Humsafar - 28 in Gujarati Love Stories by Jadeja Hinaba books and stories PDF | હમસફર - 28

Featured Books
Categories
Share

હમસફર - 28

અમન : રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ કરવા નથી માંગતો એટલે અંહીયા થી ચાલ્યો જા 

રાહુલ : અમન તારે જે કરવું હોય એ કરી લેજે પણ એકવાર મારી વાત સાંભળી લે 

અમન : શું કામ ? હું શું કામ તારી વાત સાંભળું ? ( ગુસ્સા માં કહે )

રાહુલ : અમન....જે કંઈ પણ થયું એ ખોટું થયું તને ગલતફહેમી થઈ છે 

અમન : બસ....મને તારી વાતો માં કંઈ જ દિલચસ્પી નથી પ્લીઝ અંહીયા થી ચાલ્યો જા 

રાહુલ : અમન હું માનું છું કે અમે બંને એકબીજાને પ્યાર કરતા હતા પણ હું જ્યારે એને છોડીને ગયો ત્યાર થી જ એ મને નફરત કરે છે , એ તને પ્યાર કરે છે મને નહીં

અમન : હા.... મેં જોયું હતું એ દિવસે તારી પાર્ટી માં કે એ મને કેટલો પ્યાર કરે છે 

રાહુલ : અમન...... એ દિવસે બધો વાંક મારો હતો મેં એને જબરજસ્તી કિસ કરી હતી , હું એને મારી જીંદગી માં પાછી લાવવા માંગતો હતો કારણ કે મને જલન થઈ રહી હતી , એ તને પ્યાર કરે છે વિશ્વાસ કર મારો 

અમન : રાહુલ ચાલ્યો જા અંહીયા થી એની પહેલા કે હું તને પંચ મારું, તું તારી આ વાર્તા બીજા કોઈ ને  સંભળવજે, તારા માટે એ સારું રહેશે કે તું રુચી સાથે મેરેજ કરી ને તારા બાળક ને તારું નામ આપે નહીં કે મારું હું એને ડિવોર્સ દેવા માટે તૈયાર છું 

રાહુલ : અમન એ બાળક તારું છે મારું નહીં

અમન : હવે કેટલું જૂઠું બોલીશ , મને હવે તારી ઉપર શરમ આવે છે , આઈ એમ સોરી કે હું તને મારો બેસ્ટ ફ્રેન્ડ કહી રહ્યો હતો ચાલ્યો જા ( જોરથી કહ્યું )

રાહુલ : ઓકે તને મારી ઉપર વિશ્વાસ નથી....ઠીક છે પણ તું આ રિપોર્ટ ઉપર તો વિશ્વાસ કરીશ ને 

રાહુલ રીપોર્ટ ની ફાઇલ ટેબલ ઉપર ફેંકતા કહે

રાહુલ : અને હું જે કંઈ પણ થયું એનાં માટે સોરી કહું છું જે કંઈ પણ મેં ખોટું કર્યું , પ્લીઝ થઈ શકે તો મને માફ કરી દે જે 

પછી રાહુલ ત્યા થી ચાલ્યો ગયો , અમન ગુસ્સા માં ટેબલ ઉપર પંચ મારે છે ત્યારે કોઈ એની કેબિન નો દરવાજો ખખડાવે છે અમન ઊંડો શ્વાસ લે છે અને કહે

અમન : અંદર આવો

એક એમ્પ્લોય અંદર આવે એના હાથમાં એક કવર હોય છે 

એમ્પ્લોય : સર કોઈ આ તમારા માટે છોડીને ગયું છે અને કહ્યું કે જરૂરી છે 

અમન : આ શું છે ?

એમ્પ્લોય : ખબર નહીં સર 

અમન : ઠીક છે અંહીયા મૂકી દે 

એમ્પ્લોય એ કવર ત્યાં ટેબલ ઉપર જ મુકી ને જાય છે અમન એ કવર ખોલ્યું એ એક લેટર હતો રુચી નો

                     [     લેટર માં     ]

સાચું કહું , હું આ લેટર લખવા નહોતી માંગતી પણ તમે કહેલા થોડાક શબ્દો એ મને મજબુર કરી કે હું તમને એ બધું યાદ કરાવું જે તમે ભૂલી ગયા છો..... કારણ કે આનાં પછી હું તમને ક્યારેય નહીં મળું આ જીંદગી માં..... કેટલું આસાન છે ને કોઈ સ્ત્રી નાં કેરેક્ટર ઉપર વાત કરવી પણ કોઈ એમ નથી વિચારતા કે એની સાથે થયું શું હશે હું માનું છું કે મેં તમારા થી રાહુલ વિશે છુપાવ્યું પણ એ સમયે પરિસ્થિતિ એવી હતી હું તમારી ફ્રેન્ડશીપ તોડવા નહોતી માંગતી મને લાગ્યું હું રાહુલ ને સંભાળી લઈશ અને મેં કર્યું પણ પણ મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તમે મારા અને તમારા બાળકને એવું બધું કહેશો...હા આ તમારું બાળક છે આ ખૂબ જ દુઃખ ની વાત છે કે તમને કંઈ જ યાદ નથી , એ આપણા સ્પેશિયલ પલ....જો તમને યાદ હોય તો .... એ રાત્રે તમે નશામાં ધૂત રાહુલ ની પાર્ટી માં થી ઘરે આવ્યા હતા જ્યારે પણ મેં કોઈ ને પ્યાર કર્યો છે મારી સાથે હંમેશા ખરાબ થયું છે...... હું પ્રાથના કરું છું કે હું તને ફરી ક્યારેય ન મળું 

લેટર વાંચી ને અમન ની આંખો ની સામે એ યાદગાર પલ આવી જાય જે એ ભૂલી ગયો હતો અને  એની નજર એ ફાઇલ ઉપર જાય જે ટેબલ ઉપર પડી હતી અમન એ ફાઇલ લઈને વાંચે એને શોકડ લાગે અને એની આંખો માં આંસુ આવી જાય અને એ ખુરશી ઉપર બેસી જાય

અમન : મારું બાળક.....એ મારું બાળક છે હું એ બધું કેમ ભૂલી શકું છું 

પછી એને યાદ આવ્યું કે રુચી એ લેટર માં શું લખ્યું છે
એ બહાર દોડી ને જાય 

અમન : રુચી....... રુચી 

અમન એના મોમ ડેડ ના ઘરે જાય જ્યાં અત્યારે બધા રહે છે અમન સિવાય કારણ કે એ હજુ પણ બીજા ઘરે રહે છે 

અમન : રુચી..... રુચી 

બધા અમન નો અવાજ સાંભળી ને બહાર નીકળે છે 

વીર : ભાઈ તમે અંહીયા ?

અમન : વીર.... રુચી.... રુચી ક્યાં છે ?

વીર : એ અંહીયા નથી 

અમન : તો એ ક્યાં છે ?

પીયુ : કેમ ? તમે પાછું એમને સંભળાવવા માંગો છો ?

અમન : ના.... મારે એની સાથે વાત કરવી છે પ્લીઝ મને કહો એ ક્યાં છે ? 

વીર : એ આશી નાં ફ્લેટ માં છે 

અમન જવા લાગે પણ વીર એનો હાથ પકડે છે

વીર : હું પણ તમારી સાથે આવું છું 

પીયુ : હું પણ આવીશ હું નથી ચાહતી કે કોઈ મારા દીદી ને ફરી દુઃખ પહોંચાડે 

અમન : ચાલો 

પછી એ બધા ચાલ્યા ગયા

અ/ડ : આશા રાખું છું કે ફરી બધું ઠીક થઈ જશે 

અ/મ : હા 

પછી અમન , પીયુ અને વીર આશી ના ફ્લેટ પર પોહચી જાય જ્યાં રુચી રહી હતી , આશી પણ ત્યાં હતી એ અમન ને જોઈ ને શોકડ થઈ ગઈ 

અમન : રુચી.....આશી રુચી ક્યાં છે ?

આશી : મને ખબર નથી 

અમન : શું મતલબ છે કે તને ખબર નથી ? એ અંહીયા રહી હતી તો પછી તને ખબર કેમ નથી ? 

આશી : અમન મારી સાથે ઉંચા અવાજે વાત ના કર , હું પણ બસ એને મળવા આવી જ છું અને એ પહેલાં જ ચાલી ગઈ છે અને આ લેટર છોડી ગઈ છે 

અમન એ લેટર લઈ ને વાંચે છે

                    [   લેટર માં    ]

થેન્ક યુ બધા માટે હવે મારે જવું છે કારણ કે હવે હું કોઈ ઉપર પણ બોજ બનવા નથી માંગતી , હું જ્યાં પણ જીવીશ ત્યાં મારા બાળક સાથે ખુશ રહીશ , પ્લીઝ ખુદ નો સમય મને શોધવા માં વ્યર્થ ના કરતા 


                                      ~ ગુડ બાય 

અમન આ વાંચીને તુટી જાય છે અને રડવા લાગે છે પીયુ પણ રડવા નું શરૂ કરે છે

અમન : રુચી....આઈ એમ સોરી 

પીયુ : વીર ..... મારે મારા દીદી જોઇએ છે પ્લીઝ એને પાછા લઈ આવ 

વીર : પીયુ ......ભાઈ ...... રડશો નહિ આપણે એમને શોધીશું..... હું પુલિસ ને કોલ કરું એ આપણી હેલ્પ કરશે 

                     8 મહિના પછી

8 મહિના થઈ ગયા પણ હજુ કોઈ ને નથી ખબર કે રુચી ક્યાં છે કોઈ ને ખબર નથી કે એ ઠીક છે કે નહિ બધા ખુબ કોશિશ કરે છે પણ રુચી નથી મળી આ 8 મહિના માં.... વીર અને પીયુ એ મેરેજ કરી લીધા પરીવાર ના મુતાબીક  પણ કોઈ ખુશ નથી રુચી વગર બધા રુચી ને યાદ કરે છે સ્પેશિયલી અમન એને પછતાવો હોય છે એ ખુદને નફરત કરવા લાગે છે જે થયું એ બધા માટે , એ રોજ પુલિસ ને ફોન કરે રુચી ના વિષય માં જાણવા માટે પણ દરેક વખતે એને બસ ઉદાસી જ મળે જે એ દિવસે ને દિવસે દુઃખી બનાવે છે