રણ દ્વાર છે: કામ (ઇચ્છા), ક્રોધ (રોષ) અને લોભ (લાલચ). તેથી આ ત્રણેયને ત્યજી દેજે."

2.   लोभः सदा विचिन्त्यो लब्धेभ्यः सर्वतो भयं दृष्टम्  |कार्यSकार्यविचारो   लोभविमूढस्य    नाSस्त्येव

"લોભ હંમેશા વિચારવું જોઈએ, કારણ કે તેનાથી જ્યાંથી પ્રાપ્ત થાય છે ત્યાંથી ભય જ જોવામાં આવ્યો છે. લોભથી મૂર્ખ બનેલા મનુષ્ય માટે કારે અને અકાર્યનો વિચાર જ નથી."

3.   लोभात् क्रोधः प्रभवति, लोभात् कामः प्रजायते । लोभान्मोहश्च नाशश्च, लोभः पापस्य कारणम् ॥

"લોભમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે, લોભથી કામનો ઉદભવ થાય છે. લોભથી મોહ અને નાશ થાય છે, લોભ પાપનું મુખ્ય કારણ છે."

4.   लोभमूलानि पापानि संकटानि तथैव च। लोभात्प्रवर्तते वैरं अतिलोभात्विनश्यति॥

"લોભ બધા પાપોનું મૂળ છે, સાથે જ તે તમામ સંકટોનું કારણ પણ છે. લોભમાંથી વિરૂદ્ધ ભાવનાનો ઉત્પત્તિ થાય છે, અને અતિલોભથી વિનાશ થાય છે."

5.   विहाय कामान्य: सर्वान्पुमांश्चरति नि:स्पृह: | निर्ममो निरहङ्कार: स शान्तिमधिगच्छति 

"જે મનુષ્ય સર્વ કામનાઓનો ત્યાગ કરીને નિરસ્પૃહ રહે છે, જેનામાં 'મમત્વ' (મારુંપણું) અને 'અહંકાર' નથી, તે શાંતિ પ્રાપ્ત કરે છે."