Part of 1 God's power in Gujarati Spiritual Stories by પરમાર ક્રિપાલ સિંહ books and stories PDF | ઈશ્વરીય શક્તિ - ભાગ 1

Featured Books
Categories
Share

ઈશ્વરીય શક્તિ - ભાગ 1

જય માતાજી ઈશ્વરીય શક્તિ લખવા બેસીએ તો દિવસો ના દિવસ વર્ષો લાગે. ઘણાબધા પ્રશ્નો થયા કરે શું ઈશ્વર માણસ જેવો હશે. ઘણીબધી કલ્પના થાય. માણસ જેવો હશે તો પછી પશું પંખી જાનવર નો ઈશ્વર તેના જેવો હશે? ઈશ્વર ને સ્ત્રી અને પુરૂષ સાથે સરખાવી શકાય ખરા? ઘણાબધા સવાલો મન માં થયા કરે આપણો ઈસ્વર (પરમાત્મા) અલગ અન્ય વર્ગ નો અલગ વિદેશી લોકો નો અલગ હોય શકે! પરમાત્મા એક છે. રસ્તો એક છે. તો પછી એના નામ પર પ્રપંચ દંભ વિરોધ કેમ? અણું અણું માં પરમાણું માં એ આપણી નરીઆંખ થી ના જોઈ શકાય એમા પણ એ રહેલો છે. સર્વ વ્યાપક તો પછી એને ક્યાં ક્યાં શોધવા જવો!એ ક્યાં નથી? ઘણા પ્રશ્નો એવા પણ થાય કે જ્યાં નિર્દોષ ને સજા થતી હોય. તો એ કેમ તેને બચાવી નથી લેતો! ઘણીવાર રોડ થી દુર રહેલા વ્યક્તિ ને વાહન અકસ્માત થી મૃત્યુ પામતો હોય છે તો ઘણી વખત રોડ ઉપર ચાલતો હોય એ વ્યક્તિ ના ઉપર મોટું વાહન પસાર થઈ જાય તો પણ એ વ્યક્તિ જીવીત હોય છે. ધનવાન વ્યક્તિ હોય એ અમુંક વર્ષ પછી ભિખ માંગતો થઈ જાય જ્યારે રોડપર રહેનાર પણ ધનવાન બની જતો હોય છે. સુક્ષ્મ મચ્છર કિડી એના દેહ ની રચના એના એન્જીન બનાવનાર એન્જીનીયર કેવડો હશે તેનો ડોક્ટર હશે ખરા! એટલે ઈશ્વરીય શક્તિ એની રચના એનો તાગ નથી કોઈ પામી શક્યું આજ સુધી અનેક ખોપડી નું મગજ એક સાથે લગાવીએ તો પણ એના રહસ્ય એનો કોઈ પાર નથી. એની શક્તિ ને આપણે ઓળખી શકતા નથી આપણે પણ આપણી જેમ તેને વાણિજ્ય વ્યાપાર બનાવી દિધો હોય એવું નથી લાગતું એક શ્રીફળ ઘણું બધું માંગી લઈએ. અને એ માનતા પુરી ના થાય તો ઉલ્ટાનું એને દોષ આપીએ અને દેવ પણ બદલી લઈએ. એ તત્વ ને પામવાનું હોય માપવાનું નહી તેનો કોઈ છેડો નથી. એની શક્તિ એની રચના નો કોઈ પાર નથી. એના વિન આપણુ અસ્તિત્વ નથી. જીવન મરણ. સંયોગ વિયોગ. લાભ હાની. દુખ સુખ. જશ અપજશ. પ્રેમ નફરત. રાગ વૈરાગ. હસવું રડવું. કામ ક્રોધ. મદ લોભ. ઘણાબધા એવા પરિબળો જેના થકી અનેક રહસ્યો દટાયેલા છે.. ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે. ઘણીબધી કલ્પનાઓ વાહ વાહી તર્ક વિતર્કો. ઘણાને સારુ લાગે ઘણા ધૃણા કરશે. અને રહસ્યમય પ્રશ્ન આપણા અંતર આત્મા ને પોકારી ને કહેછે આના જવાબ ક્યાં મળે! તેનું શરણ સ્વીકારી તેના મય બની જવું પડે? પણ આપણને કર્તા પણાનો  હું કરું છું એવો અહંમ છે જ્યાં સુધી કર્તા પણાનો અહમ છે ત્યાં સુધી પરમાત્મા એના ગુણો એના રહસ્ય નહી સમજાય ત્યાં સુધી આપણી ખોપડી ની બહારની વાત છે. ઈસ્વર ને બહાર ક્યાં શોધવા જશું? અને તેની હાજરી વિના આ અનંત બ્રંહાડ નું અસ્તિત્વ છે પણ ખરા? અનંત બ્રંહાડ ના સર્જનાત્મક ને કઈ રીતે જોઈ શકાય? એની પ્રકૃતી અણુ અણું માં એનો તત્વો છે. પણ કામ ક્રોધ મદ લોભ અભિમાન જેવા આપણા દુરવ્યસનો અને માયાથી ભરેલી રચનાથી એમાાંથી બહાર નિકળવાનો સમય ક્યાં છે કોઈને આ સ્માર્ટ યુગ માં? પરમાત્મા સુધી પહોોંચવાના ત્રણ માર્ગ સત્ય ચિત અને આનંદ અત્યારના સમય માં સત્ય ક્યાં છે! કપટકરિને કરોડો કમાવનાર ને સમજદાર અને મહાન વ્યક્તિ સમજવામાં આવે છે. અને ક્યા કોઈનું એક જગ્યાએ ચિત લાગે છે. અને આનંદ તો છે નહી ભલા મોજ છે ક્ષણીય ની બાકી પિડા દુખ છે ત્યાં જીવન પુરુ છેલ્લા શ્વાસ વિચાર આવે સમજાય ત્યાં મોડું થઈ જાય લાકડીના ટેકે ચાલવાની ઉંમર માં ઈસ્વર યાદ આવે છે. જુવાની માં કામ ધન કમાવવાની મોજ શોક કરવાની ઉંમર સમજવામાં આવે છે. માણસ એટલો બધો અંધ બની જાય છે. કોઈક એ ઉંમર માં સત કાર્ય આધ્યાત્મિક માર્ગ પર ચાલતો હોય છે તો એને અલગ નજરિએ જોવામાં આવે જાણે તેને કોઈ ખરાબ કાર્ય કર્યુ હોય ભિડ એને નહી છોડે. એને એનામય થાય તો સારુ લાગશે  ઘેટા ચાલ જેવું એક પાછળ અનેક જાય પણ ઈસ્વર ની શક્તિ એના હશે એજ માણશે આઠે પહોરમાં આનંદ જ આનંદ રહેશે જય માતાજી પરમાર ક્રિપાલસિંહ ખોડુભા