33 crore gods and goddesses in Gujarati Motivational Stories by वात्सल्य books and stories PDF | ૩૩ કોટી દેવ દેવી

Featured Books
Categories
Share

૩૩ કોટી દેવ દેવી

ફેસબુક પર એક મિત્ર ની પોસ્ટ (૩૩કરોડ હિન્દુ દેવી દેવતા પર કરેલી ટિપ્પણી સામે મારો પ્રત્યુત્તર)
🌹
મને લાગે છે કે પોસ્ટ કરનાર અને કોમેન્ટ કરનાર કોઈએ આપણા ધાર્મિક ગ્રંથ એટલે કે ચાર વેદ,૧૮ પુરાણ,૧૮ ઉપનિષદ,મહાભારત,ભગવદગીતા અને વિપુલ પ્રમાણમાં સમયે સમયે મહાપુરુષ,ઋષિઓ દ્વારા રચિત વેદ સંહિતાઓ અને આ દેશનો અથથી ઇતિ ઇતિહાસ.....ઘણા ઓછાએ વાચન કર્યો હશે..!
મૂળત:ભારતીય પુરાણ સાહિત્ય "રૂપક" અલંકૃત આધારિત વધુ છે.જેમને વ્યાકરણનો આછો પાતળો ખ્યાલ હશે તો તેઓને આ કોમેન્ટની વાત સમજમાં આવશે,બાકી બીજાએ મગજ કસવાની જરૂર નથી.
જ્યાં સુધી કોઈપણ શબ્દનું મૂળત:હાર્દ સમજાશે નહિ ત્યાં સુધી વાક્ય કયારેય નહિ સમજાય.
તત્કાલિન સમયમાં વેદવ્યાસથી માંડી તુલસીદાસ સુધી,ભોજા ભગત અખા ભગતે આ મૂઢમતિ(ભજ ગોવિંદમ્ ભજ ગોવિંદમ્ મૂઢમતે - ચર્પટપંજરીકાસ્ત્રોત્રમ્-ચર્પટ ઋષિ રચિત સ્ત્રોત્ર)સમાજને સંસ્કૃત્તમાં ગાળો આપી છે.ક્યારેક નવરાશ મળે તો અખા-ભોજા ભગતને વાચન કરી જોજો.
ત્રીજા આપણાં સ્ત્રી સંત "ગંગાસતી" થઇ ગયાં અને ચોથા ઉત્તર પ્રદેશમાં મહાન "સંત સુરદાસ" થઇ ગયા.આ બધા જ મહાત્માઓએ કથા,સભા,ભજન દ્વારા શાસ્ત્રાર્થ કરી કરી આપણા કાન ફોડ્યા છતાં કોઈને બ્રહ્મનું જ્ઞાન ના લાધ્યું.કવિકાલિદાસ,મહાકવિ વાલ્મીકિ,યાજ્ઞવલક્ય,કબીર,જ્ઞાનેશ્વર નરસિંહ મહેતા,ગીત ગોવિંદના સર્જક મહાન કવિ લેખક જયદેવ આ બધાંએ સમયે સમયે આ જગતમાં આવી લોકોમાં વ્યાપેલી અંધશ્રદ્ધા દૂર કરી છે.છતાં અંધ શ્રદ્ધાનું એક બીજ પણ રહી જાય તો સાનુકૂળ વાતાવરણે જલ્દી ફૂલે ફ્લે.
આપણી "ભગવદ ગીતા" અનુષ્ટૂપ છંદમાં લખાયેલી છે.મુળ મહાભારત પણ પણ અનુષ્ટૂપ છંદમાં છે."વાલ્મીકિ રામાયણ" પણ અનુષ્ટૂપ છંદમાં લખાયેલું છે.ઘણું સાહિત્ય પ્રતીકાત્મક છે.આ બધું લખવાનુ મારું કારણ એ છે કે કોઈપણ શાસ્ત્ર કે શસ્ત્ર જયારે ઉઠાવીએ ત્યારે તેને વાપરવા યોગ્ય તાલીમ લેવી જોઈએ.વિધર્મીઓના હાથમાં ગીતા વંચાયતો તેનું અર્થઘટન ખોટું કરે.માટે ભારતીય સંસ્કૃતિ સમજવામાં જેને રસ છે,તેઓએ મેં કીધી તે બાબતોનો પૂર્ણ અભ્યાસ જરૂરી છે.
હવે આપણો સવાલ છે કે "તેત્રીસ કરોડ દેવ સબબનો" આ તેત્રીસ કોટી(૩૩ કરોડ)એટલે આ બ્રહ્માંડમાં (આકાશ,પાતાળ,ધરતી)એ સિવાયના બ્રહ્માંડમાં જેટલા ગ્રહ,ઉપગ્રહ,કુત્રિમ ઉપગ્રહમાં જેટલા જીવ, વનસ્પતિ,જીવ સૃષ્ટિ,પ્રાણી સૃષ્ટિ,જીવાણુ,વિષાણુ મહાકાય જીવો,જળ સૃષ્ટિ,માનવ સૃષ્ટિ,પશુ સૃષ્ટિ,પક્ષી સૃષ્ટિ એમ બ્રહ્માંડ સર્વત્રમાં વ્યાપ્ત અન્ય બધી સૃષ્ટિના નામનું વર્ણન કરીએ તો કદાચ ૩૩ કરોડ કરતાં પણ વધુ જીવ સૃષ્ટિ આ જગતમાં વ્યાપ્ત છે.(આ સાથે બીજી એક મહત્વની વાત કરી લઉં... કે આપણી આ સંસ્કૃત્તિમાંજ આ ભવ્યાતિભવ્ય વર્ણન જોવા મળશે.)આ બધાજ પોતપોતાની મર્યાદામાં જીવે છે.ક્યાંક કોઈ ગરબડ કરે ત્યાં કુદરત ગુનાની સજા કરે છે,પરિણામે ભૂકંપ,વીજળી પડવી,અતિવૃષ્ટિ,અકાશીય ઘટના,રોગ ચાળો વગેરે આ કુદરતની સજાઓ છે.
એટલા માટે આ બધી સૃષ્ટિને આ બ્રહ્માંડમાં જીવવાનો હક્ક આ સૃષ્ટિ નિયંતા બ્રહ્માએ આપેલો છે.અને એટલે જ પૂજનીય છે.
કોઈ ભલે આપણા શાસ્ત્રો ના સમજે પણ હિંદુઓએ સમજવું જોઈએ કે "સર્વમાં ભગવાન છે."
"જગદગુરૂ શંકરાચાર્યજી"એ આ વિશે એક ઉપનિષદ લખેલું છે."બ્રહ્મ સત્ય જગતમિથ્યા"ક્યારેક વાચન કરી નાખજો તો હિન્દુ તરીકે આવા બેહુદા સવાલ કરવા નહિ પડે.
"સદગુરુ વિના જ્ઞાન નહિ"
ભગવદગીતા ના ચોથા અધ્યાયમાં ૩૪ મોં શ્લોક :
"तवीद्धि प्रणिपातेन्न......(ભગવદગીતા ૪/૩૪)ગીતાકારે આ શ્લોકમાં એવું કીધું છે કે "જેને જ્ઞાનની ભૂખ લાગે ત્યારે તે યોગ્ય આદર્શ શોધે,તેની પૂજા કરે સેવા કરે અને એ આદર્શની ફુરસદે તેમને પ્રશ્ન પૂછી જ્ઞાન જાણી લે"
માટે અધૂરા નહિ રહો,જ્ઞાન ભરપૂર મેળવો.હિન્દુમાં જનમ લઈને આવા સવાલ ઉત્પ્નન નહિ થાય.એક વખત બધાજ મિત્રોને કહું છું કે "ભગવદગીતાને વાચન નહિ પ્રથમ ગોખી નાખો,એને પુરી ગોખી કંઠસ્થ કરી નાખ્યા પછી જ સમજજો"
કંઠસ્થ થશે તો સમજતાં વાર નહિ લાગે.લોકો અન્ય સામે ફાંકડું અંગ્રેજી બોલી વટ પાડતા હોય તો આપણે આપણી આ "ભગવદગીતા" ના ૭૩૫ શ્લોક એમની સામે બોલી શું કામ વટ ના પાડીએ???
ધન્યવાદ...
- સવદાનજી મકવાણા(વાત્સલ્ય)